<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ટપુભાઇની લોકપ્રિયતા ઠસોઠસ, ટકે વરસોવરસ... હેપી બર્થ ડે

જીવનના ૮૭માં વર્ષના દ્વારે પૂર્વ ધારાસભ્‍યના ટકોરા

રાજકોટ : રાજકીય, સામાજિક, સહકારી વગેરે ક્ષેત્રે શાનદાર યોગદાન આપનાર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્‍ય શ્રી ટપુભાઇ એલ. લીંબાસિયા આજે શુભત્‍વથી શોભતા જીવનના ૮૭માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. (જન્‍મ તા. ૬ જાન્‍યુઆરી ૧૯૩૯). નાગરિક સહકારી બેંકમાં સૌથી વધુ સળંગ ૪ર વર્ષ ડીરેકટર તરીકે સેવા આપીને થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા છે.

મુળ કુવાડવા પાસેના ખેરડી ગામના વતની શ્રી ટપુભાઇ લીંબાસીયા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની વિચારધારાથી ઓતપ્રોત છે. તેમણે તે વખતે બી.એ. જેવી ઉચ્‍ચ શૈક્ષણિક પદવી મેળવેલ. નાગરિક બેંકના પૂર્વ વાઇસ ચેરમેન અને  ડીરેકટર રહી ચૂકયા છે. શ્રી ગુરૂદતાત્રેય સહકારી મંડળીના માધ્‍યમથી અનેક લોકોને હુંફ આપી છે. લેઉવા પટેલ સમાજ અને અન્‍ય સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે. સંખ્‍યાબંધ યુવાનોની કારકિર્દીના શિલ્‍પી બની રહ્યા છે. સાદુ જીવન અને ઉચ્‍ચ વિચારો તેમની આગવી ઓળખ છે. તેમના વ્‍યકિતત્‍વમાં આકાશને આંબે એવા ઉમદા વિચાર અને ધરાના ઉંડાણની સમજ છે. મો. ૯૪ર૮ર ૦૦૦૯૯ રાજકોટ (પ-૧૮)

 

(12:27 PM IST)