વંદે માતરમ અંગ્રેજોને જડબાતોડ જવાબ હતો : દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા - પ્રેરણા આપી આ નારાએઃ વંદે માતરમે તપાસ્યા અને બલિદાનનો માર્ગ બતાડયોઃ ‘વંદે માતરમ'ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાને લોકસભામાં ઈતીહાસના પાના યાદ કરાવ્યા : કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણ હેઠળ વંદે માતરમ પર સમજૂતી કરીઃ નેહરૂને સિંહાસન ડોલતુ નજરે પડયું તો વંદે માતરમના ટુકડા કર્યાઃ પીએમના પ્રહારો2:57 PM IST
AIMIM બંગાળમાં હુમાયુ કબીર સાથે હાથ નહીં મિલાવે :કહ્યું -તેની પાર્ટી અશાંતિ ઉભી કરવામાં નહીં પણ રાષ્ટ્રનિર્માણ અને સામાજિક સંવાદિતામાં માને છે. : અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ સસ્પેન્ડ કરાયેલા TMC ધારાસભ્ય હુમાયુ કબીરને રાજકીય રીતે અસંગત ગણાવતા, AIMIM એ ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સાથેના તેમના સંબંધો પર સવાલ ઉઠાવ્યા1:32 AM IST
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ અને શ્વેતાંબરીના ભાવિનો નિર્ણય કોર્ટ કરશે : તેને લઈને પોલીસ ઉદયપુર પહોંચી : રાજસ્થાનના ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ડૉ. અજય મુરડિયા સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરીની ધરપકડ કર્યા પછી, પોલીસ તેમને રાત્રે ઉદયપુર લાવી 1:31 AM IST
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (એફટીએ) પર પ્રગતિ: પીયૂષ ગોયલે ઈયુ ના કમિશનર સાથે બેઠક યોજી : આ બેઠકમાં ભારત-ઇયુ મુક્ત વેપાર કરાર (એફટીએ) પર ચાલી રહેલી પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ વાટાઘાટોને વધુ આગળ વધારવા અને પરસ્પર ફાયદાકારક એફટીએ તરફ સતત સહકાર જાળવી રાખવા માટેના પડતર મુદ્દાઓને ઉકેલવાના માર્ગો શોધ્યા હતા12:35 AM IST
'લોકશાહી અને પાકિસ્તાન સાથે ન ચાલી શકે!': ઇમરાન ખાન પરના વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયની પાક.ની રાજકીય સ્થિતિ પર તીખી ટિપ્પણી! : MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "આપણે જેટલી ઓછી વાત કરીશું તેટલું સારું"; પાકિસ્તાન સેનાએ ઇમરાન ખાનને 'માનસિક રીતે બીમાર' ગણાવ્યાની પૃષ્ઠભૂમિમાં નિવેદન10:20 PM IST
કલા જગત પર રાજકારણનો કબજો: કેનેડી સેન્ટર ઓનર્સમાં સ્ટાર્સનું સન્માન, પણ ટ્રમ્પનું પ્રભુત્વ ચર્ચાનું કેન્દ્ર! : સિલ્વેસ્ટર સ્ટેલોન, KISS, જ્યોર્જ સ્ટ્રેટ સહિતના કલાકારોનું સન્માન, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કર્યું; 'ટ્રમ્પ કેનેડી સેન્ટર' નામ આપવાની સંભાવના પર પણ ચર્ચા10:04 PM IST
ઓપરેશન સિંદૂરનો માસ્ટરસ્ટ્રોક: ૧૨૦ કિમીના 'પિનાકા'એ પાકિસ્તાની કેમ્પને ધ્વસ્ત કર્યા : હવે ૩૦૦ કિમી રેન્જનું Mk4 આવી રહ્યું છે! : ૨૦ સેકન્ડમાં ૧૨ રોકેટ ફાયર કરવાની ક્ષમતા સાથે પિનાકા-Mk4 ૨૦૩૦ સુધીમાં સેનામાં સામેલ થશે: મિસાઇલ કરતાં ૨૫% ખર્ચે ચાર ગણો વધુ વિનાશ : રડારને ટાળવાની 'ટ્રિપલ ગાઇડન્સ' ટેકનોલોજી9:53 PM IST
ક્રૂર રીતે માર મારવામાં આવ્યો, નગ્ન વીડિયો બનાવાયો અને તેઓ જોતા રહ્યા : સમર્થકે તેજ પ્રતાપ યાદવ પર ગંભીર આરોપો લગાવ્યા : તેજ પ્રતાપ યાદવના સમર્થક અવિનાશે આરોપ લગાવ્યો કે તેમને 26 નંબરના નિવાસસ્થાનમાં બોલાવીને નિર્દયતાથી માર માર્યો અને તેમનો નગ્ન વીડિયો બનાવાયો :તેજ પ્રતાપે તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો. ત્યારબાદ બંગલામાં બોલાવાયો અને નિર્દયતાથી હુમલો કરાયો 8:15 PM IST
ભારત-ઓસ્ટ્રેલિયા જ્ઞાન ભાગીદારી મજબૂત: વિશ્વની ટોપ-૨૦ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ (UNSW) ટૂંક સમયમાં ભારતમાં ખોલશે કેમ્પસ! : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓસ્ટ્રેલિયન મંત્રીમંડળને 'યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ' (UNSW) માટે ઉદ્દેશ પત્ર રજૂ કર્યો, AI માટે તૈયાર પેઢી તૈયાર કરવા પર ભાર6:17 PM IST
ખોડલધામ મંદિરે આધ્યાત્મિક ચેતનાની નવી ઉર્જા આપી છેઃ ભુપેન્દ્રભાઇ : ખોડલધામ એક સંસ્થા નહી પરંતુ વિચાર છે, ખોડલધામ સંસ્થા રાષ્ટ્રની સેવામાં આગળ વધે તે માટે શ્રી ખોડીયાર માતાજીને પ્રાર્થના કરીએઃ નરેશભાઇ પટેલ : શ્રી ખોડલધામના આંગણે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું ભવ્યાતિભવ્ય સન્માન કરાયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે યોજાયો સન્માન સમારોહ11:29 AM IST
દિલ્હીમાં પડ્યા ગોવા અગ્નિકાંડના પડઘા..! દિલ્હીના પંજાબી બસ્તી સબઝી મંડીના રહેવાસી કરણસિંહ કોહલીના પુત્ર ભરત કોહલીની ધરપકડ : ગોવા પોલીસે આ કેસમાં બે આરોપીઓ, નાઈટક્લબના માલિકો, ગૌરવ લુથરા અને સૌરવ લુથરા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો : ચીફ મેનેજર રાજીવ મોડક, મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયાંશુ ઠાકુર 6 દિવસના રિમાન્ડ પર4:43 PM IST
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પૂર્ણ થયા બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી નવા વર્ષ 2026 ની શરૂઆતમાં નવી દિલ્હીની મુલાકાત લે તેવી શક્યતા : ફેબ્રુઆરી 2022 માં યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત પુતિન અને ઝેલેન્સ્કી બંનેના સંપર્કમાં, પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથે આઠ વખત ફોન પર વાત કરી છે, અને બંને નેતાઓ ચાર વખત મળ્યા છે4:52 PM IST
ઈન્ડિગો સંકટઃ સુપ્રીમનો હસ્તક્ષેપનો ઈન્કારઃ સરકારને ‘મેનેજ' કરવા સૂચન! : કંપનીએ પાયલોટના ડયુટી નિયમોમાં ફેરફારને ગણાવ્યું કારણઃ દેશભરના એરપોટર્સ પર મુસાફરો રઝળી પડયા : મુસાફરોની હાલાકી વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું: લાખો લોકો મુશ્કેલીમાં છે, પણ સરકાર આ મામલે કામ કરી રહી છેઃ તેમને તે સંભાળવા દોઃ DGCA એ CEO ને નોટિસ ફટકારી3:20 PM IST
૬ વાર ઘરેથી ભાગ્યાઃ પરિવારે સાંકળથી બાંધ્યાઃ છતાં જુદા ન થયાં : તેરે ઈશ્ક મેં પાગલ હો ગયા દિવાના તેરાઃ કહેવાય છે કે પ્રેમ સૌ કોઈને આસાનીથી નથી મળતો અને જ્યારે વાત જાતિ અને ધર્મની આવે તો આ પ્રેમને પામવો વધારે મુશ્કેલ થઈ જાય છે. કંઈક આવી જ કહાણી ઉત્તર પ્રદેશના સહારનપુરની આ જોડીની છે : લૈલા મજનું જેવી છે કપલની લવ સ્ટોરી10:05 AM IST
ફક્ત સૂવા માટે જગ્યાનું ૩૦૦ ડોલરનું ભાડું : શબપેટી ઘર ટ્રેન્ડ ...દુનિયા જેટલી મોટી છે, રહેવાની જગ્યા એટલી જ નાની છે, લોકો ફક્ત કબરના કદના રહેવાની જગ્યાઓ શોધી રહ્યા છે : વિશ્વભરના ઘણા શહેરોમાં શબપેટી ઘરોનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જે ફક્ત સૂવા માટે જગ્યા પૂરી પાડે છે, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે11:34 AM IST
બિગ બોસ ૧૯: ૫૦ લાખ તું ઇનામ જીતનાર અનુપમા’ના અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના અને રનર અપ કાશ્મીરી અભિનેત્રી ફરહાના ભટ : ગૌરવ ખન્નાના પિતા સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા વિનોદ ખન્ના અને માતા સાક્ષી ખન્ના: ૨૦૧૬માં તેમણે ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા: ' અનુપમા’ સીરિયલમાં અનુજ કાપડિયાના રોલે તેમને અભૂતપૂર્વ લોકપ્રિયતા અપાવી : ફરહાના ભટ્ટ જમ્મુ-કાશ્મીરની શ્રીનગરની વતની: પોતાની બેધડક બોલી અને લડાયક મિજાજથી ઘરમાં હેડલાઈન્સ બનાવી હતી: જોકે, તે ટ્રોફીથી થોડા ડગલાં દૂર રહી ગઈ: ૨૮ વર્ષીય ફરહાના ભટ્ટે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે: તે એક પ્રશિક્ષિત માર્શલ આર્ટિસ્ટ (તાઈક્વાન્દો) પણ છે9:29 AM IST
અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દિવ્ય સમારોહ યોજાયો : BAPSના વડા મહંત સ્વામી મહારાજે આશિર્વચન પાઠવ્યા – પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાપાલન, પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો: ‘પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી નરમાં જ નારાયણના દર્શન કરવાના વેદ વાક્યને ચરિતાર્થ કર્યું.:‘પ્રમુખસ્વામી મહારાજે પોતાના આચરણથી સનાતન ધર્મનો સંદેશ ફેલાવી ધીરે ધીરે ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી: અમિતભાઇ શાહ9:45 PM IST
સંસદમાં 'વંદે માતરમ'નો મુદ્દો ગુંજશે : PM મોદીનું ભાષણ વિપક્ષને આશ્ચર્યચકિત કરશે : 'અજાણ્યા પાસાઓ' ઉજાગર થવાની શક્યતા! : રાષ્ટ્રીય ગીતની ૧૫૦મી વર્ષગાંઠ પર લોકસભામાં ૧૦ કલાકની ચર્ચા: વડાપ્રધાન કોંગ્રેસ દ્વારા ૧૯૩૭માં મુખ્ય પંક્તિઓ દૂર કરવાના મુદ્દાને ઉઠાવશે, ચૂંટણી સુધારાઓ પર પણ થશે ચર્ચા10:27 PM IST
અકિલા સોશ્યિલ મીડિયામહેસુલ વિભાગમાં બઢતીઓનો દોર : 22 જેટલા જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર અધિકારીઓની જમીન દફ્તર અધિક્ષક તરીકે બઢતીથી નિમણુંક : જુઓ સંપૂર્ણ યાદી : મોરબીના જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર ડો.જે.એમ ભોરણીયાની કચ્છ ,રાજકોટના સુશ્રી ફોરમ આર.કુબાવતની સુરેન્દ્રનગર, અમરેલીના એ.એ.ઝાલાની જૂનાગઢ .કચ્છના એચ,એસ, રબારીની દેવભૂમિ દ્વારકામાં બઢતીથી નિમણુંક કરાઈ10:42 PM IST
સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે પાથરણાવાળા અને ફેરિયાઓ દ્વારા વરાછા ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન : નાના ધંધાદારીઓ દ્વારા બેનરો સાથે વરાછા ઝોન ઓફિસે પહોંચ્યા જ્યાં ઉગ્ર નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કરાયું : ધંધાદારીઓ દ્વારા વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેરને રજૂઆત : અભદ્ર વાણી વિલાસના આક્ષેપ પર ખુલાસો માંગવામાં આવ્યો7:11 PM IST
AI, 5G અને સસ્ટેનેબિલિટી આધારિત નવી પેઢીના માછીમારી બંદરો રાજ્યને વૈશ્વિક દરિયાઈ હબ તરીકે વિકસિત કરશે : વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ–સૌરાષ્ટ્ર ગુજરાતની સ્માર્ટ બ્લુ રિવોલ્યુશન ક્ષમતાને રજૂ કરશે : FAO અને ભારત સરકારની ભાગીદારી ગુજરાતને રાષ્ટ્રીય ઇકોનોમી મોડલ તરીકે આગળ ધપાવશે : ટેકનોલોજી, નવીનતા અને સામાજિક સમાવિષ્ટતાને આધારિત “સ્માર્ટ બ્લુ હાર્બર મોડલ” દેશના દરિયાઈ અર્થતંત્રને આપશે નવી દિશા3:06 PM IST
સુરતમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવનાર મુળ બગસરા પંથકના વોન્ટેડ આશિષ અંતે સકંજામાં... : અનુપમસિંહ ગેહલોતનું અભિયાન ઓપરેશન વોન્ટેડ પૂરજોશમાં, એડી પોલીસ કમિશનર કે એન. ડામોરના માર્ગદર્શનમાં ડીસીપી લખધીરસિંહ ઝાલા ટીમ સીપીની રણનીતિનો ચુસ્ત અમલ કરતા મોટી સફળતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી યૂ બારડ, એન. જી.પટેલ ટીમના PSI આર. ડી. ધાધલ અને સ્ટાફની બાતમી આધારે ઉતરાણ પોલીસની કાબીલે દાદ કામગીરી1:57 PM IST
ખાદી બની ગુજરાતનું નવું ગૌરવ : ત્રણ વર્ષમાં રૂ. ૧,૭૦૦ કરોડથી વધુનું વેચાણ : વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન ચાલી રહ્યું છે, આજે આધુનિક યુગમાં પણ યુવાઓની પહેલી પસંદ ખાદી રહી છે : વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે રૂ. ૬૮૩ કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ : હજારો કાંતનાર-વણનાર કારીગરોને સતત રોજગારી મળી રહી છે3:22 PM IST
૧૬ વર્ષ પહેલાં સુરતના લોકોની ફિકસ ડિપોઝિટ ઉપાડી આ શખ્સ ઉતરપ્રદેશમાં શિક્ષક બની ગયેલો : ૨૦ વર્ષથી વધુ સમયથી વોન્ટેડ ત્રણ ડઝન જેટલા અપરાધીઓ પકડવાના અનુપમસિહ ગેહલોતના અભિયાનને હર્ષભાઈ સંઘવી આખા ગુજરાતમાં અમલી બનાવવા કરેલ નિર્ધારથી સુરત પોલીસનો જુસ્સો બેવડાયો : ઉતર પ્રદેશમાંથી વર્ષો જુના વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્વમાં ખાસ ઓપરેશન પાર પાડનાર પીઆઇ રઘુરાજસિંહ આઈ જાડેજા અકિલા સમક્ષ અથ થી ઈતિ સુધીની રસપ્રદ કથા વર્ણવે છે1:59 PM IST
ગુજરાતમાં તારીખ 10થી 13 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર વધશે, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના ભાગોમાં તાપમાન 10થી 11 ડિગ્રી રહેવાની શક્યતા : 22 ડિસેમ્બર પછી રાજ્યમાં માવઠું પડવાની સંભાવના : અંબાલાલ પટેલની આગાહી : સવારે હાડકાં કંપાવતી ઠંડી બાદ બપોરે તાપમાન 29થી 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે બંગાળની ખાડી અને 24 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા : જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે4:05 PM IST
