ગુજરાત ભાજપની કમાન હવે ‘વિશ્વકર્મા'નાં હાથોમાં : જગદીશ પંચાલ (વિશ્વકર્મા) બન્યા પ્રદેશ ભાજપ પ્રમુખ : ગાંધીનગરમાં પદગ્રહણ સમારોહ : મુખ્યમંત્રીએ શ્રીફળનો પડો તો પાટિલે ભાજપનો ઝંડો આપ્યો : નવા પ્રમુખનું ફુલહારથી ‘ઉમળકાભેર' સ્વાગત : કાર્યકર જ મારી ઓળખ : દેશ-રાજય સારા તાલમેલથી આગળ વધ્યા છે : સૌના વિશ્વાસ - પ્રયાસથી આગળ વધશું : GST રિફોર્મના લાભ પ્રજા સુધી પહોંચાડવાના છે : જગદીશ વિશ્વકર્મા : સમારોહમાં મુખ્યમંત્રી, સી.આર.પાટિલ, કે.લક્ષ્મણ, ભુપેન્દ્ર યાદવ સહિત પ્રધાનો - ધારાસભ્યો સહિતનાઓ હાજર રહયાં : સમારોહ પૂર્વે જગદીશ પંચાલનું શકિત પ્રદર્શન : ભવ્ય રેલી : ઠેરઠેર સ્વાગત3:50 PM IST
જાપાનમાં ઈતિહાસ રચાયો: પ્રથમ મહિલા PM બનવા જઈ રહેલા સાના તાકાચીએ મંત્રીમંડળમાં પ્રગતિશીલ નોર્ડિક દેશોની સમકક્ષ મહિલાઓ સામેલ કરવાની પ્રતિજ્ઞા લીધી!: દૂર થશે જેન્ડર ગેપ : તાકાચી સામે હવે પડકાર છે કે તેઓ તેમના રૂઢિચુસ્ત પક્ષ અને દેશની પરંપરાઓ વચ્ચે સંતુલન જાળવીને ખરેખર લિંગ સમાનતા લાવી શકે છે કે કેમ.12:25 AM IST
આફ્રિકન રાષ્ટ્ર માલાવીમાં પીટર મુથારિકાએ બીજા કાર્યકાળ માટે શપથ લીધા: ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને 'કડક નિર્ણયો' લેવાનું વચન, ટ્રમ્પને રોકાણ માટે સીધી અપીલ! : "હું તમને દૂધ અને મધનું વચન આપતો નથી. હું તમને સખત મહેનત, કઠિન અને પીડાદાયક નિર્ણયોનું વચન આપું છું. લૂંટતી સરકારનું હનીમૂન પૂરું થઈ ગયું છે!"12:22 AM IST
YouTube પરથી લાખો વ્યૂઝ ધરાવતા બોલિવૂડ AI વીડિયો ગાયબ: અહેવાલ બાદ કાર્યવાહી, અભિષેક-ઐશ્વર્યાના મુકદ્દમાનો પ્રભાવ! : $૪૫૦,૦૦૦ (અંદાજે ₹૩.૭ કરોડ) ના નુકસાનની માંગ : અભિષેક-ઐશ્વર્યાએ નવી દિલ્હીમાં ન્યાયાધીશને વિનંતી કરી છે કે તેમની છબીનો અનધિકૃત ઉપયોગ કરીને AI વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે ને વીડિયોઝ દૂર કરવામાં આવે11:41 PM IST
બિહાર ચૂંટણી વિવાદ: 'SIR પ્રક્રિયા BJPના ઈશારે,' જયરામ રમેશનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ! એક ઘરમાં ૨૪૭ મતદારોના નામ પર ઉઠાવ્યા સવાલ! : જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ વિપક્ષના આરોપો પર શું પ્રતિક્રિયા આપે છે. લોકતંત્રની વિશ્વસનીયતા જાળવી રાખવા ચૂંટણી પંચની નિષ્પક્ષતા આ તબક્કે ખૂબ જ મહત્વપૂર્ણ 11:40 PM IST
૭૨૭ દિવસથી ભટકતી નેપાળી માતાને પુત્ર 'બિપિન જોશી'ની મુક્તિની આશા!: ગાઝા યુદ્ધ સમાપ્તિની આશા: હમાસે ટ્રમ્પની શાંતિ યોજના સ્વીકારી : શાંતિની આશા વચ્ચે, એક હૃદયદ્રાવક સત્ય સામે આવ્યું છે: નેપાળના વિદ્યાર્થી બિપિન જોશીનું પણ ૭ ઓક્ટોબરના હુમલા દરમિયાન ગાઝામાં અપહરણ કરવામાં આવ્યું હતું, બે વર્ષથી બંધક 11:37 PM IST
અમેરિકામાં 'શટડાઉન'નો ખતરો: નાસાની વેબસાઇટ ક્રેશ, ભારતમાં યુએસ દૂતાવાસનું X એકાઉન્ટ પણ બંધ! ટ્રમ્પ વહીવટીતંત્ર સામે મોટો પડકાર! : સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ સર્વસંમતિ પર પહોંચી શકતા નથી, સમયસર ભંડોળ બિલ પસાર થઈ શકતું નથી, ત્યારે એજન્સીઓને પગાર મળતો નથી અને કામકાજ બંધ કરી દેવું પડે છે10:18 PM IST
ટ્રમ્પ શાસનનો સખત ઇમિગ્રેશન પ્રહાર: FEMA એ ઇમરજન્સી ફંડ અટકાવ્યા, રાજ્યો પાસે 'દેશનિકાલ કરાયેલા સ્થળાંતરકારો'ને બાદ કરતો વસ્તી ડેટા માંગ્યો! : ટ્રમ્પ, જેઓ FEMA ને 'ગંદુ' કરવા અથવા નાબૂદ કરવા પણ માંગે છે, તેઓ રાજ્યોને આપત્તિઓનો સામનો કરવા માટે પ્રાથમિક જવાબદારી લેવા માટે કરી રહ્યા છે દબાણ10:11 PM IST
