<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

જામનગર એબીપી અસ્‍મિતાના પત્રકાર રવિ બુધ્‍ધદેવનો જન્‍મદિન

(સંજય ડાંગર  દ્વારા) ધ્રોલ તા.૩૦: જામનગરના ગુજરાતી ચેનલ abp અસ્‍મિતા ના પત્રકાર રવિ બુદ્ધદેવનોઆજે જન્‍મદિવસ છે.

ઈલેક્‍ટ્રોનિક મીડિયા સાથે છેલ્લા દોઢ દાયકાથી સંકળાયેલા જામનગરના પત્રકાર રવિ બુદ્ધદેવએ વર્ષ ૨૦૧૦થી ઈલેક્‍ટ્રોનિક મીડિયામાં કારકિર્દી આરંભ કરી હતી તેમણે અલગ અલગ પ્રાદેશિક ચેનલો જેમ કે વીટીવી ગુજરાતી, ન્‍યૂઝ ૧૮ નેટવર્કમાં  જામનગર અને દ્વારકા જીલ્લાનું રીપોર્ટીંગ કરી ચુકયા છે, હાલ તેવો ઘણા સમયથી  જામનગર  એબીપી અસ્‍મિતા ન્‍યુઝ ચેનલના જામનગર જીલ્લાના સંવાદદાતા તરીકે કાર્યરત છે, સાથે જ તેવો જામનગરથી સૌપ્રથમ શરુ થયેલ ન્‍યૂઝ પોર્ટલ માય સમાચાર.ઇન (mysamachar.in)ના માલિક પણ છે. માય સમાચાર વેબ પોર્ટલ પ્રારંભના સમયે ડીજીટલ મીડીયા તરીકે જામનગરમાં વિધીવત પદાર્પણ હતુ જે આજે લોકપ્રિય ન્‍યુઝ વેબ પોર્ટલ બની ગયુ છે જે માટે યુવા વયમાં રવિ બુદ્ધદેવી ખંત-ધીરજ અને કુશળતાના સમન્‍વય સમાન છે આજે જન્‍મ દિવસે રવિ બુદ્ધદેવને (મો.૯૮૨૪૨ ૦૭૬૨૭)ઉપર શુભકામનાઓ મળી રહી છે

(1:47 PM IST)