દુનિયાની કોઇપણ તાકાત ભારતને ઝુકાવી શકશે નહિઃ પીએમ મોદી : સોમનાથમાં દિવ્ય અમૃત મહોત્સવઃ પીએમ મોદીનો ભવ્ય રોડ શો, ઐતિહાસિક કુમ્ભાભિષેક, આશ્ચર્યચકિત હવાઇ શોઃ પીએમ દ્વારા આસ્થાપૂર્વક પુજન : હેલીપેડથી મંદિર સુધી વિશાળ રોડ શો : ભવ્ય સ્વાગતઃ મહાદેવની વિશેષ પૂજાઃ વૈદિક વિધિઓમાં જોડાયાઃ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધનઃ હું અસત્ય પર સત્યનો વિજય જોઇ રહ્યો છુઃ મોદી3:28 PM IST
નરેન્દ્રભાઇનો ભવ્ય રોડ-શોઃ સોમનાથ મહાદેવને ઐતિહાસીક કુમ્ભાભિષેક : શ્રી સોમનાથ મહાદેવ મંદિરના અમૃત પર્વ-ર૦ર૬માં વડાપ્રધાન તથા ભુપેન્દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત હેલીપેડથી વીર હમીરજી ગોહિલજી સર્કલ સુધીનો ભવ્ય રોડ-શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યુઃ એર-શોમાં જવાનો દ્વારા દિલધડક કરતબો11:20 AM IST
વૈશ્વિક કટોકટી અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશવાસીઓને ફરી ખાસ અપીલ : પેટ્રોલ-ડીઝલ અને ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવા તેમજ ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકવા અનુરોધ : વડોદરામાં સરદારધામના કાર્યક્રમમાં વડાપ્રધાનના મહત્વના સૂચનો : વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ ટાળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લગ્ન કરવા પાટીદારોને આહવાન : પંકજભાઈ પટેલ દ્વારા 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત8:28 PM IST
ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ12:45 AM IST
રવિવારે યુએસનું અત્યાધુનિક એફ-૩૫ ફાઈટર જેટ ઓમાનના અખાત ઉપર હવામાં કટોકટી જાહેર કરી યુએઈ નજીકથી, રડારમાંથી ગાયબ: રડાર પરથી ગાયબ થતા પહેલા તેની ઊંચાઈમાં સતત ઘટાડો નોંધાયો હતો : અમેરિકન એફ-૩૫ વિમાને ૭૭૦૦ ઇમરજન્સી કોડ મોકલ્યો: યુએઈના અલ ધફરા એરબેઝ તરફ માર્ગ બદલ્યો, વૈશ્વિક મીડિયામાં ભારે ચર્ચા: મોડેથી આ વિમાને યુએઈમાં આવેલા અલ ધફરા એરબેઝ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હોવાના અહેવાલ12:38 AM IST
ડિજિટલ ફૂટપ્રિન્ટમાં ફસાયા હત્યારાઓ: ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક UPI પેમેન્ટે ખોલી દીધા હાઈટેક મર્ડરના રહસ્યો! : પૂર્વ વાયુસેના જવાન અને સુવેન્દુ અધિકારીના અંગત સહાયકની હત્યા પાછળનું આંતરરાજ્ય કાવતરું ઉઘાડું: ટોલ પ્લાઝા પરની એક નાનકડી ભૂલ શાર્પશૂટરોને બિહાર અને ઉત્તર પ્રદેશના ખૂણેથી ખેંચી લાવી જેલના સળિયા પાછળ11:25 PM IST
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની 'વેઇટ એન્ડ વોચ' નીતિ: એપ્રિલમાં ઇક્વિટી રોકાણમાં 5% નો ઘટાડો, છતાં ડેટ ફંડ્સમાં જબરદસ્ત ઉછાળો : શેરબજારની અસ્થિરતા અને હાઈ વેલ્યુએશનને કારણે રોકાણકારોએ નફો બુક કરવાનું પસંદ કર્યું: AMFI ના ડેટા મુજબ SIP યોગદાનમાં પણ સાધારણ ઘટાડો પરંતુ ગોલ્ડ ETF અને ડેટ ફંડ્સ પ્રત્યે આકર્ષણ વધ્યું11:24 PM IST
40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ઐતિહાસિક ન્યૂઝીલેન્ડ મુલાકાત : જુલાઈમાં નરેન્દ્રભાઈ મોદી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ પર હસ્તાક્ષર કરશે : પાંચ દેશોના પ્રવાસ બાદ 6 જુલાઈએ વડાપ્રધાનના પ્રવાસનો સંભવિત પ્રારંભ : ઉચ્ચ સ્તરીય બિઝનેસ ડેલિગેશન સાથે કૃષિ, વેપાર અને રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ સમજૂતીઓ થશે11:11 PM IST
રોબર્ટ કિયોસાકીનું મોટું નિવેદન : વડાપ્રધાન મોદીના 'દેશભક્તિ'ના આહ્વાનથી શેરબજારમાં ગભરાટ, એક જ દિવસમાં રોકાણકારોના 4 ટ્રિલિયન રૂપિયા સ્વાહા : બજાર વાસ્તવિકતા પર નહીં પણ ડર અને લાગણીઓ પર ચાલે છે : સોનું ખરીદવાની મનાઈ એ જ સાબિત કરે છે કે સોનું સૌથી સુરક્ષિત સંપત્તિ છે : અમેરિકન અર્થશાસ્ત્રીનું વિશ્લેષણ10:20 PM IST
ન્યૂ જર્સીના ટોમ્સ રિવર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં ભવ્ય વાર્ષિક ફંડરેઝર ઈવેન્ટ સંપન્ન : નવા કોમ્યુનિટી હોલના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા સિદ્ધિ સિંગર્સ દ્વારા સંગીતમય ભક્તિસંધ્યાનું આયોજન : ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ વિશાલ હર્ષ, અંકુર વૈદ્ય, ડૉ. સુધીર પરીખ, શ્રીમતી પ્રીતિ પટેલ, શ્રીમતી પ્રીતિ કશ્યપ, અનંત હૈદલે, પિનાકીન પાઠક, ડૉ. તુષાર પટેલ, ડૉ. અવિનાશ ગુપ્તા અને શ્રીમતી ડૉ. ગીતા ગુપ્તા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ : ત્રણ કલાક સુધી ચાલેલા જીવંત સંગીત કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને એકતાના દર્શન થયા11:02 PM IST
નવ નિર્મિત સરદાર ધામનું વડોદરામાં લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી : રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બનેલા સરદાર ધામમાં ૨૦૦૦ છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે:વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી દેશને સ્પષ્ટ દિશાદર્શન આપતા વડાપ્રધાન:વર્તમાન સંજોગોમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે સરકાર સતત પ્રયાસરત છે:પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં શક્ય તેટલો ઘટાડો કરી મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો જોઇએ:સોનાની આયાત પાછળ થતા મોટા ખર્ચને ધ્યાનમાં રાખી સોનાની ખરીદી ટાળવી જોઇએ:10:55 PM IST
કૃષ્ણગિરી મંડળના આધારસ્તંભ અને અગ્રણી સામાજિક કાર્યકર ધર્મેશ પટેલનું અમેરિકામાં દુઃખદ અવસાન : ન્યૂ જર્સીના ભારતીય સમુદાયમાં શોકનું મોજું : તેમની અંતિમ સંસ્કારની વિધિ બુધવાર, 13 મે ના રોજ ઈસ્ટ બ્રુન્સવિક, ન્યૂ જર્સી ખાતે સંપન્ન થશે : ગુરુદેવ વસંત વિજય મહારાજના પરમ ભક્ત અને એસજીએમએલ આઈ હોસ્પિટલના સેવાભાવી સહયોગી ધર્મેશ પટેલે 56 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : ન્યૂ જર્સી રિપબ્લિકન પાર્ટીના સક્રિય નેતા તરીકે સેવા આપી હતી10:03 PM IST
પઠાણકોટ એરબેઝ પાસે નકલી પોલીસ આઈડી કાર્ડ સાથે 3 શંકાસ્પદ યુવકો ઝડપાયા :સુરક્ષા એજન્સીઓમાં દોડધામ : સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરાયેલા ત્રણેય શંકાસ્પદ આરોપીઓના મોબાઈલ ફોન અને તેમની પાસે રહેલા અન્ય દસ્તાવેજો કબજે કર્યા :નકલી આઈડી કાર્ડ કયા હેતુથી બનાવ્યા? એરબેઝ અંદર [પ્રવેશવા પ્રયાસ કરતા હતા કે કેમ ?તપાસ શરૂ 9:37 PM IST
ઐતિહાસિક પળમાં ‘ડોક્યુમેન્ટ’ બન્યા વિલન: વિજયના સૌથી યુવા મંત્રી શપથ લેવા સ્ટેજ પર તો પહોંચ્યા, પણ સર્ટિફિકેટ ભૂલી જતાં ખાલી હાથે પરત ફરવું પડ્યું! : ૨૯ વર્ષીય એસ. કીર્થના સાથે વિધાનસભામાં બની રમુજી ઘટના; સીએમ વિજય જોતા રહ્યા અને પ્રોટેમ સ્પીકરે શપથ લેતા અટકાવ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ9:33 PM IST
ઈરાન યુદ્ધથી દુનિયામાં મોટાપાયે એનર્જી સંકટ :ગેસ સપ્લાઈ ખોરવાતા અનેક દેશોમાં મોંઘવારી વધી :ક્યાંક 4 દિવસની ઓફિસ,ક્યાંક પેટ્રોલ કે ગેસ ખરીદવાની મર્યાદા લાગુ : પીએમ મોદીએ લોકોને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી:ક્રૂડ ઓઇલના ભાવ એક સમયે 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા9:37 PM IST
વડાપ્રધાનના નિવાસસ્થાન પાસેની ઝૂંપડપટ્ટી હટાવવાનો દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : સુરક્ષાના કારણોસર રહેવાસીઓને અન્યત્ર ખસેડવા આદેશ : પીએમ હાઉસની આસપાસના સ્લમ વિસ્તારોનું પુનઃવસન અનિવાર્ય હોવાનું કોર્ટે ઠેરવ્યું : રહેવાસીઓની અરજી ફગાવીને વૈકલ્પિક આવાસ આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના9:27 PM IST