હું વિલંબ સહન કરીશ નહીં,જો હમાસ વિલંબ કરે છે, તો બધું જ જોખમમાં : બધું જ દાવ પર લાગી જશે : ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ અંગે હમાસને "અંતિમ ચેતવણી" આપી : ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું, "હું ઇઝરાયલનો આભારી છું કે તેમણે અસ્થાયી રૂપે બોમ્બમારો બંધ કર્યો અને શાંતિ કરાર અને બંધકોને મુક્ત કરવાની મંજૂરી આપી10:03 PM IST
અમેરિકન યુનિવર્સિટીઓમાં ટ્રમ્પનો 'સર્જિકલ સ્ટ્રાઇક': ફેડરલ ફંડિંગ માટે ૧૦-સૂત્રીય ફરજિયાત મેમો; વિદેશી વિદ્યાર્થીઓ પર ૧૫% મર્યાદા! : ટ્રમ્પે યુએસ યુનિવર્સિટીઓ પર "અમેરિકન વિરોધી" અને રૂઢિચુસ્ત વિરોધી મૂલ્યોને આશ્રય આપવાનો સતત આરોપ મૂક્યો છે: મેમો ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાનો પ્રયાસ10:10 PM IST
‘સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર’ અભિયાન ઐતિહાસિક: ૧૮ લાખ કેમ્પમાં ૬.૫ કરોડ મહિલાઓના થયા આરોગ્ય પરીક્ષણ!: "અમને ગર્વ છે કે પીએમ મોદી અમારા સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે આટલા સમર્પિત છે." : આ અભિયાન ભારતમાં મહિલા આરોગ્ય જાગૃતિ અને સમુદાય સ્તરે આરોગ્ય સેવાઓની પહોંચ વધારવાના પ્રયાસોમાં બેસાડે છે એક મહત્વપૂર્ણ દાખલો7:54 PM IST
પ્રશાંત કિશોરે ભાજપના સાંસદને "પેટ્રોલ ચોર" ગણાવ્યા : પીકે સામે 125 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો : જન સૂરજ (જન સૂરજના સ્થાપક) અને પશ્ચિમ ચંપારણના ભાજપના સાંસદ ડૉ. સંજય જયસ્વાલ વચ્ચે સતત આરોપ-પ્રત્યારોપ ચાલુ : સાંસદ ડૉ. જયસ્વાલે પ્રશાંત કિશોર સામે કોર્ટમાં સિવિલ માનહાનિનો દાવો દાખલ કર્યો: જેમાં તેમના પર ખોટા આરોપો લગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો 6:58 PM IST
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા: ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઇમ કામ કરતો હતો : પરિવારમાં માતમ : ૨૭ વર્ષીય ભારતીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોલની અમેરિકાના ડલ્લાસમાં ગોળી મારીને હત્યા: ટેક્સાસમાં ડેન્ટલ સર્જરીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હત: બીઆરએસ નેતા હરીશ રાવે રાજ્ય સરકારને તેનો મૃતદેહ મેળવવા માટે અપીલ કરી6:55 PM IST
પાકિસ્તાન હાઈ કમિશન ISI નું "ભરતી કેન્દ્ર" બન્યું : જેમાં વિઝા ડેસ્કથી જાસૂસી નેટવર્ક કાર્યરત : અકરમની ધરપકડે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો : રાજદ્વારી તરીકે વેશપલટો કરતી પાકિસ્તાન હાઈ કમિશનની વિઝા ડેસ્ક હવે રાજદ્રોહની ફેક્ટરી બની ગઈ : ISI ના આ યુક્તિનો પર્દાફાશ દર્શાવે છે કે ભારતમાં જાસૂસી હવે વિઝા કતારથી લઈને વોટ્સએપ ચેટ્સ સુધી ફેલાઈ6:53 PM IST
ન્હાતા નથી......કપડાં ઓછા ધોવે છે : શેમ્પૂ, સાબુ અને રેઝરના વૈશ્વિક ઉત્પાદક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) એ પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કર્યો : છેલ્લા કેટલાક વર્ષોથી, મોટી વૈશ્વિક કંપનીઓ પાકિસ્તાનને અલવિદા કહી રહી છે : ઘટતું બજાર, કાયદો અને વ્યવસ્થા અને નાણાકીય મુશ્કેલીઓને કારણે આ કંપનીઓને આ પગલું ભરવાની ફરજ પડી6:51 PM IST
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢને ૯ વર્ષના લાંબા ગાળા બાદ નિયમિત રજિસ્ટ્રાર મળ્યા : ડૉ. આર. જી. પરમારની બીજી વખત રેગ્યુલર રજિસ્ટ્રાર તરીકે પસંદગી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. આર. જી. પરમાર યુનિવર્સિટીના પ્રથમ રજિસ્ટ્રાર પણ રહી ચૂક્યા છે : પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે કાયમી કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યાના ૧૦૦ દિવસમાં જ આ ઐતિહાસિક નિમણૂક કરી6:00 PM IST
