<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સુત્રાપાડાના ઉદ્યોગપતિ દિલાવરભાઇ મોરીનો જન્‍મદિન

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા., ૧૮:  સુત્રાપાડાના  ઉધોગ પતિ દિલાવરભાઈ મોરીનો આજે જન્‍મ દિવસ છે.

ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રનો પાયો મજબૂત રીતે પાથરી આ વિસ્‍તારમાં બાળકોના ભવીને ઉજળું બનાવવા પણ સફળ બની રહ્યા છે, શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણું નામ ધરાવે છે પોતાના ટ્રસ્‍ટ હેઠળ ધોરણ ૧ થી ૧૦ સુધી પ્રાથમિક અને માધ્‍યમિક ના વર્ગો માણસ વિદ્યાલયના નામથી શાળા ચલાવી જ્ઞાનની અમુલ્‍ય શિક્ષણ શીખવે છે. પોતાના ટ્રસ્‍ટ માં આઈ. ટી. આઈ.ના વિષયોની સાથે સાથે સામાજિક ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્રમાં પણ ઘણું મોટું નામ ધરાવે છે. તેમના સ્‍વ. પિતાશ્રી લખમણભાઈ ભામાભાઈ મોરી સુત્રાપાડા ખાતે ૪૦ વર્ષ સુધી સરપંચ પદે રહી સમગ્ર પંથકમાં ઉદ્યોગ ક્ષેત્રે ઘણું મહત્‍વનું યોગદાન આપેલ અને આગવું સ્‍થાન ધરાવતા હતા તેમના સમય દરમ્‍યાન આ વિસ્‍તારમાં પાંચ ખાંડસરી ફેકટરી, આપત જગદંબા (ખાંડસરી) તથા કાણેક બરડા (ભવાની ખાંડસરી) તે સમયમાં પોતાના કારડીયા રાજપૂત બધુ મેગેઝીનમાં તો ઔદ્યોગિક ક્ષેત્રે તો તેમના બિરલા ટાટા તરીકે બિરુદ આપવામાં આવેલ એકંદરે દિલવારસિંહભાઈ એ પોતાના પિતાશ્રીના સંસ્‍કારોને વારસો સાંભળી સામાજીક રાજકીય અને આધોગિક ક્ષેત્રે આગવું સ્‍થાન પ્રાપ્ત કરી રહયો છે.

હર હમ્‍મેશ જરુરીયાત મંદ લોકો સાથે ઊભા રહે છે. તેમજ પોતાની હોટેલ મૌર્ય ઈનમાં કોરોના વખતે બહાર ગામ થી આવતા સરકારી કર્મચારીઓને પણ ફ્રી માં રૂમ આપવામાં આવતો હતો. દિલાવરસિંહભાઈ મોરી મો. નં. ૭૩૮૩૪૩૨૩૨૪, ૯૯૦૪૦૩૦૯૦૮ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(4:48 PM IST)