શ્રીંગેરીના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના ટી.ડી. રાજેગૌડાને સુપ્રીમ કોર્ટની મોટી રાહત : ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના આદેશ પર વચગાળાની રોક : લોકશાહીને હાઈજેક ન કરી શકાય તેવા સખત અવલોકન સાથે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના ધારાસભ્યનું પદ જાળવી રાખ્યું : હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપતા કોંગ્રેસ છાવણીમાં ખુશી9:13 PM IST
પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ કમી કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ : જીતના માર્જિન કરતા વધુ મતદારો કાઢી નાખવામાં આવ્યા હોવાનો કલ્યાણ બેનર્જીનો ગંભીર આક્ષેપ : ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલો : લોકશાહીના પાયા સમાન મતદાર યાદીમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત9:13 PM IST
સુપ્રીમ કોર્ટની લાલ આંખ: “અમે લોકશાહીને આ રીતે હાઇજેક થવા દઈ શકીએ નહીં”, ભાજપના ઉમેદવારને જોરદાર ફટકો અને કોંગ્રેસના નેતાને મોટી રાહત! : કર્ણાટકની શ્રૃંગેરી બેઠક પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: રિટર્નિંગ ઓફિસરના સુધારેલા પરિણામ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; પીએમ મોદીએ પણ વધતા વૈશ્વિક તણાવ વચ્ચે દેશવાસીઓને ‘તેલ’ બચાવવા કરી ભાવુક અપીલ8:45 PM IST
ભારતીય વિજ્ઞાનનો વૈશ્વિક ડંકો: ICMR એ લોન્ચ કરી 6 અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી, મેડિકલ ક્ષેત્રે ભારત બનશે હવે વધુ આત્મનિર્ભર! : રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ; ડાયગ્નોસ્ટિક્સ અને ડિજિટલ હેલ્થ ક્ષેત્રે ૨૫ નવીન શોધોનું પ્રદર્શન, ઉદ્યોગ જગતના ભાગીદારો સાથે કરાયા મહત્વના કરાર8:46 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે.....8:32 PM IST
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે શપથ લીધાના બીજા દિવસે એમ. કે. સ્ટાલિનને મળવા ઘરે પહોંચ્યા:સૌને ચોંકાવી દીધા : પૂર્વ મુખ્યમંત્રી એમ,કે સ્ટાલિને તેમને ગળે લગાડી અભિનંદન આપ્યા : વિજયનું સ્વાગત ઘરના દરવાજે પૂર્વ ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિને કર્યું :આ મુલાકાતને તમિલનાડુની રાજનીતિમાં પરિપક્વતા અને સભ્યતાના સંકેત તરીકે જોવામાં આવી 8:35 PM IST
PM મોદીની ‘આર્થિક કરકસર’ની અપીલની અસર: મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારે છેલ્લી ઘડીએ કાન્સની મુલાકાત રદ કરી, મરાઠી સિનેમા માટે લીધો મોટો નિર્ણય! : વૈશ્વિક પડકારો વચ્ચે સરકારી ખર્ચમાં કાપ મૂકવા શેલારની પહેલ; હવે વિદેશ પ્રવાસને બદલે ‘વર્ચ્યુઅલ’ માધ્યમથી ગુંજશે મરાઠી ફિલ્મોનો ડંકો, ઈલેક્ટ્રિક વાહનો પર મુકાશે ભાર8:20 PM IST
ખેતીમાં ક્રાંતિ: પીએમ મોદીએ આપ્યું ‘કુદરતી ખેતી’નું આહ્વાન, જાણો કોણ છે જાપાની ફિલોસોફર ફુકુઓકા જેમણે દુનિયાને શીખવ્યો ‘કંઈ નહીં કરવાનો’ મંત્ર! : રાસાયણિક ખેતીના ઝેરમાંથી મુક્તિ મેળવવા વડાપ્રધાનની અપીલ; ‘ધ વન-સ્ટ્રો રિવોલ્યુશન’ પુસ્તક દ્વારા વિશ્વને ટકાઉ ખેતીનો નવો રસ્તો બતાવનાર મસાનોબુ ફુકુઓકાની પદ્ધતિ હવે ભારતમાં મચાવશે ધૂમ7:59 PM IST
સોનું ખરીદવાનું ટાળવાની પીએમ મોદીની અપીલથી ઝવેરી બજારમાં ફફડાટ: ‘જો ધંધો જ નહીં રહે, તો કારીગરો શું ખાશે?’, વેપારીઓએ વ્યક્ત કરી આકરી વ્યથા : વૈશ્વિક કટોકટી વચ્ચે સોનાની આયાત ઘટાડવા વડાપ્રધાનનો માસ્ટરપ્લાન; મુંબઈના જ્વેલર્સે દેશહિતને આવકાર્યું પણ ઉદ્યોગ માટે ‘અંતિમ ખીલી’ જેવો ગણાવ્યો આ નિર્ણય7:48 PM IST
સ્ટેનફોર્ડમાં રાજકીય ગરમાવો: ‘કાચિંડા પણ આટલી ઝડપથી રંગ નહીં બદલે...’, અન્નામલાઈએ શશિ થરૂરની હાજરીમાં કોંગ્રેસના સુપડા સાફ કર્યા! : સાન ફ્રાન્સિસ્કોની ધરતી પર ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો આમને-સામને; અન્નામલાઈએ થરૂરની બુદ્ધિ પ્રતિભાને વખાણી પણ કોંગ્રેસની બદલાતી રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા7:46 PM IST
WFH એટલે માત્ર 'મજા' નહીં પણ સંઘર્ષનું બીજું નામ: વડાપ્રધાનની અપીલ બાદ ભારતમાં ફરી 'ઘરેથી કામ'ની ચર્ચા તેજ, શું આપણે લોકડાઉન જેવી માનસિક કટોકટી માટે તૈયાર છીએ? : વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે પીએમ મોદીએ મધ્યમ વર્ગને બળતણ બચાવવા અને દૂરસ્થ કામ અપનાવવા કરી વિનંતી; ઘરગથ્થુ કામકાજના 'યુદ્ધ' અને માનસિક દબાણના જૂના જખમો ફરી તાજા થયા7:45 PM IST
બેંગલુરુમાં 'ચૂંટણી જંગ' પૂર્વે રાજકીય ધરતીકંપ: ગ્રેટર બેંગલુરુ ઓથોરિટીની જાહેરાતથી સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર આમને-સામને, કોંગ્રેસ હાઈકમાન્ડ દોડતું થયું! : જૂની મતદાર યાદી પર ચૂંટણી યોજવાના નિર્ણયથી ડેપ્યુટી સીએમ શિવકુમાર નારાજ; ૧૪ જૂનથી શરૂ થનાર મતદાન પ્રક્રિયા રોકવા માટે હવે સુપ્રીમ કોર્ટના શરણે જવાની તૈયારી7:47 PM IST
ભારતીય વિદ્યાર્થીએ સ્કોટલેન્ડમાં રચ્યો ઈતિહાસ: તમિલનાડુથી વિઝા પર ભણવા ગયેલા ક્યુ મણિવન્નન સ્કોટિશ સંસદના સભ્ય બન્યા, 'દયાની રાજનીતિ' નો આપ્યો નારો! : નિયમોમાં ફેરફારનો મળ્યો લાભ: કાયમી રહેઠાણ (ILR) વિના પણ ચૂંટણી જીતનાર પ્રથમ 'નવા સ્કોટ' બન્યા મણિવન્નન; કામદાર વર્ગ અને હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો માટે ઉઠાવશે અવાજ7:42 PM IST
જાપાનમાં અભ્યાસનું સપનું હવે થશે સાકાર: આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા અને ઇમિગ્રેશનની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડલાઇન જાહેર, જાણો શું છે 'ઝૈર્યુ કાર્ડ' અને 'માય નંબર' : પ્રવેશ પરીક્ષાથી લઈને રહેઠાણ નોંધણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સમજો; COE મેળવવું અનિવાર્ય, આર્થિક સધ્ધરતાના પુરાવા વગર જાપાનમાં પ્રવેશ અશક્ય!7:43 PM IST
ન્યુઝીલેન્ડમાં વિઝા કૌભાંડનો આતંક: ભારતીય વિદ્યાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ સાવધાન! ઇમિગ્રેશન અધિકારી બની ખંખેરી રહ્યા છે લાખો રૂપિયા : ન્યુઝીલેન્ડના જ મોબાઈલ નંબર પરથી આવે છે ફેક કોલ, વિઝા કેન્સલ કરવાની ધમકી આપી બેંક વિગતો માંગતી ઠગ ટોળકી સક્રિય; ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) એ જારી કરી ગંભીર ચેતવણી7:42 PM IST
પાકિસ્તાનમાં આતંકનું નવું સરનામું: 'ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન'નો લોહીયાળ ખેલ : એકસાથે 15 સૈનિકોના લીધા જીવ : ત્રણ ખૂંખાર જૂથોના વિલીનીકરણથી બનેલા આ સંગઠને સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યા બાદ બન્નુમાં કર્યો આત્મઘાતી હુમલો : સેનાના મજબૂત ગઢ ગણાતા વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટથી પાકિસ્તાન સરકાર અને સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ7:30 PM IST
પશ્ચિમ એશિયાના 'જંગ' વચ્ચે ભારતની આર્થિક રફ્તાર અકબંધ: તેલની તંગી અને રૂપિયાના ઘટાડા છતાં જીડીપીમાં તેજીની આશા : વૈશ્વિક કટોકટી અને ક્રૂડ ઓઈલના ભાવ $100ને પાર કરી જતાં ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું, પરંતુ એસબીઆઈ રિસર્ચના મતે ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે : ડાયસ્પોરા બોન્ડ્સ બની શકે છે રૂપિયા માટે સંજીવની7:30 PM IST
સુવેન્દુ કેબિનેટનું 'મિશન બંગાળ': દિલીપ ઘોષને પંચાયત તો અગ્નિમિત્રાને મહિલા કલ્યાણ, જાણો કોને મળ્યું કયું પદ? : પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ સુવેન્દુ અધિકારીએ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી : કેન્દ્રીય યોજનાઓના અમલ અને સરહદી સુરક્ષા માટે લેવાયા ઐતિહાસિક નિર્ણયો: સરકારી નોકરીમાં વય મર્યાદા વધતા યુવાનોમાં ખુશીનો માહોલ7:29 PM IST
ઈંધણ સંકટની અફવાઓ પર પૂર્ણવિરામ: દેશમાં પેટ્રોલ-ડીઝલનો છલોછલ સ્ટોક : 3 જ દિવસમાં 1.14 કરોડ સિલિન્ડરનું વિતરણ : પીએમ મોદીની કરકસરની અપીલ બાદ મંત્રાલયે જનતાને આપી મોટી રાહત: રિફાઇનરીઓ ફૂલ કેપેસિટીમાં કાર્યરત અને ઘરે-ઘરે ગેસ પહોંચાડવાની કામગીરી તેજ: અછતની ચિંતા છોડી ગભરાટમાં ખરીદી ન કરવા સરકારનો અનુરોધ7:06 PM IST
