<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઈરાન દ્વારા ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવે તેવી ભિતીના પગલે ટ્રમ્પના ચૂંટણી અભિયાન તરફથી વધુ લશ્કરી સલામતી પૂરી પાડવા માગણી: ટ્રમ્પના સહાયકોનું હિટ લિસ્ટ ઈરાન પાસે તૈયાર છે: આવતા મહિને અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાઈ રહી છે. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમની હત્યાના કેટલાક પ્રયાસો થઈ ચૂક્યા છે. આ સંજોગોમાં ટ્રમ્પના ચૂંટણી અભિયાન માટે કેટલાક લશ્કરી વિમાનો ઉપરાંત તેમની સંપત્તિઓ અને રેલીઓ ઉપર ઉડ્ડયન પ્રતિબંધો લાદવાની માગણી અને બુલેટ પ્રૂફ ગ્લાસ સાથેના વાહનો અને બખ્તર બંધ લશ્કરી ગાડીઓની સરકાર પાસે માગણી કરવામાં આવી છે. ટ્રમ્પના સલાહકારોને તાજેતરમાં યુએસ ગુપ્તચર તંત્ર અને ખાનગી સર્વિસીઝ દ્વારા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સામેના હત્યાના નવા પ્રયાસોના ગંભીર ખતરા વિશે જણાવવામાં આવ્યા બાદ આ વિનંતી કરવામાં આવી છે, ઈરાન સક્રિયપણે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું રચી રહ્યું હોવાનું પણ જણાવાયું છે. ઈરાન પાસે ટ્રમ્પના મદદગારો નું હિટ લિસ્ટ પણ તૈયાર હોવાનું કહેવાય છે.12:48 PM IST

શારજાહ જતી ફ્લાઈટ બે કલાક હવામાન ઉડતી રહી: ૧૪૦ મુસાફરોના જીવ પડીકે બંધાયા: અંતે વિમાન લેન્ડ થયું: વિમન ઉપડ્યા પછી કોઈ ગરબડ સર્જાઇ હતી:છેલ્લા અહેવાલ મુજબ તિરુચિરાપલ્લીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ આઈ એક્સ ૬૧૩ તિરુચિરાપલ્લી એરપોર્ટ પર રાત્રે ૯.૧૫ વાગ્યા આસપાસ સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. ડીજીસીએ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. લેન્ડિંગ ગિયર ખુલી રહ્યું હતું. ફ્લાઈટ સામાન્ય રીતે લેન્ડ થઈ છે. એરપોર્ટને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું હતું: એમઓસીએની સત્તાવાર જાહેરાત:આ પહેલા ઉડાન ભર્યા પછી વિમાનમાં ખરાબી સર્જાતા બે કલાક સુધી એરપોર્ટની ઉપર ચક્કર માર્યા હતા. ૧૪૦ યાત્રિકો વિમાનમાં બેઠા હતા. અને વિમાન લેન્ડ થઈ શકતું ન હતું.. પરંતુ હવે વિમાન સફળતાથી લેન્ડ થઈ ગયું છે.9:31 PM IST

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ : કંઇ ન ઘટે, અભુતપૂર્વ આયોજન : આજે મેગા ફાઇનલ : આઠ તોલા સોનું, સ્‍કૂટર, બાઇક જીતવા ખરાખરીનો જંગ : પ્રસિધ્‍ધ ઓર્કેસ્‍ટ્રા, વિખ્‍યાત ગાયક કલાકારો, એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ, સિસ્‍ટમ, લોકપ્રિય એન્‍કર, વિશાળ-સમથળ ગ્રાઉન્‍ડ વિગેરેએ હજ્‍જારો ખેલૈયાઓને મોજ કરાવી દીધી : ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રઘુવંશી અગ્રણી રૂપલબેન રાજદેવ, અમેરિકાની વિખ્‍યાત ‘આઇના' સંસ્‍થાના ભારત ખાતેના પ્રમુખ પ્રફુલભાઇ નાયક, અગ્રણી, ઉદ્યોગપતિ મનોહરભાઇ બાબરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા, અગ્રણી ઉદ્યોગપતિ મનિષભાઇ ઠક્કર, પુજારા ટેલિકોમના ચેરમેન યોગેશભાઇ પુજારા, વેપારી અગ્રણી હિતેષભાઇ વિઠ્ઠલાણી સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કર્યા : પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાયા ‘અકિલા લાઇવ' ના માધ્‍યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા પણ રાસોત્‍સવની મજા માણે છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્‍ટી મંડળ ટીમની મહેનત રંગ લાવી 3:53 PM IST

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં કાળચક્ર ફર્યુઃ આઠ કલાકમાં આઠ મૃત્‍યુ ફર્નિચરના કોન્‍ટ્રાકટરનું પોલીસ સ્‍ટેશનમાં હૃદય બેસી ગયું : લેણા નીકળતાં પૈસા મામલે કારીગરે ઘરે આવી ઉઘરાણી કરતાં રેલનગરના મહેશભાઇ દુધાત્રા પ્ર.નગર પોલીસ સ્‍ટેશને અરજી કરવા આવ્‍યા અને ઢળી પડયાઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ અન્‍ય બનાવમાં હુડકોના ઇલાબેન ભીમજીયાણી અને બાલાગામના પ્રભુદાસભાઇ વાઢેરનું હાર્ટએટેકથી મૃત્‍યુઃ ગોંડલમાં ૮૬ વર્ષના નાગજીભાઇ રાદડીયાને અજાણી મહિલા ટુવ્‍હીલરની ઠોકરે લઇ ભાગી ગઇઃ રાજકોટમાં મૃત્‍યુ : રામેશ્વર સોસાયટીના પ્રવિણભાઇ બારડ, ઘંટેશ્વરના ગીરીશભાઇ સોલંકી, લાખાજીરાજ ઉદ્યોગનગરના વર્ષાબેન જરવરીયા, વૃધ્‍ધાશ્રમના નાનાલાલ જેઠવાએ બેભાન હાલતમાં દમ તોડયો11:40 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST