<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ક્ષત્રિય કરણીસેના ગુજરાતના મંત્રી બહાદુરભાઇ માંજરીયાનો આજે જન્‍મદિવસ

 

પોરબંદર તા. ૧: અત્રે સોની વેપારીનું અપહરણ કરી ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુન્‍હામાં આરોપીને જામીન મુકત  કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદી તથા સાહેદોના ફોનની લુંટ કરી લઈ ખંડણી પેટે પડાવેલ રૂપિયાની તમામ આરોપીઓએ વેંચણી કરી ફરીયાદી તથા સાહેદોને પોરબંદરની અલગ - અલગ બસમાં બેસાડી દઈ આરોપીએ એકબીજાની મદદગારી કરી ગુન્‍હો કરેલ હોવાનું જાહેર કરતાં કિતીમંદિર પોલિસે ગુ.રજી.નં.૧૧૨૧૮૦૦૬૨૪૦૭૨૬/૨૦૨૪ થી બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૩૫૨,૧૬૨(૨-એ), ૩(૫),૩૫૧(૩), ૧૪૦(૨), ૧૪૦(૩), ૧૨૭(૨),૩૦૮(૫),૩૧૦(૨) મુજબનો ગુન્‍હો નોંધી તપાસના ચક્રો ગતીમાન કરી આરોપીઓને જુદી જુદી જગ્‍યાએથી ઝડપી પાડી નામ. કોર્ટમાં રજુ કરતાં નામ. કોર્ટ દ્વારા આરોપીઓને જયુડી. કસ્‍ટડીમાં મોકલી આપવામાં આવેલ હતા.

ત્‍યારબાદ  સેસન્‍સ કોર્ટ દ્વારા બન્ને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ આરોપીપક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને માન્‍ય રાખી આરોપી નં. ૫ નરેન્‍દ્રગીરી મહેશગીરી ગેસ્‍વામીને જામીન પર મુક્‍ત કરવાનો હુકમ  અદાલત કરેલ હતો.

આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના  વકીલશ્રી જે.પી.ગોહેલ  એમ. જી.શિંગરખીયા, એન.જી.જોષી,  એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રેહુલ એમ. શિંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા, પંકજ બી. પરમાર તથા રીનાબેન ખુંટી રોકાયેલા હતા

(3:46 PM IST)