TCS નાસિકમાં 'ઝેરી' કાર્યસંસ્કૃતિનો પર્દાફાશ: NCW ના અહેવાલમાં જાતીય શોષણ અને ધાર્મિક ઉત્પીડનનો ભયાનક ખુલાસો : રાષ્ટ્રીય મહિલા આયોગે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના નાસિક યુનિટમાં મહિલા સુરક્ષાના લીરેલીરા ઉડતા હોવાનો દાવો કર્યો : Gen Z યુવતીઓને નિશાન બનાવી માનસિક અને ભાવનાત્મક રીતે તોડી પાડવાનું વ્યવસ્થિત ષડયંત્ર આવ્યું સામે7:06 PM IST
વૈશ્વિક રાજનીતિમાં મહામંથન: ટ્રમ્પની બેઇજિંગ મુલાકાત પહેલા ચીનનો નરમ સૂર, 'વિશ્વની સ્થિરતા માટે અમેરિકા સાથે હાથ મિલાવવા તૈયાર છીએ' : વેપાર યુદ્ધ, તાઇવાન અને ઈરાન જેવા સળગતા મુદ્દાઓ પર ટ્રમ્પ-શી જિનપિંગ વચ્ચે ખેલાશે 'વ્યૂહાત્મક જંગ'; પાકિસ્તાન અને ચીનની મધ્યસ્થીથી ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાં નવી આશા6:23 PM IST
વેકેશનમાં વતનની વાટ પકડતા મુસાફરો માટે ખુશખબર: પશ્ચિમ રેલવેએ દોડાવી 33 સ્પેશિયલ ટ્રેનો, UP અને બિહાર જતી ટ્રેનોમાં હવે કન્ફર્મ ટિકિટ મળવી થશે આસાન! : રેલવે સ્ટેશનો પર ભીડ ઉમટતા તંત્રનો મોટો નિર્ણય; સુરત, અમદાવાદ અને વડોદરાથી ઉત્તર ભારત તરફ દોડશે વધારાના કોચ, ગરમીમાં રાહત માટે એસી સ્પેશિયલ ટ્રેનોની પણ સુવિધા6:22 PM IST
મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના મંડાણ? બેન્જામિન નેતન્યાહૂનો પરમાણુ બોમ્બ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ, ઈરાનને એકલે હાથે નેસ્તનાબૂદ કરવાની આપી કડક ચેતવણી! : સીઝફાયર બાદ પણ ખતરો યથાવત: 'ઈરાન પાસે ૪૪૦ કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો તૈયાર છે', ઈઝરાયેલના વડાપ્રધાનના નિવેદનથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ6:23 PM IST
ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ: ચારધામ યાત્રા પર આભ ફાટવાની ભીતિ, હવામાન વિભાગનું ભયાનક 'ઓરેન્જ એલર્ટ'; યાત્રાળુઓ માટે મોતની ચેતવણી સમાન આગાહી! : કેદારનાથ-બદ્રીનાથ માર્ગ પર ૫૦ કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન, કરા સાથે ભારે વરસાદની આગાહી; ગઢવાલ કમિશનરે શ્રદ્ધાળુઓને જીવના જોખમે પ્રવાસ ન કરવા કરી ખાસ અપીલ6:21 PM IST
ભારતમાં દલિત અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં આંકડાકીય ઘટાડો છતાં 'ન્યાય' અધૂરો: NCRB રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, અનેક શહેરોમાં સજાનો દર 'શૂન્ય'! : ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ અત્યાચારોમાં મોખરે; પોલીસ ચાર્જશીટ તો ફાઇલ કરે છે પણ અદાલતોમાં કેસ સાબિત નથી થતા, જયપુર જેવા શહેરોમાં દોષિતોને સજા મળવાનો દર ૦% નોંધાયો6:15 PM IST
ટ્રમ્પે ઈરાનને રોકડું પરખાવ્યું : અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર ઈરાનનો જવાબ 'તદ્દન અસ્વીકાર્ય' : પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો : પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા મોકલાયેલા જવાબમાં ઈરાને પ્રતિબંધો હટાવવા અને સૈન્ય વાપસી જેવી કઠોર શરતો મુકતા ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ : ઈરાનની સૈન્ય શક્તિ ભાંગી પડી હોવાનો અને પરમાણુ મથકો પર બાજ નજર હોવાનો અમેરિકી રાષ્ટ્રપતિનો હુંકાર 11:22 AM IST
ગુજરાત વન વિભાગમાં ઐતિહાસિક બઢતી : રાજ્ય વન સેવાના ૩૭ અધિકારીઓને ભારતીય વન સેવા કેડરમાં મળ્યું સ્થાન : જુઓ સંપૂર્ણ સૂચિ : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ની સિલેક્ટ લિસ્ટ માટે જાહેરનામું બહાર પડાયું : વર્ષોની રાહ બાદ ૩૭ જી.એફ.એસ. અધિકારીઓ આઈ.એફ.એસ. તરીકે બઢતી પામ્યા : રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દરખાસ્ત મંગાવાઈ 1:47 PM IST
સોનું ભૂલી હવે 'ચાંદી' પાછળ ઘેલું થયું ભારત: પીએમ મોદીની એક હાકલ અને બુલિયન માર્કેટમાં મચી ગઈ હલચલ : દેશના વિદેશી હૂંડિયામણને બચાવવા અને આર્થિક સ્થિરતા લાવવા માટે વડાપ્રધાને કરેલી એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની ભાવનાત્મક અપીલની જાદુઈ અસર જોવા મળી : રોકાણકારોએ રાતોરાત સોનાને બદલે ચાંદી તરફ વાળ્યો પોતાનો મોરચો5:55 PM IST
બંગાળમાં 'સુવેન્દુ યુગ'નો પ્રારંભ: મમતા શાસનના તમામ નામાંકિત અધિકારીઓની રજા, વહીવટી તંત્રમાં મોટા પાયે 'સફાયો' : મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સત્તા સંભાળતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસના સમયની નિમણૂકો રદ કરી : બીએસએફને જમીન ફાળવણી અને આયુષ્માન ભારત જેવી કેન્દ્રીય યોજનાઓ લાગુ કરીને રાજ્યની રાજકીય દિશા બદલવાના સંકેત આપ્યા5:54 PM IST
વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની લોખંડી તૈયારી: સરકારની ગેરંટી, 'ઇંધણનો સ્ટોક ફૂલ છે, ગભરાવાની જરૂર નથી'; પણ દેશહિતમાં પેટ્રોલ-ડીઝલ બચાવવા પીએમની ખાસ અપીલ : પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ: ૩ દિવસમાં ૧૨.૬ મિલિયન LPG સિલિન્ડરનું વિતરણ, કાચા તેલનો ભંડાર સુરક્ષિત; નાગરિકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા વિનંતી5:26 PM IST
ટેકનોલોજીની દુનિયામાં ગુજરાતનો ડંકો: ધોલેરામાં બનશે ભારતનું પ્રથમ માઇક્રો-LED ફેબ યુનિટ; ચીન અને તાઇવાનના એકાધિકારને ટક્કર આપવા ભારત સજ્જ! : ₹૩,૦૬૮ કરોડના રોકાણ સાથે હાઇ-ટેક ડિસ્પ્લે ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનશે ભારત; સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રિક વાહનો સુધીની સ્ક્રીન હવે ધોલેરામાં તૈયાર થશે5:24 PM IST
બંગાળમાં આયુષ્માન ભારત યોજના લાગુ : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ લીધો જનહિતલક્ષી ઐતિહાસિક નિર્ણય : કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજનાનો હવે બંગાળના કરોડો લોકોને લાભ મળશે : મમતા સરકારના વિરોધ બાદ નવી સરકારે આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું ભર્યું - ગરીબ પરિવારોને ૫ લાખ સુધીની મફત સારવાર મળશે 2:24 PM IST
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનો ધમાકેદાર પ્રારંભ : શુભેન્દુ અધિકારીએ આયુષ્માન ભારત અને BSF માટે જમીન ફાળવણીના મહત્વના નિર્ણયો લીધા : પ્રથમ કેબિનેટ બેઠકમાં જ બંગાળના વિકાસ અને સુરક્ષા માટે લેવાયા ઐતિહાસિક નિર્ણયો : વર્ષોથી અટકેલી કેન્દ્રીય યોજનાઓને લીલી ઝંડી - સીમા સુરક્ષા દળને મજબૂત કરવા જમીન આપવાની જાહેરાત 2:51 PM IST
ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદનનું વૈશ્વિક હબ બનશે : અશ્વિની વૈષ્ણવે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચિપ પ્રોડક્શન ક્ષેત્રે મોટી સિદ્ધિની જાહેરાત કરી : દેશમાં અનેક સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ આકાર લઈ રહી છે : ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર - લાખો નવી રોજગારીની તકો ઉભી થશે 2:24 PM IST
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈના આનંદ નગરના મેદાનમાં મળ્યો માનવ કંકાલ અને ખોપડી, ત્રણ દિવસથી લાગતી આગ બાદ ક્રિકેટ રમવા ગયેલા બાળકોને દેખાયા માનવ અવશેષો : રમાબાઈ ચાલ પાછળના ખાલી પ્લોટમાં વેરવિખેર હાલતમાં મળી હાડકાં અને ખોપડી, સ્થળ પરથી સિક્કા પણ મળ્યા, ત્રણ મહિના પહેલા જ પાણીની ટાંકીમાંથી મળ્યો હતો કંકાલ, માણિકપુર પોલીસે વિસ્તારને કોર્ડન કરી ફોરેન્સિક તપાસ શરૂ કરી3:50 PM IST
