<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

નામાંકિત ન્‍યુરોસર્જન ડો.ત્રિશાંત ચોટાઈનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ખૂબ નાની વયે જેમને મગજ,કરોડરજ્જુ અને મણકાની બીમારી ધરાવતા દર્દીઓને સચોટ  નિદાન કરતાં ગોકુલ હોસ્‍પિટલના ન્‍યુરોસર્જન ડો.ત્રિશાંત ચોટાઇનો આજે જન્‍મદિવસ છે. તેઓના પિતાશ્રી જયકર ચોટાઇ વેરાવળ શહેર કોંગ્રેસના વર્ષોથી પ્રમુખ છે અને સગા મોટાભાઈ ડો.નિશાંત ચોટાઈ (ઓર્થો સર્જન) પણ બંને ક્ષત્રોમાં નામના ધરાવે છે. ડો.ત્રિશાંત પોતાના વતન વેરાવળ સોમનાથ ખાતે અલગ અલગ ચુટણીઓમાં અનેક જાહેરસભાઓમા ભાષણ આપીને એક સારા અને સ્‍પષ્ટ વક્‍તા તરીકે જાણીતા છે. મેડિકલ,રાજકીય અને સામાજીક ક્ષેત્ર થકી સમાજસેવા કરવાની જેમની નેમ છે તેવા ડો.ત્રિશાંતના જન્‍મદિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો,અગ્રણીઓ, સિનિયર તબીબો, મેડિકલ સ્‍ટાફના મિત્રો અને પરિવારજનો તેઓના મો.૯૫૪૫૬ ૬૨૩૨૯ પર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(3:42 PM IST)