હાઇ-પ્રોફાઇલ બળાત્કાર કેસના આરોપી મોઈનુદ્દીનનો કસ્ટડીમાંથી ભાગી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ : PI પાસેથી હથિયાર છીનવતા ગોળી વાગી : પોલીસ જવાન પણ ઘાયલ : ૧૬થી વધુ ગુનાઓ ધરાવતા વિકૃત માનસિકતા ધરાવનાર ગુનેગાર પર નિયંત્રણ મેળવાયું : PC જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને JC શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ DCP અજિત રાજિયાણની ટીમે અનર્થ ટાળ્યો : PI ઈમરાન ઘાસુરા પર હુમલો, HC ભરતભાઈ રાઠોડને ઈજા3:00 PM IST
રોજબરોજના કામનો ડેટા GRITમાં ઉપલબ્ધ છે, ફોક્સ એરીયામાં તેના અસરકારક અમલીકરણ માટે સંકલન કેળવીએ : સ્થાપનાના 15 મહિનાના ટૂંકા ગાળામાં યુવા ટીમ સાથે GRIT રાજ્યની ભવિષ્યલક્ષી થિંક ટેન્ક તરીકે પ્રસ્થાપિત થયું છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : GRIT દ્વારા વિકસાવાયેલા “વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમ”નું લોકાર્પણ : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં GRITની ગવર્નિંગ બોડીની બીજી બેઠક સંપન્ન :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સહભાગી થયા : આયોજન પ્રભાગની પહેલરૂપ રાજ્યના જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એસ્ટીમેટ્સનું વિમોચન : વિકસિત ગુજરાત @2047 અને ગુજરાત @2035નો રોડ મેપ સાકાર કરવામાં GRIT મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે3:53 PM IST
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ગુજરાત હોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો: વયનિવૃત્તિ ૫૮ વર્ષ કરાઈ : રાજ્યમાં હોમગાર્ડઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : હોમગાર્ડઝના જવાનો ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રી પેટ્રોલિંગ, ધાર્મિક/મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે1:19 PM IST
તું પાછી ઘરે આવી જા, હું શોધી લઇશ તો જોયા જેવી થશે...યોગેશે ધમકી સાચી ઠેરવી પત્નિને છરીના ૧૨ ઘા ઝીંકી પતાવી દીધી : રાજકોટમાં વધુ એક હત્યાઃ અમદાવાદની યુવતિને ઇન્સ્ટાગ્રામથી પરિચય થતાં રાજકોટ ભગવતીપરાના યુવાન સાથે ચાર વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતાં: પંદર દિવસથી પતિ દારૂ પી મારકુટ કરતો હોઇ તેનું ઘર છોડી દીધુ હતું: આથી રોષે ભરાયેલા પતિએ શોધીને ખૂની ખેલ ખેલ્યો : ભગવતીપરામાં રહેતાં પતિ યોગેશ બોરીચાનું ઘર છોડી નિલેશ્વરીબેનચાર દિવસથી બહેનપણી જલ્પા પીઠવાના ઘરે હતીઃ તે રડતી રડતી પતિના ત્રાસની વાતો કરી રહી હતી ત્યારે જ પતિ ધસી આવ્યો અને તું કેમ ઘરેથી જતી રહી? કહી તૂટી પડયોઃ બહેનપણીના વૃધ્ધ પિતા બિપીનભાઇ વચ્ચે પડતાં તેને પણ છરી ઝીંકી પતાવી દીધા : પતિના ક્રુરતાથી થયેલા હુમલામાં ઘાયલ નિલેશ્વરીબેન પાણી આપો પાણી આપો એવુ બોલ્યા બાદ ઢળી પડીઃ હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યોઃ થોરાળા પોલીસે મૃતકના અમદાવાદ રહેતાં ભાઇની ફરિયાદ પરથી આરોપી યોગેશ માવલાને સકંજામાં લીધો2:10 PM IST
