જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાનો મંગલમય પ્રારંભ: અમિતભાઈ શાહે મંગળા આરતી કરી : ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ સંપન્ન કરી : ૪૫૦૦ જવાનો અને ચેતક કમાન્ડોના અભેદ બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નીકળ્યા પ્રભુ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં સોનાની સાવરણીથી રથ સાફ કરાયો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો : રથોની સુરક્ષા માટે ચેતક કમાન્ડો સાથે આગળ ચાલી રહ્યા છે : રથ યાત્રા પૂર્વે આતંકીઓ ઝડપાતા, મંદિરમાં પ્રવેશતા દરેક લોકોની કડક રીતે મેટલ ડિટેકટરથી ચકાસણી : પૂજન, આરતી વિગેરે દ્રશ્યો, રથ યાત્રાના વિવિધ સ્થળો પર લોકો દર્શન કરી શકે તે માટે અનુપમસિંહ ગેહલોત, નીરજ બડ ગુજ્જરના માર્ગદર્શનમા ડીસીપી રૂપલ સોલંકી ટીમ દ્વારા મુકાયેલ સ્ક્રીનથી ભાવિક, ભક્તો રાજી... રાજી...11:46 AM IST
પુરી અને અમદાવાદ સહિત દેશભરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાઠવી શુભકામનાઓ : અમદાવાદમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરી મંગલા આરતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૪૯મી રથયાત્રામાં પહિંદ વિધિની પરંપરા નિભાવી : ૩૦ હજારથી વધુ જવાનોની કડક સુરક્ષા વચ્ચે ભક્તિમય માહોલ9:01 AM IST
રાજસ્થાનના પૂર્વ કોંગ્રેસ મંત્રી ઓમપ્રકાશ હુડલાને તેમના બાળકોએ એક BMW કાર ભેટ સ્વરૂપે આપી : ગીફ્ટને સ્વીકાર કર્યાં બાદ ઓમપ્રકાશ હુડલા તેમની નવા ગાડીની ધાર્મિક યાત્રા શરૂ કરી:કારને લઈ જયપુરના પ્રસિદ્ધ મોતી ડૂંગરી ગણેશ મંદિર પહોંચ્યા:તેમણે પંડિતોની ઉપસ્થિતિમાં વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે નવી BMW કારની પૂજા કરાવી11:17 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સામે વધતો જતો જનઆક્રોશ: દિગ્ગજ ટેક કંપનીઓના ટોચના અધિકારીઓ હવે અંગત સુરક્ષા વધારવા મજબૂર : ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનના નિવાસસ્થાને હુમલા અને અન્ય એન્ટરપ્રાઇઝમાં ધમકીઓના વધતા કિસ્સાઓને પગલે સિલિકોન વેલીમાં ખળભળાટ: ટેક કંપનીઓ દ્વારા સુરક્ષા પાછળના ખર્ચમાં ધરખમ વધારો10:44 PM IST
જંતર-મંતર પર રાજકીય ગરમાવો: "શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિ લાવવા સોનમ વાંગચુકને બનાવો દેશના શિક્ષણ મંત્રી" : કેજરીવાલનો કેન્દ્ર પર આકરો પ્રહાર : પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશમાં સતત થઈ રહેલા પેપર લીક મુદ્દે મોદી સરકારને ઘેરી અને ૨૦૧૧ના અન્ના આંદોલનની યાદ અપાવી ચેતવણી આપી કે, જો યુવાનોનો અવાજ નહીં સંભળાય તો ૨૦૨૯માં સત્તા પલટો નિશ્ચિત છે10:35 PM IST
તામિલનાડુમાં 'TASMAC' દારૂની દુકાનો પર ફરી વકર્યો વિવાદ: બીયર માટે 'કૂલિંગ ચાર્જ'ના નામે ગ્રાહકો પાસેથી વધારાના રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ : મુખ્યમંત્રી વિજયના ચૂંટણી પ્રચારના જાણીતા કેચફ્રેઝ 'બોટલ કુ 10 રુપા'ની સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા: સરકારી નિયમોના ઉલ્લંઘન સામે જનતામાં રોષ અને વહીવટીતંત્રની મૌન ભૂમિકા પર સવાલો10:35 PM IST
યુકેના ડેનહેમમાં મંત્રદીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમ ઉદ્ઘાટન અને અનુપમ મિશનના સુવર્ણજયંતી મહોત્સવનો ભવ્ય પ્રારંભ : ભક્તિમય માહોલ : સદગુરુ સાધુ પૂજ્ય અશ્વિનદાદાના ૮૫મા પ્રાગટ્ય પર્વે આધ્યાત્મિક પુસ્તિકા ‘ભગવું હૃદય’નું વિમોચન : પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા અને સંત ભગવંત સાહેબદાદાની દિવ્ય ઉપસ્થિતિમાં ઐતિહાસિક સોપાન10:06 PM IST
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય બેઠક : બેઠકમાં નવી મતદાર યાદી જાહેર થયા બાદની આગામી વ્યૂહરચના પર ગહન મંથન: બૂથ અને પેજ પ્રમુખોને વધુ સક્રિય કરવાની યોજના ઘડવાની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રદર્શનની પણ સમીક્ષા9:33 PM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' અભિયાનના પ્રભારીઓની સમીક્ષા બેઠક યોજાઈ : સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને અભૂતપૂર્વ સફળતા અપાવનાર તમામ કાર્યકરો, સંસ્થાઓ અને નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા અમિતભાઈ શાહ:સવા કરોડ વૃક્ષો વાવવાથી અભિયાન પૂરું નથી થયું, પરંતુ શરૂ થયું છે: અમિતભાઈ શાહ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિકતબહી પાસેથી પ્રેરણા મેળવીને આપણે સૌએ જીદ પકડીને વૃક્ષો ઉછેરવાનાં છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ9:21 PM IST
કરચોરો અને ભૂલ કરનારાઓ માટે લાલબત્તી: હવે વિદેશી કમાણી અને સંપત્તિની વિગતો પણ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર દેખાશે, CBDT એ લીધો મોટો નિર્ણય : વાર્ષિક માહિતી નિવેદન (AIS) માં ઉમેરાયું ‘વિદેશી સંપત્તિ’નું નવું ફિચર; ટેક્સ રિટર્નમાં થતી અજાણતા ભૂલો અટકાવવા અને પારદર્શિતા વધારવા કેન્દ્ર સરકારની ખાસ સુવિધા9:09 PM IST
સામાન્ય માનવીના સપનાને મળશે નવી પાંખો: UDAN યોજનાના આગામી તબક્કામાં જોડાશે ૧૨૦ નવા શહેરો, આગામી ૧૦ વર્ષમાં ૪ કરોડ મુસાફરો ઉડાન ભરશે : કેન્દ્રીય મંત્રી કે. રામ મોહન નાયડુએ નવી દિલ્હીમાં ભવ્ય રોડમેપ જાહેર કર્યો; ₹૨૯,૦૦૦ કરોડના તોતિંગ ખર્ચે ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપોર્ટ સાથે દેશની કાયાપલટ થશે9:02 PM IST
પર્યાવરણના રક્ષણ કાજે આસામ સરકારનો હુંકાર: ‘હવે એક પણ વૃક્ષ કાપવા દેવાશે નહીં’, બેહાલી અનામત જંગલ બચાવવા સેના અને પોલીસ એક્શન મોડમાં : સેટેલાઇટ આંકડામાં ૪૦૦ હેક્ટર જંગલ જમીનનો વિનાશ સામે આવતા હડકંપ; સરહદી તોફાની તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને વન કર્મચારીઓને છૂટો દોર આપવા મંત્રીનો આદેશ9:00 PM IST
ડ્રેગનની દાદાગીરી સામે ભારત-જાપાનની મહાયુતી: ઇન્ડો-પેસિફિક સુરક્ષા કાજે બંને દેશો સંરક્ષણ સંબંધો વધારશે, જાપાની સંરક્ષણ મંત્રી ઓગસ્ટમાં ભારત આવશે : ટોક્યોમાં ભારતીય રાજદૂતના નિવાસે યોજાયેલા ભવ્ય સમારંભમાં શિંજીરો કોઈઝુમીની વિશેષ ઉપસ્થિતિ; ભારતને અદભુત ‘યુનિકોર્ન એન્ટેના સિસ્ટમ’ આપવા સહિત લશ્કરી કવાયતોના વિસ્તરણ પર મંજુરીની મહોર વાગશે8:42 PM IST
કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધશે તાલમેલ: જયપુરમાં MEA અને રાજસ્થાન સરકારનો ‘વિદેશ સંપર્ક’ કાર્યક્રમ યોજાયો, સહકારી સંઘવાદને મળશે નવું જોમ : પ્રવાસી ભારતીયોના પ્રશ્નો, વિદ્યાર્થીઓની સુરક્ષા અને વિદેશી રોકાણ વધારવા માટે કેન્દ્ર-રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે જામ્યું મંથન; સલામત સ્થળાંતર પર મુકાયો વિશેષ ભાર8:32 PM IST
પિતાની સફળતા અને દીકરા-દીકરીઓનો અદભુત પ્રેમ: રાજસ્થાનના પૂર્વ મંત્રીને બર્થડે પર બાળકોએ આપી ₹૯૦ લાખની સુપરફાસ્ટ BMW કાર, ભાવુક પળે સોશિયલ મીડિયા ધ્રુજાવ્યું : માત્ર ૪.૪ સેકન્ડમાં ૧૦૦ની સ્પીડ પકડતી ૮-ગિયરવાળી લક્ઝરી કાર લઈ હુડલા પહોંચ્યા ગણેશ મંદિર; કહ્યું- 'ગાડી તો સુંદર છે જ, પણ સંતાનોનો આદર એ મારી સાચી મૂડી'8:22 PM IST
એસિડ હુમલાના પીડિતોની દર્દનાક વેદના પર સુપ્રીમ કોર્ટ સંવેદનશીલ: સારવાર માટે ટ્રેનની AC ટિકિટમાં રાહત આપવા રેલવે મંત્રાલય પાસે માંગ્યો જવાબ : 'કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓની જેમ જ એસિડ સરવાઈવર્સને પણ ભાડામાં કેમ ન મળી શકે છૂટછાટ?': ચીફ જસ્ટિસની બેન્ચે કેન્દ્ર સરકાર સમક્ષ મૂક્યું માનવતાવાદી સૂચન8:13 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ આમને-સામને: ચીનના ‘રેર અર્થ’ પ્રતિબંધોથી પશ્ચિમી દેશોના $૬.૫ ટ્રિલિયનના ઉદ્યોગો પર મોટું સંકટ, IEA ની ગંભીર ચેતવણી : અમેરિકા અને યુરોપના ઓટોમોટિવ, ડિફેન્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનો ભય; ગ્રેફાઇટ પરના કાપથી ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટને $૩૦૦ બિલિયનનો ફટકો પડી શકે8:19 PM IST
ભારતના નાણાકીય સેક્ટરમાં ઐતિહાસિક ઉછાળો: આરબીઆઈનો ‘ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ’ વધીને ૭૦.૦ ના સ્તરે પહોંચ્યો, ગામડાં સુધી પહોંચી બેંકિંગ સેવાઓ : માર્ચ ૨૦૨૫ માં ૬૭.૦ ની સરખામણીએ માર્ચ ૨૦૨૬ માં સૂચકાંકમાં મોટો સુધારો; માત્ર બેંક ખાતા ખોલવા પૂરતું નહીં, પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન, લોન અને વીમાના વપરાશમાં ભારતીયો આગળ8:16 PM IST
ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારતીય સંસ્કૃતિ, એકતા અને લોકકલ્યાણનું જીવંત પ્રતીક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરિવાર સાથે અમદાવાદમાં મંગળા આરતીનો લાભ લીધો : અષાઢી બીજના પાવન પર્વે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર, ગુજરાત અને દેશવાસીઓને રથયાત્રા તેમજ કચ્છી માડુઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા લોકપ્રિય સાંસદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'વિકાસ પણ અને વિરાસત પણ'ના મંત્ર સાથે દેશ પ્રગતિના પંથે હોવાનો વ્યક્ત કરાયો વિશ્વાસ2:10 PM IST
K-Pop અને કોરિયન સંસ્કૃતિના ક્રેઝ પાછળ માનવ તસ્કરીનું મોટું ષડયંત્ર: કોરિયા લઈ જવાના બહાને બે વિદ્યાર્થીનીઓનું અપહરણ, સિલિગુડી પોલીસે સગીરાઓને બચાવી : ઓનલાઈન એપ દ્વારા ૭ મહિનાથી અપાતી હતી કોરિયન ભાષાની ટ્રેનિંગ; સરહદ પાર કરાવી ભૂટાન રસ્તે કોરિયા મોકલવાની તસ્કરોની નાપાક યોજના પોલીસે કરી નિષ્ફળ8:00 PM IST
હોકી ઇન્ડિયામાં જાતીય સતામણીના આરોપોથી હડકંપ: રમતગમત મંત્રાલય એક્શનમાં, પૂર્વ કેપ્ટન અસુન્તા લાકરાની ફરિયાદ બાદ IOAને 'સ્વતંત્ર પેનલ' બનાવવાનો આદેશ : જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહ પર ડરાવવા-ધમકાવવાના ગંભીર આક્ષેપો; નિષ્પક્ષતા જાળવવા ખુદ હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ મંત્રાલયને પત્ર લખી તટસ્થ તપાસની કરી હતી માંગ7:40 PM IST
ઉત્તર-પૂર્વ સરહદે સેનાની લોખંડી કિલ્લાબંધી: આર્મી ચીફ જનરલ ધીરજ સેઠે 'ગજરાજ કોર્પ્સ'ની યુદ્ધ સજ્જતાની કરી સમીક્ષા, સરહદો પર હાઈ-alert : આસામ અને મેઘાલયમાં આંતરિક સુરક્ષા તેમજ બદલાતા વ્યૂહાત્મક પડકારોનો સામનો કરવા માટે ભારતીય સેના સજ્જ; સૈનિકોના ઉચ્ચ મનોબળ અને હાઈ-ટેક ટેકનોલોજીના ઉપયોગને બિરદાવતા સેના પ્રમુખ7:37 PM IST
હવે નોકરી શોધવા લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે, ખુદ ‘બોસ’ બનો! દિલ્હી સરકાર લાવશે ₹૪૦૦ કરોડની ધમાકેદાર સ્ટાર્ટઅપ નીતિ: બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે ફંડ : દિલ્હીમાં ‘નોકરી શોધનારા નહીં, નોકરી આપનારા બનો’ ના મંત્ર સાથે નવી યોજના મંજૂર; આઈડિયા સારો હશે તો વિદ્યાર્થીઓ અને યુવાનોના વ્યવસાયનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે7:31 PM IST
સમુદ્રના 'નવા સિકંદરે' લીધી એન્ટ્રી: હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ કરવા આવી રહ્યું છે ભારતનું આ ઘાતક INS માલવાન જહાજ! : દરિયાના છીછરા પાણીમાં છુપાયેલી દુશ્મન સબમરીનોને શોધીને પળવારમાં ફૂંકી મારવા સજ્જ થતું ૮૦% સ્વદેશી ટેકનોલોજી ધરાવતું INS માલવાન : કોચીન શિપયાર્ડમાં તૈયાર થયેલું આ જહાજ ભારતીય નૌકાદળની તાકાતમાં કરશે અભૂતપૂર્વ વધારો8:09 PM IST
AI મોડેલ્સ પણ દમનકારી સરકારો સામે ઝૂક્યા: મેટા ઓવરસાઇટ બોર્ડના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, સરમુખત્યારશાહી દેશોની ટીકા કરવામાં ટેક કંપનીઓના ચેટબોટ્સ પાછળ હટ્યા : ચીન અને સાઉદી અરેબિયા જેવા દેશોની રાજકીય ટીકા સંબંધિત ૩૪% વિનંતીઓ AIએ ફગાવી; તાલીમ ડેટામાં છુપાયેલા પૂર્વગ્રહો અને સેન્સરશીપના કાયદાઓ જવાબદાર હોવાની આશંકા6:50 PM IST
ડિજિટલ ફ્રોડ અને ડેટા લીકનું ટેન્શન હવે કાયમ માટે ખતમ: આરબીઆઈએ બેંકો માટે ઘડ્યા ડેટા ગવર્નન્સના લોખંડી નિયમો, ગ્રાહકોની મંજૂરી વિના વિગતો શેર નહીં થાય : ઓક્ટોબર ૨૦૨૬ થી લાગુ થઈ રહેલા ડીપીડીપી એક્ટ અંતર્ગત આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમ માટે તૈયાર કર્યો નવો ડ્રાફ્ટ; ગ્રાહકોના નામ, સરનામા અને વ્યવહારની વિગતો વધુ સુરક્ષિત બનશે6:45 PM IST
તિરુપતિ બાલાજીમાં દાનનો ઐતિહાસિક રેકોર્ડ: આજીવન VIP દર્શનનો લાભ મેળવવા કરોડપતિઓએ તિજોરીઓ ખોલી, માત્ર ૨૪ કલાકમાં જ ૯૭ કરોડનું ‘છપ્પરફાડ’ દાન! : TTD બોર્ડની નવી નીતિ અમલમાં આવે તે પહેલા ડેડલાઇન સાચવવા ભક્તોની ભારે પડાપડી; એક જ દિવસમાં ૨,૪૬૦ દાતાઓએ નિયમો બદલાય તે પૂર્વે રેકોર્ડબ્રેક રકમ જમા કરાવી6:43 PM IST
યુક્રેનમાં મોટો સત્તાપલટો: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એનર્જી કિંગ સેરહી કોરેત્સ્કીને બનાવ્યા નવા વડાપ્રધાન, સંરક્ષણ મંત્રીની હકાલપટ્ટી થતા ભારે હોબાળો : યુદ્ધના કપરા સમયમાં શિયાળાની કટોકટીનો સામનો કરવા ઝેલેન્સ્કીનો માસ્ટરસ્ટ્રોક; સંરક્ષણ મંત્રીને પદભ્રષ્ટ કરાતા સંસદ બહાર પ્રચંડ વિરોધ પ્રદર્શનો શરૂ6:36 PM IST