મહારાષ્ટ્રમાં પતિથી કંટાળી પત્ની બની પ્રેમીની રક્ષક, પણ રક્ષક મટી ભક્ષક બની, ઊંઘતા પતિને કરંટ આપી મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર : યવતમાળ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી, પ્રેમી સાથે મળીને પત્નીએ ઊંઘમાં જ પતિને વીજળીનો કરંટ આપ્યો, પરંતુ પતિનો આબાદ બચાવ થતા સમગ્ર કાવતરું ઉઘાડું પડ્યું, પોલીસે બંને આરોપીની ધરપકડ કરી3:50 PM IST
ક્રિમિનલ ટ્રાયલ દરમિયાન ખાનગી વકીલ દલીલો કે ઉલટતપાસ કરી શકે નહીં : મધ્યપ્રદેશ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : સરકારી વકીલને મદદ કરવા રોકાયેલા પ્રાઈવેટ કાઉન્સિલની મર્યાદાઓ નક્કી કરાઈ : કેસનું સંચાલન સંપૂર્ણપણે પબ્લિક પ્રોસિક્યુટરના હાથમાં હોવું જોઈએ - ન્યાયી સુનાવણી માટે અદાલતનું સ્પષ્ટ અવલોકન3:30 PM IST
જેકલિન ફર્નાન્ડિઝ PMLA કેસમાં સક્રિય સહભાગી હતી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રીની સરકારી સાક્ષી બનવાની અરજીનો વિરોધ કર્યો : સુકેશ ચંદ્રશેખર ૨૦૦ કરોડના ખંડણી કેસમાં નવો વળાંક - ઈડીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું : જેકલિનને ગુનાની સંપૂર્ણ જાણકારી હતી અને તેણે જાણીજોઈને લક્ઝરી ગિફ્ટ્સ સ્વીકારી હોવાનો ગંભીર આરોપ3:31 PM IST
'તારીખ પે તારીખ' માટે કોણ જવાબદાર? અલ્હાબાદ હાઈકોર્ટે નબળી પોલીસ તપાસ અને ન્યાયાધીશોને મળતી ધકીઓ સામે ચિંતા વ્યક્ત કરી : ન્યાયતંત્રમાં વિલંબના કારણો પર અદાલતનું આકરું અવલોકન : પોલીસની ખામીયુક્ત તપાસ અને પુરાવાઓના અભાવે ન્યાય પ્રક્રિયા ખોરવાય છે - જજોને ખુલ્લેઆમ મળી રહેલા જોખમો પર સરકારનું ધ્યાન દોર્યું3:27 PM IST
મુંબઈ હાઈકોર્ટે બીએમસીની જોહુકમી સામે લાલ આંખ કરી : ગેરકાયદે તોડી પાડેલા બાંધકામને ફરીથી બનાવી આપવાનો આદેશ આપવાની આપી ચેતવણી : નાગરિકોના અધિકારો પર તરાપ મારતી તંત્રની કાર્યવાહી સામે અદાલતનો આકરો મિજાજ : મનપાની મનસ્વી કામગીરી બદલ ભારે દંડ અને પુનઃનિર્માણના ખર્ચ માટે સત્તાધીશોને તૈયાર રહેવા નિર્દેશ3:25 PM IST
જય સોમનાથ... નરેન્દ્રભાઇએ પ્રથમ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝૂકાવ્યું : શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત-અભિવાદન; આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરુના નાદ સાથે હર હર મહાદેવનો નારો ગુંજ્યો વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ ઍરોબેટિક્સ ટીમની આકાશી સલામી અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું સોમનાથ દિવ્ય દેવાલયના સ્વપ્નદ્રષ્ટા શ્રી સરદાર પટેલને વડાપ્રધાન મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ; વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી3:14 PM IST
જામીન અરજીઓ પર ઝડપથી સુનાવણી કરો અને મુદતો આપવાનું ટાળો : સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને ડેડલાઈન સેટ કરવા નિર્દેશ આપ્યા : ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઈન્કાર છે - સર્વોચ્ચ અદાલતની કડક તાકીદ : જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે તે સિદ્ધાંતનું પાલન કરવા પર ભાર - લાંબા સમય સુધી જેલમાં રહેલા કેદીઓ માટે રાહતના સંકેત3:54 PM IST
નરેન્દ્રભાઈનો ભવ્ય રોડ શોઃ ઍક ભારત-શ્રેષ્ઠ ભારત નો ગુંજારવ : અમૃત પર્વના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા વિશાળ જનમેદની ઉમટીઃ ઉત્સાહભેર અને હર્ષનાદ સાથે વડાપ્રધાનશ્રીને આવકાર્યા નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયાં જનનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નજીકથી નિહાળી લોકો ખુશખુશાલઃ ગુજરાત સહિતના દેશભરના કલાકારો દ્વારા લોકનૃત્યની પ્રસ્તુતિથી અનેરુ વાતાવરણ સર્જાયું 3:13 PM IST
રાહુલ ગાંધીના ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પોતે વડાપ્રધાન મોદીના કટ્ટર સમર્થક હોવાનો ખુલાસો, રાહુલ ગાંધીએ હસીને આપ્યો રમૂજી જવાબ તો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ : રાજકીય મતભેદોની વચ્ચે પણ પ્રોફેશનલ કામમાં વિશ્વાસ અને સન્માન જરૂરી હોવાનો સંદેશ આપતા રાહુલ ગાંધી, કહ્યું - વિચારધારા અલગ હોય તો પણ ક્ષમતા અને આવડતની કદર થવી જોઈએ, લોકશાહીની આ જ સાચી ખૂબસૂરતી છે 3:10 PM IST
બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના મોજતબા ખમેની અંગે આપ્યું મોટું નિવેદન : હોર્મુઝ સંકટને પારખવામાં ઈઝરાયેલ અને અમેરિકાની નિષ્ફળતાનો સ્વીકાર : ઈરાની નેતૃત્વના ઉત્તરાધિકારી અને તેના છુપા સ્થાનો અંગે ઈઝરાયેલના વડાપ્રધાનનો સનસનીખેજ ખુલાસો : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈન્ટેલિજન્સ નિષ્ફળતાની કબૂલાતથી ખળભળાટ3:55 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત પર વિશ્વની નજર : વેપાર યુદ્ધ અને તાઈવાન જેવા સળગતા મુદ્દાઓ પર બેજિંગમાં થશે નિર્ણાયક ચર્ચા : ૧૩ થી ૧૫ મે દરમિયાન ટ્રમ્પ અને ચીની નેતૃત્વ વચ્ચે યોજાશે હાઈ-પ્રોફાઈલ બેઠકો : જિમ્મી લાઈની મુક્તિ અને ઈરાન યુદ્ધની સ્થિતિ એજન્ડામાં ટોચ પર - વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે મોટી અસર2:59 PM IST
સોમનાથ અમૃત મહોત્સવ 2026 અંતર્ગત સોમનાથ મંદિરમાં પ્રથમ વખત ભવ્ય ‘કુંભાભિષેક’ મહા અનુષ્ઠાન : 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી ભગવાન સોમનાથનો વિશેષ અભિષેક કરાયો :કુંભાભિષેક મંદિરની આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતાને પુનર્જીવિત કરતું અત્યંત વિશેષ ધાર્મિક અનુષ્ઠાન: ભક્તોમાં અદભૂત ભક્તિભાવ અને ઉત્સાહ .2:16 PM IST
IRCTC દ્વારા 'ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન' હેઠળ વિશેષ ધાર્મિક પેકેજ જાહેર :ઋષિકેશથી દક્ષિણ ભારત સુધીના તીર્થધામોની કરાશે સફર : પેકેજમાં મુસાફરી, ભોજન અને રહેવાની તમામ સુવિધાઓનો સમાવેશ :મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, નાગેશ્વર, સોમનાથ, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર સહિતના 7 જ્યોતિર્લિંગોના દર્શન કરાવાશે :દ્વારકાધીશ મંદિર, ભેટ દ્વારકા અને નાસિકના પંચવટીના પણ દર્શન થશે1:07 PM IST
ચરાડવામાં ધર્મોત્સવમાં ઉમટતા ભકતજનો : ચરાડવા શ્રી મહાકાળી આશ્રમ ખાતે માતાજીના ૧૭મા પાટોત્સવ અને પૂ. દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પંચદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ દિવસવાર ભવ્ય આયોજન જાહેર : તા. ૯ મેથી ૧૩ મે ૨૦૨૬ સુધી યજ્ઞ, અખંડ ધૂન, નગરયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા, ઈનોવા અર્પણ સહિતના કાર્યક્રમો, સમાપન દિવસે પ્રિતીબેન વાજા-મિલનભાઈ પટેલની સંતવાણી, મહંત શ્રી અમરગીરીજીબાપુનું નિમંત્રણ11:40 AM IST
જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ જવા રવાના : એરફોર્સ સ્ટેશનથી હેલિકોપ્ટર મારફતે કર્યું પ્રસ્થાન : જુઓ વિડીયો : સર્કિટ હાઉસ ખાતે એસપીજીની ચુસ્ત સુરક્ષા વચ્ચે રોકાણ અને અલ્પહાર બાદ પીએમનો કાફલો રવાના થયો : સોમનાથ મહાદેવના દર્શન અને વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી10:04 AM IST
ગુજરાતે કમાલ કરી, તમામ રેકોર્ડ તોડીને ચૂંટણીમાં જનતાએ આશિર્વાદ વરસાવ્યાઃ નરેન્દ્રભાઇ : જામનગરના લાલબંગલા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ઐતિહાસિક અને ગનનચુંબી સંબોધન : જે ગુજરાત પહેલા માત્ર મીઠું પકાવતું હતું તે આજે સેમીકન્ડકટર અને વિમાનના પાર્ટ્સ બનાવે છેઃ બંગાળની જીતનો હરખ ગુજરાતીઓની આંખોમાં જોઇને ગદગદ થયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરની જનતાનું અભિવાનદ ઝીલ્યું11:14 AM IST
એક કરોડ લોકો જો સપ્તાહમાં ૩ દિવસ વર્ક ફ્રોમ હોમ કરે તો બચશે ૭૦,૦૦૦ કરોડ : પ્રધાનમંત્રી મોદીએ બળતણ બચાવવા માટે Work From Home વ્યવસ્થાનો વિસ્તાર કરવાની અપીલ કરી છે : દરરોજ આશરે ૨૦ મિલિયન લિટર પેટ્રોલ અને ડીઝલની બચત થાયઃ ભારતના ઝડપથી વિસ્તરતા ડિજિટલ અર્થતંત્રમાં, લાખો નોકરીઓ છે જે હાઇબ્રિડ વર્ક મોડેલ દ્વારા સરળતાથી સંચાલિત થઈ શકે છે11:07 AM IST