સુર્યકિરણે શોર્યતાનો પ્રકાશ ફેલાવ્યોઃ લોકો મંત્રમુગ્ધ : અટલ સરોવર ખાતે ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોના વિવિધ ફોર્મેર્શનનું દિલધડક કોૈશલ્યઃ મનપાનું ઐતિહાસીક આયોજન : ગરૂડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટરથી રેસ્કયુ મિશન દર્શાવાયં ુઃ આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનોએ ૮૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડતા એરક્રાફ્ટમાંથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવીઃ ભારતીય વાયુ સેનાના જવાનો અદભૂત શૌર્ય અને અવકાશી સ્ટંટનું નિદર્શનઃ સૂર્યકિરણ એર-શોમાં ૯ વિમાનોએ અવકાશમાં ત્રિરંગા, વિશાળકાય હાર્ટ સહિતના અદભૂત ફોર્મેશન રચતા હજ્જારો લોકોની જબરદસ્ત ચીચીયારીથી સ્માર્ટ સિટી એરિયા ગુંજી ઉઠ્યો3:54 PM IST
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી'ના મુખ્ય કાર્યાલયનું ઉદ્ધાટન : જળસંચયના મહાઅભિયાનને વેગ : રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા'ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્દઘાટન : સૌરાષ્ટ્રમાં ૧,૧૧,૧૧૧ જળસંચય સ્ટ્રક્ચર્સના સંકલ્પને સિદ્ધ કરવા જનજાગૃતિ અને આર્થિક સહયોગ મેળવવો : ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના શ્રી રાધા રમણ સ્વામી, રામકૃષ્ણ મિશનના શ્રી દર્પણાનંદજી સ્વામી અને હરિપ્રબોધન પરિવારના શ્રી ગુરૂપ્રસાદ સ્વામીના હસ્તે ઉદ્ધાટન : આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કથા યોજાશે2:41 PM IST
કચરો સળગાવાયો કે કોઇએ કાંડી ચાપી?2:42 PM IST
ફાયર વિભાગની ટીમ સતત ખડેપગે2:43 PM IST
દિવ્યાંગ બાળકોએ માણ્યો એરશો 2:43 PM IST
એર શોઃ હમ પદ પર રહે ના રહે, યાદે સદા રહેંગી3:54 PM IST
સોની બજારના વેપારીનું ઉદયપુર પાસે અકસ્માતમાં મોત : પાંચને ઇજા : દરબારગઢ કેશવ વીલામાં રહેતાં ૩૮ વર્ષિય નયનભાઇ વાગડીયા-સોની, તેમના પત્નિ, પુત્ર, પુત્રી, મિત્ર, મિત્રના પત્નિ-પુત્ર સાથે ગોકુલ-મથુરા વ્રજ દર્શન કરીને પરત આવતાં હતાં ત્યારે ઉદયપુરના ખીરવાડા પાસે બનાવઃ રાજકોટથી પરિવારજનો-મિત્રો દોડી ગયા : ખીરવાડા પાસે ટ્રક પાછળ અથડાઇને ક્રેટા કારનો બૂકડોઃ નયનભાઇનું ઘટના સ્થળે મૃત્યુઃ તેમના પત્નિ જ્યોતિબેન, પુત્ર જેનીલ, પુત્રી રાશી રાજકોટ સારવારમાં: મિત્ર ગોૈરવભાઇ અને તેના પત્નિ તન્વીબેન અમદાવાદ સારવારમાં: તેના પુત્રનો ચમત્કારીક બચાવ : નયનભાઇ વૃધ્ધ માતા, પત્નિ, બે સંતાનનો આધારસ્તંભ અને ચાર બહેનના એક જ ભાઇ હતાં: પરિવારમાં શોકની કાલીમા2:10 PM IST