હાઈવે પર હવે QR કોડવાળા સાઈન બોર્ડ લાગશે, સ્કેન કરતા તમામ જાણકારી મળશે : સરકારની મોટી જાહેરાતઃ QR કોડવાળા બોર્ડ હાઈવેની સાઈડમાં, ટોલ પ્લાઝા, ટ્રક પાર્કિંગ, રેસ્ટ એરિયા અને હાઈવે સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ્સ પર લાગેલા જોવા મળશે મુસાફરી કરતા લોકોને મદદ મળશે. ઈમરજન્સી સેવાઓની તાત્કાલિક જાણકારી આપના મોબાઈલ પર મેળવી શકશો9:22 AM IST
શેખર જ્યોતિ ગોસ્વામી કહે છે ગર્ગને ઝેર આપી મર્ડર કરવામાં આવ્યું છે અકસ્માત કે હત્યા? સિંગર ઝુબીન ગર્ગના મેનેજરની ધરપકડઃ સાથીદાર : ઝુબીનના નજીકના સહયોગી અને બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ સીટને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે શર્મા અને ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંતે ‘‘ગર્ગને મારી નાખવા ઝેર આપ્યું હતું'' અને કાવતરું છુપાવવા માટે જાણી જોઈને વિદેશી સ્થળની પસંદગી કરી હતી2:35 PM IST
ટ્રમ્પ સામે ઝૂકયું હમાસઃ ગાઝાનો કબ્જો-બંધકોને છોડશે : ટ્રમ્પે અલ્ટીમેટમ આપ્યું હતું કે હમાસે રવિવાર સાંજ સુધીમાં સમજુતી ઉપર સહમત થવું પડશે નહિતર તમારા ટાંટીયા ભાંગી નાખશું: હમાસ થયું રાજી ઇઝરાયલ-હમાસ વચ્ચે આવી રહેલા બે વર્ષ જુના યુધ્ધનો અંત હવે નજીકઃ ઇઝરાયલને પણ શાંતિ જાળવવાનો આદેશ10:07 AM IST
હાય હાય... બિલ્ડરોએ ‘લાંચનો રેટ' ઘટાડવા મ્યુ.તંત્રને વિનંતી કરશે : મુંબઇમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ માજા મૂકી રહયો છે : ૨૫ ટોચના બિલ્ડરો બીએમસીમાં જઇ ‘લાંચના ભાવ' ઘટાડવા વિનંતી કરી : બિલ્ડરોનાં દરેક કામ માટે ‘ફિકસ રેટ' : પ્રસાદી ધર્યા વગર કામજ ન થાય : લાંચ પણ ચો.ફુટ સામે લેવાતી હોવાની ચર્ચા : ભ્રષ્ટાચારને કારણે મકાનોના ભાવ આસમાને11:34 AM IST
જામનગરમાં GST વિભાગની મેગા કાર્યવાહી : બિલ્ડર અને બ્રાસ વ્યવસાયિકોની ૨૫ પેઢીઓ પર દરોડા : ₹૧૦૦ કરોડથી વધુનું GST ઇનપુટ ક્રેડિટ કૌભાંડ બહાર આવવાની શક્યતા : અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની કુલ સાત ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું : CA અલ્પેશ પેઢડિયા દ્વારા બેનામી હિસાબો ચલાવવાની આશંકા : BRAHM એસોસિએટેડ પેઢીના સંચાલકો દરોડા શરૂ થતાં જ તાળા મારી નાસી ગયા!9:01 PM IST
મધ્યપ્રદેશના છીંદવાડા અને રાજસ્થાનમાં શરદી અને ખાંસી જીવલેણ બની: મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા 11 પર પહોંચી : ભોપાલ આરોગ્ય વિભાગે બે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો:છિંદવાડામાં પાંચ બાળકો હજુ પણ બીમાર:પારસિયાના એસડીએમ શુભમ યાદવે મધ્યપ્રદેશમાં નવ બાળકોના મોતની પુષ્ટિ કરી: રાજસ્થાનમાં પણ બે બાળકોના મોત9:33 PM IST
સ્થળ પરથી ભાગી જવું માનસિકતા દર્શાવે છે : કરુર અકસ્માત અંગે હાઇકોર્ટે અભિનેતા વિજયને ઠપકો આપ્યો : કોર્ટ એક જાહેર હિત અરજી (PIL) પર પણ સુનાવણી કરી : ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશકને વ્યાપક માર્ગદર્શિકા અથવા માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) ઘડવામાં ન આવે ત્યાં સુધી રોડ શો માટે પરવાનગી ન આપવા અપીલ કરી : બેન્ચે ઘટનાની તપાસ માટે વરિષ્ઠ IPS અધિકારી આસરા ગર્ગના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો 10:44 PM IST
પાકિસ્તાન નક્કી કરી લ્યે કે નકશામાં રહેવું છે કે નહીં : ભારત હવે સંયમ નહીં દાખવે : ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સીધી ચેતવણી આપી : વાયુસેનાના વડાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર ત્રણેય સેવાઓ વચ્ચે ઉત્તમ સંકલનનું ઉદાહરણ હતું : આ કામગીરી દરમિયાન પાકિસ્તાનને નોંધપાત્ર નુકસાન થયું હતું 10:45 PM IST