વિદેશ પ્રવાસની મોદીની સલાહ લોકો માને તો તો દુનિયાને પડશે ૨.૭ લાખ કરોડનો ફટકો : અપીલ પાછળ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો અને વિદેશી મુદ્રા ભંડારને બચાવવાનો મોટો વ્યૂહાત્મક ઈરાદો છુપાયેલો : ૨૦૨૩-૨૪માં ભારતીયોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પાછળ અંદાજે રૂ.૨.૭૨ લાખ કરોડ ($૩૧.૭ અબજ) નો ખર્ચ કર્યો છે10:51 AM IST
મોંઘવારી ફરી બગાડશે રસોઇનું બજેટઃ સાબુથી બિસ્કિટ સુધી બધું મોંઘું : કાચા માલની વધતી જતી કિંમતોને કારણે FMCG કંપનીઓ પોતાના ઉત્પાદનોના ભાવ વધારવા પર વિચાર કરી રહી છે : પશ્ચિમ એશિયામાં સતત અસ્થિરતાને કારણે આ ચિંતા વધુ ઘેરી બની છેઃ ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી રહેનારો ઉતાર-ચઢાવ FMCG કંપનીઓને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે10:03 AM IST
"ગુજરાતે કમાલ કરી દીધી, તમામ રેકોર્ડ તોડીને જનતાએ ભાજપ પર આશીર્વાદ વરસાવ્યા" - જામનગરના લાલબંગલા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઐતિહાસિક અને ગગનચુંબી સંબોધન : જે ગુજરાત પહેલા માત્ર મીઠું પકાવતું હતું તે આજે સેમીકન્ડક્ટર અને વિમાનના પાર્ટ્સ બનાવે છે : બંગાળની જીતનો હરખ ગુજરાતીઓની આંખોમાં જોઈને ગદગદ થયેલા PM મોદીએ જામનગરની જનતાનું અભિવાદન ઝીલ્યું11:00 PM IST
અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભક્તોની હાજરી પૂરવાનું અનોખું અભિયાન શરૂ : ગેરહાજર હરિભક્તોની ખબર અંતર પૂછવા અને સહાય કરવા લેવાયો મહત્વનો નિર્ણય : ડલાસના ઇરવિન મંદિરેથી સ્વામીજીએ કરી ઘોષણા : ક્યુઆર કોડ અને એપ્લિકેશન દ્વારા હાજરી લેવાશે તેમજ બાળકો માટે ગુજરાતી ભાષાના વર્ગો પણ ચલાવવામાં આવશે9:01 PM IST
વૈશ્વિક આર્થિક સંકટ સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું રાષ્ટ્રજોગ આહ્વાન : ઈંધણ, વિદેશી પ્રવાસ અને સોનાની ખરીદીમાં કાપ મૂકી દેશભક્તિ સાબિત કરવા હૈદરાબાદથી હૃદયસ્પર્શી અપીલ : મોંઘવારી અને સપ્લાય ચેઈનના પડકારો વચ્ચે આત્મનિર્ભરતાનો મંત્ર : ખાદ્ય તેલ અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા, મેડ ઇન ઇન્ડિયા અપનાવવા તથા પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો અને નાગરિકોને નરેન્દ્રભાઈનો ખાસ અનુરોધ9:48 PM IST
NRC નિષ્ફળ ગયા બાદ હવે લઘુમતીઓને બાકાત રાખવા માટે 'SIR' લાવવાની તૈયારી : પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા : બેંગલુરુમાં આયોજિત કાર્યક્રમમાં વરિષ્ઠ વકીલે એનઆરસીના ડેટા અને અમલીકરણ પર ઉઠાવ્યા સવાલો : વિભાજનકારી રાજનીતિને કારણે દેશના લોકશાહી માળખાને નુકસાન થવાની ભીતિ10:44 PM IST
અમેરિકાના નાકાબંધીની 'આડઅસર'...ઈરાનને સમુદ્રમાં તેલ નાખવાની ફરજ પડી : સેટેલાઇટ તસવીરોએ ચિંતા વધારી : અમેરિકાના નાકાબંધી વચ્ચે, ઈરાન ગંભીર તેલ સંગ્રહ સંકટનો સામનો કરી રહ્યું છે:પર્સિયન ગલ્ફ સમુદ્રની સપાટી પર મોટા તેલના ખાડાઓ દેખાયા એવી આશંકા વ્યક્ત થઈ છે કે સંગ્રહ ક્ષમતા ઘટતી જાય છે તેમ ઈરાન સમુદ્રમાં વધારાનું ક્રૂડ તેલ છોડી રહ્યું છે.9:39 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને જાહેરમાં મોટી ઓફર: રાજકીય માહોલ ગરમાયો, મોદીએ કોંગ્રેસના મુખ્યમંત્રીને પોતાની સાથે જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું : હૈદરાબાદમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને ખુલ્લા મંચ પરથી પોતાની સાથે જોડાવા માટે સીધી ઓફર આપી છે. વડાપ્રધાનના આ નિવેદન બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં એકાએક મોટો ગરમાવો આવી ગયો છે.12:35 AM IST
કેરળના રાજકારણમાં મોટો વળાંક, રાહુલ ગાંધી કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છુક: રાહુલ ગાંધી અને વેણુગોપાલ વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ, રાજ્યના નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ તેજ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી કેરળ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કે.સી. વેણુગોપાલને જોવા માંગે છે. આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે એક અત્યંત ખાનગી બેઠક યોજાઈ હોવાના સત્તાવાર અહેવાલો બાદ કેરળના રાજકીય માહોલમાં ભારે ચર્ચા જાગી છે.12:38 AM IST
તમિલનાડુ વન વિભાગની ઐતિહાસિક સિદ્ધિ, સમુદ્રમાં એક લાખ પાંસઠ હજાર કાચબાના બચ્ચા છોડયા: ઓલિવ રિડલી પ્રજાતિના સંરક્ષણ માટે મોટી સફળતા, ચાલુ પ્રજનન ઋતુમાં વિક્રમજનક કામગીરી : તમિલનાડુ રાજ્યના વન વિભાગે દરિયાઈ જીવોના સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ પ્રજનન ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં ઓલિવ રિડલી પ્રજાતિના એક લાખ પાંસઠ હજારથી વધુ નાના બચ્ચાઓને સુરક્ષિત રીતે દરિયાના પાણીમાં છોડવામાં આવ્યા છે.9:39 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક શૌર્ય યાત્રામાં નરેન્દ્રભાઈ મોદીએ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું : 800 ઋષિકુમારોના શંખનાદ અને ડમરુના ગુંજારવથી પ્રભાસ ક્ષેત્ર આધ્યાત્મિક ઉર્જાથી તરબતર : જુઓ વિડિઓ : મંદિર નિર્માણના 75 વર્ષના અમૃત મહોત્સવે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની પ્રતીતિ કરાવી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કુંભાભિષેક અને વાયુસેના દ્વારા પુષ્પવર્ષા કરાઈ : પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ઋષિકાઓ અને મહિલા સ્ટાફ દ્વારા વૈદિક વ્યવસ્થાનું સંચાલન12:11 AM IST
વડોદરામાં નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શો બાદ ભાજપા કાર્યકર્તાઓનું પ્રેરણાદાયી અભિયાન : રાતોરાત રોડ-શોના રૂટ પર સફાઈ કરી ‘સ્વચ્છતા હી સેવા’નો મંત્ર સાર્થક કર્યો : ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે વડોદરા મહાનગર અને જિલ્લાના કાર્યકર્તાઓએ નાગરિકોની સુવિધા માટે સમગ્ર માર્ગો પરથી પુષ્પો અને અન્ય કચરો દૂર કરી સ્વચ્છતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું11:07 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિકાસના મોટા દાવાઓ વચ્ચે સ્થાનિક લોકો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત : નિરંજન વસાવા AAP : નર્મદા જિલ્લાની જનતાએ ભાજપના 30 વર્ષના શાસન સામે મત આપીને પરિવર્તન તરફ વિશ્વાસ વ્યક્ત કર્યો :તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળેલા પરિણામોએ બતાવ્યું કે હવે જનતા ભાજપથી કંટાળી ગઈ છે : નિરંજન વસાવા AAP11:20 PM IST
સુરતમાં ‘શિવા ગેંગ’ના નામે ફ્રૂટ વેપારી પાસેથી ₹1.25 લાખની ખંડણી ઉઘરાવનાર શિવા નો પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની સૂચનાથી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ જાહેરમાં વરઘોડો કાઢ્યો : જુઓ વિડીયો : વેપારી કેશરઅલી સૈયદને ચપ્પુ બતાવી ધમકાવનાર શિવરાજસિંહ ઝાલા, રામ ઝાલા, સોહેલ ઘડિયાળી સહિતના શખ્સો સામે ઉધના પોલીસે ગુનો નોંધ્યા બાદ કડક હાથે કાર્યવાહી : ગૃહમંત્રીના સંકેત બાદ સુરત પોલીસના 36 કલાકમાં બે હાફ એન્કાઉન્ટર અને જાહેરમાં સરઘસથી અસામાજિક તત્વોમાં ફફડાટ 5:32 PM IST
અમદાવાદ એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી ભાવેશ પટેલને સાયબર ક્રાઇમ બ્રાંચે હાંસોલથી ઝડપી પાડ્યો : પોલીસ કમિશ્નર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર એમ.એચ.ભેટારીયાની ટીમે ઈમેઈલ આઇડીના ટેકનિકલ એનાલિસીસ દ્વારા ધમકીભર્યો ઇ-મેઇલ મોકલનાર કન્સ્ટ્રકશનના વેપારીની ધરપકડ કરી 3:54 PM IST