નોબલ પ્રાઇઝ સમારોહનું રાજકોટમાં જીવંત પ્રસારણ કાર્યક્રમ ભાગ લેવા આવતીકાલ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાતઃ બેઠક વ્યવસ્થા મર્યાદિત : ૧૨ ડીસેમ્બર સુધી રીજીયોનલ સાયન્સ સેન્ટર (માધાપર, ઇશ્વરીયા પાર્ક પાસે) ખાતે નોબલ પ્રાઇઝ વિકની ઉજવણી ચાલું: તજજ્ઞોના વ્યાખ્યાનો : રજીસ્ટ્રેશનની લીંકઃ https://bitly.cx/Nobelprizeday2025 12:26 PM IST
રાજકોટના અટલ સરોવરમા રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી : ચકડોળમાં 6 લોકો લગભગ 20 મિનિટ સુધી હવામાં જ લટક્યા રહ્યા : ઓપરેટરે ચકડોળ (જાયન્ટ વ્હીલ) ચાલુ સ્થિતિમાં જ બંધ કરી સ્થળ પરથી ચાલ્યો ગયો :ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી અને તમામ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કર્યું.1:04 PM IST
રાજ્યમાં રાજકોટ શહેર ૧૪ દરખાસ્ત સાથે પહેલા નંબરે માદક પદાર્થના ગુનામાં સામેલ જંગલેશ્વરના વધુ બે શખ્સ દાનીશ અને હબીબ પીઆઇટી હેઠળ જલહવાલે : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા અને એસઓજી ટીમની કામગીરી3:31 PM IST
અમરેલી: રત્નકલાકારોના બાળકોને અપાતી સહાયમાં ગરબડીનો આરોપ : ખાનગી શાળાએ 25 લાખનો બારોબાર વહીવટ કર્યો : બાબરાના કરિયાણા ગામે 300 જેટલા રત્નકલાકારોએ હોબાળો મચાવ્યો: 450 કરતા વધુ વિદ્યાર્થીઓને સહાય અપાઈ :સરકારે આપેલી સહાય ફી કરતા વધુ હોવાનું અને ફીની કોઈ પાકી પહોંચ આપવામાં નથી આવતી, માત્ર કાચા કાગળ ઉપર રકમ જમા કરી કાપલી આપતા 12:01 AM IST
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે રિલાયન્સ દ્વારા નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ : પુન: પ્રભુ પધરામણી પ્રસંગે ગામના અગિયાર દંપત્તિઓ વિધિવત પરંપરા મુજબની તમામ ધાર્મિક વિધીઓમાં જોડાયાં : ગામ સમસ્ત દ્વારા સમૂહ ભોજન-પ્રસાદ લઈને સંપ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું2:47 PM IST
જામનગરના પ્રોફેસર દંપત્તી નું સરાહનિય અને પ્રેરણાદાયી પગલું : માનસિક ક્ષતિ દિવસે ૐ ટ્રેનીંગ સેન્ટરમાં મનો દિવ્યાંગ બાળકોની મદદે આવ્યા : પંચવટી કોલેજમાં સેવા આપી ચૂકેલા ખુબજ જાણીતા પ્રોફેસર પી.બી. જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી. જાડેજા કે જેઓએ ખરેખર વિશ્વ દિવ્યાંગ દીવસ ની વિશેષરૂપે ઉજવણી કરી12:02 PM IST
પોરબંદરના દરિયામાં પ્રદુષિત પાણી ઠાલવવાનો મુદો : જેતપુરનો કદડો...પોરબંદર નહી આવે : અર્જુન મોઢવાડીયા : જેતપુર પાઇપલાઇન પ્રોજેકટ જે રાજકોટ જિલ્લાના જેતપુરથી થઇને પોરબંદરના ગોસા ખાતે થઇને દરિયામાં પાથરીને ઉંડા દરિયા ઉદ્યોગોનું શુધ્ધ કરેલા પાણી ઠાલવવાના પ્રોજેકટઃ ૮ માસ પુર્વે પોરબંદરમા પ્રોજેકટના વિરોધમા મહારેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાઃ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆતો 10:57 AM IST
