ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓ વિરૂધ્ધ પોલીસની ‘‘સર્જીકલ સ્ટ્રાઈક'' : અમદાવાદ અને રાજકોટમાં મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશનઃ અમદાવાદમાં ૧૩૧ બાંગ્લાદેશીઓની અટકાયતઃ ૧૬૦ લોકોના દસ્તાવેજોની ચકાસણી : રાજકોટમાં પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવી ૩૧ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની કરી અટકાયતઃ આધાર-પાસપોર્ટ-વિઝા વગેરેની ચકાસણી11:04 AM IST
અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ટ્રમ્પ પ્રશાસન વિરૂદ્ધ ઐતિહાસિક મતદાન : ઈરાન સામે યુદ્ધ જાહેર કરવાની રાષ્ટ્રપતિની સૈન્ય સત્તાઓ પર અંકુશ મૂકતો પ્રસ્તાવ બહુમતીથી પસાર : વ્હાઇટ હાઉસના વિરોધ છતાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાંસદોએ સાથે મળીને યુદ્ધના અધિકારો સીમિત કરતા બિલને આપી મંજૂરી : મધ્ય પૂર્વમાં સૈન્ય તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એકતરફી સૈન્ય કાર્યવાહી કરવાની શક્તિઓ પર મોટો આંચકો5:51 AM IST
મધ્ય પૂર્વના ભીષણ યુદ્ધમાં શાંતિના સંકેત : અમેરિકાની મધ્યસ્થતા બાદ ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામના કરાર પર આખરી મહોર : વોશિંગ્ટન બેઠકમાં થયેલી ડીલ મુજબ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ મિલિશિયાએ હુમલા રોકી દક્ષિણ લિટાની સેક્ટરમાંથી પીછેહઠ કરવી પડશે : સરહદી વિવાદોના કાયમી ઉકેલ માટે બંને દેશો વચ્ચે હવે સીધી મંત્રણા યોજાશે6:08 AM IST
બિહારની જાણીતી પ્રસાદ હોસ્પિટલમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ : આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા ૧૦ થી વધુ દર્દીઓના કરુણ મોતની આશંકા : મુઝફ્ફરપુરના બ્રહ્મપુરા વિસ્તારની પાંચ માળની હોસ્પિટલમાં વહેલી સવારે ૩:૦૦ વાગ્યે લાગેલી આગના કારણે ઝેરી ધુમાડો ફેલાયો : ફાયર બ્રિગેડની ૧૨ ગાડીઓએ બારીઓ તોડીને ૨૦ થી વધુ દર્દીઓને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા : આગ લાગતાં જ ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓને ભગવાન ભરોસે મૂકીને ભાગી ગયા હોવાનો પરિજનોનો આક્રોશ7:18 AM IST
ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ1:24 AM IST
ભારતનું સુરક્ષા કવચ હવે વધુ અભેદ્ય બની: રશિયાથી આવેલ S-400 સુદર્શનનું ચોથું સ્ક્વોડ્રન વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો કરશે : માત્ર વિદેશી મિસાઈલ સિસ્ટમ જ નહીં, પણ સ્વદેશી 'પ્રોજેક્ટ કુશા' દ્વારા ભારત આકાશને સુરક્ષિત કરવા માટે મોટી તૈયારી: પાડોશી દેશોની સરહદો પર હવે સતર્કતાનો નવો અવાજ ગુંજી રહ્યો છે12:30 AM IST
હીરો મોટોકોર્પે ભારતની પહેલી Flex Fuel મોટરસાઇકલ પરથી પરદો હટાવ્યો : પોપ્યૂલર કમ્યૂટર બાઇક્સ Splendor+ અને HF Deluxeનું Flex Fuel વર્ઝન લોન્ચ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં આ બાઇક્સનું અનાવરણ11:21 PM IST
પેરિસમાં નોટ્રે ડેમ નીચે દટાયેલું ૨૦૦૦ વર્ષ જૂનું 'ગુપ્ત શહેર' મળ્યું! : ચર્ચની નીચે માત્ર ૧૩ ફૂટના ખોદકામમાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનના સિક્કા : રહસ્યમય લાલ લખાણવાળા વાસણો અને મધ્યયુગીન કાળના અકબંધ રહસ્યો બહાર આવતાં પુરાતત્વવિદો પણ ચોંકી ઉઠ્યા : ઇતિહાસની આ સદીની સૌથી મોટી અને રોમાંચક શોધ10:48 PM IST
CBSE નો મોટો છબરડો: ટ્રાયલ રનમાં ફેઈલ થયેલી OSM સિસ્ટમથી ધોરણ-૧૨ની ઉત્તરવહીઓ તપાસી : લાખો વિદ્યાર્થીઓનું પરિણામ બગડ્યું : જાન્યુઆરી ૨૦૨૬ના ટ્રાયલમાં જ ૩૬ ગંભીર ખામીઓ મળી હોવા છતાં બોર્ડે ચેતવણીઓને અવગણી ડિજિટલ માર્કિંગ થોપ્યું: ખોટા માર્ક્સ અને બ્લર ઉત્તરવહીઓના કારણે દેશભરમાં ભારે હોબાળો : કેન્દ્ર સરકારે તપાસ સમિતિની રચના કરી 10:47 PM IST
2047 સુધીમાં દરેક ઘરમાં નળથી શુદ્ધ જળ: બાકી રહેલા 3 કરોડ ઘરો માટે સરકારે ફાળવ્યા ₹1.5 લાખ કરોડ, સી.આર. પાટીલની મોટી જાહેરાત : 'જળ સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન હિસ્સો': પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું - પાણીના સંગ્રહ માટે મોટા માળખાકીય સુધારાની જરૂર છે.10:07 PM IST
પશ્ચિમ બંગાળમાં મહિલા સશક્તિકરણની નવી ભેટ: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ 'અન્નપૂર્ણા યોજના'નો કર્યો શુભારંભ, લાખો મહિલાઓના ખાતામાં સીધા જમા થયા ₹3,000 : અગાઉની યોજનાઓમાં થયેલી ગેરરીતિઓ ટાળવા સરકારે રાખ્યો વિશેષ અભિગમ; બે કરોડ મહિલાઓને લાભ આપવાનું લક્ષ્ય, પારદર્શિતા માટે યાદીઓ જાહેર કરાશે.10:05 PM IST