ટેરર ફંડિંગ અને ગેરકાયદેસર ઘૂસણખોરીના દેશવ્યાપી નેટવર્ક પર EDની ત્રાટક: દિલ્હી, યુપી, બંગાળ સહિત ૧૩ સ્થળોએ મેગા દરોડા : બનાવટી ભારતીય દસ્તાવેજોના આધારે રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી કરાવતા સિન્ડિકેટનો પર્દાફાશ; ચેરિટેબલ ટ્રસ્ટના નામે આવતા વિદેશી ફંડિંગમાંથી ૪૦ લાખની રોકડ અને સોનાના સિક્કા જપ્ત6:31 PM IST
ઓલ ઇન્ડિયા મોનસુન ૨૦૨૬ ફરી નબળું પડ્યું : ૧૦ જુલાઈથી સર્જાયેલી ‘બ્રેક મોન્સુન’ની સ્થિતિથી દેશભરમાં વરસાદની ૨૪% ઘટ નોંધાઈ - સ્વતંત્ર હવામાન વિશ્લેષક આત્રેય શેટ્ટી : પશ્ચિમ ભારતમાં વરસાદી ખેંચ ચિંતાજનક સ્તરે પહોંચી : દ્વારકામાં દેશમાં સૌથી વધુ ૯૭% અને કચ્છમાં ૯૦% વરસાદની ભયજનક ખાધ સાથે ગુજરાતમાં એકંદરે ૩૦% ની તીવ્ર અછત5:09 PM IST
ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : પ્રવાસી મથક ટે અનાઉથી ૪૦ કિમી દૂર ભારે કંપન બાદ સુનામીની એડવાઇઝરી જારી કરાઈ : દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા ઉછળવાની અને પ્રચંડ કરંટની આશંકા વચ્ચે લોકોને બીચ અને નદીઓથી દૂર રહેવા ચેતવણી : શરૂઆતમાં સુનામી વોર્નિંગ આપ્યા બાદ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ખતરો ઘટતા તેને એડવાઇઝરીમાં ફેરવવામાં આવી4:41 PM IST
"રાજકારણમાં માનવતા અને કરુણા હોવી જ જોઈએ": સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઓમર અબ્દુલ્લા, મનમોહન સરકાર અને અણ્ણા આંદોલનનો આપ્યો હવાલો : ૧૯ દિવસથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પર્યાવરણવાદી સોનમ વાંગચુકની તબિયત લથડતા દિલ્હી હાઈકોર્ટે રોજ મેડિકલ તપાસનો આપ્યો આદેશ; શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ6:17 PM IST
અમેરિકાના સંરક્ષણ વિભાગમાં ઐતિહાસિક અને મોટો ફેરફાર : ૩૦ વર્ષથી વધુ વયના તમામ મહિલા અને પુરુષ સૈનિકો માટે હવે 'ટેસ્ટોસ્ટેરોન'નું વાર્ષિક પરીક્ષણ ફરજિયાત : સંરક્ષણ સચિવ પીટ હેગસેથનો ‘હાઈ-ટી ડિપાર્ટમેન્ટ ઓફ વોર’નો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ : સૈન્યની કાર્યક્ષમતા, જવાનોની શારીરિક ક્ષમતા અને હોર્મોનલ સંતુલન વધારવા માટે લેવાયો ક્રાંતિકારી નિર્ણય9:58 AM IST
હોરમૂઝની ખાડીમાં તણાવ ચરમસીમાએ : અમેરિકાના વિનાશક હવાઈ હુમલાથી ઈરાન હચમચી ઉઠ્યું : વૈશ્વિક ક્રૂડ બજારમાં ભારે ઉથલપાથલ : વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગ્રેટર ટુંબ ટાપુ પર મિસાઈલ લોન્ચ સાઈટ્સ અને સંરક્ષણ મથકોને અમેરિકી સેનાએ ૯૦ મિનિટના સતત ઓપરેશનમાં નિશાન બનાવ્યા : ઈરાનના વળતા પ્રહારથી બહેરીન, જોર્ડન અને કુવૈતમાં અમેરિકી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલા10:05 AM IST
પુત્રને ગોલ્ફ શીખવવા જવા માટે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે મંગાવ્યું લશ્કરી હેલિકોપ્ટર! સિક્રેટ સર્વિસના એજન્ટો વાન્સ પરિવારની આવી ‘વીઆઇપી’ ડિમાન્ડ્સથી તોબા પોકારી ઉઠ્યા : છેલ્લી ઘડીના પ્રોગ્રામ અને વૈભવી માંગણીઓથી સુરક્ષા એજન્ટોનું મનોબળ તૂટ્યું; કરદાતાઓના લાખો રૂપિયાનો ધુમાડો થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો – કસ્ટમ સિક્કા બનાવી એજન્ટોએ ઉડાવી મજાક!5:25 PM IST
બિહારના રાજકારણમાં ભારે ખળભળાટ: ભાજપે પ્રશાંત કિશોરની પાર્ટીમાં પાડ્યું મોટું ગાબડું, ગણિતશાસ્ત્રી કે. સી. સિંહા બાદ હવે જાણીતા ફિલ્મ ડાયરેક્ટર ચેતના ઝાંબ ભાજપમાં જોડાયા : બાંકીપુર પેટાચૂંટણી પહેલા જન સૂરજ પક્ષમાં મચી નાસભાગ; મુકેશ સાહનીની VIP પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પણ કેસરીયો ધારણ કર્યો5:23 PM IST
જેલ વ્યવસ્થાને માનવીય બનાવવાનો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વૃદ્ધ અને ગંભીર રીતે બીમાર કેદીઓને મુક્ત કરવા નીતિ બનાવવા કેન્દ્ર-રાજ્યોને આદેશ : અંતિમ દિવસો જેલના સળિયા પાછળ ન વિતવા જોઈએ; કરુણાજનક મુક્તિ માટે ૩ મહિનામાં પારદર્શક રોડમેપ તૈયાર કરવા અને પ્રક્રિયાને ઇ-પ્રિઝન્સ પોર્ટલ સાથે સાંકળવા સુપ્રીમ કોર્ટની કડક તાકીદ5:18 PM IST
સત્ય નડેલાનો ‘રિવર્સ ઇન્ફર્મેશન પેરાડોક્સ’ ચિંતાજનક પણ એનાલોગ યુગમાં પાછા ફરવું એ કોઈ ઇલાજ નથી: AI ક્રાંતિ વચ્ચે ડેટા સુરક્ષા અને સંશોધનનું નવું ગણિત : માઇક્રોસોફ્ટના સીઈઓની ચેતવણી વાજબી છે કે કંપનીઓ જે સિસ્ટમ માટે નાણાં ચૂકવે છે તેને જ મજબૂત બનાવી રહી છે; પરંતુ ડેટા શેરિંગ બંધ કરવાથી ટેકનોલોજીની પ્રગતિ પણ રૂંધાઈ જશે4:53 PM IST
‘મિત્રો પસંદ કરવામાં મારાથી ભૂલ થઈ ગઈ’: અબજોપતિ વોરેન બફેટે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને દાન આપવાનું બંધ કર્યું; 2 દાયકામાં પહેલીવાર લીધો આકરો નિર્ણય : એપસ્ટીન વિવાદ અને બિલ ગેટ્સ સાથેના વણસેલા સંબંધો વચ્ચે 95 વર્ષીય દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે વાર્ષિક કરોડો ડોલરના શેરનું દાન પોતાના પરિવારની ચાર સંસ્થાઓ તરફ વાળ્યું3:57 PM IST
યુએસ-ઈરાન યુદ્ધના ભયાનક લાઈવ અપડેટ્સ: અમેરિકી બોમ્બમારો તેજ થતાં ઈરાને 4 પ્રાંતોમાં હાઈસ્કૂલની બોર્ડ પરીક્ષાઓ રદ કરી! હોર્મુઝ સામુદ્રધુની સંપૂર્ણ બંધ : ઈરાની પરમાણુ પ્લાન્ટ નજીક પ્રચંડ વિસ્ફોટોથી હડકંપ; મધ્ય-પૂર્વમાં ભારતની મોટી એક્શન – ભારતીય ખલાસીઓને યુદ્ધગ્રસ્ત દરિયાઈ રૂટથી દૂર રહેવા કડક આદેશ4:42 PM IST
ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે ફ્રાન્સનો ઐતિહાસિક નિર્ણય: ઈચ્છામૃત્યુ એટલે કે ‘સહાયક મૃત્યુ’ને મંજૂરી આપનારો બનશે વિશ્વનો 14મો દેશ! જાણો કયા દેશોમાં છે આ અનોખો કાયદો : ફ્રેન્ચ સંસદના નીચલા ગૃહે બહુમતી સાથે ઐતિહાસિક બિલ પસાર કર્યું; અસાધ્ય વેદનામાંથી મુક્તિ મેળવવા કડક શરતો હેઠળ મળશે કાનૂની અધિકાર4:33 PM IST
ખાદ્ય ઉદ્યોગમાં ટેકનોલોજીની ધમાકેદાર એન્ટ્રી: આંધ્રપ્રદેશના મંત્રી ટી.જી. ભરથે FICCI ફૂડવર્લ્ડ 2026 માં આપ્યું મોટું નિવેદન; હવે માત્ર અનાજ પકવવાથી કામ નહીં ચાલે! : ખેડૂતો અને ગ્રાહકો માટે આધુનિક ટેકનોલોજી બનશે વરદાન; ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સાથે સેજ પણ સમાધાન સહન કરવામાં નહીં આવે: સેક્રેટરી અવિનાશ જોશી4:24 PM IST
