<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મણિયાર દેરાસરના ગોઠી મહારાજ વિષ્‍ણુભાઈ આમેટાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ આજરોજ મણિયાર દેરાસરના ગોઠી મહારાજ વિષ્‍ણુભાઈ આમેટા પૂજારીજી નો જન્‍મદિવસ છે.  છેલ્લા ૪૦ વર્ષથી જિનાલયમાં તેઓ ભાવથી સેવાપૂજા કરી રહ્યા છે. દરરોજ સવારે  ૬ થી ૧ તથા ૫ થી ૯ જિનાલય માં પરમાત્‍માની ભાવથી સેવા કરી ધર્મકરણી નો આનંદ લે છે. ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ, પદ્માવતી દેવી તથા મણિભદ્ર વીર દાદા માં પારાવાર શ્રદ્ધા ધરાવનાર વિષ્‍ણુભાઈ આમેટા પૂજારીજી ને (મો. ૯૩૭૫૮૦૩૯૦૬) શુભેચ્‍છાવર્ષા મળી રહી છે.

(3:44 PM IST)