ગુજરાત રાજ્યમાં કાળઝાળ હીટવેવનો પ્રકોપ યથાવત, 45 ડિગ્રી પાર જવાની આગાહી સાથે સાત જિલ્લામાં ઓરેન્જ અને અનેક શહેરોમાં યલો એલર્ટ જાહેર : સુરેન્દ્રનગરમાં પારો 44.3 ડિગ્રીએ પહોંચ્યો, અમદાવાદ 43.1 ડિગ્રી સાથે શેકાયું, કચ્છ, રાજકોટ, બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ગરમીનું જોર રહેશે, હવામાન વિભાગે બહાર ન નીકળવાની સલાહ આપી3:52 PM IST
આ માસના અંત સુધીમાં ટેકનોલોજીના મહતમ ઉપયોગ દ્વારા સંખ્યા બંધ પરિવારના આંસુ લૂછવામાં આવશેઃ અજય ચૌધરી : પરિવારથી વિખૂટા પડેલ બાળક અને સ્વજનનું પરિવાર સાથે મિલન કરાવવા માટેનું અભિયાન એટલે ઓપરેશન મુસ્કાન, મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવની દૂરંદેશીથી શેર થયેલ માનવીય અભિયાન અંગેની અકિલા સમક્ષ CID ક્રાઇમના એડિશનલ ડીજીપી લોકો જે જાણવા ઉત્સુક છે તે બાબતો વિસ્તૃત રીતે વર્ણવે છે આખા ગુજરાતના તમામ બનાવોમાં માનવીય તસ્કરી સહિત કોઈ એંગલ છોડવામાં નહિ આવે, દરેક શહેર જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર લેવલના અધિકારીની વરણી કરી છે2:31 PM IST
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જીનિયર અને પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એલ.સી.બી.નો સપાટો : એક જ નંબર પ્લેટ પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ : જુઓ વિડિયો : સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના ટેક્સ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ : કડોદરા ખાતેથી પી.એસ.આઈ. એ.એન. ચૌહાણની ટીમે આર.ટી.ઓ. ટેક્સ ચોરીનું નેટવર્ક પકડી પાડી બસ માલિક અજયભાઈ વામજા અને ચાલક સામે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી3:45 PM IST
વડોદરાના ગોત્રી ગાર્ડનમાં યુવતી પર એકતરફી પ્રેમમાં પાગલ વિધર્મી યુવકનો જાહેરમાં હુમલો, લગ્ન માટે દબાણ કરી ના પાડતા ધમકી આપીને મારઝૂડ કરતા લોકો ભેગા થયા : વડોદરાના ગોત્રી ગાર્ડનમાં લાંબા સમયથી પીછો કરી પરેશાન કરનાર યુવકે યુવતીને લગ્ન માટે દબાણ કર્યું, સ્પષ્ટ ના પાડતા જ જાહેરમાં ઝપાઝપી અને મારામારી કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી3:34 PM IST
સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા:વૃદ્ધને સતત 26 દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ' કરી રૂ.1.48 કરોડ પડાવનાર અમદાવાદથી ઝડપાયો : ઉર્જિત કવિ વિરુદ્ધ અમદાવાદમાં અગાઉ ચીટિંગના 2 અને અન્ય 5 ગુનાઓ:નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તેના બેંક ખાતા સાથે જોડાયેલી કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી9:46 PM IST
શ્રી સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી ધ્વજા પૂજન કર્યું : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘જીર્ણોદ્ધાર 75 વર્ષ મહોત્સવ’માં સહભાગી થયા : સરદાર પટેલના સંકલ્પથી 1951માં થયેલા નવનિર્માણને યાદ કરી વિકાસ કાર્યોને બિરદાવ્યા9:05 PM IST
સુરતના કામરેજમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસ ત્રાટકી, 5 બાંગ્લાદેશી લલનાઓ સહિત 11 ઝડપાયા! : 'અનમોલ વેલનેસ'ના ઓઠા હેઠળ ખેલાતો હતો કાળો કારોબાર; ડમી ગ્રાહક મોકલી કામરેજ પોલીસે આખા નેટવર્કને દબોચ્યું, હ્યુમન ટ્રાફિકિંગના એંગલથી તપાસ શરૂ6:18 PM IST
સુરત : પાસોદરાની ખાડીમાં વહેલી સવારે કેમિકલ ઠાલવતા માફિયાઓ સામે લાલ આંખ : મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ જીપીસીબી અને પોલીસની કડક કાર્યવાહી : જુઓ વિડીયો : કોર્પોરેટરો સુરેશભાઈ ઘોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, મીતાબેન મકવાણા અને કાવ્યાબેન પટેલ સહિત મંત્રીના પીએ ભૌતિકભાઈએ ઘટનાસ્થળે પહોંચી આરોગ્ય વિભાગને તપાસના આદેશ આપ્યા 5:53 PM IST
સુરતમાં 36 કલાકમાં બીજું 'હાફ એન્કાઉન્ટર' : સગીરના હત્યારા રાહુલ જોગીને પકડવા જતાં પોલીસ પર હુમલો : પીઆઈ ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં ગોળીબાર કર્યો : જુઓ વિડીયો : યુપી પોલીસ મોડલની તર્જ પર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કડક કાર્યવાહી : લિંબાયત પોલીસના કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કરનાર 17 ગુનાના રીઢા આરોપીના પગમાં ગોળી વાગતા સિવિલ ખસેડાયો10:15 AM IST
IAIRO અને GPU ઇકોસિસ્ટમ થકી ગુજરાત બન્યું દેશનું ‘AI ઇકોસિસ્ટમ': ટેકનોલોજી આધારિત સુશાસનઃ AI થી સજ્જ થતા સરકારી વિભાગો : આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ : રાજ્ય દ્વારા ૧૪થી વધુ વિભાગોમાં કળષિ, આરોગ્ય, શહેરી વિકાસ, ઊર્જા અને શાસનને આવરી લેતા ૪૦થી વધુ AI યુઝ કેસની ઓળખ કરી ક્રિયા શરૂ કરાઇ : ગુજરાતમાં AI સેન્ટર ઓફ એક્સલન્સના નિર્માણથી પ્રથમ વર્ષ ૨૦૨૫માં ૧૪૦૦થી વધુ ઉદ્યોગ જોડાણ,૧૦૦થી વધુ સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ તેમજ ૩૦૦થી વધુ વૈશ્વિક પ્રતિનિધિઓનું જોડાણ 11:38 AM IST
ગાંધીનગર નર્મદા નહેરમાં ડૂબતા લોકોને શોધવા માટે હવે રોબોટ પાણીમાં ઉતારાશે, ફાયરની કામગીરી ઝડપી બનશે : ગાંધીનગરની કેનાલો અને નદીઓમાં ડૂબી જવાની ઘટનાઓ સમયે મૃતદેહ કે વ્યક્તિને શોધવા માટે હવે એ આઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ:મહાનગરપાલિકાએ અન્ડર વોટર રોબોટ (ROV) ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું: આ મશીન 200 મીટરની ઊંડાઈ સુધી જઈને કામ કરી શકશે, જેનાથી ફાયર બ્રિગેડની કામગીરી ઝડપી બનશે.1:38 PM IST
પટેલો બોલવામાં કડવા હોય છે, હવે મીઠું બોલતા શીખવું પડશે : અનાર પટેલએ પાટીદારોને રોકડું પરખાવ્યું: સ્પીકર પરથી વહેતા શબ્દોમાં ઠપકો પણ હતો અને ભવિષ્યની ચિંતા પણઃ પાટીદાર સમાજને આત્મચિંતન કરવા આપી શીખ : ખાસ કરીને એક મજબૂત સમાજની અસ્મિતા અને તેના યુવાનોની કાર્યશૈલી પર સવાલો ઉઠાવીને નેતાગીરીના મોહને ખુલ્લો પાડવામાં આવ્યો2:55 PM IST
સુપ્રીમ કોર્ટે યતિન ઓઝાની અવમાનના દોષિત ઠરાવવાના આદેશને મોકૂફ રાખ્યો : હાઈકોર્ટને 'સીનિયર એડવોકેટ' નો દરજ્જો પુનઃસ્થાપિત કરવા વિચારવા સૂચના : ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખના કેસમાં સર્વોચ્ચ અદાલતની રાહત : ન્યાયતંત્ર અને વકીલો વચ્ચે સુમેળભર્યા સંબંધો જાળવવા પર ભાર - હાઈકોર્ટને નવેસરથી વિચારણા કરવા વિનંતી3:28 PM IST
અમદાવાદમાં સુભાષબ્રિજને તોડીને બનશે અત્યાધુનિક નવો બ્રિજ, 325 કરોડના ખર્ચે ફોરલેન બ્રિજની કામગીરી શરૂ, ડિમોલિશન કામ પૂરજોશમાં : 52 વર્ષ જૂના સુભાષબ્રિજમાં તિરાડો પડતા ડિસેમ્બર 2025માં વાહનવ્યવહાર બંધ કરાયો હતો, હવે જૂનો સુપરસ્ટ્રક્ચર તોડી સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડરથી નવો બ્રિજ બનશે, બંને બાજુ ટુ-લેન નવા બ્રિજ પણ બનાવાશે3:37 PM IST
અમદાવાદ કોર્પોરેશન ની લાલ આંખ, શાહીબાગમાં કેચપિટમાં મુશ્કેલી ઉભી કરનાર યુનિટ સીલ, પ્રી-મોન્સૂન કામગીરીમાં બેદરકારી આવી સામે : કમાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો, વેજલપુર, નારણપુરા, નવા વાડજ અને જોધપુર વિસ્તારમાં ભરાયા પાણી, AMCએ કડક કાર્યવાહી કરી કેચપિટ બંધ કરનાર એકમને તાળા માર્યા3:51 PM IST
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10-12ની પરીક્ષાની માર્કશીટમાં નામ કે જન્મતારીખમાં ભૂલ છે? જાણો સુધારાની સંપૂર્ણ પ્રક્રિયા : ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હવે સ્કૂલ મારફતે અરજી કરી શકશે, એફિડેવિટ, ગેઝેટ અને જન્મ પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો જરૂરી, એક વર્ષમાં અરજી કરવાથી પ્રક્રિયા સરળ બને છે3:33 PM IST
ખેડામાં ઇંધણની અછત : ઠાસરા અને સેવાલિયા સહિત ગળતેશ્વર તાલુકાના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા : પેટ્રોલ ન મળવાને કારણે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા: પેટ્રોલ ન મળતા વાહનચાલકો ડાકોર તરફ દોડ્યા જેના કારણે ડાકોરના પેટ્રોલ પમ્પ પર પણ વાહનોની લાંબી કતારો2:15 PM IST