મુંબઈની લાઈફલાઈનમાં મુસાફરો વચ્ચે લોહીયાળ જંગ: ચર્ચગેટ-વિરાર લોકલમાં બે જૂથો વચ્ચે જામી મારામારી; 'હથિયાર કાઢો'ની ધમકીથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા : ચાલુ ટ્રેનમાં ઢીકાપાટુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરક્ષા સામે ગંભીર સવાલો; અન્ય એક ઘટનામાં પરેલ-અંબરનાથ લોકલમાં કડા વડે હુમલો થતાં બે યુવકો લોહીલુહાણ3:57 PM IST
મુંબઈના આઝાદ મેદાનમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો હલ્લાબોલ: NEET અને TET પેપર લીક મામલે ગુંજ્યા સૂત્રોચ્ચાર; કવિતાઓ અને ગીતો ગાઈને દર્શાવ્યો અનોખો વિરોધ : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે સેંકડો પ્રદર્શનકારીઓ ઉમટ્યા; વર્ષ 2027થી MPSCની પ્રિલિમિનરી પરીક્ષા ઓનલાઈન કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો પણ પ્રચંડ વિરોધ3:57 PM IST
મહારાષ્ટ્રની જેલો હાઉસફુલ: ક્ષમતા કરતા 173% વધુ કેદીઓ ભરાતા વહીવટીતંત્ર લાચાર; આર્થર રોડ, થાણે અને તલોજા જેલની સ્થિતિ સૌથી ખરાબ, માનખુર્દ પ્રોજેક્ટ પર આશા : બ્રિટિશ કાળની ઐતિહાસિક આર્થર રોડ જેલમાં ક્ષમતા કરતા ત્રણ ગણાથી વધુ કેદીઓ ખડકાયા; સ્ટાફની અછત અને ગંદકીના કારણે રોગચાળાનો ભય, અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા સૌથી વધુ3:57 PM IST
ડિજિટલ ક્રાંતિ વચ્ચે RBIની મોટી કાર્યવાહી: બેંકો અને NBFCs માટે ડેટા સુરક્ષાના કડક નિયમોનો ડ્રાફ્ટ જાહેર, જો ચૂક થઈ તો બેંકોની પ્રતિષ્ઠા દાવ પર લાગશે! : ટેકનોલોજીના જમાનામાં ગ્રાહકોના ડેટા સાથે રમત નહીં ચાલે; રિઝર્વ બેંકે નાણાકીય સંસ્થાઓને ડેટા ગવર્નન્સ મજબૂત કરવા આપ્યો આદેશ, 17 ઓગસ્ટ સુધી મંગાવ્યા સૂચનો.4:19 PM IST
અમેરિકામાં કેસ રદ કરવા પાછળ ૧૦ અબજ ડોલરના રોકાણની ઓફરનો કોઈ હાથ નથી - ગૌતમ અદાણીનો અમેરિકી કોર્ટમાં મોટો ખુલાસો : બ્રુકલિનના ફેડરલ જજ નિકોલસ જી. ગારૌફિસના આદેશથી સોગંદનામું દાખલ કરાયું : રાષ્ટ્રપતિ ટ્રમ્પના અંગત વકીલ રોબર્ટ જે. જિયુફ્રા જુનિયર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સમક્ષ પ્રસ્તાવ મુકાયો હોવાનો સ્વીકાર10:35 AM IST
ઈન્વેસ્ટર્સ માટે કમાણીની નવી તક: NSE આગામી 12 ઓગસ્ટથી 'Nifty India FPI 150' ઇન્ડેક્સ પર શરૂ કરશે ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ! : સેબી (SEBI) તરફથી લીલી ઝંડી મળ્યા બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મોટો નિર્ણય; વિદેશી રોકાણકારો માટે જોખમ ઘટાડવા અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે આ ઇન્ડેક્સ સાબિત થશે બેસ્ટ ઓપ્શન3:56 PM IST
ઈસરોમાં વૈજ્ઞાનિકોના સામુહિક રાજીનામાથી કેન્દ્ર સરકાર એક્શનમાં: ગગનયાન જેવા મહત્વના મિશન ખોરંભે ન પડે તે માટે સરકારે એક્ઝિટ નિયમો કર્યા કડક : દેશભરમાંથી 100થી વધુ વૈજ્ઞાનિકોએ નોકરી છોડતાં કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અને રાજીનામાની મંજૂરી પ્રક્રિયા પર લગાવી રોક; હવે અંતિમ નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કરશે3:56 PM IST
ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ પર નવી ભાષા શીખવવાનો વધારાનો બોજ ન નાખો - સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને CBSE ને લગાવી ફટકાર : શિક્ષણ પ્રણાલીમાં અચાનક થતા ફેરફારો સામે દેશની સર્વોચ્ચ અદાલત લાલઘૂમ : વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસના ભારણને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવા માટે ન્યાયમૂર્તિઓની મહત્વપૂર્ણ ટિપ્પણી3:05 PM IST
સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર કેન્દ્ર સરકારની પ્રથમ પ્રતિક્રિયા : દિલ્હી હાઈકોર્ટમાં તબીબી અહેવાલ રજૂ કરી યોગ્ય સારવાર અપાતી હોવાનો દાવો કર્યો : લદ્દાખના સામાજિક કાર્યકરની તબિયત પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાની કોર્ટને ખાતરી : કાનૂની સંસ્થાની અરજી બાદ તબીબોની ટીમ દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાની કેન્દ્રની રજૂઆત3:04 PM IST
"મને ઉપવાસ તોડવાનું ન કહો, તેના બદલે ૨૦ જુલાઈની સંસદ કૂચમાં જોડાઓ" - ભૂખ હડતાળના ૧૮માં દિવસે પણ સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પોતાના નિર્ણય પર અડગ : સરકારના પ્રતિભાવ વિના આંદોલન સમેટવાથી ખોટો સંદેશ જશે : NEET પરીક્ષાની ગેરરીતિઓ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ક્રોકરોચ જનતા પાર્ટીની 'ચલો સંસદ' માર્ચને સફળ બનાવવા વિદ્યાર્થીઓ અને નાગરિકોને આહવાન3:04 PM IST
સોનમ વાંગચુકનો ઉપવાસનો આજે ૧૯મો દિવસ : કોણ છે સોનમ વાંગચુક...?? : શા માટે બેઠા છે ઉપવાસ ઉપર....??, રાજકીય પ્રેરિત ઉપવાસ છે કે......??, કોણ કોણ સમર્થનમાં સાથે આવ્યું.....?? : આમિર ખાનની સુપરહિટ ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં દર્શાવાયેલ ‘‘ફુન્સુખ વાંગડુ'' પાત્ર માટે સોનમ વાંગચુકના જીવનમાંથી પ્રેરણા લેવામાં આવી હોવાનું મનાય છે3:48 PM IST
ટેરર ફંડિંગ, મની લોન્ડરિંગ સહિતના મામલે ઇડીની મોટી કાર્યવાહી : પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 13 સ્થળોએ દરોડા : નવી દિલ્હીના બટલા હાઉસ અને મદનપુર ખાદર, ઉત્તર પ્રદેશના સહારનપુર, મહારાષ્ટ્રના રાયગઢ તેમ જ પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, કોલકાતા અને મુર્શિદાબાદમાં તલાશી2:23 PM IST
બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓની બે બોટો ડૂબી જતાં ૫૦૦ થી વધુ લોકોના મોતની આશંકા : સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ દ્વારા ભારે ચિંતા સાથે તપાસ શરૂ : જૂનના અંતમાં મ્યાનમારના રાખાઈન રાજ્યથી નીકળેલી બોટો અકસ્માતનો ભોગ બની : એક બોટનો સંપર્ક તૂટ્યો અને બીજી અય્યરવાડી તટ પર ડૂબી ગઈ હોવાનો અહેવાલ : IOM અને UNHCR એ મોટા પાયે જાનહાનિ થવાની આશંકા વ્યક્ત કરી1:38 PM IST
૨૧ દિવસની અંદર દરેક જન્મ અને મૃત્યુની નોંધણી ફરજીયાત : જન્મ અને મૃત્યુ નોંધણીમાં વિલંબ મુશ્કેલીઓ ઊભી કરી શકે છેઃ કેન્દ્ર સરકાર એક નવો નિયમ લાવી રહી છે : બે વર્ષમાં નોંધાયેલા જન્મ અને મૃત્યુની નોંધણી માટે પ્રથમ-વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટની મંજૂરીની જરૂર પડશેઃ આનાથી મોડી નોંધણી પર કડક કાર્યવાહી થશે10:23 AM IST
