News of Monday, 21st April 2025
ગુજરાત રાજ્ય પંચાયતી રાજ અભિયાન સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૧: જૂનાગઢ જિલ્લા ભાજપના અખંડ કાર્યકર્તા સરળ સમર્પિત વ્યક્તિત્વ ધરાવતા જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ગુજરાત રાજ્ય લેબર ફેડરેશનના પ્રમુખ માળિયા તાલુકાના સમૂહ લગ્ન મહોત્સવના પ્રણેતા તેમજ વિવિધ સંસ્થાઓ મંડળોના ટ્રસ્ટી ચંદુલાલ મકવાણાનો આજે તા.૨૧ના જન્મદિવસ છે.
સી એમ(ચંદુભાઈ મકવાણા)ના નામથી જાણીતા ઓળખાતા હર હંમેશ સેવાકીય પ્રવળત્તિઓ માટે હાજર રહેતા નાનપણ થી જ તેઓ ગાયોની સેવા કરવી અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેવુ તેઓ હંમેશા કોઈને કોઈ સેવા કાર્ય મા જોડાયેલા જ હોઈ છે રક્તદાન કેમ્પો સર્વરોગ નિદાન કેમ્પ કરીને લોક સેવા કાર્ય કરતા માળિયા તાલુકાના સમૂહલગ્નોત્સવના પ્રણેતા છે ગુજરાત રાજ્ય પંચાયત રાજ અભિયાન
સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ,ગુજરાત રાજ્ય મજુર બાંધકામ સહકારી મંડળી સંઘના તેઓ રાજ્યના પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે હાલ કાર્ય કરી રહ્યા છે તેઓ જૂનાગઢને ગુજરાત રાજ્યની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
તેઓ સ્પષ્ટ વક્તા છે અને સેવાકીય પ્રવળત્તિઓ કરવી એ એમના રસ અને ગમતો વિષય છે. તેમના જન્મદિવસે સાધુ સંતો પાર્ટીના આગેવાનો યુવાનો કાર્યકર્તાઓ તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ આપે છે તેઓ રાજકીય-સામાજિક ક્ષેત્રે ખૂબ જ આગળ વધે અને સ્વસ્થ અને દીર્ધાયુ રહે તેવી મંગલકામના અમારી તો ભગવાન સોમનાથને પ્રાર્થના એક જ છે કે પ્રસૌના ચંદુલાલ મકવાણાને તેમની આ જ તંદુરસ્તી અને તોહભાવ સાથે શતમ જીવ શરદના આશીર્વાદ. કારણ પણ એજ કે એક એવા વ્યક્તિત્વની આ સમયે જરૂર ચોક્કસ છે જે હોય છે બધે જ છતાં પણ પોતાના હોવા પણાનો ભાર સામે વાળાને લાગવા જ ન દે. તેવા ચંદુલાલ મકવાણાને જન્મદિવસની હૃદયપૂર્વકની શુભભાવના.(મો.નં.૯૭૧૨૬૦૦૦૨૧)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
