News of Thursday, 27th February 2025
ખોડલધામના માનદમંત્રી, રાજબેંકના ચેરમેન અને
‘અગ્ર ગુજરાત' પ્રમોટર જીતુભાઇ વસોયાનો જન્મ દિવસ

રાજકોટઃ શ્રી ખોડલધામના માનદ મંત્રી,ધી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક-રાજબેંકના ચેરમેન, ‘અગ્ર ગુજરાત'ના પ્રમોટર અને સોપાન ગ્રુપના વડા જાણીતા બિલ્ડર,ઉદ્યોગપતિ અને સમાજ સેવક જીતુભાઇ વસોયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના પ૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશી રહયા છે. જીતુભાઇને ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ, તમામ ટ્રસ્ટી ગણ તથા ખોડલધામ સાથ જોડાયેલા વિશાળ સમુહે જન્મદિવસની શુભકામના પાઠવી છે. તેઓ બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા હોવાથી વિશાળ બાંધકામ ઉદ્યોગના સાથીઓ, મિત્રો, અધિકારીઓએ તેમને શુભકામના પાઠવી હતી.‘અગ્ર ગુજરાત'ના પ્રમોટર જનીશભાઇ અજમેરા, સુનીલભાઇ જોશી વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.જીતુભાઇ ખેડૂત પરિવારમાંથી આપબળે આગળ આવ્યા છે. સમાજના તમામ વર્ગને મદદરૂપ થવાના તેમના સ્વભાવઅને મીતભાષી વ્યહવારથી તમામ વર્ગમાં આદર ધરાવે છે. ખોડલધામની પ્રવળતિમાં તેઓ સતત કાર્યરત રહયા છે.(૩૬-૧૪)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
