News of Saturday, 21st December 2024
મહેશભાઈ મહેતાનો કાલે જન્મદિવસ
શ્રમજીવી ઉપાશ્રયનાં પ્રમુખ

રાજકોટ, તા.૨૧: જીવદયાપ્રેમી શ્રમજીવી ઉપાશ્રયનાં પ્રમુખ મહેશભાઈ મહેતાનો આવતીકાલે તા.રરને રવિવારનાં જન્મદિવસ છે. તેઓ ઓઈલ્સ અને પલ્સીસનાં કેન્સવાસીંગ એજન્ટ છે. રાજકોટ બ્રોકર એસોસીએશનનાં સેક્રેટરી, દાણાપીઠ એસોસીએશનનાં સેક્રેટરી, જૈન સોશ્યલ ગ્રૂપ મેઈનના કારોબારી સભ્ય છે. જન્મદિવસે જીવદયા-માનવસેવાનાં કાર્યો દ્વારા ઉજવણી કરાશે તેમજ શ્રમજીવી ઉપાશ્રય ખાતે ધર્મકરણીનું આયોજન પણ કરવામાં આવનાર છે. સાધુ સાધ્વીજીઓની વૈયાવચ્ચ પણ તેઓ કરી રહયા છે. જન્મદિવસે મહેશભાઈ મહેતાને મહેતા પરિવાર, તેમનાં મિત્ર વર્તુળ તથા જૈન અગ્રણીઓ તથા જૈનેતરો દ્વારા મો. (૯૯૦૯ર૬૪પપ૪) પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