દિલ્હી: પટિયાલા હાઉસ કોર્ટે સ્વામી ચૈતન્યનંદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા : આરોપી બાબાએ જેલમાં લસણ અને ડુંગળી વગરની પ્રિસ્ક્રિપ્શન દવા અને ખોરાકની માંગણી કરતી અરજી દાખલ કરી : પાસ દરમિયાન બીજો એક ચોંકાવનારો ખુલાસો થયો કે ચૈતન્યનંદની લાલ લક્ઝરી વોલ્વો કારમાંથી સંયુક્ત રાષ્ટ્ર (યુએન)નો લોગો ધરાવતી ઘણી નકલી લાઇસન્સ પ્લેટો મળી આવી10:47 PM IST
ટ્રોફી ચોર નકવીને પાકિસ્તાન ગોલ્ડ મેડલ આપશે : એશિયા કપમાં નાટક કરવાનું મળશે ઇનામ : PCB અને ACC ચેરમેન મોહસીન નકવીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વિવિધ વિવાદો ઉભા કર્યા, જેમાં મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગથી લઈને ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે ટ્રોફી તેમના હોટલમાં લઈ જવા સુધીનો સમાવેશ10:49 PM IST
ઢગલાબંધ મહત્વના સમાચારો ઉડતી નજરે11:01 PM IST

પાણી જ પાણી

સન્માન…..

ચેમ્પિયન….

ટ્રાફિક જામ….
અકિલા સોશ્યિલ મીડિયા'લાઇફલાઇન' બનેલી BRTS હવે 'લાયબિલિટી' તરફ : અમદાવાદ અને સુરતમાં ભારે ટ્રાફિકના દબાણ વચ્ચે BRTS કોરિડોરના રેલિંગ દૂર કરવાની કામગીરી શરૂ : સાંકડા રસ્તાઓ પર BRTS કોરિડોરે ટ્રાફિકની સમસ્યા વધારી : પૂર્વ અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર : સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠકો યોજાઈ7:34 PM IST
સુરતના અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.:જુઓ વિડીયો : ત્રણ ફેકટરીઓમાં દરોડા પાડીને ચાર આરોપીને ઝડપી લેવાયા : 56 લાખથી વધુની કિંમતના ઘીનો જથ્થો અને મશીન રો મટીરીયલ્સ મળીને કુલ 1,20 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરાયો 8:40 PM IST
“નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન સમારોહ યોજાયો : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવી અને બાઇસેગના ડિરેક્ટર જનરલ ટી. પી. સિંઘની પ્રેરક ઉપસ્થિતિ: લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન ક્ષેત્રે ગુજરાત હરહંમેશ દેશના અન્ય રાજ્યો માટે માર્ગદર્શક રાજ્ય: મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ: ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર વર્ષ ૨૦૦૯-૧૦માં રી-સર્વેની કામગીરી કરવાનું સાહસ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી: ડૉ. જયંતી રવી: ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારત આજે દરેક સમસ્યાને અનુરૂપ ટેક્નોલોજી વિકસાવવા માટે સક્ષમ: બાઇસેગના ડિરેક્ટર જનરલ ટી. પી. સિંઘ7:28 PM IST
ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો : પશુઓની સારવાર માટે પસંદ કરાયેલા રાજ્યના ૬૨૫૪ ગામોમાં એક મુખ્ય અને બે ફોલોઅપ કેમ્પ યોજાશે: પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ : પ્રથમ અને બીજા તબક્કામાં કુલ ૪૭૪૫ કેમ્પો યોજી કુલ ૨.૭૦ લાખથી વધુ પશુઓને વિવિધ સારવાર અપાઈ : ગાભણ ન થતા હોય તેવા ૧.૯૪ લાખ પશુઓને વિશેષ જાતિય સારવાર અપાઈ : આ અભિયાનથી પશુઓના ગર્ભધારણ દરમાં ૨૦ થી ૩૦ ટકાનો સુધારો આવશે3:57 PM IST
ટોરેન્ટ ગ્રુપ: ₹25,000ની મૂડીથી શરૂ થયેલો વ્યવસાય આજે 21 અબજ ડોલરનું સામ્રાજ્ય : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) ટોરેન્ટ ગ્રુપના સ્થાપક યુ.એન. મહેતાના વારસાની કરશે ઉજવણી : અનેક પડકારોનો સામનો કરીને અન્યના જીવનમાં આશાનું કિરણ બનનારા યુ.એન મહેતાની ઉદ્યોગસાહસિકતાને VGRC કરે છે સલામ : ફાર્મા અને પાવર સેક્ટરના પ્રણેતા યુ.એન મહેતાએ ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ સૂત્રને કર્યું આત્મસાત્4:24 PM IST
ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ સાથે ૬ ઝોનલ ઓફિસ કાર્યરત થશે : ભરૂચમાં ૩૮૧ કરોડના અધધ ડ્રગ્સરૂપી રાવણના નાશ પ્રસંગે અકિલાના અહેવાલોને સમર્થન આપતી જાહેરાત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા થઈ ૨૦૦થી વધુ તાલીમબદ્ધ સ્ટાફ ડ્રગ્સ પર જ બાજનજર રાખશે , ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સ આરોપીઓ ઉપર ૧૯૭૮ પોલીસ જવાનો પડછાયો બની રહેશે રાજકોટ, ભાવનગર કચ્છ સહિત ગુજરાતભરમાંથી જપ્ત થયેલ ડ્રગ્સ જથ્થો હતોઃ મુખ્ય પોલીસવડા વિકાસ સહાય, નવ નિયુક્તિ CID વડા ડો.કે.એલ.એન.રાવ, રેન્જ વડા સંદીપસિંહ વિગેરે ટોચના અધિકારીઓ સહિતની ઉપસ્થિતિ11:41 AM IST
એશિયાઈ સિંહ અને ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય : ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં ૧૨૨ ટકાનો તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં ૪૦ ટકાનો વધારો : પ્રતિ મંચાણ સહાય રૂ. ૨૮,૮૨૧ તેમજ પેરાપીટ વોલ સહાય રૂ. ૨૦,૨૫૯ કરાઈ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં માનવ-વન્યજીવ ઘર્ષણની ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદેશ સાથે સહાયમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય4:20 PM IST
જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર નેશનલ કોન્ફરન્સમાં પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન પર પેનલ ડિસ્કશન યોજાયું : જમીન સંપાદનના પડકારો, ડિજિટલ પ્રક્રિયાનું એકીકરણ અને આવશ્યક ઉકેલો પર વિચાર-વિમર્શ કરાયો: રાજ્ય સરકારો દ્વારા રીસર્વે મેથડોલોજી અને લેન્ડ રેકોર્ડ્સની બેસ્ટ પ્રેક્ટિસ અંગે માર્ગદર્શન અપાયું8:19 PM IST
ગાંધીનગરથી કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં 'તમારા પૈસા, તમારો અધિકાર' રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનનો શુભારંભ : નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને આ અભિયાન થકી પરત કરાશે: KYC અને RE-KYC ઝુંબેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ખાસ કરીને ગુજરાત ગ્રામીણ બેંક-અન્ય નાણાકીય સંસ્થાઓની સક્રિય ભૂમિકા :નિર્મલા સિતારમન : ગુજરાતમાંથી શરૂ કરાયેલા આ રાષ્ટ્રવ્યાપી અભિયાન એ દેશના નાનામાં નાના માણસ માટે આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે: ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ8:06 PM IST
એસીબીની સફળ ટ્રેપ : ખેતીની જમીનના દસ્તાવેજમાં 'વાંધા' ન કાઢવા બદલ સબ-રજિસ્ટ્રાર સુરત-૮ (અડાજણ) ₹૨.૫૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો : જુઓ વિડીયો : સબ-રજિસ્ટ્રાર મહેશકુમાર પરમારે ₹૩ લાખની લાંચની માંગણી કરી હતી, જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતાં છટકું ગોઠવાયું : પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. સોલંકી અને મદદનીશ નિયામક આર. આર. ચૌધરીની ટીમે કાર્યવાહી કરી7:39 PM IST
ગુજરાતનાં ૪ PSUનો શેરબજારમાં દમદાર દેખાવ : ૩૦ એકમો દ્વારા ₹૨,૫૦૦ કરોડનું નુકસાન છતાં GMDCના શેરમાં ૧૨૫.૧૭%નો જંગી ઉછાળો : GSFC, ગુજરાત ગેસ અને GSPL સહિતના જાહેર સાહસોએ ૬ માસમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી : GMDC ₹૨૬૫.૩૫ થી વધીને ₹૫૯૭.૫૦ થયો : જ્યારે રાજ્યના ૧૫ નિષ્ક્રિય એકમોમાંથી ૫ એકમો બંધ કરાયા7:17 PM IST
