<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કશ્‍મીરના લોકો માને છે અમારૂ જીવન ભારતમાં જ સંભવ : સંજય ભાવસાર : સુંદર દુનિયા બનાવવા માટે, સુંદર જીવન જીવતા, સુંદર મથામણનું નામ એટલે ‘વિશ્વગ્રામ' * મહાત્‍મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતો ઉપર વિશ્વગ્રામ કામ કરી રહ્યું છે. * કશ્‍મીરની ઇકોસિસ્‍ટમમાં ભૂતાન ટુરિઝમનું મોડલ જો અપનાવાય તો ટુરિઝમ એક મોટી સંભાવના છે. * ૨૦૧૭ થી સ્‍નેહ સંગીત યાત્રા ગુલઝર અહેમદ ગનાઈ સાથે લગભગ આપણે ૪૮ જેટલા કાર્યક્રમો કર્યા. બહુ જ પ્રેમનો સંદેશો સંગીત દ્વારા આપીએ છીએ. * ઓપરેશન સિંદૂર ઉરીમાં લગભગ ૫૦૦ થી પણ વધારે ઘરો ડેમેજ થયા છે. ત્‍યારે વિશ્વગ્રામ ૧૨૦ જેટલા પરિવારોને રાશન આપશે જયારે સરહદી વિસ્‍તારની સ્‍કૂલોમાં બાળકોને સ્‍પોર્ટસ કીટ આપશે. * નવી ભાષા આપણે શીખતા નથી એટલે લોકો પુસ્‍તકોથી કદાચ દૂર થઈ રહ્યા છે.3:45 PM IST

એકલા રહેતાં ૭૦ વર્ષના બરકતભાઇ લાખાણીની ક્રુર હત્‍યા કરી સોનાની ૮ વીંટી, લક્કી, ઘડીયાળની લૂંટ : રાજકોટમાં ચોવીસ કલાકમાં બીજી હત્‍યા : કોઠારીયા રોડ વાલકેશ્વર સોસાયટી રોડની શ્રીનગર સોસાયટીમાં ઘટનાથી ખળભળાટ : હત્‍યારાએ ગળા, પેટ, વાંસાના ભાગે છરીના ઘા ઝીંક્‍યાઃ આસપાસના સીસીટીવી કેમેરા ચકાસવા ટીમો કામે લાગી : હત્‍યાનો ભોગ બનનાર બરકતભાઇ લાખાણી પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા નંબરે હતાં: પત્‍નિ હયાત નથીઃ દિકરો ઇકબાલ પરિવાર સાથે આફ્રિકા રહે છે : દિકરા ઇકબાલે આફ્રિકાથી પિતાને ફોન જોડયો, રિસીવ ન થતાં પિત્રાઇને જાણ કરીઃ તે તપાસ કરવા બરકતભાઇના ઘરે જતાં હત્‍યાની જાણ થઇઃ દૂધ સાગર રોડ પર રહેતાં મૃતકના નાના ભાઇ રમજાનભાઇ લાખાણીની ફરિયાદ પરથી ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો2:20 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST