News of Tuesday, 1st April 2025
પંચાયત અને કૃષિ રાજય મંત્રી બચુભાઇ ખાબડનો જન્મદિન

રાજકોટ : રાજયના પંચાયત અને કૃષિ વિભાગના રાજય કક્ષાના મંત્રીશ્રી બચુભાઇ મગનભાઇ ખાબડનો જન્મ તા. ૧ એપ્રિલ ૧૯પપ ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિધાનસભામાં દાહોદ જિલ્લાના દેવગઢબારિયા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ધારાસભ્ય તરીકે ચોથી વખત ચૂંટાયા છે. ભૂતકાળમાં પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન વન અને પર્યાવરણ વગેરે વિભાગોના મંત્રી પદે રહી ચૂકયા છે. કોળી સમાજ ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે.
મો. ૯૯૭૮૪ ૦૬૩પ૩ ગાંધીનગર
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
