<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં આ વર્ષે કડકડતી ઠંડી માત્ર ૩૦ દિવસ માટે જ અનુભવાશે? : આ શિયાળો ૨૦ દિવસ મોડો શરૂ થયાઃ ટૂંકા શિયાળા માટે અરબી સમુદ્રમાં નીચા દબાણનું વધતું પ્રમાણ અને ગ્‍લોબલ ર્વોમિંગ જવાબદાર બનશેઃ સ્‍કાયમેટ : હવામાનના પૂર્વાનુમાન મુજબ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રદેશ કરતાં ગુજરાતના અન્‍ય ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છેઃ નલિયામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે : સામાન્‍ય રીતે ઓક્‍ટોબર-નવેમ્‍બરની શરૂઆતથી શિયાળો બેસી જતો, પરંતુ તેમાં વિલંબ થયો છેઃ અગાઉ ૯૦ દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે માત્ર મધ્‍ય ડિસેમ્‍બરથી જાન્‍યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે ૩૦ દિવસ માટે જ રહેશે12:16 PM IST

વુહાન ડાયરી: લોકડાઉનની સચ્ચાઈ: એક લેખિકાનો સંઘર્ષ ને વિવાદોનો વંટોળ : "વુહાન ડાયરી" એ માત્ર લોકડાઉનનો હિસાબ નથી, પરંતુ તે સત્તા સામે સત્ય બોલવાની કિંમત અને એક લેખકની નૈતિક હિંમતનો જીવંત પુરાવો છે. તે એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે આપણને યાદ અપાવે છે કે કોઈપણ મહામારીમાં, સરકારી નિષ્ફળતાઓની સૌથી મોટી કિંમત સામાન્ય નાગરિકોએ ચૂકવવી પડે છે. ફેંગ ફેંગે આ પુસ્તક અને તેની તમામ રોયલ્ટી વુહાનના પીડિતોને સમર્પિત કરી છે, જે તેમની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.. તે એ પણ દર્શાવે છે કે સત્તા સામે સત્ય બોલવાની કિંમત કેટલી મોટી હોઈ શકે છે. આ ડાયરી 'ગ્રાઉન્ડ ઝીરો' પર સામાન્ય નાગરિકોના સંઘર્ષ, હિંમત અને વેદનાની સાચી વાર્તા કહે છે અને તે આપણને યાદ અપાવે છે કે કેવી રીતે એક મહામારીએ આખી દુનિયાને બદલી નાખી "વુહાન ડાયરી" એક ઐતિહાસિક દસ્તાવેજ છે... 10:55 PM IST

૨૨ ટીમો દ્વારા અમદાવાદમાં મોડી રાતે કોમ્‍બિંગ ઓપરેશન..૩૬૬ રીઢા અપરાધીઓ ચેક કરાયા : વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સમયે ૩ આતંકવાદીઓ ઝડપાતા BSF બેક ગ્રાઉન્‍ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા શહેર પોલીસને હાઈએલર્ટ મોડમાં મૂકયું : : સેકટર વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતળત્‍વ હેઠળનો ૮ પીઆઇ, : ૧૩ PSI, અને મહિલા પોલીસ સહિત ૨૬૬ની ટીમો મેદાને ઉતરતા નાસભાગ મચી : ૧૬ ઘાતક હથિયારો પકડાયા, ૪ તડીપાર ઝડપાયા, ૮૨૯ વાહન ચેક, શક પડતા ૮ વાહનો પોલીસ દ્વારા કબજે, પીધેલાઓને સ્‍થળ પર જ કાયદાનું આગવી ઢબે ભાન કરાવાયું1:56 PM IST

ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર, છેલ્લા 4 વર્ષમાં 120થી વધુ યુવાનો સફળ ઉદ્યોગસાહસિક બન્યા : ડાંગના નિવાસી દક્ષાબેન બિરારીએ CEDની તાલીમ અને સખી મંડળના સહયોગથી કરી અંબિકા હળદર ફાર્મની સ્થાપના, ₹80 લાખથી વધુનું છે વાર્ષિક ટર્નઓવર : વડોદરા જિલ્લાના વાઘોડિયાના રહેવાસી શ્રી તરુણ વસાવાએ પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં કાઠું કાઢ્યું, ₹1 કરોડનું વાર્ષિક ટર્નઓવર : છેલ્લા 4 વર્ષમાં ₹2 કરોડનો ખર્ચ કરીને 1,000થી વધુ આદિજાતિ યુવાનોને આપવામાં આવી ઉદ્યોગસાહસિકતા તાલીમ : ઉદ્યોગસાહસિકતા તાલીમ માટે રાજ્યભરમાં 42 સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર (SUCs) અને 9 પ્રાદેશિક સેન્ટર કાર્યરત : વર્ષ 2021-22 થી 2024-25 દરમ્યાન 1300થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી, 223 લાભાર્થીઓને મળી રોજગારની તકો3:13 PM IST

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના શતાબ્‍દી વર્ષ અમદાવાદમાં ઉજવાશે : સંઘ શતાબ્‍દી વર્ષ નિમિત્તે ‘સંઘની શતાબ્‍દી યાત્રા - નેતળત્‍વની દિશા અને ભૂમિકા' વિષય પર ચાર દિવસીય વ્‍યાખ્‍યાનમાળા, પ્રદર્શની અને મલ્‍ટીમીડિયા શો : આવતીકાલથી ચાર દિવસીય ‘સંઘની શતાબ્‍દી યાત્રા' કાર્યક્રમ; મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે લોકાર્પણઃ ડો. કળષ્‍ણગોપાલ સહિત વરિષ્ઠ પ્રચારકો વ્‍યાખ્‍યાન આપશેઃ ‘હંડ્રેડ યર્સ ઓફ આરએસએસ' સ્‍મારક સિક્કાનું વિશેષ વેચાણ કેન્‍દ્ર આકર્ષણ જમાવશે : આયોજકઃ ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્‍થાન, સ્‍થળ અને તારીખઃ તા. ૧૧ થી ૧૪, ગુજરાત યુનિવર્સિટી કન્‍વેન્‍શન એન્‍ડ એક્‍ઝિબિશન સેન્‍ટર, મેમનગર, અમદાવાદ, લોકાર્પણઃ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા (૧૧ નવેમ્‍બર, સાંજે ૫-૩૦ કલાકે), મુખ્‍ય વક્‍તાઓઃ સંઘના સહસરકાર્યવાહ ડો. કળષ્‍ણગોપાલ, સી.આર. મુકુંદ, અતુલ લિમયે અને આલોક કુમાર, વિશેષ આકર્ષણઃ ભારત સરકારની મુંબઈ ટંકશાળ દ્વારા ‘૧૦૦ યર્સ ઓફ આરએસએસ' સ્‍મારક સિક્કાનું વિશેષ વેચાણ કેન્‍દ્ર. પ્રદર્શનીના મુખ્‍ય વિષયઃ સ્‍વાધીનતા સંગ્રામમાં સંઘનો ફાળો, ગાંધીજી-સરદાર-આંબેડકર સાથેના સંબંધો અને રાષ્‍ટ્ર નિર્માણમાં યોગદાન.4:19 PM IST

શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીએ તાલીમ કાર્યક્રમો માટે વિવિધ ૦૬ ઉદ્યોગો સાથે MoU કર્યા : કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટી - શીલજ ખાતે નવીન અભ્યાસક્રમોમાં પોતાનું યોગદાન આપવા વિવિધ ૦૬ કંપનીઓએ લેટર ઓફ ઇનટેન્ટ (LoI) અર્પણ કર્યા : યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત હરહંમેશથી દેશમાં અગ્રણી :- શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા : AI/ML તથા સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઔદ્યોગીક સલામતી અને ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો ઉપરાંત વિવિધ સર્ટીફિકેટ, ડિપ્લોમાં, ડિગ્રી, સ્કીલ કોર્સિસ માટે MoU સંપન્ન : ફર્નિચર ડિઝાઈન, પ્લમ્બીંગ ટેક્નોલોજી, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, રોબોટીક્સ ટેક્નોલોજી, ઈ.વી ટેક્નોલોજી, હેલ્થકેર, એડવાન્સડ સાયબર સિક્યોરીટી, ડિજિટલ ફોરેન્સિક, એગ્રી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ, ઉદ્યોગ સાહસિકત્તા, ઈનોવેશન, હોસ્પિટાલીટી, ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા વિવિધ અભ્યાસક્રમો માટે LoI અર્પણ કરાયા3:39 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'ભારત પર્વ'ની રોશનીમય ઉજવણી: એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે : ભારતીય શૈલીની કલરફૂલ લાઈટિંગથી ઝળહળતું સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ...સેલ્ફી લેતા પ્રવાસીઓ : LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે : લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્રીય એકતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ : સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનું આકર્ષણઃસ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ્યુ2:39 PM IST

પેંડા ગેંગના ૧૭ સાગ્રીતો સામે ગુજસીટોક : રાજકોટમાં કાયદો વ્‍યવસ્‍થાને પડકાર ફેંકતી ગેંગને તીતર-ભીતર કરવા પોલીસે અજમાવ્‍યું આકરૂ શષા : એક દસકામાં ગંભીર પ્રકારના ૭૧ ગુના આચર્યા હતાં: મંગળા રોડ પર પેંડા કમ પરીયા ગેંગ અને જંગલેશ્વરની મુરગા ગેંગ વચ્‍ચે ફાયરીંગની ઘટના બાદ પોલીસ હરકતમાં આવીઃ પેંડા-પરીયા ગેંગના સુત્રધારા રાજપાલસિંહ ઉર્ફ રાજો જાડેજા સહિત સામે ક્રાઇમ બ્રાંચની કાર્યવાહીઃ ૪ પકડાયા, ૧૧ જેલમાં છેઃ બેની શોધખોળ : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા, ક્રાઇમ બ્રાંચની ટીમોની કામગીરીઃ આરોપીઓની મિલ્‍કતો પણ ટાંચમાં લેવા કાર્યવાહી થશેઃ હવે પછી મુરગા ગેંગનો વારો2:41 PM IST

એકસપોર્ટ ઇમ્‍પોર્ટના વેપારી ફેનીલ બારસીયા સાથે આદૂના સોદામાં ૨૧ લાખની છેતરપીંડી : મવડી રામધણ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતાં શાકભાજી-ફળના યુવા વેપારી સાથે બનાવ : બાંગ્‍લાદેશમાં જે આદુનો માલ મોકલવાનો હતો તે બોર્ડર પર અભિષેક રોયએ બારોબાર વેંચી માર્યોઃ ૨૧ લાખ આપી દેશે એવુ કહી આજ સુધી ન અપ્‍યાઃ ફોન પણ બંધ કરી દીધોઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી : દુબઇ, શ્રીલંકા, બાંગલાદેશ, યુકે, યુએસએમાં ફળો-શાકભાજીની આયાત-નિકાસ કરે છેઃ મહારાષ્‍ટ્રના નામપુરમાં રાહુલ ઠાકુર મારફત બાંગ્‍લાદેશના અભિષેકનો સંપર્ક થયોઃ તેણે વેપાર માટે બેંકનો લેટર ઓફ ક્રેડીટ મોકલી માલ ખરીદ કરાવી બે ટ્રક રવાના કરાવ્‍યાઃ પણ બાંગ્‍લાદેશની બોર્ડર પાસે જ બારોબાર આદૂ વેંચી નાંખી રોકડી કરી લીધી3:16 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST