News of Monday, 6th January 2025
કોગ્રેસના સાસ્કૃતિક ચેરમેન અને સાહિત્યકાર, નાટયકાર, ફિલ્મ નિર્દેશક, અઝીઝ ઇબ્રાહીમનો કાલે જન્મદિવસ

રાજકોટઃ પ્રદેશ કોîગ્રેસના સાંસ્કૃતિક ચેરમેન સાહિત્યકાર, નાટયકાર, ફિલ્મ નિર્દેશક, અઝીઝ ઇબ્રાહીમનો ૭ જાન્યુઆરીના રોજ મંગળવારના રોજ જન્મદિવસ છે. કલા ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી બદલે સાલ ૧૯૮૮ના રોજ ગુજરાતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘કલા મહર્ષી’ નો ઍવોર્ડ આપવામાં આવેલ અને ‘નાટય ભૂષણ’ની માનદ ઉપાધી અર્પણ થયેલ હતી. અમદાવાદ, દિલ્હી, રાજકોટ દુરદર્શન ઉપર અનેક ટેલીફીલ્મ નિર્દેષ કરેલ, તેમને સર્જન કરેલી ટેલીફીલ્મ ‘થોર’ અને ‘વોરટેકસ’ને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ગુજરાતી ફિલ્મો ‘તપ’ અને ‘છેલ્લી પાંચ મીનીટ’ ને અભુતપુર્વ લોકપ્રીયતા મળેલ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાઍ હિન્દીમાં શોર્ટ ફિલ્મ ‘મે અહલ્યા’, ‘અડાબીડ’ અને ‘ઍકવેરીયમ’ તથા ‘કાળો મંત્ર’ નિર્માણ કરેલ છે. તેમના દ્વારા ફુલ લેન્થ નાટક ‘પાનખરનું સમણું વસંત’, ‘ધુમ્મસની આરપાર’ અને ‘છેલ્લી પાંચ મીનીટ’ રાજય સરકાર દ્વારા સુરક્ષા સેતુના સૌજન્યથી રજુ કરેલ, જેને શહેરમાં અભુતપુર્વ સફળતા મળેલ. આગામી ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન બે ગુજરાતી ફીલ્મો સેટ ઉપર લઇ જવા માટે જહેમત ઉઠાવી રહયાં છે. અઝીઝ ઇબ્રાહીમના જન્મ દિવસ કલા જગત તરફથી શુભકામના પાઠવવામાં આવેલ છે. મો.૯૩૧૬૩ પ૯૮૩૩. (૩૬.૧૦)
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