અમરેલીના વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેર અને છગનભાઈ ડાભી સહિત ચાર શખ્સો ₹૫૧ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં : ડેપ્યુટી ડાયરેક્ટર બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ ટ્રેપ : ફરિયાદીના મિત્રની ગાડી-મોબાઇલ જપ્ત ન કરવા અને માર ન મારવા માટે મયુરભાઈ ખુમાણ અને અતુલભાઈ ચૌહાણ મારફતે લાંચની માંગણી કરનાર પોલીસકર્મીઓને ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા9:31 PM IST
બંબાટ સ્પીડથી નીકળેલો કાળી કારનો ચાલક સાઇકલને ઉલાળી ભાગ્યોઃ વૃધ્ધ નટુભાઇ રાઠોડનું કમકમાટી ભર્યુ મોત : મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે વહેલી સવારે પાંચેક વાગ્યે ‘હિટ એન્ડ રન': અકસ્માત બાદ કાર એસ્ટ્રોન ચોક તરફ ગઇ : સોરઠીયાવાડીના ૭૦ વર્ષના વૃધ્ધ દરરોજ સાઇકલ હંકારી કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરે મંગળા આરતીમાં આવતાં: કારનો આગળનો કાચ, હેડલાઇટ તૂટેલા હતાં: મૃતક બે ભાઇ, એક બહેનમાં નાના હતાં: નિવૃત જીવન જીવતાં હતાં: રાઠોડ-કડીયા પરિવારમાં ગમગીની2:43 PM IST
પ્રિન્સટન યુનિવર્સિટીના ગ્લોબલ કોન્શિયસનેસ પ્રોજેક્ટનો ચોંકાવનારો ખુલાસોઃ જ્યારે દુનિયા એકસાથે ખુશ થાય કે રડે છે ત્યારે કમ્પ્યુટરના આંકડા આપોઆપ બદલાવા લાગે છે ! : શું દુનિયાભરના લોકોના વિચારો એકસાથે મળે ત્યારે મશીનો અને વાસ્તવિકતા બદલાઈ જાય છે? સામૂહિક ચેતનાનું મહાન રહસ્ય શું છે? : જો આપણું બ્રહ્માંડ એક ‘સિમ્યુલેશન' છે, તો માનવજાતની સામૂહિક ઊર્જા આ સુપર કમ્પ્યુટરના મૂળભૂત કોડને પ્રભાવિત કરવાની તાકાત ધરાવે છે : જ્યારે લાખો લોકો એકસાથે કોઈ દુર્ઘટના પર શોક મનાવે છે અથવા કોઈ ઉત્સવમાં આનંદિત થાય છે, ત્યારે દુનિયાભરમાં ગોઠવાયેલા ખાસ કમ્પ્યુટરોની રેન્ડમ ગણતરી આપોઆપ ખોટી પડવા લાગે છે. આધુનિક વિજ્ઞાનનો આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે માનવજાત અદ્રશ્ય રીતે એકબીજા સાથે જોડાયેલી છે અને આપણા સામૂહિક વિચારો ભૌતિક વાસ્તવિકતા તથા નિર્જીવ મશીનોને પણ બદલી શકે છે.10:56 AM IST
રાજકોટ મહાનગરપાલિકા-જીલ્લા-તાલૂકા પંચાયત ચુંટણી પાછળ તંત્રને ૬ કરોડ ૯૦ લાખનો ખર્ચઃ ગ્રાંટ આવી જતા ચૂકવણા શરૂ : કોર્પોરેશન ચૂંટણી પાછળ ૩ કરોડ ૪ લાખ તો જીલ્લા-તાલૂકા પંચાયત ચૂંટણી પાછળ ૩ કરોડ ૮૬ લાખનો ખર્ચ.. : મહાનગરપાલીકા ચૂંટણીનો ખર્ચ રાજકોટ કોર્પોરેશન ભોગવશેઃ જીલ્લા- પંચાયત અંગે વિકાસ કમિશ્નરે ગ્રાંટ ફાળવી ૧૮મીએ લેન્ડગ્રેબીંગઃ ૫૫ કેસોમાં સૂનાવણી..3:05 PM IST
આટકોટમાં બુધવારે પૂ.વીરબાઈમાના જન્મ સ્થળે નૂતન મંદિરનું ભૂમિ પૂજન : પૂ.શ્રી જલારામબાપાના ધર્મ-પત્નિ પૂ.શ્રી વીરબાઇમાના પ્રાગટય (જન્મ) સ્થળ અને ગળહસ્થાશ્રમની મંગલાચરણની ઐતિહાસિક પાવનભૂમિ ઉપર દિવ્ય અને ભવ્ય મંદિરના પુનઃ નિર્માણનું સંતો મહંતોના હસ્તે ભૂમી પુજન અને શીલા પૂજનઃ ધાર્મિક અને અલૌકિક કાર્યક્રમનો લ્હાવો લેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ 1:17 PM IST
રાયણ, કરમદા, કાચી કેરી, ગુંદી, સફેદ જાંબુ, બખાઇ આમલી, પનું... ખરી વૈશાખી જમાવટ : જુના જમાનાનું વેકેશન એ માત્ર રજાઓ ન હતી પરંતુ યાદોનો એક મોટો ખજાનો હતો. ઉનાળો માત્ર ગરમી નહીં પણ ઉત્સવ હતો. ઝાડ પર ચઢીને તાજાં રાવણા, પીળીચટાક રાયણ અને ખાટાં-મીઠાં કરમદા તોડવાની એ મજા જ કંઈક અલગ હતી. કાચી કેરી પર મીઠું-મરચું ભભરાવીને ખાવું, ચીકણી ગુંદીઓનો સ્વાદ માણવો કે પછી સફેદ જામ્બુ અને પેલી જીભ કાળી કરી નાખતી બખાઈ આમલી... આ સ્વાદ આગળ દુનિયાની મોંઘી ચોકલેટ પણ ફિક્કી લાગે. ચોમાસાની ઋતુમાં અકલકરો નામની વનસ્પતિ ગિરનારની પહાડીઓમાં ઉગે છે અને તેનું શાક કે કઢી ધુંગારિયા બનાવીને આખા જૂનાગઢમાં માત્ર નાગર જ્ઞાતિના લોકોજ મોજથી જમે છે. આજની પેઢી પાસે સુવિધાઓ છે પણ આપણી પાસે સ્મૃતિઓ છે.2:53 PM IST
રાજકોટમાં જ્યોતિષ, વાસ્તુ અને આધ્યાત્મિક વિદ્વાનોનો મહાકુંભ : 150થી વધુ વિદ્વાનોની ઉપસ્થિતિમાં ભવ્ય જ્યોતિષ મહાસંમેલન યોજાશે : જુઓ વિડીયો : પારુલબેન સોમૈયા અને શ્રી કૃષ્ણ જ્યોતિષ શોધ સંસ્થાન દ્વારા આયોજન : 12 મેના રોજ કેસરિયા વાડી ખાતે જાહેર જનતા માટે ફ્રી જ્યોતિષ-વાસ્તુ પરામર્શનું વિશેષ આયોજન 6:00 PM IST
જીગાએ મિત્ર સંજયને પતાવી દીધો પછી પત્નિ હીનાને સાથે રાખી બાઇકમાં લાશને સ્મશાને લઇ જઇ દાટી દીધી! : આગળ પાછળ કોઇ ન હોઇ મુળ અમરેલીના દેરડીનો સંજય વાઘેલા પાંચેક વર્ષથી બેડલામાં મિત્ર જગદીશ ઉર્ફૈ જીગા કબીરા સાથે રહેતો હતોઃ છઠ્ઠી તારીખે સાંજે જીગો મિત્ર સંજયને ધોકાથી ફટકારતો હતો ત્યારે પિતા કાળુભાઇ કબીરાએ અટકાવ્યો હતો પણ તે માન્યો નહોતો રાતે ઘરે આવેલા કાળુભાઇને સંજય જોવા ન મળતાં દિકરા જીગાને પુછતાં તેણે કહ્યું-એ મરી ગયો અને હું તથા હીના તેની લાશ આપણા સમાજના સ્મશાનમાં દાટી આવ્યા છીએઃ એરપોર્ટ પીઆઇ કે. પી. તરેટીયા, પીએસઆઇ શક્તિસિંહ જાડેજા અને ટીમે ફરિયાદી બની આરોપી દંપતિની ધરપકડ કરી બેડલામાં હત્યાની ચોંકાવનારી ઘટના એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે. પી. તરેટીયા અને તેમની ટીમે ભેદ ઉકેલ્યો તસ્વીરમાં દાટી દેવાયેલો મૃતદેહ બહાર કઢાયો તે કાર્યવાહીના દ્રશ્ય જોઇ શકાય છે2:37 PM IST
હોટેલમાં મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નિકીતા પટેલ અને રીઝવાન સંચાલીત કૂટણખાનુ ઝડપાયું: રૂમોમાંથી ૬ લલના, ૬ ગ્રાહક મળ્યા : લાખાજીરાજ રોડ બાપુના બાવલા પાસે હોટેલ ફલોરા ઇનમાં એ-ડિવીઝન પોલીસનો દરોડો : બહુનામધારી મહિલા અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં પકડાઇ હતીઃ દિલ્હી, દહેરાદૂનની યુવતિઓ પાસે દેહના સોદા કરાવી તેને ૫૦૦-૫૦૦ ચુકવતીઃ ૧૫૦૦ પોતે રાખી લેતીઃ ભાગીદાર રીઝવાનની શોધખોળઃ પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા અને ટીમનો દરોડો3:42 PM IST
પીસીબીએ પકડેલો રૂા. ૩૪.૭૪ લાખનો દારૂ રાજસ્થાનના સુમને ગોવાથી મોકલ્યો હતો : રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાતમીના આધારે વોચ ગોઠવી સફળ કાર્યવાહી રાજકોટમાં બુટલેગર પહોંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમની કાર્યવાહીઃ દિલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા અને વિશાલભાઇ દવેની બાતમી2:40 PM IST
ભવ્ય રથયાત્રા - ધર્મસભા - સ્વામીવાત્સલ્ય સંપન્નઃ કાલે ૨૦૦મી સાલગીરી : શહેરના ૧૯૯ વર્ષ પ્રાચીન જૈન તીર્થ સુપાર્શ્વનાથ દેરાસરમાં ધર્મોત્સવઃ પુ.આ.ભ. જિન-હેમચન્દ્રસાગર સુરિશ્વરજી મહારાજા આ.ઠા.ની નિશ્રા : ભકિતસંગીતમાં શ્રાવક-શ્રાવીકાઓ રસ તરબોળઃ ૨૫ હજારથી વધુ જૈનોએ ૨૪ પાલમાં સંઘ જમણનો લાભ લીધો : રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા પૂ.ગુરુભગવંતને ચાતુર્માસ માટે વિનંતી કરાઇ2:41 PM IST
નામચીન રામદેવ ડાંગર પાસેથી બે દેશી પિસ્તોલ કબ્જેઃ હથીયાર છુપાવવામાં મદદ કરનારા બે સાગ્રીત પણ પકડાયા : નાગેશ્વરના રસ્તે જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસમાં બે મિત્રો વચ્ચેની બબાલમાં ફાયરીંગ-હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ કાર્યવાહી ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ડી. જે. જોષી, એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે પરવાનાવાળુ હથીયાર કબ્જે લીધા બાદ કુલ ત્રણ હથીયાર અને સાત કાર્ટીસ જપ્ત થયા2:50 PM IST
