News of Thursday, 6th February 2025
પાટીદાર સમાજના યુવા અગ્રણી અભિષેક તાળાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૬ : સમગ્ર સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના યુવા અગ્રણી અભિષેક તાળાનો આજે તા. ૬ના જન્મદિન છે. વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે. નાની ઉંમરમાં તેમણે કરેલી પ્રગતિ અને સામાજિક ક્ષેત્રે તેમની ઉમદા કામગીરીને પરિણામે તેઓ પ્રભાવશાળી યુવાન અને યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. સમાજના સર્વાંગી વિકાસ માટેના અભિષેક તાળાના પ્રયાસોની સર્વત્ર નોંધ લેવામાં આવી રહી છે. તંદુરસ્ત અને ઉન્નત સમાજ માટે તેઓના હરહંમેશ પ્રયત્નોને પરિણામે તેઓ નવી પેઢીને દિશાદર્શન આપી રહ્યા છે. મિતભાષી વ્યક્તિત્વના માલિક એવા અભિષેક તાળા નવી ઊંચાઈઓ સર કરે તેમજ તેમના તમામ સ્વપ્નો સાકાર થાય તેવી શુભેચ્છાઓ તેમના મો.૯૯૦૪૦ ૦૦૦૫૫ ઉપર મળી રહી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
