હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 7th January 2025
જુનાગઢ : રોજગાર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી દિવ્યકાંતભાઇ જોષીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ મેનેજિંગ ટ્રસ્ટી સાવરકુંડલા ના દિવ્યકાંતભાઇ જોશીનો આજે જન્મદિન છે. શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ - સૌરાષ્ટ્ર ના મેનેજિંગ ટ્રસ્ટી તથા સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટીશ્રી તથા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી દિવ્યકાંતભાઈ વી. જોષી સાવરકુંડલાના જન્મદિવસ નિમિત્તે તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે અને જ્ઞાતિ સેવાના કામ કરવાની દેવાધિદેવ મહાદેવ ખૂબ જ શકિત આપે એવી ઈષ્ટદેવ રાજેશ્વર દાદાને હ્દય પૂર્વકની પ્રાર્થના સહ જન્મદિવસ નિમિત્તે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના તમામ હોદ્દેદારો જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે. તેમ રોજગાર બ્રાહ્મણ જ્ઞાતિસેવા સંઘની યાદીમાં જણાવ્યું છે.(મોઃ ૯૪૦૮૪ ૫૫૫૫૬)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