લાંબા સમયની પ્રતીક્ષાનો અંત : ગુજરાત RERAને ૮ વર્ષ બાદ ₹૧૧૦ કરોડના ખર્ચે ગાંધીનગરમાં મળશે અત્યાધુનિક સમર્પિત 'ગ્રીન' મુખ્યાલય : સરગાસણ નજીક ૩,૫૯૫ ચો.મી. જમીન પર ૧૪,૮૪૦ ચો.મી.નું બાંધકામ થશે : અરજદારો, બિલ્ડરો અને એજન્ટો માટે આધુનિક સુવિધાઓ : જોકે ટ્રિબ્યુનલ ઓફિસ કર્મયોગી ભવનમાં જ કાર્યરત રહેશે7:13 PM IST
કસુંબીના ભાવમાં રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૬૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૨૨૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૫૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો : રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર : ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં ૪ થી ૧૦ ટકાનો વધારો કર્યો : સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો11:47 AM IST
એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદમાં પતિ સામે બળાત્કારની એફઆઇઆર : વિચિત્ર કેસમાં હાઇકોર્ટે પતિના આગોતરા જામીન મંજૂર કર્યા પતિએ હાઇકોર્ટમાં ઘટસ્ફોટ કર્યો કે, તેમના કાયદેસર લગ્ન થઇ ગયેલા છે, પુરાવા પણ રજૂ કર્યાઃહાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ફરિયાદી પત્નીની સંમંતિથી જ થયેલું આ કૃત્ય10:06 AM IST
દિવાળીમાં પણ માવઠાની અંબાલાલ પટેલની આગાહી4:12 PM IST
પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વિત્ઝરલેન્ડથી તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું : શંકરભાઈ ચૌધરી4:13 PM IST
શરદ ઉત્સવ નિમિતે આદિવાસી ભીલ સમાજ દ્વારા ચોથા વર્ષે એકતા અને સંસ્કૃતિના ઉત્સવ 'ભવ્ય દાંડિયારાસ'નું રાજકોટમાં આયોજન : રંગબેરંગી પોશાક અને પરંપરાગત સંગીતના તાલે નૃત્ય કરવા રાજકોટમાં વસતા તમામ આદિવાસી સમાજને ભાવભર્યું આમંત્રણ : ૬ ઓક્ટોબર, સોમવારના રોજ સનાતન ગરબા ગ્રાઉન્ડ ખાતે સાંજે ૭ કલાકે કાર્યક્રમ શરૂ થશે2:01 PM IST
વ્યાજ માટે દીપકે હદ વટાવીઃ મિત્રને ઢીકા મારી કહ્યું-રૂપિયાની બદલે તારી ઘરવાળીને મુકી જા! : ધંધામાં મંદી હોઇ પાંચ ટકે દોઢ લાખ લીધાઃ તેમાં પણ પત્નિની સોનાની કડલી ગીરવે મુકી હતીઃ ૩૭૫૦૦ ચાર મહિના સુધી ભર્યાઃ આ મહિને વ્યાજ ન ભરી શકતાં ડખ્ખો કર્યો યુનિવર્સિટી રોડ પર પિતૃકૃપા રેસ્ટોરન્ટના સંચાલક દિલીપભાઇ ચીખલીયાની મિત્ર દીપક જાદવ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદઃ મિત્રએ જતાં જતાં ધમકી દઇ કહ્યું-મુડી-વ્યાજ નહિ દે તો જોયા જેવી થશે1:23 PM IST
૧૩ વર્ષની બાળાના અપહરણમાં ૨૩ વર્ષથી ફરાર મહિલાને પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી : અનુ નામના આદીવાસી શખ્સે રૈયા રોડ પરથી ૨૦૦૩માં બાળાને ભગાડી હતીઃ એ ગુનામાં સવિતાએ મદદ કરી હતીઃ પીઆઇ બી. એમ. ઝણકાત અને ટીમે અમદાવાદથી પકડી : પતિના અવસાન પછી સવિતાએ આરોપી દિયર અનુ સાથે લગ્ન કરી લીધા હતાં: નવુ નામ ટીબુ પારગી રાખી લીધુ હતું4:16 PM IST
ગાયકવાડીમાં મધરાત્રે ઘરમાં ઘુસી પુત્ર પર હૂમલો કરી વૃધ્ધ માતાને છરી બતાવી દોઢ લાખની બંગડીની લૂંટ : ઘરની બહાર અવાજ આવતા માતા જાગી જઇ ચોર-ચોરની બૂમો પાડીઃ પુત્ર દેવાશીષભાઇએ દરવાજો ખોલતા જ ત્રણ શખ્સો ઘરમાં ઘુસી છાતીમાં મુક્કો મારી પછાડી દેતા માતા વચ્ચે પડતા તેને છરી બતાવી બંન્ને હાથમાંથી સોનાની બંગડી કાઢી લીધીઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથધરી4:16 PM IST
સગીરને ઉલાળી રોંગ સાઇડમાં ઘુસેલા ડમ્પરે ત્રણ વાહનોને ઠોકરે લીધાઃ ૧૫ વર્ષના વિજયનું મોત : મોરબી રોડ પર જુના જકાતનાકા નજીક અર્જુન પાર્ક પાસે રાત્રે જીવલેણ અકસ્માત : માતા-પિતા વિહોણો સગીર કુટુંબી ભાઇ-ભાભી-બહેન સાથે રહી ભીક્ષાવૃતિ કરતો હતોઃ દૂધ લેવા જતો હતો ત્યારે કાળ ભેટી ગયોઃ દેવીપૂજક પરિવારમાં અરેરાટી : ડમ્પરનો આગળના ભાગે બૂકડો બોલી ગયોઃ ચાલક રાજેશનાથ ગંભીરઃ ગોંડલ કોલસી ખાલી કરી કચ્છ રાપર જતો હતો તસ્વીરમાં અકસ્માત સર્જનાર ડમ્પરની હાલત કેવી થઇ ગઇ હતી તે તથા ઘટના સ્થળે સગીરનો મૃતદેહ,પોલીસ,મૃતક વિજય વાઘેલાનો ફાઇલ ફોટો અને ગંભીર ઇજાગ્રસ્ત ડમ્પરચાલક રાજેશનાથ નાથબાવા તથા લોકોનું ટોળુ જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા) 2:14 PM IST
તું કેમ અમારી સાથે થાર ગાડી લઇને, ચેઇન પહેરીને આવ્યો? આકાશને ગર્લફ્રેન્ડની સખી સહિત ચારે ઢસડીને માર માર્યો : જામનગર રોડ પુનિતનગરનો યુવાન થારમાં ગર્લફ્રેન્ડને લઇ જમવા જતો હતો ત્યારે ગર્લફ્રેન્ડની સખીએ ફોન કરી કાલાવડ રોડ એલપીએલ કાફે ખાતે બોલાવ્યા બાદ ડખ્ખોઃ તાલુકા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો2:41 PM IST
ઓનલાઇન ગેરકાયદેસર ઉતેજક દવાઓ વેચી બળજબરીથી રૂપીયા પડાવતી ટોળકી પકડાઇ : ભાયાવદર પોલીસે મુખ્ય સુત્રધાર દર્શક જાવીયા તથા તેના ૮ સાગ્રીતોને દબોચી લીધા : પ્રેસ કોન્ફરન્સમાં વિગતો જાહેર કરશે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર : ફેસબુકમાં જાહેરાત આપી પોતે ડોકટર હોવાની ઓળખ આપી ગેરકાયદેસર રીતે ઉતેજક, ડાયાબીટીસ અને વજન ઘટાડવાની દવાઓ માટે ફોર્મ ભરાવતા અને બાદમાં દવા ન લેતા તો ધમકીભર્યા ફોન કરી બળજબરીથી દવાનું વેચાણ કરતા'તા : ભાયાવદરના પીઆઇ વી.સી. પરમાર તથા સ્ટાફે ટોળકીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો : આ ટોળકીએ અનેક લોકોને ખંખેર્યા હોવાની શંકા3:24 PM IST
રાજકોટની સ્વસ્તિક હાઈલેન્ડ્સ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-૨૦૨૫નું ભવ્ય અને સફળતાપૂર્વક સમાપન : વરસાદ પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન તોડી શક્યો : સોસાયટીના બાળકોને ૧૫ દિવસ સતત પ્રેક્ટિસ કરાવનાર પાંચ બહેનોનું સન્માન : માંગરોળના જાવિદ મીર અને ટિમના ઢોલ-શરણાઈના તાલે ખેલૈયા ઝુમ્યા : ૩૦ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ1:58 PM IST
રાજકોટમાં કાલે ક્ષત્રિય સમાજનો વિદ્યા સત્કાર સમારોહઃ સોમવારે ભાઈઓ માટે રાસોત્સવ : શ્રી ચંદ્રસિંહજી(ભાડવા) સ્ટડી સર્કલ ઉપક્રમે બે દિવસમાં બે સામાજીક સમારોહ યોજાશે હેમુ ગઢવી હોલમાં મહાનુભાવોના હસ્તે ૪૬૦ થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશેઃ તા.૦૬ ને શરદપુનમે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે ભાઈઓના રાસ ગરબાનું આયોજનઃ બંને કાર્યક્રમમાં સમાજના ભાઈઓ, વડીલો અને યુવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંસ્થાની અપીલ3:10 PM IST
વરસતા વરસાદમાં ભૂલકાઓની દાંડિયા મસ્તી3:41 PM IST
જેતપુર તાલુકા પોલીસે શસ્ત્ર પૂજન કર્યું 10:35 AM IST
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શષાપૂજન કર્યુ : ક્ષત્રિય સમાજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા : વરસતા વરસાદે યાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી મોટી સંખ્યામા લોકો જોડાયા : કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ક્ષત્રિયોનું સન્માન કરવામાં આવ્યું અને માતાજીને ફુલહાર કરવામાં આવ્યા10:32 AM IST
ઉનામાં રાવણ પુતળાનું દહન 12:00 PM IST
સમર્થ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દરેક નાગરિક સ્વદેશી અપનાવે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૫ મો પદવીદાન સમારોહ : ૭૯૦૧ વિદ્યાર્થીઓ દીક્ષિત થયા : ૪૦ છાત્રોને ગોલ્ડમેડલ અપાયા : રાજ્યપાલના હસ્તે યુનિવર્સિટી કેમ્પસમાં નિર્મિત નવા પરીક્ષા ભવન તથા સી.એસ.આર. હેઠળ મળેલા વાહનોનું લોકાર્પણ કરાયું : પ્રકૃતિના મૂળભૂત તત્વો જડ તથા માતા-પિતા ચેતન છે. બંનેનું જતન કરવાની જવાબદારી નાગરિકોની છે : આચાર્ય દેવવ્રતજી4:48 PM IST
ધ્રોલ નજીક જામનગર હાઇવે પર હૃદયદ્રાવક ઘટના: અભ્યાસ અંગે પિતાએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા સુનીલ ડાંગરે બાવની નદીમાં ડૂબી જીવન ટૂંકાવ્યું : જુઓ વિડીયો : રોજીયા ગામના વતની 24 વર્ષીય યુવકના આપધાતથી નાના એવા ગામમાં અને ડાંગર પરિવારમાં અરેરાટી : મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલ હોસ્પિટલે ખસેડાયો 1:13 PM IST
આજે ડોક્ટરો ઉપર પણ માનસિક સ્ટ્રેસ્: ડોક્ટરે દર્દી સાથે કેમ વર્તવું? પ્રેક્ટિસ અને ફેમિલી બંને વચ્ચે કેમ બેલેન્સ કરવું? ? જાણો સફળતા બાબતે દેશના જાણીતા તબીબ ડો. મોહિત દયાલની ટિપ્સ : ભુજમાં અદાણી મેડિકલ કોલેજમાં દિલ્હીના કાર્ડિયોલોજીસ્ટ અને ડાયરેક્ટર-પ્રોફે ડો.મોહિત દયાલ ગુપ્તાનું તણાવ પ્રબંધન ઉપર મનનીય પ્રવચન9:02 AM IST
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં કુન્નડ ગામે પૌરાણિક કુંડલિયા હનુમાંજી મંદિરના મહંતશ્રી અવધેશદાસજી મહારાજ દ્વારા સાધુ સંતો માટે ભંડારો : મહંત જગતગુરુ સર્વેસરાચાર્યજી મહારાજ, મહંત શ્રી રામભુષણદાસજી મહારાજ, મહંત શ્રી જયરામ દાસજી મહારાજ, મહંત શ્રી રાઘવદાસજી મહારાજ, મહંત શ્રી ઉપેન્દ્ર દાસજી મહારાજ સહિત અન્ય સંતો મહંતો ઉપસ્થિત11:34 AM IST
પોરબંદરના સાંદીપનિમાં ‘પૂજ્ય ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં યજ્ઞ સેના ટીમ દ્વારા હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ : દ્વારકામાં દ્વારકાધીશજીને ધ્વજારોહણ સાથે નવરાત્રિ અનુષ્ઠાનના સંપૂર્ણ ઉપક્રમનું ૪૪મું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પ્રત્યેક વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ વિજયાદશમીના પાવન દિવસે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા શાષાોક્ત વિધિસાથે ધ્વજાજીનું પૂજન-અર્ચન1:12 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ટ્રમ્પની તસ્વીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર કરી રહ્યું છે વિચાર : સિક્કાની ડિઝાઇન હજુ સુધી નક્કી કરવામાં આવી નથી:સિક્કાની બીજી બાજુ ટ્રમ્પનો પ્રોફાઈલ ફોટો છે:જેના પર 'liberty' અને નીચે '1776-2026' લખેલું છે5:44 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
માર્શ મેજિક: મિશેલ માર્શની વિસ્ફોટક સદીથી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને કર્યું ક્લીન સ્વીપ, નોંધાવ્યા બે ઐતિહાસિક T20I રેકોર્ડ! : માર્શની આ વિજયી ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં કેપ્ટન તરીકે તેની છાપ વધુ મજબૂત બની: જ્યારે વાત ન્યૂઝીલેન્ડની હોય છે, ત્યારે મિશેલ માર્શનું બેટ બને છે વધુ આક્રમક8:02 PM IST
૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫: કલાકાર લાઈન-અપ જાહેર,રાજકુમાર રાવ, અભિનેત્રી તમન્ના ભાટિયા દ્વારા ટેકનિકલ- રાઇટિંગ કેટેગરીના વિજેતાઓ જાહેર : ‘કિલ' ફિલ્મ પાંચ એવોર્ડ્સ સાથે પ્રથમ:‘લાપાતા લેડીઝ’એ ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીમાં ચાર એવોર્ડ્સ જીત્યા; સ્ટાર લાઈન-અપમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર, કરણ જોહર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીનો સમાવેશ :તા.૧૧ ઓક્ટોબરે અમદાવાદમાં 'ફિલ્મફેર' એવોર્ડ્સનું ભવ્ય આયોજન8:28 PM IST






















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