ઇસ્ટર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુશ્કેલીઓ વધી: કોર્ટે વિદેશ પ્રવાસ પર મૂક્યો પ્રતિબંધ : વર્ષ ૨૦૧૯ ના વિનાશક ઇસ્ટર સંડે હુમલાની તપાસમાં સીઆઈડીની મોટી કાર્યવાહી; ગોટાબાયા રાજપક્ષે સહિત બે ઉચ્ચ સૈન્ય અધિકારીઓના દેશ છોડવા પર પ્રતિબંધ, તપાસમાં અવરોધ આવવાની આશંકા.9:56 PM IST
શું ભારતીય કોર્પોરેટ જગત પર છે '૨૧મી સદીના જમીનદારો'નું વર્ચસ્વ? ઉદય કોટકના 'વેક-અપ કોલ' બાદ દિગ્ગજો વચ્ચે તીવ્ર શબ્દયુદ્ધ : નવમ કેપિટલના એમડી રાજીવ મંત્રીએ ભારતીય બિઝનેસ હાઉસની આકરી ટીકા કરી; પારિવારિક રાજવંશો અને 'લાઇસન્સ રાજ' જેવી માનસિકતા ભારતની ૨૦ ટ્રિલિયન ડોલરની અર્થતંત્ર બનવાની મહત્વાકાંક્ષામાં મોટો અવરોધ હોવાનો દાવો.7:28 PM IST
ઈરાનના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પર અમેરિકાનો આકરો પ્રહાર: ઈસ્લામિક શાસનને આર્થિક મદદ કરવાના આરોપમાં 'નોબિટેક્સ' પર પ્રતિબંધ : રોઇટર્સના ચોંકાવનારા ખુલાસા બાદ યુએસ ટ્રેઝરીની મોટી કાર્યવાહી; ઈરાની શાસન અને રિવોલ્યુશનરી ગાર્ડ માટે ડિજિટલ સંપત્તિ ટ્રાન્સફર કરવામાં એક્સચેન્જની ભૂમિકા હોવાનો આરોપ.7:19 PM IST
ઉડ્ડયન ક્ષેત્રે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક: એરલાઇન્સ અને મુસાફરોને વૈશ્વિક કટોકટીમાંથી ઉગારવા ₹૧૦,૦૦૦ કરોડના ખાસ પેકેજની જાહેરાત : મધ્ય પૂર્વના મહાયુદ્ધ વચ્ચે માત્ર બે મહિનામાં જેટ ફ્યુઅલના ભાવ ૨.૫ ગણા વધતાં કેન્દ્ર સરકારે બનાવ્યું 'સ્થિરીકરણ ભંડોળ' : ઘરેલું ફ્લાઇટ્સ માટે ATF નો ભાવ ₹૭૫.૬ પ્રતિ લિટર પર લોક કરી હવાઈ મુસાફરી સસ્તી રાખી7:19 PM IST
મોદી સરકારની મેગા ભેટ: બિહાર, ઓડિશા સહિત ૫ રાજ્યો માટે કરોડોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કેબિનેટની મંજૂરી : દિલ્હી-NCR માં પ્રદૂષણ મુક્તિ માટે જૂના વાહનો બદલવા ₹૯,૫૮૫ કરોડના પેકેજની જાહેરાત : જ્યારે ઓડિશાને નવો કોસ્ટલ હાઇવે અને બિહાર-એમપીમાં નેશનલ હાઇવેના અપગ્રેડેશનથી આર્થિક વિકાસને મળશે નવી પાંખો7:18 PM IST
ભીલવાડા ધર્માંતરણ કૌભાંડ: નોકરીની લાલચે હિન્દુ મહિલા સાથે બળાત્કાર ગુજારી દરગાહમાં બળજબરીથી કલમા પઢાવ્યા : અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ દ્વારા દિલ્હી લઈ જઈ નિકાહ કરવા મજબૂર કરી : પીડિતાના ૨૦ લાખ રૂપિયા અને દાગીના લૂંટી નમાઝ તેમજ માંસાહારી ખોરાક ખાવા ત્રાસ આપનાર મુખ્ય આરોપી શાહિદ મન્સૂરીની ધરપકડ7:17 PM IST
ગુજરાતમાં ફૂટબોલ ક્રાંતિ : રાજ્યમાં ૭,૩૬૩ સક્રિય ખેલાડીઓ : જીએસએફએના પ્રમુખ પરિમલભાઈ નથવાણીના અધ્યક્ષસ્થાને ૪૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : શુભાંગી સિંઘે એએફસી અંડર-૨૦માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું અને ખુશ્બુ સરોજે ટીમમાં સ્થાન મેળવ્યું : આગામી સમયમાં બીચ સોકર અને ફૂટસાલ ટુર્નામેન્ટો વધુ ગતિમાન બનાવવાનો સંકલ્પ6:20 PM IST
વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે અમેરિકાનું અત્યંત આકરું વલણ : બંધુઆ મજૂરીના મુદ્દે ભારત, ચીન અને જાપાન સહિત ૬૦ દેશ પર ૧૨.૫ ટકા સુધીનો ટેરિફ લાદવાની યુએસની દરખાસ્ત : ઓફિસ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા ટ્રેડ એક્ટના સેક્શન ૩૦૧ હેઠળ મોટો નિર્ણય : અમેરિકી શ્રમિકો માટે અસમાન સ્થિતિ ઊભી કરનારા દેશો સામે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરની લાલ આંખ 10:39 AM IST
લલિત મોદીએ મોદી સ્ટેડિયમને તોડીને આધુનિક સુવિધાઓ સાથે નવેસરથી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી : માત્ર મેચ માટે જ નહીં, મોદી સ્ટેડિયમને ૩૬૫ દિવસ ધમધમતું રાખવા માટે લલિત મોદીએ તેને તોડીને ફરીથી બનાવવાનો આપ્યો વિચાર લલિત મોદીએ સ્ટેડિયમમાં આધુનિક એસ્કેલેટર, આધુનિક કિચન અને આધુનિક રેસ્ટોરન્ટ્સ હોવા જોઈએઃ તેને ૩૬૫ દિવસનું ડેસ્ટિનેશન બનાવવું જોઈએઃ મોલ, ફાઈવ સ્ટાર બાથરૂમ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર ભાર મૂક્યો.3:20 PM IST
શેરબજારમાં જોરદાર 'યુ-ટર્ન' : વિદેશી બોન્ડ પર ટેક્સ ઘટાડાના અહેવાલે સેન્સેક્સ દિવસના તળિયેથી 854 પોઈન્ટ રિકવર થઈ 74,346 અને નિફ્ટી 23,405 પર બંધ : આઈટી સેક્ટરમાં કડાકા છતાં વિદેશી રોકાણકારોને ટેક્સમાં રાહત આપવાની સરકારની યોજનાથી બજાર ચમક્યું : TCS અને ઇન્ફોસિસ જેવા દિગ્ગજ શેરો 8.43% સુધી ગગડ્યા, સામે એસબીઆઈ અને ઇન્ડિગોમાં ખરીદી4:37 PM IST
વૈશ્વિક બજારમાં સોનાની માંગમાં જોરદાર ઉછાળો : યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) ના અહેવાલમાં વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા ગોલ્ડ રિઝર્વ વધારવાનો ચોંકાવનારો ખુલાસો : વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે સોનું બન્યું સૌથી સુરક્ષિત રોકાણ : સેન્ટ્રલ બેંકોની આક્રમક ખરીદીથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ આસમાને પહોંચવાની ધારણા1:30 PM IST
પશ્ચિમ એશિયાના યુદ્ધમાં કુવૈત એરપોર્ટ પર ઈરાનનો ભયાનક મિસાઈલ અને ડ્રોન હુમલો : ટર્મિનલ-૧ પર ભારે તબાહી વચ્ચે ઈમરજન્સી લાગુ : એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સની અવરજવર રાતોરાત બંધ કરાતા સન્નાટો : અનેક લોકો લોહીલુહાણ : અમેરિકી સેનાએ જવાબી કાર્યવાહીમાં ઈરાનના કેશ્મ ટાપુ પર બોમ્બમારો કરી ડ્રોન તોડી પાડ્યા 2:08 PM IST
આરબીઆઈ (RBI) ની એમપીસી (MPC) ની બેઠક પૂર્ણ : નાણાકીય નીતિની સમીક્ષા બાદ રેપો રેટ અંગે રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય : મોંઘવારી અને આર્થિક વિકાસ દર વચ્ચે સંતુલન જાળવવા સેન્ટ્રલ બેંકની આકરી કવાયત : ધિરાણ નીતિની જાહેરાતોથી હોમ લોન અને ઓટો લોન લેનારા ગ્રાહકો સહિત સમગ્ર નાણાકીય ક્ષેત્ર પર વ્યાપક અસરોની સંભાવના1:28 PM IST
શેરબજારના રોકાણકારો માટે એનએસડીએલ (NSDL) નો ઐતિહાસિક નિર્ણય : હવેથી ડીઆઈઆઈ (DII) ના રોકાણના આંકડાનું દરરોજ થશે લાઈવ રિપોર્ટિંગ* : બજારમાં પારદર્શિતા વધારવા અને રિટેલ ઈન્વેસ્ટર્સના હિતોના રક્ષણ માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડનું મોટું કદમ : ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની દૈનિક ગતિવિધિઓ પર નજર રાખવી બનશે સરળ3:37 PM IST
જાપાનમાં ભયાનક ટ્રોપિકલ વાવાઝોડું 'જંગમી' ત્રાટક્યું : અતિભારે વરસાદની ચેતવણી સાથે ૯૦૦ થી વધુ ફ્લાઈટ્સ રદ કરાતા લાખો મુસાફરો અટવાયા : કુદરતી આફતના પગલે જાપાન સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કર્યું : બુલેટ ટ્રેન સહિતનો વાહનવ્યવહાર ઠપ્પ, પૂર અને ભૂસ્ખલનની આશંકા વચ્ચે લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ1:26 PM IST
TikTokના માલિકે ઇતિહાસ રચ્યોઃ મુકેશ અંબાણીને પછાડી છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા! : ઝાંગની કુલ સંપત્તિ $૯૨.૮ બિલિયન સુધી પહોંચીઃ ByteDanceની ઝડપથી વધતી લોકપ્રિયતા અને તેના ડિજિટલ પ્લેટફોર્મની સફળતાએ ઝાંગની સંપત્તિને નવી ઊંચાઈઓ પર પહોંચાડી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $૮૬.૯ બિલિયનની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા 10:06 AM IST
દ્રશ્યમ ફિલ્મ સ્ટાઈલમાં રચ્યું ષડયંત્રઃ પ્રેમીને ઘરે બોલાવી હત્યા : લાશને ઘરની અંદર જ છુપાવી દેવામાં આવીઃ રાત્રે, દંપતીએ શરીરને કોથળામાં ભરીને લઈ જવાનો પ્રયાસ કર્યો : ગ્રાઇન્ડર મશીન ખરીદ્યું અને શરીરના હાથ-પગ કાપી નાખ્યાઃ આ શરીરના ટુકડાને જંગલમાં લઈ જવામાં આવ્યા અને પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી10:15 AM IST
સપ્લાય ચેઇન ખોરવાતાં ડ્રાયફ્રૂટના ભાવ વધવાનાં એંધાણ : દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન પિસ્તા, બદામ, અંજીર, ખજૂર અને અન્ય ડ્રાયફ્રૂટ્સની કિંમતો ગ્રાહકોનાં ખિસ્સાં પર ભાર મૂકે એવી શક્યતા : શિપિંગ, પરિવહન, વીમા, ફ્રેટ ચાર્જ અને યુદ્ધ સંબંધિત વધારાના ખર્ચને કારણે સમગ્ર સપ્લાય ચેઇન મોંઘી બની ગઈ છે. તેની સીધી અસર બજારમાં કિમતો પર જોવા મળી રહી છે10:13 AM IST
રહસ્ય લોક : શું આપણે કોઈ તરફ નજર કરીએ ત્યારે જ તે વસ્તુ વાસ્તવિકતામાં સર્જાય છે? ક્વોન્ટમ ફિઝિક્સનો સૌથી મોટો ચોંકાવનારો વિસ્ફોટ : પ્રખ્યાત ‘ડબલ સ્લિટ પ્રયોગ' સાબિત કરે છે કે આપણું વિશ્વ એક અત્યાધુનિક સિમ્યુલેશન (માયાવી પ્રોગ્રામ) છે : વિડીયો ગેમની જેમ જ કામ કરે છે આપણું બ્રહ્માંડઃ જોનાર વ્યક્તિ હાજર ન હોય તો બ્રહ્માંડ માત્ર ડેટા બનીને હવામાં તરતું રહે છે10:32 AM IST
સમાચારો ઉડતી નજરે11:48 AM IST
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પડોશી દેશો સહિત વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો : યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોનો દાવો - પરમાણુ કરાર પર ચર્ચા કરવા ઈરાન તૈયાર, બીજી તરફ તેહરાને શાંતિ વાર્તા બંધ કરી હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણ બંધ કરવાની આપી ચેતવણી : અમેરિકી સેનેટની ફોરેન રિલેશન્સ કમિટી સમક્ષ માર્કો રુબિયોએ ઈરાનની નૌકાસેના સમુદ્રના તળિયે હોવાનો અને મિસાઈલ ક્ષમતા ધ્વસ્ત થયાનો કર્યો દાવો : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત ચાલુ હોવાની પુષ્ટિ કરી, જ્યારે ઈરાને ઈઝરાયેલના લેબનોન ઓપરેશનને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવી મધ્યસ્થીઓ દ્વારા સંદેશા વ્યવહાર અટકાવ્યો11:03 PM IST
IIT રૂરકીના ગ્રેજ્યુએટનો 'આધ્યાત્મિક' ચહેરો બેનકાબ: કારકિર્દીના નામે મહિલાઓને આશ્રમમાં બોલાવી નશીલો પ્રસાદ આપી દુષ્કર્મ આચરનાર 'ઢોંગી બાબા'ની ધરપકડ! : મથુરાના રાધા કુંડમાં ચાલતું હતું ભયાનક કૌભાંડ: યુવતીઓને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો પડાવનાર આરોપીના આશ્રમમાંથી અન્ય લોકોને પણ કરાયા મુક્ત9:30 PM IST
કર્ણાટક વાલ્મીકિ કૌભાંડનો ચોંકાવનારો ઘટસ્ફોટ: પૂર્વ મંત્રી બી નાગેન્દ્રને લાંચમાં મળ્યા ૧.૨ કરોડ, CBI ની ચાર્જશીટમાં કૌભાંડના કાળા કારનામા બેનકાબ! : ૧૮૭ કરોડની છેતરપિંડી, ૬૦૦ બેંક ખાતાઓની જાળ અને બનાવટી રબર સીલનો ઉપયોગ: હૈદરાબાદથી બેંગલુરુ સુધી ફેલાયેલા કૌભાંડના તાર, અનેક અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ પર કાર્યવાહી9:33 PM IST
અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી સલીમ ડોલાના ડ્રગ્સ સિન્ડિકેટ પર ઈડીનો પ્રચંડ પ્રહાર : મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ અને ગુજરાતના ૨૦ સ્થળોએ એકસાથે દરોડા : ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિતના ઠેકાણાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સર્ચ ઓપરેશન : ઈન્ટરપોલની મદદથી તુર્કીથી લવાયેલા ૫૯ વર્ષના સલીમ ઇસ્માઇલ ડોલાના કરોડોના હવાલા નેટવર્ક અને બેનામી સંપત્તિઓ પર તપાસનો સિંજો10:38 PM IST
ટોલ પ્લાઝા પર હવે નોકરશાહીને મંજૂરી નહીં : VIP લોકોએ પૈસા છૂટા કરવા પડશે: નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ : હાલની સિસ્ટમ હેઠળ દેશભરના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઘણા સરકારી વાહનો અને અધિકારીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાઈ છે જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, સંસદસભ્યો અને કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓના વાહનોનો સમાવેશ 11:22 PM IST
AIIMS ભોપાલના ડોકટરોની કમાલ :એક જ ઓપરેશનમાં દર્દીના બે અલગ અલગ અંગોમાં કેન્સરની સફળતાપૂર્વક સારવાર કરી : ભોપાલ સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડોકટરોએ એક જ ઓપરેશનમાં બે અલગ અલગ અંગોમાં પ્રાથમિક કેન્સરની સફળતાપૂર્વક સારવાર કરીને 52 વર્ષીય દર્દીને નવું જીવન આપ્યું 12:42 AM IST
ઈરાન સાથેની સમજૂતી મુદ્દે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા તેવરઃ ૨૭ મેની કેબિનેટ બેઠકમાં ઓમાન દેશને બોમ્બથી ઉડાવી દેવાની ખુલ્લી ધમકી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની છેલ્લી જાહેર ઉપસ્થિતિમાં ભયંકર ગર્જનાઃ ૨૭ મેની કેબિનેટ બેઠકમાં ઈરાન અને ઓમાનને સીધી ચેતવણી આપી ખળભળાટ મચાવ્યો:અમેરિકન મધ્યસત્ર ચૂંટણીઓ સુધી સમય પસાર કરવાના ઈરાનના પેંતરાને ટ્રમ્પે ખુલ્લો પાડ્યોઃ ઈરાનમાં ૨૫૦ ટકા ફુગાવો હોવાનો દાવો કરતા મંત્રણાઓ નિર્ણાયક તબક્કામાં1:35 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાબંધ પડેલી ડેરીથી આત્મનિર્ભરતાની દિશામાં : ગરૂડેશ્વર તાલુકાના જીતપુરા ગામની મહિલાઓએ લખી સફળતાની નવી ગાથા : મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની શ્રીજી મહિલા દૂધ ઉત્પાદક મંડળી:એક વર્ષમાં 15 લિટરથી 500 લિટર દૈનિક દૂધ સંગ્રહ સુધીની સફર, રૂપિયા 7 લાખની સહાયથી ચિલિંગ પ્લાન્ટ સહિત આધુનિક સુવિધાઓ પ્રાપ્ત 10:32 PM IST
વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશન બહાર એસીબીના પીઆઈ એન બી સોલંકીની ટ્રેપ : લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા રંગેહાથ ઝડપાયા : એએસઆઈ કિશોરભાઈ ગાંવિત ફરાર : પ્રોહિબિશનના કેસમાં લોકઅપમાં ન પૂરવા અને હેરાન ન કરવાના અવેજ પેટે બાકી રહેતા ₹૫ હજાર સ્વીકારતા એસીબીએ દબોચ્યા : મદદનીશ નિયામક આર આર ચૌધરી અને ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબીની સફળ કાર્યવાહી10:01 PM IST
સુરતમાં પોલીસ દ્વારા ગેરકાયદે વસવાટ કરનારાને પકડી પાડવા મેગા સર્ચ ઓપરેશન:261 શંકાસ્પદ લોકોની તપાસ: 84 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા : પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ભેસ્તાન, ઉધના, પાંડેસરા, પુણા, રાંદેર, અમરોલી, સચિન, અઠવા, કોસાડ અને ચોકબજાર જેવા શ્રમિક અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ: બંગાળ સરહદના એજન્ટો દ્વારા નકલી દસ્તાવેજો બનાવી સુરત લાવવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ8:48 PM IST
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં : ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : ₹7689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પેકેજ VI અને VII) નું લોકાર્પણ : NH-56ના અપગ્રેડેશન હેઠળ ધમાસીયા–બિટાડા અને નસારપોર–મલોથા સેક્શનને ફોર-લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત: હજીરામાં ₹149 કરોડના ખર્ચે બનશે 6-લેન અંડરપાસ અને ફ્લાયઓવર, ભારે વાહનોની અવરજવર બનશે સુગમ 8:04 PM IST
'ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ: ૭૮૨થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ ચાલુ : રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી તેમના પર કાયદાનો સકંજો કસી બાંગ્લાદેશ મોકલાશે: કાયદાનો ભંગ કરી આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે: હર્ષ સંઘવી: બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી ૬૨૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ: રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ7:30 PM IST
વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધનથી ગુજરાતના જાહેર જીવનમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ : સદગતના માનમાં કેબિનેટ બેઠકમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો : ૮ ટર્મ સુધી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનારા 'યોગેશ કાકા' સાદગી અને અજોડ જનસેવા માટે સદાય યાદ રહેશે, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સદગતના જીવન-કવનને વાગોળ્યું5:03 PM IST
દેશમાં સર્વપ્રથમવાર: ગુજરાતમાં 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય : ગુજરાતમાં ઉદ્યોગો માટે જેમ ‘ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ’ કાર્યરત છે, તેમ હવે સેવા ક્ષેત્ર માટે અલાયદું “સર્વિસ કમિશનરેટ” કાર્યરત થશે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાત બનશે દેશનું હબ : કમિશનરેટમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૧૦૦ કરોડના 'સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ’ની જોગવાઈ : સર્વિસ સેક્ટરના આઇટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના MSMEs અને સ્ટાર્ટઅપ્સને મળશે વેગ4:52 PM IST
ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરો સામે ગૃહ વિભાગની પ્રચંડ લાલ આંખ : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશથી અમદાવાદ - રાજકોટ સહિત રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશનમાં અનેક શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા : અમદાવાદના ચંદોલા, ગુલાબનગર અને ખોડિયારનગરમાં મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ ત્રાટકી : ૨૯૦ થી વધુ શંકાસ્પદો કસ્ટડીમાં : જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ૧૩૧ ની ધરપકડ અને ૧૬૦ થી વધુ ઘૂસણખોરોની સઘન પૂછપરછ શરૂ10:56 AM IST
હવે ગુજરાતના શહેરો બનશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને આપી મંજૂરી: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : આ મિશન હેઠળ રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૧ નગરપાલિકાઓ વાયર ફ્રી બનશે : વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજ લાઈનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરાશે : કુદરતી આફતો સામે જનજીવન વધુ સુરક્ષિત બનશે અને નાગરિકોને વિના વિક્ષેપ ગુણવત્તાયુક્ત વીજળી મળશે4:24 PM IST
શુક્રવારે સુરત આવતા વડાપ્રધાનઃ દિલ્હીથી SPGનું આગમનઃ કાર્યક્રમ સ્થળોની ચકાસણીનો ભારે ધમધમાટ : વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ આવતા હોવાથી ધારાસભ્યો અને કોર્પોરેટરોને ઇલેક્ટ્રિક વાહનમાં આવવા અથવા પગપાળા આવવા રાજ્ય સરકાર દ્વારા સૂચનાઃ કાર્યક્રમ સ્થળે ખાસ ચાર્જિંગ પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાતે સુકાન સંભાળ્યું: ASL સમયે સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ, ટ્રાફિક બ્રાન્ચ વડા સજ્જનસિંહ પરમાર અને એડી સીપી મહેન્દ્ર બગડિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા : ક્રાઈમ બ્રાન્ચ, લ્બ્ઞ્, ભ્ઘ્ગ્ એક્ટિવ મોડમાં: કરણરાજ વાઘેલા, બલરામ મીના વિગેરે સક્રિયઃ હજીરા ખાતે સુરક્ષા વ્યવસ્થાના નિયમોનું ચુસ્ત પાલનઃ સેન્ટ્રલ શણુ અને ષ્ટળં સાથે સીપી દ્વારા સંકલન3:07 PM IST
ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ : સુરેન્દ્રનગરના સાયલામાં સૌથી વધુ ૨.૩૨ ઇંચ અને મહીસાગરના કડાણામાં ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સત્તાવાર આંકડા : રાજ્યના ૧૦ જિલ્લાના ૨૧ તાલુકાઓમાં મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી : પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ નોંધપાત્ર ઝાપટાં6:47 AM IST
દેડીયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ઈ-રિક્ષા યોજના વિવાદમાં : ઈ-રિક્ષા યોજનામાં કરોડોનું કૌભાંડ? : માનવ અધિકાર સુરક્ષા પરિષદની ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રજૂઆત: ગ્રામ પંચાયતોમાં કાગળ પર દોડતી ઈ-રિક્ષા, જમીન પરથી ગાયબ: સરકારી નાણાંના ગેરવપરાશના ગંભીર આક્ષેપ10:45 PM IST
સુરત મનપાના આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશભાઈ નટવરલાલ મોદી પાણીની લાઈનનું બિલ મંજૂર કરવા ₹૪૫ હજારની લાંચ લેતા એસીબીના પીઆઈ કે જે ધડુકની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો : મદદનીશ નિયામક આર આર ચૌધરી અને ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલના સુપરવિઝનમાં ઉધના ઝોન ઓફિસના ગેટ બહાર સફળ ઓપરેશન : અગાઉ ૨૦૨૧માં પણ રાંદેર ઝોનમાં ₹૧૫ હજારની લાંચ લેતા પકડાયેલા ભ્રષ્ટ અધિકારી બીજી વાર ટ્રેપ થયા10:01 PM IST
રાજ્યના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ :આગામી 2 થી 3 કલાક માટે ભારે વરસાદ અને વીજળીનું એલર્ટ જાહેર : અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ખેડા, મહિસાગર, રાજકોટ, વડોદરા અને વલસાડ જેવા રેડ વોર્નિંગ ધરાવતા વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મીમી વરસાદની આશંકા સાથે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે9:00 PM IST
ગુજરાતમાં રાસાયણિક ખાતરનો અસંતુલિત વપરાશ ઘટાડવા ‘ખેત બચાવો અભિયાન' :પ્રથમ બે દિવસમાં જ ૧૦ હજારથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું : રાજ્યના ૮,૦૦૦ ગામોના ૬ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો લક્ષ્યાંક: વૈજ્ઞાનિક માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી ખેતર સુરક્ષિત અને ખેડૂત સમૃદ્ધ બનશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી8:29 PM IST
અમદાવાદ ગ્રામ્યના બોપલમાં એસએમસીના પીઆઈ એ જે ચૌહાણનો સપાટો : અશોક પાન પાર્લરમાંથી ઈ-સિગારેટના જથ્થા સાથે હર્ષિલ શાહ ઝડપાયો : સપ્લાયર વિકી મારવાડી અને તાહિર વોન્ટેડ : જુઓ વિડીયો : સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ₹૧.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : પ્રતિબંધિત વેપાર બદલ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ : કાલુપુર અને વેજલપુરના બે મુખ્ય સપ્લાયરોની શોધખોળ શરૂ8:35 PM IST
ગુજરાત સરકારનો મોટો નિર્ણય :આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતી (NA)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા પર રોક : આ નિર્ણયથી વિવિધ વિકાસ યોજનાઓ અને સંપાદન પ્રક્રિયામાં આવતી જમીનો સાથે જોડાયેલા સોદાઓ પર અસર થઈ શકે:જમીન ખરીદી-વેચાણ અને રોકાણ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં નવી પરિસ્થિતિ સર્જાઈ શકે7:48 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતને આપશે ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ : વડાપ્રધાન GIDC હેઠળ ભરૂચમાં ₹894 કરોડથી વધુના અને વલસાડમાં ₹169.3 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે: દહેજ PCPIR ખાતે પ્રદૂષિત પાણીના અસરકારક નિકાલ માટે ₹474.61 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે: જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેન નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેનની સુવિધાઓથી ફાર્મા ક્લસ્ટરના વિકાસને મળશે નવી ગતિ7:12 PM IST
ચોમાસા પૂર્વે ગુજરાત એલર્ટ: 'ઝીરો કેઝ્યુઆલિટી'ના લક્ષ્ય સાથે વહીવટીતંત્ર સજ્જ: મુખ્ય સચિવ એમ. કે. દાસ : મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ: સંબંધિત વિભાગો-કેન્દ્રીય સુરક્ષા દળોએ ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા: રાજ્યમાં બચાવ કામગીરી માટે NDRFની ૧૪ અને SDRFની ૨૨ ટીમો તૈયાર6:58 PM IST