કાગવડ ખોડલધામ ખાતે શ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં શ્રી ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન : જયેશ રાદડીયાએ કહ્યું- ખોડલધામ સમાજનું ગૌરવ, જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે : ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એક બીજા સાથે વાતચીત કરતાં અને હળવાશની પળોમાં દેખાયાઃ નરેશ પટેલ, જયેશ રાદડીયા તેમજ જીતુ વાઘાણી ત્રણેય એક સાથે ભેટી પડ્યા જે લેઉવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત12:21 PM IST
ગોંડલ રાજકુમાર જાટના મોત કેસમાં નવો વળાંકઃ ગણેશ ગોંડલના સમર્થકોની રાજકુમારના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરાવવા માંગ : ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા ગણેશસિંહ જાડેજાનો નાર્કો ટેસ્ટના કોર્ટના નિર્ણયને આવકાયો.. છે. પરંતુ રાજકુમારના પિતા રતનલાલ જાટ નો પણ નાર્કો ટેસ્ટ થાય તેવી ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા માંગ કરવામાં આવી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ) 11:38 AM IST
ઓસ્ટ્રિયાના સૌથી ઊંચા શિખર પર, માઈનસ ૨૦ ડિગ્રી તાપમાનમાં અને બર્ફીલા તોફાન વચ્ચે ગર્લફ્રેન્ડને મોતને હવાલે એકલી છોડી દેનાર પ્રેમીની ધરપકડ: પ્રેમ અને સાહસની સફરનો કરુણ અંજામ : ઓસ્ટ્રિયાના સૌથી ઊંચા પર્વત પર ૩૯ વર્ષીય પર્વતારોહકે પોતાની ગર્લફ્રેન્ડને માઈનસ ૨૦ ડિગ્રી તાપમાનમાં અને બર્ફીલા તોફાન વચ્ચે શિખરની નજીક એકલી છોડી દીધી હતી, જેના પરિણામે યુવતીનું થીજી જવાથી મોત થયું હતું. આ ગંભીર ઘટનામાં પોલીસે યુવકની સામે ગેરઈરાદે હત્યા (મેનસ્લોટર) અને ઘોર બેદરકારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર યુરોપમાં ચકચાર જગાવી છે.12:33 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
પુત્રના મૃત્યુથી ભાંગી પડેલા પિતાને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને લખ્યો હતો પત્રઃ જેમાં છુપાયેલું છે જીવનનું ગૂઢ સત્ય : ૧૯૫૦માં લખાયેલો આ પત્ર માત્ર સાંત્વના સંદેશ ન હતો, પરંતુ તેમાં માનવ અસ્તિત્વ અને બ્રહ્માંડ સાથેના જોડાણની ઊંડી ફિલોસોફી હતીઃ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આપણે સૌ એક અખંડ બ્રહ્માંડનો જ ભાગ છીએ અને અલગ હોવું એ માત્ર એક ભ્રમણા છે : આઈન્સ્ટાઈનનો આ સંદેશ શીખવે છે કે વ્યક્તિગત દુઃખથી ઉપર ઉઠીને જ્યારે આપણે બ્રહ્માંડ સાથેના આપણા જોડાણને સમજીએ છીએ, ત્યારે મનને સાચી શાંતિ મળે છે10:26 AM IST
બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂરને અજાણ્યા વ્યક્તિએ પોતાના હાથમાં ઉપાડવાનો પ્રયાસ કર્યો : આ કૃત્યથી ભીડ ચોંકી ગઈ પરંતુ સુરક્ષા દળોએ સમયસર હસ્તક્ષેપ કરીને ગાયિકાને બચાવી લીધી : આ ધટના મેઘાલયમાં મી-ગોંગ ફેસ્ટિવલ દરમિયાન બની, વિડિઓ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો : આરોપીને પકડી લેવાયો4:47 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST






































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































































