<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પૂજારી હસમુખભાઈ જોશીનો જન્‍મદિન

 

 આટકોટ,જસદણ તા. ૪ સૌરાષ્‍ટ્રની  પ્રસિધ્‍ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સેવાભાવી પૂજારી  શ્રી હસમુખભાઈ  પ્રાણજીવનભાઈ જોશીનો આજે તા. ૦૪-ડિસેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે. પોરબંદર જિલ્લાના પાલખડા વતનમા  પ્રારંભિક અભ્‍યાસ બાદ દ્વારકા પાસેની સંસ્‍કળત પાઠશાળામાં જ્ઞાન મેળવી છેલ્લા બાર વર્ષથી સરકારશ્રી હસ્‍તક ટ્રસ્‍ટના શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમા  સેવાભાવ અને સહ્ર દયી અભિગમથી પૂજારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, હસમુખભાઈ જોશી, ભક્‍તિભાવ પૂર્વક સેવા પૂજા આરતી કરી ભગવાન ભોળાનાથને દૈનિક વિવિધ સ્‍વરૂપના શણગાર કરી શ્રળંગાર કરાવી રહ્યા છે, ભસ્‍મ આરતી સમયે ભગવાન શિવ અને પૂજારીને ભસ્‍મ ધારી જોવા પણ એક લ્‍હાવો બની રહે છે.  તેમના અનન્‍ય શિવભાવ અને દર્શનાર્થી પ્રત્‍યેના આદરભાવથી   તેઓ અન્‍ય ખ્‍યાતનામ મંદિરોના પૂજારીઓ અને દેશભરમાંથી આવતા શિવભક્‍તોમા સન્‍માન અને  પે્રમ મેળવી શકયા છે, હસમુખભાઈ પૂજારીને મો. ૭૦૧૬૧૮૪૦૦૮, ૯૫૮૬૦૯૫૭૨૮ ઉપર શિવભક્‍તો શુભેચ્‍છા પાઠવ ે છે.

(2:44 PM IST)