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં જ રહેશે :ભારત અમેરિકાની માંગણીથી બંધાયેલું નથી : લોરેન્સ બિશ્નોઈનું નામ FBIના "ઓપરેશન હાર્ડબોલ"માં પણ સામે આવતા એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું અમેરિકા લોરેન્સની માંગણી કરી શકે? લોરેન્સ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, જ્યાં તેના પર ગૃહ મંત્રાલયના કડક પ્રતિબંધો1:14 PM IST
વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચેના વેપાર સંબંધોમાં નવો વળાંક: ભારત પર 500 ટકા ટેરિફ લાદવાના આક્રમક પ્લાનથી અમેરિકા કેમ પાછળ હટી ગયું? : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વહીવટી ટીમે કરેલી ગંભીર મથામણ અને આંતરિક મંથન બાદ આખરે આ આકરા નિર્ણયને અમલી ન બનાવવાનો લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું છે તેની પાછળનું અસલી કારણ1:27 PM IST
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લોહીની હોળી: બે મોટા આતંકી હુમલામાં ૩ પોલીસ જવાનો શહીદ, ૩૪થી વધુ ગંભીર રીતે ઘાયલ : આતંકવાદીઓ દ્વારા પોલીસ કાફલા પર ગ્રેનેડ અને અદ્યતન હથિયારોથી હુમલો, વળતી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ૪ આતંકવાદીઓને ઠાર કર્યા: સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ સાથે સર્ચ ઓપરેશન તેજ12:01 PM IST
વારસાગત ખેતીની જમીન પર ક્લાસ-૧ ના વારસદારોનો પ્રથમ અધિકાર રહેશે : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો : હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ ૨૨ ખેતીની જમીનને પણ સમાન રીતે લાગુ પડે છે : ત્રીજી વ્યક્તિને હિસ્સો વેચતા પહેલા અન્ય સહ-વારસદારોને ખરીદીની પ્રથમ તક આપવી કાનૂની રીતે અનિવાર્ય હોવાનું સર્વોચ્ચ અદાલતે કર્યું સ્પષ્ટ11:09 AM IST
શું ઠંડા પીણાં જેવા ગળ્યા પીણાં કેન્સરનું જોખમ વધારે છે? : નવા વૈશ્વિક સંશોધનમાં આヘર્યજનક તારણો બહાર આવ્યા : નવા વૈશ્વિક સંશોધનમાં ઠંડા પીણાં અને પેકેજ્ડ જ્યુસ જેવા ખાંડવાળા પીણાંના નિયમિત સેવન અને ચોક્કસ કેન્સરના વધતા જોખમ વચ્ચે એક જોડાણ દર્શાવવામાં આવ્યું છે. જે લોકો દરરોજ આશરે ૩૫૫ મિલી ખાંડવાળા પીણાંનું સેવન કરે છે તેમને સ્વાદુપિંડ અને કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધારે હોવાનું જાણવા મળ્યું છે10:31 AM IST
સોનાના સિક્કા પર ચમકશે ડોનાલ્ડ ટ્રમ્પ : આઝાદીના ૨૫૦ વર્ષ પુરા થવા પર બહાર પાડશે ૧ ડોલરનો ગોલ્ડ કોઈન : અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર $૧નો ૨૪ કેરેટનો સ્મારક સોનાનો સિક્કો બહાર પાડશેઃ આ સિક્કા પર ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે, જેને લઈને અમેરિકામાં વિવાદ પણ શરૂ થયો છે10:30 AM IST
ડીઝલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો : ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો : પેટ્રોલ પર નિકાસ ડયુટી રૂ.૪ પ્રતિ લિટરથી ઘટાડીને રૂ.૨.૫ પ્રતિ લિટર કરવામાં આવીઃ ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ રૂ.૮.૫ વધીને રૂ.૧૫.૫ થયોઃ એટીએફ નિકાસ પર લેવી રૂ.૭.૫ વધીને રૂ.૧૪.૫ પ્રતિ લિટર કરવામાં આવી10:25 AM IST
રસ્તાઓ પર ગુન્ડાગીરી કે નાગરિક ભાનનો અભાવ? દિલ્હીમાં માસૂમ બાળકોના સ્પેશિયલ 'સાયકલ ટ્રેક' પર ઘૂસી ગયા બાઇક-સ્કૂટર ચાલકો, વાયરલ વીડિયોએ છેડી મોટી ચર્ચા! : માતાપિતા લાચાર, બાળકોના જીવ જોખમમાં: સુરક્ષિત સાયકલિંગ માટે ૧૫ મિનિટ દૂર આવેલા ટ્રેક પર પણ ટુ-વ્હીલર સવારોનો આતંક; ટ્રાફિક પોલીસ અને કડક દંડની માંગ કરતા નેટીઝન્સ.9:03 PM IST
આયુષ્માન ભારત યોજનામાં મોટા કૌભાંડનો પર્દાફાશ: ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ૧૬ ખાનગી હોસ્પિટલો સામે તંત્રનું લાલ આંખ, લાખોનું દંડ અને સસ્પેન્શનની કાર્યવાહી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ સ્ટેટ એજન્સી દ્વારા અચાનક કરાયેલી તપાસમાં અનેક ચોંકાવનારી ગેરરીતિઓ બહાર આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ9:54 PM IST
દુબઈથી ૬૦ ભારતીયોનું કરાયું ડિપોર્ટેશન: સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ થતા જ એજન્સીઓ થઈ સક્રિય, તમામ મુસાફરોની ઝીણવટભરી તપાસ શરૂ : ગેરકાયદેસર વસવાટ કે વિઝા નિયમોના ઉલ્લંઘનનો મામલો હોવાની આશંકા: એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત, દસ્તાવેજોની ચકાસણી બાદ જ અપાશે મુક્તિ9:56 PM IST
વૈશ્વિક મહાસત્તાની ગુંડાગીરી! ICCની "ઈંટથી ઈંટ તોડી પાડવાની" અમેરિકાની ધમકી: જાણો શા માટે આ આંતરરાષ્ટ્રીય કોર્ટથી ફફડે છે સુપરપાવર : અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોના આકરા પ્રહારથી વૈશ્વિક કૂટનીતિ ગરમાઈ: પોતાના સૈનિકો અને સાથી દેશોને યુદ્ધ ગુનાઓની તપાસથી બચાવવા માટે આખી દુનિયા પર દબાણ વધાર્યું10:08 PM IST
પીઓકેમાં હોબાળો : 12 નાગરિકોના મોત બાદ સેના અને 4,000 જવાનો તૈનાત : મુઝફ્ફરાબાદ કૂચ પર આખા દેશની નજર : પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં મોંઘવારી, કડક સુરક્ષા અને સંયુક્ત આવામી એક્શન કમિટીની 38-મુદ્દાની માગણીઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસાથી માનવતાવાદી કટોકટી સર્જાઈ : મીડિયા બ્લેકઆઉટ અને લોંગ માર્ચથી સરહદે તણાવ ચરમસીમાએ10:09 PM IST
આર્થિક તંગી વચ્ચે પાકિસ્તાનનો બેવડો ચહેરો: લિબિયાને હથિયારો વેચવાના સોદા પાછળ ચીનની ભૂમિકા અને ‘શાંતિદૂતના’ ઢોંગનો પર્દાફાશ : એક તરફ વિશ્વ સમક્ષ આર્થિક મદદ માટે હાથ ફેલાવતો પાકિસ્તાન, બીજી તરફ ગેરકાયદેસર શસ્ત્ર સોદાઓમાં સંડોવાયેલો: આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની મુત્સદ્દીગીરી પર ઉઠ્યા સવાલો10:53 PM IST
નોઈડાના પીજીમાં લાગેલી ભીષણ આગથી વિદ્યાર્થીઓના સપના ખાખ: શૈક્ષણિક દસ્તાવેજો બળીને રાખ થતા ભવિષ્ય સામે મોટું સંકટ : ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જ કરતી વખતે થયેલા શોર્ટ-સર્કિટને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ પ્રમાણપત્રો અને વર્ષોની મહેનત ગુમાવી; વહીવટી તંત્ર પાસે મદદની પોકાર10:52 PM IST
૫૫ વર્ષ પહેલાં રચાયેલું ગીત આજે પણ દેશની શાળાઓમાં ગુંજી રહ્યું છે: ગુલઝારના શબ્દો અને જયા બચ્ચન પર ફિલ્માવાયેલું આ પ્રાર્થના ગીત બન્યું છે શિક્ષણ સંસ્થાઓની ઓળખ : ૧૯૭૧માં આવેલી ફિલ્મ 'ગુડ્ડી'નું લોકપ્રિય પ્રાર્થના ગીત 'હમકો મન કી શક્તિ દેના' આજે પણ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરી રહ્યું છે; ગીતકાર ગુલઝારની કલમની જાદુઈ અસર આજે પણ અકબંધ10:53 PM IST
