તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 17th December 2024
ફુલછાબના તંત્રી અને જાણીતા પત્રકાર જવલંત છાયાનો આજે જન્મદિન

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૭ :... જાણીતા પત્રકાર ‘ચિત્રલેખા' સાપ્તાહિકના પૂર્વ બ્યુરો ચીફ અને રાજકોટના ‘ફુલછાબ' દૈનિકના તંત્રી જવલંત છાયાનો આજે તા. ૧૭ ડીસેમ્બરે જન્મ દિવસ છે.
કટાર લેખક નિવડેલા વકતા જવલંત છાયાના દુરદર્શન-આકાશવાણીમાં વાર્તાલાપો પણ પ્રસારિત થઇ ચુકેલા છે.
દેશના ટોચના ફિલ્મ સિતારાઓ, સંગીતકારો, ગાયકોના ઇન્ટરવ્યુ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધ થઇ ચૂકેલા છે.
‘સંવાદ' સહિત અનેક પુસ્તકો તેમણે લેખન-પ્રકાશ કરેલ છે.
તેઓનો જન્મ તા. ૧૭ ડીસેમ્બર ૧૯૭૪ ના રોજ રાજકોટ ખાતે થયો છે. તેઓ ૧૯૯૧ થી પત્રકારત્વમાં છે.
ફોટોગ્રાફી-શોખ અને સુંદર લેખનથી સર્વના માનીતા જાણીતા બન્યા છે. તેમના જન્મ દિવસે ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ (મો. ૯૯૦૯૯ ર૮૩૮૭) ઉપર થઇ રહ્યો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
