News of Tuesday, 3rd December 2024
ઉર્જા પેટ્રોકેમીકલ્સના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદરનો જન્મ તા.૩ ડીસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બિહારના વતની અને ૧૯૯૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી એસ.જે. હૈદર ભુતકાળમાં ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી., સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં સચિવ, પ્રવાસ અને ઉચ્ચ શિક્ષણ વિભાગમાં અગ્રસચિવ, ગ્રામ વિકાસ કમિશનર, એસ.ટી. નિગમમાં એમ.ડી. વગેરે પદ પર રહી ચુકયા છે.
મો.૯૯૭૮૪ ૦૬૦૮૦ ગાંધીનગર.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