અરવલ્લીના બાયડ પાસે એસએમસીના પીઆઈ એસ એમ જાડેજાની રેડ : ચાપરિયા ગામમાંથી ₹૩૨.૫૧ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની ૪,૫૬૮ બોટલો ઝડપાઈ : જુઓ વિડીયો : વાહનોના માલિક, ડ્રાઈવર, ક્લીનર, સપ્લાયર અને ગ્રાહક સહિત ૭ આરોપીઓ વોન્ટેડ જાહેર : ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ 3:15 PM IST
"Healthcare with Humanity" : ગુજરાત રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ : યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટનો રેકોર્ડ: ગત વર્ષે ૮,૫૦૪ સફળ હૃદયના ઓપરેશન અને ૩.૯૪ લાખથી વધુ OPD ચકાસણી:- આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યશીલ4:55 PM IST
12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના : ગુજરાતના દરેક જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે : ૦૮ થી ૧૪ જૂન , 2026 દરમિયાન જિલ્લા મથકોએ સંમેલનનું આયોજન : "બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના" વિષય પર મહાનુભાવો વક્તવ્યો આપશે : પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ, તજજ્ઞો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે 3:55 PM IST
રાજકોટ નાગરિક સહકારી બેંકની ગાંધીનગર શાખાનો ૧૨માં વર્ષમાં ભવ્ય મંગલ પ્રવેશ : સેક્ટર-૨૧ બ્રાન્ચ પરિસર ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો મહોત્સવ : પૂજા અર્ચના, સ્ટાફ સન્માન અને ભોજન પ્રસાદ સાથે યોજાયો કાર્યક્રમ : ભાડાના મકાનથી સ્વ-ભવન સુધીની સફર અને ૧૪૫ કરોડના બિઝનેસ બદલ ચેરમેન અને મહાનુભાવોએ સ્ટાફને બિરદાવ્યો 11:33 AM IST
રાજકોટમાં ઘૂસણખોરોને શોધવા ૩૧ની પુછતાછઃ પાંચ મહિલા શંકામાં : બાંગ્લાદેશીઓને શોધવા રાજકોટ પોલીસનું રાતભર ઓપરેશનઃ ૨૦૦ને ચકાસ્યાઃ પોલીસ કમિશનરની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી, પોલીસ સ્ટેશનોની ૧૩ ટીમોએ ઠેકઠેકાણે દરોડા પાડી શકમંદોના આધાર પુરાવા ચેક કર્યા : એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને પોલીસ સ્ટેશનોના ચુનંદા જવાનોની ૧૩ ટીમો બનાવી શહેરભરમાં ચેકીંગઃ દરોડાઃ શકમંદોના લોકેશનને આધારે ત્યાં પહોંચી પુરાવા ચેક કરાયાઃ ૨૦૦ જેટલા શંકાસ્પદ ફોન કોલ્સની ડીટેઇલને આધારે ઠેકઠેકાણે તપાસ2:51 PM IST
હાસ્ય, રોમાન્સ અને કૌટુંબીક મૂલ્યોની સફર કરાવતી ફિલ્મઃ ''NRI દુલ્હન'' : શુક્રવારથી સીનેમાઘરોમાં છવાઈ જશેઃ વિદેશી ઘેલછા સામે સ્વદેશી સંસ્કૃતિ તરફ વાળવાનો સંદેશઃ મોટાભાગનું શુટીંગ મુંબઈ, અમદાવાદ અને હાલોલમાં થયું: સ્ટાર કાસ્ટના ધર્મેશ વ્યાસ, ગ્રીવા કંસારા, ડાયરેક્ટર રફીકભાઈ પઠાણ અને નિર્માતા વિપૂલ સંઘવીએ ‘અકિલા' ખાતે વર્ણવી રસપ્રદ વિગતો4:07 PM IST
કુવાડવા રોડ પરથી જસદણ લીલાપુરનો યોગેશ અને પિયુષ બિહારીને એસઓજીએ ગાંજા સાથે દબોચ્યા : બંને મિત્રો દાહોદ તરફથી ૧.૪ કિલો ગાંજો લાવ્યાઃ વેંચે એ પહેલા પકડાઇ ગયા : એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ સિધ્ધરાજસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહીઃ ઉપેન્દ્રસિંહ ઝાલા અને જયદિપસિંહની બાતમી11:04 AM IST
ગ્રામ પંચાયતોની ચુંટણીની પૂર્વ તૈયારીઓ શરૂઃ રાજયભરના કલેકટરો સાથે કાલે રાજય ચૂંટણી પંચની ખાસ વીસી : અનુસૂચિત આદિજાતિના વિજેતા થયેલ ઉમેદવારો પૈકી વિશ્લેષણ સમિતિનો મોકલવાના બાકી કેસો અંગે નિર્ણય.. મ્યુ.કમીશનર-કલેકટરોને હાજર રહેવા આદેશોઃ તાજેતરની યોજાયેલ ચુંટણીના ખર્ચના હિસાબોની સમીક્ષા થશે..3:42 PM IST
સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો: ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ : સાયલા પંથકમાં કરા પડ્યા : સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ : સાયલા, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા તાલુકાઓમાં પણ વરસાદ: સાયલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો 11:42 PM IST
જો વહેલું નિદાન થાય તો ક્લબફૂટ જેવી બીમારીનો ઈલાજ શક્ય, અદાણી અને અનુષ્કા ફાઉન્ડેશન સાથે મળી ૧૦ હજાર બાળકોની કરશે સારવાર: ડો. પ્રીતિબેન અદાણી : જન્મ સમયે બાળકોના પગ અંદર તરફ વળેલા હોય તેને ક્લબ ફૂટ કહે છે, પાંચ રાજ્યોના ૬૧ જિલ્લાઓમાં ૬૭ ક્લબ ફુટ કિલનિકોની સારવાર માટેની ક્ષમતાનું વિસ્તરણ કરાશે10:01 PM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બાંગ્લાદેશી ઝડપાયો10:23 AM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસે ચોરીના ₹20.10 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપ્યા, 25 હજાર કિલો લોખંડના સળિયા તથા ટ્રેક્ટર તથા ચોર ખાનાવાળી ટ્રોલી કબ્જે : પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય,દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસની કાર્યવાહી : ગુરુમુખદાસ કન્સ્ટ્રક્શનની સાઇટમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ, ટ્રેક્ટર-ટ્રોલી સહિત મુદ્દામાલ રિકવર3:56 PM IST
