News of Thursday, 13th March 2025
ભાજપના મહામંત્રી અને તોખાર યુવા નેતા સમીરભાઇ કોટડીયાનો જન્મદિવસ

ગોંડલ, તા. ૧૩ : ગોંડલ રાજનીતી નાં તોખાર યુવા નેતા અને શહેર ભાજપ નાં મહામંત્રી સમીરભાઈ મનુભાઈ કોટડીયાનો આજે જન્મદિવસ છે.જીવન ડગર પર ૪૧ વર્ષ પુર્ણ કરી ૪૨ માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.વર્ષ ૨૦૧૫ થી રાજનીતિ અને જાહેર જીવન માં -વેશેલા સમીરભાઈ યુવા ભાજપ મંત્રી તરીકે રાજકીય ઇનિંગ ની શરૂઆત કરી યુવા ભાજપ માં ઉપપ્રમુખ બાદ માં પ્રમુખ અને ગોંડલ વિધાનસભા સંયોજક તથા હાલ ભાજપ મહામંત્રી તરીકે અણનમ ખેલાડી બની રહ્યા છે.
વર્ષ ૨૦૨૧ માં ધારાસભ્ય નાં પ્રતિનિધિ તથા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)જાડેજા નાં જન્મદિવસ નિમિતે યોજાયેલા મહા રકતદાન કેમ્પ માં સમીરભાઈ ની આગેવાની હેઠળ રેકોર્ડ બ્રેક ૫૪૨૩ બોટલ રક્ત એકઠું કરાયુ હતું.પાટીદાર સમાજ તથા યુવાવર્ગ માં મિતભાષી સ્વભાવ થી આગવું સ્થાન ધરાવતા સમીરભાઈ કોટડીયાનાં જન્મદિવસ નિમિતે તેમનાં મોબાઇલ નં.૯૯૨૫૧ ૦૦૦૮૧ ઉપર ઢેર સારી શુભેચ્છાઓ મળી રહી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
