<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ધ્રોલ પંથક ‘હનુમાનદાદામય': હરીપર ગામે ગોરડીયા હનુમાનજી મંદિરના ૧.૫૦ કરોડના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન : મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિઃ આહુતિઓથી પવિત્ર થયું હરીપરનું વાતાવરણ : ભક્‍તિ, શક્‍તિ અને સેવાનો અદભૂત ત્રિવેણી સંગમઃ ૩૦ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો, ૫૦૭ બોટલ રક્‍ત એકત્ર કરી માનવતા મહેકાવી : નૂતન મંદિરના જીર્ણોદધાર નિમિત્તે યોજાયેલા ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ, શિખર પૂજન અને સહ મહારૂદ્ર યજ્ઞમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, ઉદ્યોગપતિઓ સહિત સમાજના ભામાશાઓએ ગોરડીયા હનુમાન દાદાના દર્શનનો લ્‍હાવો લીધો2:33 PM IST

તબેલામાં ૫ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાંઢ સહિત ૭૦ થી ૮૦ ગાયોનો વિશાળ પરિવાર; મોટાભાગની ગીર ગાય: તબેલામાં ૨૦થી વધુ દૂધણી ગાયોનું રોજનું ૧૨૦ લીટરથી વધુ અમૃતતુલ્ય દૂધ ઉત્પાદન : શોખથી શરુ થયેલી ગૌ સેવાએ આજે સાંતેજના મહેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર જિલ્લાના “શ્રેષ્ઠ પશુપાલક”નું સન્માન અપાવ્યું: ગાયના છાણમાંથી બનેલા વર્મીકમ્પોસ્ટ ખાતર ઉપરાંત દૂધ અને ઘીનું વેચાણ કરીને મહેન્દ્રભાઈ મેળવે છે મહીને ૨.૫ થી ૩ લાખ રૂપિયાની આવક :તબેલામાં માખી-જીવજંતુના ઉપદ્રવને ટાળવા મહેન્દ્રભાઈએ કુદરતી સિક્યુરિટી ગાર્ડ તરીકે મરઘા પાળ્યા:ગાયોને ઘાસ ઉપરાંત રચકો, ખોળ, કપાસિયા, ગોળ અને મકાઈનું મિશ્રણ કરીને અપાય છે 'બેલેન્સ્ડ ડાયેટ'6:56 PM IST

ડો. શમશેરસિંઘ નિવૃત ન થાય ત્‍યાં સુધી ડો.કે.એલ.એન રાવ રેગ્‍યુલર મુખ્‍ય ડીજીપી ન બની શકે એ માન્‍યતા ભૂલ ભરેલી છે : દિલ્‍હીના એક સમયના સીએમ અને રેખા ગુપ્તા પહેલા જે સીએમ પદના દાવેદાર હતા તેની સાથે આ સિનિયર મોસ્‍ટ IPS પારિવારિક સંબંધ છે, તેમના સાળા રાજસ્‍થાનના સહુથી વધુ ધનિક રાજકારણી હોવાનું સતાવાર જાહેર થયેલ એટલે પોતાનું સ્‍વમાન જાળવવા પ્રતિનિયુક્‍તિ ટૂંકાવી શકે તેટલું કામ તો કરાવી જ શકે : IPS સંજય શ્રી વાસ્‍તવ તથા IAS સુ નયના તોમરનો તાજેતરની ઘટના જાણી લેવાથી આ સવાલનો જવાબ તેમાંથી મળી જશે, તેમ જાણકારો દાખલા દલીલ સાથે જણાવે છે : ગુજરાતમાં ACB, પ્રિઝન, હોમગાર્ડ (સિવિલ ડિફેન્‍સ) અને પોલીસ હાઉસિંગ એમ ૪ જગ્‍યા મુખ્‍ય પોલીસ વડા નીચે નહિ, ગૃહ મંત્રાલય નીચે છે, એટલે ૧૯૯૧ બેચના સિનિયોરિટીમાં ટોપ પર બિરાજતા ips માટે કોઈ સમસ્‍યા રહેવાની શકયતા છે જે નહિ ત્રણ સ્‍થાન તો આજે પણ ખાલી છે3:49 PM IST

જીવનમાં સફળતાનો કોઈ 'શોર્ટકટ' નથી, પરિશ્રમ જ એકમાત્ર માર્ગ : શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ સમાજની સમસ્યાઓના ઉકેલ લાવવાની શક્તિ : માતા-પિતા પોતે અભાવો વેઠીને પણ સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવે છે, તેમના પ્રત્યે આદર અને સમર્પણનો ભાવ એ જ સાચી દીક્ષા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : કુલાધિપતિ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીનો ૭૪મો દીક્ષાંત સમારોહ યોજાયો : ૪૦,૨૪૫ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા : આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. બુદ્ધિપૂર્વક અને ખંતથી કરવામાં આવેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી3:11 PM IST