News of Saturday, 5th April 2025
ગોંડલની તન્ના સ્કૂલના ચેરમેન મધુસુદન તન્નાનો જન્મ દિવસ...

ગોંડલ, તા.૫: છેલ્લા ૫૨ વર્ષથી કાર્યરત ગોંડલની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર તન્ના સ્કૂલના વડા શ્રી મધુસુદનભાઈ તન્નાનો આજે જન્મ દિવસ...આજે તેમના જીવનના યશસ્વી ૬૨વર્ષ પુરા કરી ૬૩ વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે... સેવાકીય પ્રવળત્તિમાં હરહંમેશ અગ્રેસર તન્ના સાહેબ શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા ૪૪ વર્ષથી હજારો વિદ્યાર્થીઓની ઉત્તમ કારકિર્દીના ઘડતરમાં સહભાગી બન્યા છે અને અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ મુકામ સુધી પહોંચાડી તેમના સ્વપ્નો સાકાર કર્યા છે. સેવાકીય સાથે સામાજિક ક્ષેત્રે લોહાણા મહાજનમાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચુકયા છે. મધુસુદનભાઈ તન્ના અને તેમનો પરિવાર શ્રી ખીજડાવાળા મામાદેવમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે.. પૂ. ચંદુબાપુને ગુરુ ધારણ કરી શ્રી મામાદેવ મંદિર ખાતે અનન્ય સેવા આપી રહ્યા છે.
નાના મોટાના કોઈપણ જાતના ભેદભાવ વગર સૌને એક સમાન ગણી હર હમેશ જરૂરિયાતમંદોની મદદ માટે તત્પર રહ્યા છે. સદા મુખ પર હાસ્ય રાખી લોકોને મદદરૂપ થવું તે એમનો જીવન મંત્ર છે.. આજે તેમના જન્મદિન નિમિત્તે તેમના મો. ૯૮૨૫૧૯૦૭૦૯ પર શુભેચ્છાઓ મળી રહી છે.(૨૩.૨)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
