<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

જામજોધપુર જૈન સોશ્‍યલ ગ્રુપના સ્‍થાપક પ્રમુખ પ્રો.સી. એમ. મહેતાનો જન્‍મદિન

જામજોધપુર, તા.૧: જામજોધપુર જૈન સોૈશ્‍યલ ગ્રૂપના સ્‍થાપક પ્રમુખ અને જામજોધપુર કોલેજના નિવૃત હેડ ડિપાર્ટમેન્‍ટ ઓફ ઇકોનોમીકસનો આજે પહેલી એપ્રીલના ૯૦ મો જન્‍મદિન છે. પ્રો. સી. એમ. મહેતા ૪૧ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે.

ભુતકાળમાં સોૈ.યુનિ.માં ચેરમેન બોર્ડ ઓફ ઇકોનોમિકસ તરીકે સતત ત્રણ ટર્મ સુધી સેવા આપી ચુકેલા છે. જે. એસ.જી. ઇન્‍ટરનેશનલ ફેડરેશન સોૈરાષ્‍ટ્ર રીજીયનમાં જોઇન્‍ટ સેક્રેટરી તેમજ વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવેલ છે. યુ. જી.સી. અભ્‍યાસક્રમોના સતર જેટલા પુસ્‍તકોમાં સહ-લેખક તરીકેની કામગીરી બજાવેલ છે. પ્રો.સી. એમ. મહેતાના આર્થિક અને સામાજીક લેખો સક્રીય રસ દાખવી રહ્યા છે. ઘણાવર્ષોથી ફ્રી મેરેજ બ્‍યુરોનું સંચાલન કરે છે. પ્રો. સી.એમ. મહેતાનો મો. નં. ૯૪૨૭૨ ૮૦૨૮૭ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહેલ છે. (૩.૪)

(10:32 AM IST)