<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કાયદા વિદ્યાશાખાના ડીન ડો.વિમલ પંડયાનો જન્‍મદિન

રાજકોટ તા.૪: વિદ્યાર્થી પરીષદ અને ભાજપમાં ખુબ નિષ્‍ઠાથી કાર્ય કરનાર જાણીતા આગેવાન ડો.વિમલ અનંતરાય પંડયા આજે તેના પ્રગતીશીલ જીવનના ૫૦ વર્ષ પુરા કરી યશસ્‍વી જીવનના ૫૧માં મંગલ પ્રવેશ કરતા શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

ડો.વિમલ અનંતરાય પંડયાનો જન્‍મ તા.૦૪/૦૨/૧૯૭૪ સ્‍થળ રાજકોટ ખાતે થયેલ. તેમને સોૈરાષ્‍ટ્ર યુનિ.માં બીકોમ, એલ.એલ.એમ, પી.એચ.ડી, કાનુન વિદ્યાશાખામાં અભ્‍યાસ કર્યો છે.  ૨૦૦૬થી ડીપાર્ટમેન્‍ટ ઓફ લો માં જુવેનાઇલ વિષયના અધ્‍યાપક રહ્યા. ૨૦૦૮માં મણીનગર ગવર્મેન્‍ટ લો કોલેજમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર, ૨૦૦૯ અને ૨૦૧૧માં એ.એમ.પી. ગર્વમેન્‍ટ લો કોલેજમાં અધ્‍યાપન કાર્ય, ૨૦૧૨ થી એમ.એસ.કે. લો કોલેજ, ભરૂચમાં કાયદા વિભાગના પ્રાધ્‍યાપક, ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં કાયદા વિભાગના અધ્‍યક્ષ (કો-ઓર્ડીનેટર) તરીકે એડીશનલ ચાર્જ સંભાળેલ. છેલ્લા ૭ વર્ષથી ફેકલ્‍ટી ઓફ લો માં ડીન તરીકે સેવા આપી રહ્યા છે.

ડો.વિમલ પંડયા હાલમાં ડીન કાયદા વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., એકેડેમિક કાઉન્‍સીલ મેમ્‍બર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., પ્રોપર્ટી લો બોર્ડ ચેરમેન, પ્રમુખ, દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ યુજીસી દ્વારા ૧૦ પુસ્‍તકો પ્રકાશિત કરેલ છે.

વિમલ પંડયાએ અગાઉ વિવિધ જવાબદારી સંભાળેલ જેમાં પૂર્વે મંત્રી- રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પૂર્વ પ્રભારી પોરબંદર- ભારતીય જનતા પાર્ટી (યુવા મોરચા), પૂર્વ સ્‍પોર્ટ બોર્ડ મેમ્‍બર, પૂર્વ સેનેટ મેમ્‍બર સોૈરાષ્‍ટ્ર યુનિ., પૂર્વ અધ્‍યક્ષ ભરૂચ અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ, પૂર્વ વિભાગ પ્રમુખ- સુરત અખિલ ભારતીય  વિદ્યાર્થી પરિષદ, પૂર્વ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પૂર્વ સેનેટ મેમ્‍બર- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.સેવા બજાવી હતી.(૨.૨૧)

(3:31 PM IST)