ચાર વર્ષ પહેલા થયેલી ૭ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ખુલ્યોઃ રીઢા તસ્કર જયંતિને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો : દિવસે બંધ મકાનના તાળા તોડી ચોરી કરવાની આદતઃ ૫.૪૪ લાખના દાગીના કબ્જે : બોટાદ-ભાવનગરની બે ચોરીમાં પણ વોન્ટેડઃ સુરેન્દ્રનગર, મોઢેરા, ધ્રાંગધ્રાની ચાર ચોરીઓ પણ કબુલીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમની કામગીરી : એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. તુલસીભાઇ ચુડાસમા, મુકેશભાઇ સબાડ અને કોન્સ. સંજયભાઇ ખાખરીયાની બાતમી3:07 PM IST
કલ્યાણપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા : દુધીયા ગામે થયેલ દેવાણંદભાઈની કરપીણ હત્યાના પાંચેય આરોપીઓ જેસાભાઈ વરૂ, રામદેભાઈ વરૂ, નરેશભાઈ વરૂ, નાથીબેન વરૂ અને જનાબેન વરૂ ગણતરીના કલાકોમાં ઝડપાયા : આઈજી નિર્લિપ્ત રાય અને એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાગર રાઠોડ, પીઆઈ આર.એન.હાથલીયા અને પીએસઆઈ એમ.આર.સવસેટા સહિતની ટીમે જમીન વિવાદમાં હત્યા કરનાર આરોપીઓને દબોચી લીધા10:23 PM IST
વાંકાનેરમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો પ્રચંડ પ્રહાર: કરોડોની કુદરતી સંપત્તિ લૂંટતા ભૂમાફિયાઓ પરાસ્ત, ₹3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત! : પોલીસ અને ખાણ-ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનથી વિનયગઢમાં મચી ભારે દોડધામ; ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો સહિતનું મશીનરી લિસ્ટ સીઝ, મુખ્ય સૂત્રધારોના નામ ખુલતા તપાસ તેજ6:20 PM IST
માનવીય સંવેદનાનો સંદેશઃ પૂ. મોરારીબાપુ દ્વારા દેશભરની વિવિધ દુર્ઘટનાઓના ૪૫ મૃતકોના પરિવારજનોને રૂ. ૬.૭૫ લાખની સહાય જાહેર : રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને ૧૫-૧૫ હજારની અપાશે આર્થિક મદદઃ તલગાજરડા ચિત્રકુટધામ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ અથવા સીધા માધ્યમથી રકમ પહોંચાડવામાં આવશે1:31 PM IST
જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કિયા સોનેટ કારમાંથી 11.21 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો : બંધાળાથી ઉમરાળા જતા રસ્તે બુટલેગરની ધરપકડ કરી : જૂનાગઢ જિલ્લાના બિલખા પંથકમાંથી બહારના રાજ્યમાંથી લવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કાર, મોબાઈલ સહિત કુલ 11,21,328 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, ઉમરાળા ગામના રાજેશ ઉર્ફે લાલો ઝડપાયો, સાથીદાર ફરાર4:16 PM IST
ગોંડલ APMCમાં કેરીની મબલખ આવક, આજે 27,115 બોક્સની આવક સાથે યાર્ડ કેસરીયું બન્યું, હાફૂસ અને કેસરના ભાવમાં તેજી-મંદીનો માહોલ : સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં કેસર કેરીની સિઝન જામી, 10 કિલોના બોક્સના ભાવ 800થી 1400 રૂપિયા સુધી બોલાયા, ગુણવત્તા પ્રમાણે હાફૂસના ભાવ 1200થી 2200 રૂપિયા, વેપારીઓની ભીડથી યાર્ડમાં તેજીનો માહોલ3:36 PM IST
લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત બનાવવા જનજાગૃતિ અભિયાનની જરૂર રામદેવભાઇ મોઢવાડિયા : પોરબંદર હેલ્થ એજયુકેશન ટ્રસ્ટ : આરોગ્ય વિભાગ સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા સેમિનાર કેમ્પ બ્લડ ડોનેશન ડ્રાઇવ અને માર્ગદર્શન કાર્યક્રમોના આયોજનથી થેલેસેમિયા પ્રત્યેનો ભય અને અજ્ઞાનતા યુવક-યુવતીઓમાં દુર થઇ શકે1:32 PM IST
ગીર સફારીની મુલાકાતે અર્જુનભાઈ મોઢવાડીયા12:02 PM IST
કેશોદ વિસ્તારમાથી સોમનાથ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં જવા સ્પેશિયલ ૫૦ બસો દોડાવામા આવી : ‘સોમનાથ અમળત પર્વ' પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રોડ શો તથા જન સભા નુ આયોજન છે ત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા ચાહકો પહોંચ્યા સોમનાથઃ સ્થાનિક શહેર માટે ૨૦ તથા ગ્રામ્ય વિસ્તાર માટે ૩૦ બસો ફાળવવામાં આવીઃ ફૂડ પેકેટ તથા પાણી બોટલની પણ વ્યવસ્થા 12:24 PM IST
ફૂલો અને ફળોમાંથી અનોખાં પેઇન્ટિંગ્સ10:32 AM IST
વિશ્વ રાજનીતિમાં મહાવિસ્ફોટ: ઈરાન સાથે યુદ્ધની આશંકા વચ્ચે ટ્રમ્પ અને જિનપિંગ મળશે, કાર્યક્રમ જાહેર : ત્રીજા વિશ્વયુદ્ધને રોકવા માટે ‘બે જાયન્ટ્સ’ એક મંચ પર: વ્હાઈટ હાઉસે મુલાકાતની તારીખ પર મારી મહોર:જિનપિંગ સાથે ટ્રમ્પની ‘ડીલ’ શું હશે? આખું વિશ્વ શ્વાસ અધ્ધર કરીને જોઈ રહ્યું છે, ચીનની મધ્યસ્થીથી ઈરાન મામલે આવશે વળાંક?6:32 PM IST
નેપાળમાં હવામાં ‘મોત’ તાંડવ મચાવ્યું: લેન્ડિંગ સમયે જ વિમાનના ટાયરમાં ભીષણ આગ, ૨૮૯ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા : રનવે પર ‘અગ્નિ પરીક્ષા’: વિમાનના ટાયરમાંથી અચાનક આગના ગોટા નીકળતા ફફડાટ:પાયલોટની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી:મુસાફરોમાં ચીસાચીસ, એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર:સદનસીબે તમામનો આબાદ બચાવ6:33 PM IST
ફરી એકવાર ‘કોરોના’ જેવી દહેશત: થાઈલેન્ડના ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાયરસ, માણસોમાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા : વિજ્ઞાનીઓની ગંભીર ચેતવણી: ‘બેટ-કોરોના’ વાયરસના નવા વેરિયન્ટે ચિંતા વધારી:શું ફરીથી દુનિયા પર સંકટ આવશે? જંગલોમાં થતી ગતિવિધિઓ નવી મહામારીને આમંત્રણ આપી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સતર્ક6:34 PM IST
૯૦૦૦ કિલો વજનની બસ ગરદનથી ખેંચી10:00 AM IST
વિશ્વભરમાં ‘ક્રૂડ’નો કકળાટ: હોર્મુઝની સામુદ્રધૂની બંધ રહેતા હાહાકાર:ટ્રમ્પનો પારો સાતમા આસમાને : ઈરાનની ઓફર ‘રિજેક્ટ’: ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ, કહ્યું— ‘અમને આવી શરતો મંજૂર નથી!’ ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળવાની દહેશત, વૈશ્વિક શેરબજારોમાં ફફડાટ: હોર્મુઝના દરવાજા ક્યારે ખુલશે? સમગ્ર વિશ્વની નજર વ્હાઈટ હાઉસ પર6:32 PM IST
સ્પેનમાં ‘વાયરસ’ વિસ્ફોટની દહેશત: હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ ટેનેરિફ ટાપુ પર પહોંચતા રણમેદાન જેવી સ્થિતિ : સ્થાનિકોનો ઉગ્ર વિરોધ છતાં ‘મોતનું જહાજ’ લાંગર્યું: ટાપુ પર લોકડાઉન જેવો માહોલ:પ્રશાસન અને પ્રજા આમને-સામને: વાયરસ ફેલાવાની બીકે પર્યટકોમાં નાસભાગ, ક્રુઝના મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવા કવાયત6:34 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
IPL 2026 : ધર્મશાલાના મેદાનમાં રનનો વરસાદ : પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો 3 વિકેટે રોમાંચક વિજય : અક્ષર પટેલ અને ડેવિડ મિલરની આક્રમક અડધી સદીઓએ પંજાબના 211 રનના લક્ષ્યાંકને ફિક્કો પાડ્યો : શ્રેયસ અય્યર અને પ્રિયાંશ આર્યાની લડાયક બેટિંગ એળે ગઈ : દિલ્હીએ એક ઓવર બાકી રહેતા મેચ કબજે કરી11:39 PM IST
ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં શ્વાસ રોકી દે તેવી મેચ: ઈંગ્લેન્ડે છેલ્લા શ્વાસે ન્યુઝીલેન્ડ પાસેથી જીત છીનવી, ૧ વિકેટના વિજય સાથે શ્રેણીમાં મજબૂત શરૂઆત! : એક સમયે ન્યુઝીલેન્ડે પકડ જમાવી હતી, પણ ચાર્લોટ ડીનની ધીરજ અને રસાકસીભરી ક્ષણોમાં ઈંગ્લેન્ડના નસીબે સાથ આપ્યો; કીવી ટીમની છેલ્લી ૫ વિકેટ માત્ર ૭ રનમાં પડી8:34 PM IST
ધર્મશાલાના પહાડોમાં દિલ્હીનો ‘અક્ષર’ દાવ: પ્લેઓફની રેસમાં ટકી રહેવા ટીમમાં કર્યા ૫ મોટા ફેરફાર, પંજાબ સામે ટોસ જીતીને લીધો ફિલ્ડિંગનો નિર્ણય! : દિલ્હી કેપિટલ્સ માટે ‘કરો યા મરો’ની સ્થિતિ: કેપ્ટન અક્ષર પટેલે સાહિલ પારખ અને ડેવિડ મિલર જેવા ધૂરંધરોને ઉતાર્યા મેદાનમાં; પંજાબ તરફથી બેન દ્વારશિયસનું ડેબ્યૂ8:03 PM IST
કવિયત્રી ડો. નારદીબેન પારેખનો આજે જન્મદિવસ 3:39 PM IST






































































































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































































































