<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભીડ કંટ્રોલ પ્‍લાનઃ માત્ર મહાનુભાવો જ નહિ, સામાન્‍ય લોકો માટે પણ વ્‍યવસ્‍થિત દર્શન થાય તેવી ચિંતા કરી છે : દેશમાં બીજાં ક્રમે જેનો સહુથી મોટો બંદોબસ્‍ત છે, તેવી ઐતિહાસિક રથયાત્રાનુ સુકાન ભલે અચાનક અનુપસિંહ ગેહલોતને સોપાયુ પણ તેમણે અને તેમની ટીમે આજ દિવસ સુઘી ન થયેલ હોય તેવું અદભુત આયોજન ગોઠવ્‍યું છે : જગન્નાથજી મંદિર બહાર મોડી રાતથી કે વહેલી સવારથી દર્શન માટે લાઈનો લગાડતાં ભાવિકો માટે મંગળા આરતી સહીત તમામ દર્શન બહાર થાય તે માટે ત્રણ સ્‍ક્રીન ડીસીપી રૂપલ સોલંકી ટીમ દ્વારા લગવાયા છે : મંદીરમા દર્શન પ્રવેશ માટે બે્‌રિકેટથી મહિલા અને પુરૂષોની ૪ અલગ, અલગ લાઈન, લાઈન શરૂ થાય ત્‍યાંથી એન્‍ટ્રી સુધી ૫ સ્‍ટોપર, મંદિરથી ભગવાંનના મામાંનાં ઘર સુધી અનુભવી IPS નીરજ બડ ગુજ્જર દ્વારા સીપી સાથે મળી કાબીલે દાદ આયોજન : ધર્મ ભક્‍તિ સાથે રાષ્‍ટ્રભક્‍તિ, તિરંગા યાત્રા નીકળી2:36 PM IST

મિયાવાકીથી એક ડગલું આગળ: ગુજરાતનું 'વન કવચ' મોડેલ અમિતભાઈ શાહના હરિયાળી લોકસભા વિઝનને આપશે વેગ : કેન્દ્રીય ગૃહમંત્રીના હરિયાળી લોકસભા પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ નજીક આવેલા ગોધાવી ગામ ખાતે ૧૦૦ હેક્ટર વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું 'મહા વન કવચ' બનશે : આ વર્ષે સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા ‘વન કવચ’ મોડલ હેઠળ ૧,૧૦૦ હેક્ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. કૂલ ૧૧૦૦ હેક્ટરમાંથી ૬૦૦ હેક્ટર વિસ્તારમાં બનનારા ‘વન કવચો’ માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ વિકસાવવામાં આવી રહ્યાં છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ દ્વારા વૃક્ષારોપણ ક્ષેત્રે એક ક્રાંતિ થઇ રહી છે3:48 PM IST

સુરતના ભટારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પૂર અસરગ્રસ્તોને કેશડોલ્સ સહિતની સહાયનું વિતરણ કરાયું : ભટારના આંબેડકરનગર, આઝાદનગર, ઇન્દિરા નગર અને રસુલાબાદ વિસ્તારના ૨૦૦૦ પરિવારજનોને આર્થિક સહાયની ચૂકવણી : ભારે વરસાદ બાદ પાણી ઓસરતા જ સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી : જિલ્લા કલેકટર, મ્યુ. કમિશનરની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરી હાથોહાથ સહાય વિતરણ : પુનર્વસન અને સામાન્ય જીવન તરફ પાછા ફરવાની સમગ્ર સફરમાં સરકાર પૂર અસરગ્રસ્ત પરિવારોની સાથે ખભે-ખભા મિલાવીને ઊભી રહેશે: નાયબ મુખ્યમંત્રી3:40 PM IST

ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ: બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન : નવી દિલ્હીમા ૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬’ એનાયત : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ એનાયત; ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સન્માન સ્વીકાર્યું : ગુજરાતને અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના કૃષિક્ષેત્રે કરેલી નવતર પહેલોના પરિણામે વર્ષ ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૮માં “શ્રેષ્ઠ કૃષિ રાજ્ય” તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે : વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી શરૂ થયો હતો પ્રતિષ્ઠિત “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ” : રાષ્ટ્રીય સન્માન રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત : કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી 12:45 PM IST

જામનગર રિલાયન્‍સમાંથી મોકલાયેલા ૩૮.૧૫ લાખના સલ્‍ફરમાં રાજકોટના જીયાણા ખાતે ભેળસેળ કરવાનું કારસ્‍તાન ખુલ્‍યું : સલ્‍ફર ભરેલો ટ્રક ડ્રાઇવર પુરખારામે કુવાડવા નજીક જીયાણા જીઆઇડીસીમાં લઇ જઇ સલ્‍ફર કાઢી લઇ બીજી ભળતી ચીજવસ્‍તુ ભેળવીને વડોદરા ખાતેની જીએસએફસી કંપનીને પહોંચાડયો હતોઃ કંપનીને શંકા ઉપજતાં નમુના લઇ ચકાસણી કરાવીઃ ભેળસેળ ખુલતાં રીલાયન્‍સને ઇ-મેઇલથી જાણ કરતાં ભાંડો ફુટયો ટ્રક ડમ્‍પરના ચાલકે કરેલો વિશ્વાસઘાત ડમ્‍પરના જીપીએસ બેકઅપ અને જીયાણાના ગોડાઉન પાસે ઢોળાયેલા સલ્‍ફરને આધારે ઉઘાડો પડયોઃ જામનગરના ટ્રાન્‍સપોર્ટ સંચાલક પ્રદિપસિંહ જાડેજાની એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદઃ પીઆઇ કે. પી. તરેટીયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. સરવૈયાએ તપાસ હાથ ધરી ડ્રાઇવર પુરખારામે કોના કહેવાથી કેટલી વખત કેટલુ સલ્‍ફર કાઢયું? કેટલી ભેળસેળ કરી? તે સહિતની તપાસ1:10 PM IST

કૃષિ શિક્ષણથી ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ અભ્‍યાસક્રમોના પ્રવેશ માટે સુવર્ણ તકઃ જ્ઞાનની વાવણીથી સમૃદ્ધિના પાક સુધી : આધુનિક કૃષિ શિક્ષણથી આત્‍મનિર્ભર ભારતના શિલ્‍પી ઘડે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ધોરણ-૧૦થી લઈને પીએચ.ડી. સુધીના વિવિધ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ; વૈજ્ઞાનિક ખેતી, સંશોધન અને રોજગારની અસંખ્‍ય તકો તરફ યુવાનોને આમંત્રણ : આધુનિક કૃષિ શિક્ષણ, સંશોધન અને નવાસંચારના સંગમથી યુવાનોના ભવિષ્‍યને નવી દિશા આપે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ‘‘આધુનિક કૃષિ શિક્ષણ યુવાનોના ભવિષ્‍યને વૈશ્વિક તકોથી જોડે છેઃ ડો. બી. વી. પટોળિયા1:18 PM IST