<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

જામનગરના ફાયર ઓફિસર અનવર હુશેન ગજણનો જન્‍મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગર મહાનગરપાલિકામાં હાલ સ્‍ટેશન ફાયર ઓફિસર તથા ઇન્‍ચાર્જ દબાણ હટાવ અધિકારી તરીકે સેવારત અનવર હુશેનભાઇ ગજણનો આજે જન્‍મદિન છે. ૮ એપ્રિલ ૧૯૮૪નાં દિને જન્‍મેલા અનવરભાઇ ૧૮ વર્ષની વયે જ ૨૫/૧૧/૨૦૦૨નાં નોકરીમાં જોડાઇ ગયા હતાં.

ફાયર બ્રિગ્રેડ કો-ઓપરેટીવ સોસાયટી (સહકારી મંડળી)નાં પ્રમુખ પદે સેવારત અનવરભાઇએ ફાયર ઓફિસર તરીકે નિષ્ઠાપૂર્વક દિર્ધકાલીન સેવા બજાવી નામના સંપાદિત કરી છે. તેમનાં જન્‍મદિન પર અધિકારી વર્ગ તથા બહોળું મિત્ર વર્તુળ અભિનંદન વર્ષા કરી રહ્યા છે. (મો. ૯૯૭૮૩ ૬૬૬૫૬) પર તેઓને ટેલિફોનિક શુભેચ્‍છા પાઠવી શકાય છે.

(11:09 AM IST)