News of Tuesday, 1st April 2025
ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રાનો જન્મદિવસ

ગોંડલઃતા.૧ ગોંડલ ના અગ્રણી ઉદ્યોગપતિ અને સુપ્રસિદ્ધ જગદીશ મંડપ ગ્રુપ ના પાયોનિયર જગદીશભાઈ ગણાત્રા નો આજે જન્મ દિવસ છે. તેમના યશશ્વી જીવન ના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે મિલનસાર સ્વભાવ ના લીધે સમગ્ર રઘુવંશી સમાજ માં તેમની એક આગવી ઓળખ છે તેમના મિત્ર વર્તુળ માં પણ સૌના ચાહિતા છે સેવાકીય ક્ષેત્રે તેઓ હર હમેશ અગ્રેસર રહે છે સૌને સાથે રાખી ને ચાલવું તેમનો સ્વભાવ થી આજે તેઓ ગોંડલ લોહાણા મહાજન ના પ્રમુખ પદે રહી સેવા આપી રહ્યા છે. સમાજ કે લોક ઉપયોગી કામ માં જગદીશભાઈ હરહંમેશ અગ્રેસર રહે છે. આ ઉપરાંત અનેક વિધ સેવાકીય ક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહેતા જગદીશભાઈ ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિ એ પણ ખુબજ નિકટતા થી જોડાયેલા છે. પૂ. જલારામબાપા અને પૂ. હરિચરણદાસજી મહારાજ માં અખૂટ શ્રદ્ધા ધરાવે છે સદા મુખ પર હાસ્ય રાખનાર જગદીશભાઈ કોઈ ના દુખે દૂખી તો કોઈ સુખે સુખી તેમનો જીવન મંત્ર છે. આજે તેમના જન્મદિન નિમિતે મોં. ૯૮૨૫૨૧૮૧૪૭ પર શુભેચ્છા મળી રહી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
