News of Tuesday, 10th December 2024
રાજકોટ બાર એસો.ના સેક્રેટરી પી. સી. વ્યાસનો જન્મ દિવસ

રાજકોટ : રાજકોટના સિનિયર એડવોકેટ પી.સી.વ્યાસનો જન્મદિન છે. હાલ તેઓ રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરી છે તેમજ સમસ્ત બ્રહ્મસમાજ માં પણ અનેક હોદાઓ ધરાવે છે..તેઓ મૂળ ધોરાજી ના છે અને નાનપણથી જ સંઘ તેમજ ભાજપ ના કાર્યકર રહેલ હોવાથી રાષ્ટ્રવાદની ભાવના ધરાવે છે. તેમજ ૨૦૦૧ થી ૨૦૦૯ ના સમય દરમિયાન તેઓ રાજકોટ સેશન્સ કોર્ટમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીકે પણ ફરજ બજાવી ચૂકેલ છે તેમજ ઘણા મહત્વના ચુકાદાઓ લીધેલ છે..તેમજ ભાજપ લીગલ સેલ ના કન્વીનર તરીકે પણ ૭ વર્ષ સુધી સેવા આપેલ છે તેમજ નાના નગરપંચાયત ના પૂર્વ કાઉન્સિલર અને વિરોધપક્ષ ના નેતા તરીકે પણ ફરજ બજાવેલ છે ... આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે ૯૮૯૮૦૮૮૩૦૩ માં શુભેચ્છાઓ મળી રહી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
