<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

હાઇકોર્ટના એડવોકેટ અલયભાઇ ખખ્‍ખરનો આજે ‘હેપી બર્થ ડે'

 

રાજકોટ, તા. ૧૧: રાજકોટ બાર એસોસીએશનના સભ્‍ય તથા હાલ અમદાવાદ માં ગુજરાત હાઇકોર્ટ તથા ડી.આર.ટી. માં પ્રેકટીસ કરતા રાજકોટ ના યુવા એડવોકેટ અલય મનીષભાઈ ખખ્‍ખર નો જન્‍મ દિવસ આજરોજ તા. ૧૧/૧૨/૨૦૨૪ બુધવારનાં રોજ છે.

તેઓએ હોલી સેન્‍ટ સ્‍કુલમાંથી અભ્‍યાસની શરૂઆત કરી ને તેઓએ ગુજરાત યુનિર્વસીટી અમદાવાદ મા આવેલ યુનાઈટેડ વર્લ્‍ડ સ્‍કુલ ઓફ લો કોલેજમાંથી બી.બી.એ. એલ.એલ.બી.નો અભ્‍યાસ પુર્ણ કરી ગુજરાત હાઈકોર્ટ તથા બોમ્‍બે હાઈકોર્ટમાં ઈન્‍ટેન્‍શીપ કરેલ છે.

તેઓ રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્‍ખરના સુપુત્ર થાય છે તેમજ રાજકોટ નો લોહાણા મહાજન ના ભુતપુર્વ પ્રમુખ ડો. હર્ષદભાઈ પી. ખખ્‍ખરના પૌત્ર થાય છે તેમજ રાજકોટના સીનીયર મોસ્‍ટ ધારાશાષાી વસંતભાઈ પી. ખખ્‍ખર ના પૌત્ર થાય છે તેઓએ તેમના બાપ-દાદા શ્રી પ્રેમતલાલ કેવળચંદ ખખ્‍ખર કે જેઓ જોડીયા મુકામે વકીલાતના વ્‍યવસાયમાં બહોળુ નામ ધરાવતા હતા આમ તેઓએ તેમના બાપ-દાદાનો વ્‍યવસાય અપનાવેલ છે. આમ તેઓના આજે જન્‍મ દિવસના શુભ દિવસે વડીલો તથા મિત્રો સર્કલમાંથી જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવવામા આવેલ છે. અલય એમ. ખખ્‍ખરનો મો. ૭૭૭૮૦ ૦૦૦૯૫ છે.

(11:57 AM IST)