<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પહેલગામમાં આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીની તાત્કાલિક કાર્યવાહી : એરપોર્ટ પર NSA ડોભાલ અને EAM જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો : નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ વિદેશ પ્રવાસ ટૂંકાવ્યો : સાઉદી અરેબિયાનો પ્રવાસ અધૂરો છોડીને વડાપ્રધાન મોદી તાત્કાલિક ભારત પરત ફર્યા, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી સાથે બેઠક કરી : રમણીય બૈસરન ખીણમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલામાં મોટાભાગના પ્રવાસીઓ સહિત 28 લોકોના મોત નિપજ્યા બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ : પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષા દળો તાત્કાલિક તૈનાત : અનેક પ્રવાસીઓએ પહેલગામની મુલાકાત રદ્દ કરી8:11 AM IST

ગુજરાતમાં તમામ સરકારી કાર્યક્રમો રદ : આતંકી હુમલાનો ભોગ બનેલા ૩ ગુજરાતીઓના પાર્થિવદેહ સાંજે ગુજરાત આવી પહોંચશે પહેલગામ આંતકી હુમલાના પગલે ગુજરાત સરકારે તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે દરમ્‍યાન આ હુમલામાં ૩ માર્યા ગયેલા ગુજરાતીઓના મૃતદેહો આજ સાંજ સુધીમાં શ્રી નગરથી મુંબઇ લાવવામાં આવશે અને મુંબઇથી અમદાવાદ લાવવામાં આવશે. એરપોર્ટ ઉપર ગૃહરાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્‍થિત રહેશે. તેમને આજે પાટણના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ પણ તેમના કાર્યક્રમો રદ કર્યા છે. ગુજરાતની કેબીનેટની તાકીદની બેઠક આજે મળી હતી. જેમાં મૃતકોને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. મૃતદેહો ગુજરાત આવી પહોંચ્‍યા બાદ તેમના વતન પહોંચાડવામાં આવશે11:35 AM IST

હુમલાનું આયોજન લશ્કર-એ-તૈયબાના નાયબ વડા અને હાફીઝ સઈદનો નજીકનો સાથી સૈફુલ્લા કાસુરીએ કર્યું ? *જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી: કોંગ્રેસ અને અન્ય સંગઠનો દ્વારા હુમલાના વિરોધમાં આજે બુધવારે વિરોધ પ્રદર્શનનું આયોજન* ગુપ્તચર એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે, આ હુમલાનું આયોજન લશ્કર-એ-તૈયબાના નાયબ વડા સૈફુલ્લા કાસુરીએ કર્યું હતું, જે હાફીઝ સઈદનો નજીકનો સાથી છે. જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, કારણ કે કોંગ્રેસ અને અન્ય સંગઠનોએ હુમલાના વિરોધમાં આજે બુધવારે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. અનંતનાગમાં પોલીસે ૨૪/૭ ઈમરજન્સી હેલ્પડેસ્ક શરૂ કરી છે, જે પ્રવાસીઓને મદદ અને માહિતી પૂરી પાડશે. 6:54 AM IST

પહેલગામ આતંકી હુમલામાં રાજકોટના ૯ લોકો ફસાયાઃ હાલ તમામ સુરક્ષિત : રાજકોટના રૂષીબેન નકૂમ - કુલદીપસિંહ નકુમ - રાજદિપસિંહ વાઘેલા-વૈશાલીબેન વાઘેલા શ્રીનગરની એક હોટલમાં સુરક્ષિત છે : અન્‍ય-૪-રાજકોટના જયદીપ પારેખ-નીતાબેન પારેખ-મહેન્‍દ્રભાઇ અને મયુરીબેન મહેતા શ્રીનગરમાં તો હેત માંકડ નામનો યુવાન પણ હાલ હેમખેમ... : રાજકોટનો પ્રવાસી રૂચિ નકુમે હુમલાને વખોડયો વડાપ્રધાન ગુનેગારોને સખ્‍ત સજા કરે તમામ ફરવાના સ્‍થળો મિલટ્રી છાવણીમાં ફેરવાયાઃ ફલાઇટના ભાવો રપ હજારથી ૩પ :હજાર થઇ ગયાઃ પ્રવાસીઓએ પોતાનો પ્રવાસો રદ કર્યાઃ રૂચિ નકુમ હાલ સૂરક્ષિત-પરિવારજનો ચિંતિત : કલેકટરે દરેક મામલતદારને રાજકોટના ફસાયેલા પરીવારોને ઘરે દોડાવ્‍યાઃ તમામ મદદની ખાત્રી આપી... : રાજકોટ કલેકટર તંત્રે કાશ્‍મીરમાં ફસાયેલા રાજકોટના ૧૦ પ્રવાસીઓને ઘરે મામલતદારોને દોડાવ્‍યાઃ મામલતદારોએ પ્રવાસીઓ સાથે વાતચીત કરી જેટલા બંને તેટલા ત્‍યાંથી નીકળી જવા અપીલ કરી : તમામ મદદની પણ ખાત્રી આપી : ગાંધીનગરથી પણ લોકોને સમજાવવા રાજયના દરેક મહેસૂલી તંત્રને અપાયેલી સૂચના2:54 PM IST

