News of Thursday, 13th March 2025
શહેર ભાજપ કારોબારી સભ્ય લલિતભાઇ વડેરિયા (કાળુમામા)નો કાલે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય તેમજ રઘુવંશી સમાજ અગ્રણી અને પ્રખર હિન્દુવાદી નેતા શ્રી લલીતભાઇ વડેરિયા (કાળુમામા)નો આવતીકાલે ૭૬મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.ે તેઓ કાળુમામાના હુલામણા નામથી જ ઓળખાય છે. જેઓ વડીયા-દેવળીના મૂળ વતની છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક રહીને રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદમાં મહામંત્રી, જન્માષ્ટમી સમિતિમાં વર્ષો સુધી કન્વીનર તરીકે તેમજ ભાજપમાં ૩ ટર્મ સુધી કોષાધ્યક્ષ, જુના વોર્ડ નંબર ૧૩, ૧૪માં પ્રભારી તરીકે વર્ષો સુધી જવાબદારી વહન કરી છે.
જીવદયાપ્રેમી કાળુમામા હાલમાં રાજકોટ શહેર ભાજપ કારોબારી સભ્ય, રાજકોટ નાગરિક સહકારી બેંક રૈયા બ્રાન્ચ/ પરાબજાર બ્રાન્ચમાં વર્ષોથી શાખા વિકાસ સમિતિના કન્વીનર તરીકે જવાબદારી વહન કરી હતી. ઉપરાંત જલારામ પ્રાર્થના મંદિર ઘંટેશ્વર-રાજકોટ ના ટ્રસ્ટી, જલારામ રઘુકુળ હોસ્પિટલના સલાહકાર સમિતિના સભ્ય, વડીયા-દેવડી મિત્ર મંડળના ચેરમેન, વડિયા ગૌશાળાના ટ્રસ્ટી, વડીયા સમૂહ લગ્ન સમિતિના મુખ્ય આયોજક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જેઓ ગુજરાત સરકાર રાજકોટ શહેર પોલીસની એકતા સમિતિ કમીટી મેમ્બર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
હાલના વોર્ડ નંબર ૨ ના વિસ્તારમાં ભાજપનું સંગઠન મજબૂત બનાવીને ભાજપનો ગઢ ઉભો કરવામાં તેમનો મુખ્ય સિંહ ફાળો રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેરના તમામ જ્યેષ્ઠી-શ્રેષ્ઠી તથા શુભેચ્છક મિત્ર વર્તુળાએ (મો.૯૮૯૮૦૭૧૪૫૦) ઉપર શુભેચ્છા પાઠવી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
