News of Friday, 4th April 2025
સાવરકુંડલા ઇલેકટ્રોનિકસ (મીડીયાના રિપોર્ટર) ફારૂક કાદરીનો જન્મદિન

સાવરકુંડલાઃ તા. ૪ સાપ્તાહિક અખબારથી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીનો શુભારંભ કરી ઈલેક્ટ્રોનિક મીડિયામાં સેવા આપતા ફારૂક કાદરીનો આજે જન્મ દિન છે, ૩૭ માં વર્ષમાં ્પ્રવેશતા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે છેલ્લા ૨૦ વર્ષથી અમરેલી જિલ્લાનાં પ્રશ્નોને વાચા આપીને પત્રકારત્વ ક્ષેત્રે હરણફાળ ભરેલા ફારૂક કાદરી સાવરકુંડલા ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરીને નિષ્ઠાવાન પત્રકાર યાકુબભાઈ રસભર્યાંથી પ્રેરણા લઈને સાપ્તાહિક અખબારથી નીડર પત્રકારત્વ કરવા કારકિર્દીનો આરંભ કરીને રાજ્યના નામાંકીત અખબારોમાં રીપોટીંગ કરી ચૂકેલા ફારૂક કાદરી અવધ ટાઇમ્સ, અમરેલી એકસપ્રેસ, ગુજરાત સમાચાર, દિવ્યભાસ્કર જેવા નામાંકિત અખબારોમાં રિપોટિંગ કરીને જી.એસ.ન્યુઝ, એબીપી અસ્મિતા બાદ હાલ દુનિયાંભરમાં લોકપ્રીય બી.બી.સી.ન્યુઝ અને PTI સાથે ગુજરાત રાજયમાં ઈલેકટ્રોનિક મીડિયામાં અભિગમથી અવ્વલના નિર્ધાર સાથે આરંભ થયેલી ગુજરાત નંબર ૧ ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ માં અમરેલી જિલ્લામાં રિપોર્ટર તરીકે સેવા આપતા ફારૂક કાદરીએ હવે દેશની એકમાત્ર નંબર ૧ ન્યુઝ ચેનલ આજતક માં રિપોર્ટર તરીકે કામગીરીઓ કરી રહ્યા છે ફારૂક કાદરી સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ પદે સેવા આપી ચૂકયા છે ફારુક કાદરી ના જન્મદિવસનાં અવસર પર રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને વિશાલ મિત્ર વર્તુળ દ્વારા મો.૯૮૭૯૫ ૬૦૧૬૦ પર શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