‘બાળક બીજાનું હતું એટલે તે પડાવી નાંખ્‍યું'...રાજકોટના ગાયીકા અલ્‍પાબેનને મોરબીમાં પતિ-સાસરિયાનો ભારે ત્રાસ : લગ્નના થોડા જ દિવસ બાદ સાસુ-સસરાએ કહ્યું તારો પતિ તેજસ દારૂ પીવાની ટેવ ધરાવે છે તેને સાચવી લેજેઃ પતિ દારૂ ઢીંચી શંકા કરી વારંવાર મારકુટ કરતોઃ ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝરને પણ ફોન કરી કામ ન આપવા ગાળો દેતોઃ પાંચ વખત રિસામણે આવી સમજાવટથી ફરી સાસરે ગઇ પણ ત્રાસ ઓછો ન થયો : એક વર્ષથી તેણી માવતરે હોઇ પતિ વ્‍હોટ્‍સએપમાં મેસેજ, વિડીયો કોલ કરી ગાળો દઇ કહે છે-તું તારી રીતે રહેજે હવે મેં બીજી ગોતી લીધીઃ સાસુ-સસરા-નણંદો-દિયર પણ તેજસનો સાથ આપતાં: મહિલા પોલીસે અલ્‍પાબેન રાવલની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો2:54 PM IST

મોદીજી, જેણે પણ આવું કર્યુ છે એને ઘરમાં ઘુસીને મારજોઃ શ્રીનગરમાં ફસાયેલી રાજકોટની શ્રીમતિ રૂચી નકુમનો આક્રોશ : લક્ષ્મીવાડીનો કુલદીપ નકુમ, તેના પત્‍નિ રૂચી નકુમ અને મિત્ર રાજનગરોના કુલદીપ વાઘેલા તથા તેના પત્‍નિ ૨૧મીએ જ શ્રીનગર પ્રવાસે ગયા છેઃ પહેલગાવની ઘટના વખતે સદ્દનસિબે ત્‍યાં હાજર નહોતાં: હાલ હોટેલમાં સલામત-બહાર મિલ્‍ટ્રીનો પહેરો : રૂચી નકુમે કહ્યું-જે બન્‍યું છે દુઃખદ છે, હાલ અમે ફસાઇ ગયા છીએઃ અહિથી બહાર નીકળવાનો કોઇ રસ્‍તો નથીઃ ફલાઇટના ભાડા ત્રીસથી પાંત્રીસ હજાર થઇ ગયા છે અને તેમાં પણ વેઇટીંગ છેઃ ઘરે કેમ પહોંચવું તે પ્રશ્ન મુંજવી રહ્યો છેઃ રૂચીના સસરા રાજેશભાઇ નકુમે જણાવ્‍યું-અમારા દિકરા વહુ સહિત ચારેય સલામત છે પણ જ્‍યાં સુધી રાજકોટ ન પહોંચે ત્‍યાં સુધી ખુબ જ ચિંતાઃ સરકાર તુરંત અમારા સંતાનોને રાજકોટ પહોંચાડવા યોગ્‍ય કરે : દિકરો કુલદીપ અને પુત્રવધૂ રૂચી નકુમ શ્રીનગરમાં ફસાયા હોઇ ચિંતામાં મુકાઇ ગયેલા પિતા રાજેશભાઇ નકુમ તથા માતા શાંતાબેન નકુમ : શ્રીનગરથી વિડીયો મેસેજ મારફત આપવીતી વર્ણવતી શ્રીમતિ રૂચી નકુમ જોઇ શકાય છે. પ્રથમ તસ્‍વીરમાં તેના પતિ કુલદીપ નકુમ પણ સાથે છે 4:10 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST