News of Wednesday, 8th January 2025
છેલ્લા ૩૦ વર્ષથી પ્રસિદ્ધ થતાં ખાંટ રાજપૂત જ્ઞાતિના માસિક ‘ધર્મવાણી'ના તંત્રી રામજીભાઈ એસ.મોરબીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૮ : નાની વયે અખબારી જગતમાં પ્રવેશ કરનાર અને આજે પણ સતત યોગદાન આપતા રામજીભાઈ સવજીભાઈ મોરબીયાનો આજે જન્મદિવસ છે. રામજીભાઈનો જન્મ તા.૮-૧-૧૯૪૬ના રોજ થયેલ હતો. તેઓએ ૧૯૫૮માં ૧૨ વર્ષની ઉંમરે રાજકોટના ‘જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ' (હાલમાં અકિલા)માં સ્વ.બાબુભાઈ ગણાત્રાની દેખરેખ નીચે પ્રેસ લાઈનની શરૂઆત કરી ઘણા વર્ષો સુધી કામ કર્યુ.
આઠેક વર્ષ સુધી ‘જલારામ જયોત'માં શ્રી સુરેશભાઈ ગણાત્રાના કાર્યાલયમાં કામ કર્યુ. ઈરીગેશન અને આર.ટી.ઓ.માં થઈને સાત વર્ષ સરકારી નોકરી પણ કરી. ત્યારબાદ રાજકોટમાં ‘મોરબીયા પ્રિન્ટર્સ' નામથી પ્રેસની શરૂઆત કરી હતી. હાલમાં ખાંટ રાજપૂત સમાજનું માસિક મેગેઝીન ‘ધર્મવાણી' ચલાવે છે. આજે તેઓના જન્મદિને વિશાળ મિત્રવર્તુળ - શુભેચ્છકો પાઠવી રહ્યા છે. (મો.૯૪૨૬૯ ૬૭૯૬૭)
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