જામનગરમાં 7 જૂનના રોજ યોજાનારી જી.પી.એસ.સી. પ્રીલિમ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રોની 100 મીટર હદમાં કોપીયર મશીન, મોબાઈલ અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું જારી, સવારે 10:30 થી બપોરે 3:30 સુધી પ્રતિબંધ અમલી, ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા કલમ 223 હેઠળ શિક્ષા 2:50 PM IST
પીજીવીસીએલની સબ-ડિવિઝન કચેરી વીરપુરને બદલે જેતપુરમાં શરૂ કરાતાં રોષ : ગોંડલના ધક્કામાંથી મુક્તિ આપવા સરકારે વીરપુર માટે કચેરી મંજૂર કરી, પણ રાજકીય ઈશારે જેતપુર ભેગી કરી દેવાઈ હોવાનો જનતાનો આક્ષેપ : સ્થાનિક ફોલ્ટ સેન્ટર રામભરોસેઃ ભરઉનાળે વીરપુરવાસીઓ અને બહારથી આવતા હજારો યાત્રિકો વીજ કાપ અને લો-વોલ્ટેજની સમસ્યાથી ત્રાહિમામ્1:18 PM IST
અધિક જેઠ માસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન : ફૂલોના ભવ્ય શણગારથી ભક્તો ધન્ય : હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ વાદ્યો વગાડીને કરાય છે પ્રસન્ન : શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અને શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ અખાત્રીજના પાવન દિને મોતી-ગુલાબની પાંખડીના વાઘા અને ઓર્કિડ-મોગરાના શણગાર, અથાણાં-મીઠાઈનો છપ્પન ભોગ ધરાવાયો, 15 જૂન સુધી હનુમાન ચાલીસા યજ્ઞ 8:47 PM IST
જાપાનની ધરતી પર પાકિસ્તાનની મોટી ગુસ્તાખી, ભારે ખળભળાટ: મસ્જિદના લોકાર્પણ મુદ્દે જાપાન સરકાર લાલચોળ: ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કડક તૈયારી : નિયમોને ઘોળીને પી જતાં પાકિસ્તાનીઓ સામે જાપાનનો આક્રોશ: ડિપ્લોમેટિક મોરચે ભારે તણાવ: ગમે ત્યારે ધાર્મિક સ્થળ પર કાનૂની હથોડો ઝીંકાવાની પ્રબળ શક્યતાથી વૈશ્વિક સ્તરે સનસનાટી5:30 PM IST
મિડલ ઈસ્ટમાં ભયાનક સંગ્રામ, નેતન્યાહૂની અમેરિકાને ખુલ્લી ચેલેન્જ: સીઝફાયરના આદેશો વચ્ચે ઇઝરાયેલનો લેબેનૉન પર પ્રચંડ હુમલો: એક જ દિવસમાં ૩૦થી વધુ સખત એરસ્ટ્રાઇક : ટ્રમ્પના કડક આદેશને નેતન્યાહૂએ બતાવ્યો ઠેંગો: યુદ્ધવિરામના લીરેલીરા ઉડ્યા: બેરૂત સહિતના વિસ્તારો બોમ્બમારાથી ધણધણી ઊઠ્યા: મહાસત્તા અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ડિપ્લોમેટિક મોરચે ભારે ખળભળાટ5:31 PM IST
યુક્રેન પર રશિયાનો કાળઝાળ પ્રહાર, મિસાઇલ-ડ્રોનથી ભયાનક હોનારત: રશિયન સેનાના રાક્ષસી હુમલામાં ૧૮ ના કરુણ મોત: ૧૩૧થી વધુ લોકો લોહીલુહાણ થતાં ચીસાચીસ : પુતિનની સેનાએ રહેણાંક વિસ્તારોને બનાવ્યા સ્મશાન: બહુમાળી ઇમારતો અને હોસ્પિટલો પર બોમ્બમારો: કાટમાળ નીચે સેંકડો લોકો દબાયા:વૈશ્વિક મંચ પર પ્રચંડ આક્રોશ5:33 PM IST
એઆઈની દુનિયામાં ક્લોડ મોડેલનો મોટો ધમાકો: ટેક જગત સ્તબ્ધ: સોફ્ટવેરના નકશા બદલી નાખતું એડવાન્સ ફીચર:કોડિંગની ગુપ્ત ખામીઓ અને બગ્સ જાતે જ પકડી પાડવા લાગ્યું : દુનિયાભરના હેકર્સ અને પ્રોગ્રામર્સની ઊંઘ હરામ: ક્ષણભરમાં સિક્યોરિટી લૂપહોલ્સ શોધીને સોફ્ટવેરને લોખંડી બનાવશે ક્લોડ: ડિજિટલ સિક્યોરિટીના મોરચે નવો ક્રાંતિકારી યુગ શરૂ5:34 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
ક્વેટા ટ્રેન બ્લાસ્ટનો પાકિસ્તાની સેનાએ વાળ્યો ભયાનક બદલો: આર્મીના પ્રચંડ ઓપરેશનમાં બીએલએ (BLA) ના ૧૭ લડાકૂઓ સદંતર ઠાર, સરહદ પર ભારે સનસનાટી : લોહીનો બદલો લોહીથી લેવા પાક. લશ્કરનો લોખંડી સપાટો: બલૂચિસ્તાનના પહાડી વિસ્તારોમાં ફાઇટર જેટ્સ અને ગનશીપ હેલિકોપ્ટર્સ તૂટી પડ્યા: બંને પક્ષે ભયાનક સામસામા ગોળીબારથી રણમેદાન ધણધણી ઊઠ્યું5:32 PM IST
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભયાનક ભડકો: ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત: ઈરાને કુવૈત-બહેરીન પર ઝીંક્યા મિસાઈલો: અમેરિકાએ કેશ્મ દ્વીપ પર પ્રચંડ જવાબી હુમલો કરી ઈરાનને ધ્રુજાવ્યું : ખાડી દેશો લોહીલુહાણ, અમેરિકા સબળ સૈન્ય સાથે જંગમાં કૂદ્યું: ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર સુપરસોનિક મિસાઈલોનો પ્રચંડ વરસાદ:વૈશ્વિક સ્તરે પ્રચંડ ખળભળાટ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવો આસમાને5:33 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST










































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































