જંતર-મંતર પર સોનમ વાંગચુકના ઉપવાસના સમર્થનમાં રાખીએ ઉતાર્યો પોતાનો દાવો: કહ્યું, 'હું પોતે જઈને તેમની ભૂખ હડતાલ પૂર્ણ કરાવીશ' : બોલિવૂડની ચર્ચિત અભિનેત્રી રાખી સાવંતનું મોટું નિવેદન: લાંબા સમયથી જળવાયુ પરિવર્તન અને લદ્દાખના હકો માટે અન્નજળ ત્યાગીને બેઠેલા સોનમ વાંગચુકની મુલાકાત લેવા દિલ્હી પહોંચશે10:53 PM IST
ચોમાસુ સત્ર પહેલા સાંસદો માટે કડક એડવાઈઝરી જાહેર : સંસદમાં વિરોધ પ્રદર્શન અને પ્લેકાર્ડ લહેરાવવા પર પ્રતિબંધ . : લોકસભા સચિવાલયે ચોમાસુ સત્ર અંગે સાંસદો માટે એક ખાસ માર્ગદર્શિકા જારી કરી જેમાં જણાવાયું છે કે સંસદ ભવન સંકુલનો ઉપયોગ કોઈપણ વિરોધ, ધરણા, હડતાળ અથવા ભૂખ હડતાળ માટે થવો જોઈએ નહીં.11:10 PM IST

ભક્તોનું ઘોડાપૂર……

ભ્રષ્ટાચારમુક્ત શિક્ષણ માટે આંદોલન

અસ્તિત્વની લડાઈ

ન્યાયની પોકાર
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યના ૨૩ જિલ્લાના ૯૮ તાલુકામાં સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ધમાકેદાર બેટિંગ : રાજકોટના પડધરીમાં સૌથી વધુ ૨.૨૪ ઇંચ વરસાદ નોંધાયો : પડધરીમાં ૨.૨૪ ઇંચ, કામરેજમાં ૧.૮૧ ઇંચ, રાપરમાં ૧.૬૯ ઇંચ, માંગરોળ અને બારડોલીમાં ૧.૫ ઇંચ, વલ્લભીપુરમાં ૧.૩ ઇંચ, ધંધુકામાં ૧.૨૨ ઇંચ, નેત્રંગમાં ૧.૧૪ ઇંચ, આરેથમાં ૦.૯૪ ઇંચ અને બરવાળામાં ૦.૯૧ ઇંચ વરસાદ નોંધાયો : રાજ્યમાં ફરી જામ્યો મેઘાવી માહોલ10:28 PM IST
સુરત એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના :રનવેની મધ્યમાં 3 ફૂટ લાંબો સાપ ફેણ ચડાવીને બેસી જતાં પાયલટે પ્લેન થોભાવ્યું : પાયલોટે સમયસૂચકતા વાપરીને પ્લેનને ઈમરજન્સી બ્રેક મારી અને વિમાનને રનવે પર જ સુરક્ષિત રીતે થોભાવી દીધું : પાઇલટના આ ક્વિક ડિસિઝનને કારણે પ્લેનમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ 10:58 PM IST
શિક્ષકોની હાજરીના મોટા ખેલનો પર્દાફાશ : સુરતમાં શિક્ષણ સમિતિની 58 શાળાઓના 558 શિક્ષકોને કારણદર્શક નોટિસ : ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રની તપાસમાં શિક્ષકોની ઓનલાઈન હાજરી અનિયમિત જણાઈ:અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું-શિક્ષકોના ઘરે બેઠા સહી કરવાના ખેલના ખુલાસા બાદ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે10:04 PM IST
ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણના કારણે આગામી પાંચ દિવસ ફૂંકાશે ભારે પવન : હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો માટે માછીમારોને દરિયો ન ખેડવા કડક ચેતવણી : કલાકના ૬૫ કિલોમીટર સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી જખૌ, માંડવી, કંડલા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, પીપવાવ અને દહેજ સહિતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું4:45 PM IST
રાજ્યના ૧૮ જિલ્લાના ૬૭ તાલુકામાં આજે સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધીમાં મેઘમહેર : સુરતના કામરેજમાં સૌથી વધુ ૧.૮૧ ઇંચ અને કચ્છના રાપરમાં ૧.૬૯ ઇંચ વરસાદ નોંધાયો : બારડોલીમાં ૧.૫ ઇંચ, માંગરોળમાં ૧.૫ ઇંચ, નેત્રંગમાં ૧.૧૪ ઇંચ, આરેથમાં ૦.૯૪ ઇંચ, ભચાઉમાં ૦.૬૩ ઇંચ અને પલસાણામાં ૦.૪૩ ઇંચ વરસાદ સાથે રસાડી માહોલ જામ્યો : રાજ્ય કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા જાહેર2:30 PM IST
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ઓઢવ ખાતે ચાતુર્માસ અર્થે પધારેલ પૂજ્ય મુનિરાજોના મંગલ પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા : જગદીશભાઈ વિશ્વકર્માએ દિગંબર જૈન પરંપરાના પરમ પૂજ્ય ઉપાધ્યાય મુનિશ્રી ૧૦૮ સુદત્તસાગરજી મહારાજ અને પ્રસન્ન મનઃ પૂજ્ય મુનિશ્રી ૧૦૮ પ્રણુતસાગરજી મહારાજના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા2:27 PM IST
જગન્નાથ પુરીની ઝાંખી કરાવતા અડાલજ જગન્નાથ મંદિરની પંચમ રથયાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીએ ‘પહિંદ વિધિ’ અને આરતી કરી ધન્યતા અનુભવી: અડાલજથી શરૂ થયેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરી અન્નપૂર્ણા મંદિરે પહોંચશે, જ્યાં મહાપ્રસાદનું આયોજન:જય જગન્નાથના નાદ સાથે અડાલજમાં પુરી જેવી ભવ્યતા, ભગવાનની નગરચર્યામાં ઉમટ્યો માનવ મહેરામણ1:19 PM IST
રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિ : અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૨૫.૧૦ ટકા વરસાદ નોંધાયો : ૧૨ જળાશયો હાઈ એલર્ટ પર - ૧૧ ડેમ 'વોર્નિંગ' સ્ટેજ પર : રાજ્યમાં કુલ ૫૯ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : રાજયમાં ૪૬.૫૭ % ખરીફ પાકનું વાવેતર થયું : છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ જિલ્લાના ૧૧૮ તાલુકાઓમાં મેઘમહેર; સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૫.૬૧ ટકા જળસંગ્રહ : ભારે વરસાદને પગલે રાજ્યભરમાંથી ૮૩૨૪ લોકોનું સ્થળાંતર અને ૩૭૧૧ લોકોનું રેસ્ક્યુ કરાયું : માછીમારોને ૧૭ થી ૧૯ જુલાઈ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી12:45 PM IST
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રથ પર જઈને "જય રણછોડ, માખણ ચોર"ના ગગનભેદી નારા લગાવ્યા : પ્રેમ દરવાજા વિસ્તારથી રથયાત્રાના મુખ્ય માર્ગ પર સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ પગપાળા પ્રસ્થાન કરનારા હર્ષભાઈ સંઘવીએ ભક્તિના અનોખા રંગમાં રંગાઈને પ્રભુના દિવ્ય રથ પર સવાર થઈને દર્શન કર્યા11:38 PM IST
દમણના ઇતિહાસમાં નવો સુવર્ણ અધ્યાય: નવનિર્મિત ‘નમો એરપોર્ટ’ પરથી પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટે ભરી ગગનચુંબી ઉડાન, દિલ્હી સાથે સીધું હવાઈ જોડાણ શરૂ : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને પ્રશાસકે સંયુક્ત રીતે ફ્લાઇટને આપી લીલી ઝંડી; વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ પ્રદેશમાં પ્રવાસન, વેપાર અને રોકાણને પાંખો મળશે8:59 PM IST
ફાર્મસી કોર્સમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એલર્ટ: ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની મહત્વની માર્ગદર્શિકા જાહેર : પ્રવેશ પહેલા PCI માન્યતા ચકાસવી ફરજિયાત : અમાન્ય બોર્ડ, બિન-માન્યતા પ્રાપ્ત કોલેજ કે વધારાની બેઠક પર પ્રવેશ લેનારને રજીસ્ટ્રેશન નહીં મળે : 12 સાયન્સ PCBM ફરજિયાત : માન્ય કોલેજોની યાદી http://www.pci.nic.in પર ઉપલબ્ધ4:12 PM IST
ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના ઓછી : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાની શકયતા : બંગાળની ખાડીમાં વેલમાર્ક લૉ પ્રેશર સક્રિય, પણ દિશા ઉત્તર-પશ્ચિમ તરફ રહેશે : દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના : વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. ૧૬થી રર જુલાઇ સુધીની આગાહી4:00 PM IST
ગીર પંથકમાં માનવ-સિંહ સંઘર્ષની વધતી ઘટનાઓ બાદ સરકાર એક્શન મોડમાં: ગિરનાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે લેવાયા કડક નિર્ણયો : યાત્રિકોની સુરક્ષા માટે થર્મલ ડ્રોનથી વોચ, નવા રિસોર્ટ પર પ્રતિબંધ અને ગિરનાર-દાતારના પગથિયાં 'સાયલન્સ ઝોન' જાહેર: સિંહના વર્તનમાં આવેલા બદલાવ અંગે વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા થશે વૈજ્ઞાનિક અભ્યાસ3:44 PM IST
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારના અમલના પ્રથમ જ દિવસે સુરતના ઝવેરીઓએ બ્રિટન માટે ઘરેણાંની પ્રથમ નિકાસ રવાના કરી : હવે ભારતીય ઘરેણાંને યુકેના બજારમાં શૂન્ય આયાત શુલ્ક સાથે પ્રવેશ મળશે: ગૌરવ જ્વેલર્સ, રોય ડાયમંડ્સ, શીશ જ્વેલ્સ અને પાર્વતી જ્વેલ્સ એલએલપીમાં બ્રિટનના વિવિધ શહેરો માટે પ્રથમ નિકાસ મોકલી 2:16 PM IST
ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન: હરિયાણાના પાટા પરથી ઉદભવતી એક નવી હરિત ક્રાંતિ: એક નવા યુગનો સૂર્યોદય : ભારતના પરિવહન ક્ષેત્રમાં 'ડિઝલ યુગ'ના અંત અને 'હરિત હાઈડ્રોજન યુગ'ના પ્રારંભની ઘોષણા હશે. પર્યાવરણીય સુરક્ષા અને અત્યાધુનિક ઈજનેરી કૌશલ્યના સંગમ સમાન આ પ્રોજેક્ટ ભારતને વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં લાવી દીધું 2:29 PM IST
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ : વિજેતાઓ અને પ્રોટોટાઇપ બનાવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. પાંચ કરોડની ઇનામી રકમ : વિવિધ MOU:GUJCOST અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે રાજ્યવ્યાપી ડ્રોન લેબોરેટરી નેટવર્કની સ્થાપના માટે સમજૂતી કરાર : GUJCOST અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) વચ્ચે ટેક્નોલોજી ટ્રાન્સફર, બૌદ્ધિક સંપદા સંરક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ વગેરેને પ્રોત્સાહન આપવામાં સમજૂતી કરાર9:38 AM IST
ટ્રકની ઠોકરે બે વાહન ચડતાં વેપારી સુમિતભાઇ કોઠીયા અને શહેનાઝબેન દલના મોત, તેણીના પુત્ર સમીર દલને ઇજા : જામનગર રોડ રૂડા બિલ્ડીંગ પાસે જીવલેણ અકસ્માતઃ ટ્રકે જ્યુપીટરને ઉલાળતાં તે આગળ જતાં બાઇકમાં અથડાયું પછી બંને વાહન ફંગોળાઇ ગયાઃ સિક્યુરીટીની નોકરી કરતાં માતાને પુત્ર મુકવા જતો હતો ત્યારે બનાવઃ ગાયકવાડીના મુસ્લિમ મહિલાનું માથું છુંદાઇ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું : કુવાડવા રોડ શાનદાર રેસીડેન્સીમાં રહેતાં સુમિતભાઇ જ્યુપીટર હંકારીને ઇમિટેશનના કામ માટે નીકળ્યા હતાં: તેમણે ટુંકી સારવાર બાદ દમ તોડતાં બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: બંને મૃતકોના પરિવારજનોમાં કાળો કલ્પાંતઃ અકસ્માત સર્જી ટ્રક મુકી ચાલક ભાગી ગયો3:04 PM IST
કોઠારીયા-આણંદપર વચ્ચે વાહન અકસ્માતમાં દહીંસરાના ૨૧ વર્ષના હાર્દિક માલકીયાનું મોત : રાજકોટ-મોરબી હાઇવે પર કોઠારીયામાં પખવાડીયા પહેલા જ વાડી વાવવા રાખી હતીઃ કોળી પરિવારમાં કલ્પાંત : બાઇક હંકારી વાડીએથી ગામમાં વસ્તુ લેવા જતો હતો ત્યારે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયોઃ કોઇ વાહને ઠોકરે ચડાવ્યો કે બાઇક સ્લીપ થયું તે અંગે કુવાડવા પોલીસ દ્વારા તપાસ11:06 AM IST
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: પોરબંદર ડબલ મર્ડર કેસના ફરાર પેરોલ જમ્પ કેદીને બોટાદના પાળીયાદથી ઝડપી પાડ્યો : રાજકોટ જેલમાં કરાયો સળિયા પાછળ : વચગાળાના જામીન પર છૂટીને નાસી ગયેલા 38 વર્ષીય વિજય મોઢવાડીયા વિરુદ્ધ 5 ગુનાનો ગુનાહિત ઇતિહાસ : હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી પકડાયો આરોપી : પોલીસ કમિશનરની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડની તપાસ3:33 PM IST
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું ઉષ્માભેર સ્વાગત : અષાઢી બીજના પવિત્ર અવસરે પ્રભુની નગરચર્યામાં ઉમટ્યો ભક્ત સમુદાય : શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ઉપપ્રમુખ કૌશિકભાઇ ચાવડા, મંત્રી કિશન પટેલ તેમજ કોર્પોરેટર ઘનશ્યામભાઈ હેરભા અને અશ્વિનભાઈ બાંભણિયા સહિતની ભાજપ ટીમ દ્વારા રથયાત્રાનું ભક્તિભાવપૂર્વક કરાયું ભવ્ય સ્વાગત : નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તોએ કરી પ્રાર્થના3:22 PM IST
સ્વાદપ્રિય રાજકોટના શિરે વધુ એક સુવર્ણ કલગીઃ કાલાવડ રોડ પરનું ‘કૈલાશ પર્વત' પશ્ચિમ ભારતનું બેસ્ટ વેજિટેરિયન રેસ્ટોરન્ટ : મુંબઈના ભવ્ય સમારોહમાં સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરની હાજરીમાં ૧૫૦થી વધુ રેસ્ટોરન્ટ્સ વચ્ચે ખરાખરીના જંગ બાદ મળ્યો ‘વેજિટેરિયન રેસ્ટોરન્ટ ઓફ ધ યર' નો પ્રતિષ્ઠિત એવોર્ડ2:58 PM IST
ચોટીલા-રાજકોટના વધુ ૩ શખ્સો ૩ પિસ્તોલ સાથે પકડાયા : અગાઉ મધ્યપ્રદેશ મીરઝાપુરના શખ્સ સહિત પાંચની ટોળકીને ઝડપી લેવાયા બાદ તપાસ આગળ ધપી પીસીબીએ કુલ ૧૧ શખ્સોને પકડી ૨૪ દેશી બનાવટના હથીયાર અને ૩૨ જીવતા કાર્ટીસ કબ્જે કર્યાઃ પ્રદિપ કરપડાની પુછતાછમાં વિગતો ખુલતાં ચોટીલાના જયરાજ ઉર્ફે લાલો, શ્યામ અને રાજકોટના ધ્રુવ ઉર્ફે કનૈયાને પકડી લેવાયા જયરાજ ઉર્ફે લાલો અગાઉ મર્ડર, એસ્ટ્રોસિટી અને દારૂ સહિત ૪ ગુનાઓમાં સામેલ2:29 PM IST
જેની શરૂઆત શુભ તેનું બધુ જ શુભઃ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. ભાવચંદ્રજી સ્વામી : અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી ભાવચંદ્રજી સ્વામિ આ.ઠા.નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશઃ ધર્મ યાત્રા-શુભેચ્છા સમારોહ સંપન્ન ભગવાન મહાવીર સ્વામી ચોકથી સવારે ૭:૧પ કલાકે ધર્મયાત્રાઃ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે શૌર્યભાવ ચાતુર્માસ શુભેચ્છા સમારોહમાં પરિવર્તીત થઇ : અજરામર સ્થા. જૈન સંઘના આંગણે ૧૧ પંચ મહાવ્રતધારી આત્માઓ ૪ મહિના ધર્મ આરાધના કરાવશેઃ સંઘવી પરિવારના ૪ હળુકર્મી આત્માઓની દિક્ષા બાદ પ્રથમવાર રાજકોટમાં પધરામણી થઇ છે 3:35 PM IST
ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં સહભાગી બન્યાં: મંદિરે દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોની સમાધિ સ્થાનોએ ભાવપૂર્વક દર્શન કર્યા : મહાઆરતીમાં જોડાયા : ઉર્જા રાજ્ય મંત્રીએ સેવાધર્મ માટે જાણીતા પરબધામ ખાતે ભોજન સેવા આપી ભાવિકોને ભોજન પીરસ્યું :રાજ્ય મંત્રીએ સ્વયંસેવકોનો ઉત્સાહ વધારી તેમની સેવા ભાવનાને પણ બિરદાવી : સ્વયંસેવકો સાથે સેવા કાર્યમાં પણ જોડાયાં10:15 PM IST
દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી : ચાંદીના રથમાં બિરાજમાન ઠાકોરજીના ઉત્સવ સ્વરૂપની ચાર પરિક્રમા યોજાઈ : પુષ્ય નક્ષત્રના વિશેષ સંયોગમાં હજારો ભાવિકો અને પૂજારી પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન થયો રથયાત્રા મહોત્સવ : રથને સ્તંભ સાથે અથડાવવાની પરંપરા સાથે જોડાયેલી છે મેઘમહેરની પવિત્ર લોકવાયકા10:01 AM IST
ગોહિલવાડના ગૌરવ અને કલ્પસર યોજનાના સક્રિય માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો લોકભારતી સણોસરા ખાતે યોજાશે ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ : કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને કાલે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યભરના નામાંકિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે10:24 AM IST
ધારા કડીવાર હત્યા કેસમાં કોર્ટનો કડક ચુકાદોઃ લિવ-ઈન પાર્ટનર સુરજ ભુવા સહિત ૫ આરોપીઓને આજીવન કેદ : ઝઘડા બાદ ગળું દબાવી હત્યા કરી પુરાવા ભૂંસવા લાશ સળગાવી દેવાનો આરોપ સાબિત અમદાવાદની કોર્ટે હત્યા, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાના ગુનામાં તમામને દોષી ઠેરવ્યાઃ પોલીસની ઝડપી તપાસ અને મજબૂત પુરાવાના આધારે આવ્યો ચુકાદો, મળતકના પરિવારમાં ન્યાય મળ્યાની લાગણી11:17 AM IST
કેશોદમાં ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રાના મુખ્ય મહેમાન બન્યા મેઘરાજા !: જોવા મળી જગન્નાથપુરીની ઝલક : સુગંધી ફૂલોથી સુશોભિત કરાયેલ દિવ્ય રથમાં બિરાજી ભગવાન શ્રી જગન્નાથજી સાથે મોટા ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી નીકળ્યા નગરચર્યાએ ભગવાન શ્રી જગન્નાથજીની મૂર્તિ જગન્નાથપુરીથી લાવવામાં આવેલઃ પ્રસંગની ગરિમા જળવાઈ રહે તે માટે પરંપરાગત હિન્દુ સંસ્કળતિ મુજબ અષાઢીબીજ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું: હવેલી તથા મંદિરોમાં પણ ઉત્સવની ઉજવણીઃ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત12:27 PM IST
મોરબી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ડોક્ટરોની ગેરહાજરી મુદ્દે કલેક્ટરને લેખિત ફરિયાદ. : સિલિકોસિસના દર્દીઓ કલાકો સુધી રઝળ્યા, ડોક્ટરો ફરજના સમયે ખાનગી ક્લિનિક ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ, 15 દિવસમાં પગલાં નહીં લેવાય તો માનવ અધિકાર આયોગમાં ફરિયાદની ચીમકી: CDMO દુધરેજીયાએ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા, ડોક્ટરો સમયસર જ આવતા હોવાનો દાવો.11:57 PM IST
ઉના પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન સંજયભાઈ કરશનભાઈ મકવાણા લાંચ લેતા ઝડપાયા : એસીબી પીઆઈ બી.કે. ગમારના નેતૃત્વમાં સફળ ટ્રેપ : ચાલ-ચલગતનો દાખલો કાઢવા માટે ૫૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયો આરોપી : સુપરવિઝન અધિકારી બી.કે. ગમાર અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસીબીની લાલ આંખ8:02 PM IST
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાનું આગમન: અમરેલી, સુરેન્દ્રનગર અને રાપરમાં અષાઢી બીજના દિવસે ધોધમાર વરસાદ : ખેતરોમાં ફરી લીલોતરી છવાશે : અષાઢી બીજના શુભ દિવસે થયેલા વરસાદને ખેડૂતો ‘સાતમના શુકન’ સમાન : બફારાથી રાહત, વાવણીની કામગીરીમાં આવશે તેજી : હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ વરસાદની આગાહી કરી3:06 PM IST
જેતપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સભા યોજાઈ11:16 AM IST
દીકરીને વિદાયમાં રામાયણ આપજો,રાષ્ટ્રહિત સર્વોપરી, પ્રભુભક્તિએ જીવનનો શ્વાસઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા : અયોધ્યાની પવિત્ર ધરા પરથી ગુંજ્યો રામનો જયઘોષઃ મહામંડલેશ્વર સુખરામદાસબાપૂ દ્વારા આયોજિત ૭ દિવસીય શ્રીરામ કથાનો શુભારંભઃ ડો. મહાદેવપ્રસાદ મહેતાએ આપ્યો ‘સંસ્કાર, સેવા અને રાષ્ટ્રભક્તિ'નો સંદેશ ગુરુનુ સાનિધ્ય રાખો અને વિવેકને જીવનમાં ઉતારો : જ્યારે પણ કથા-વાર્તાની વાત આવે ત્યારે ડોંગરેજી મહારાજનું સ્મરણ થવું જોઈએ, સંતો જ સમાજનો પાયો છે, હનુમાન ચાલીસાનું નામ આવે ત્યારે આપણને આપણા પૂજ્ય મોરારીબાપુનું સ્મરણ થઈ આવેઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા12:18 PM IST
વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝના આતંક અને ટેન્શનોનો કાયમી અંત? અખાતી દેશોનો નવો કિંગ-મેકર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટરપ્લાન : ઈરાનની સમુદ્ર બંધ કરવાની ધમકીઓ હવે બેઅસર બનશે:સાઉદી અને યુએઈએ જમીન માર્ગે પાઇપલાઇનોનું નેટવર્ક અરબી સમુદ્ર અને રેડ સી સુધી લંબાવ્યું: કરોડો ડોલરનું રોકાણ5:42 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
કાર્ડિફ વનડેમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો : ઇંગ્લેન્ડ સામે બીજા વનડેમાં ૪ વિકેટે પરાજય સાથે ત્રણ મેચોની સિરીઝ ૧-૧ થી બરાબર થઈ : વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની અડધી સદી એળે ગઈ : બોલિંગમાં જોફ્રા આર્ચર અને એટકિન્સનની તરખાટ સામે ભારત ૨૩૩ રનમાં ઓલઆઉટ : જો રૂટે ૯૯ રનની અણનમ ઇનિંગ રમી ઇંગ્લેન્ડને જીતાડ્યું3:01 AM IST
સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘ઉડને કી આશા’માં ૭ વર્ષનો મોટો લીપ : બાળક બદલાઈ જવાની દર્દનાક ઘટના બાદ સચિન અને સાઈલીની જિંદગીમાં આવશે નવો વળાંક : સેટ પરના બાળકો મને મારા બાળપણની સોનેરી યાદો અપાવે છે : સાઈલીના પાત્ર માટે આ એક ભારે ભાવનાત્મક અને અનપ્રેડિક્ટેબલ નવો અધ્યાય સાબિત થશે - અભિનેત્રી નેહા હરસોરા4:28 PM IST
"ભારતની દરેક ભાષામાં ફિલ્મ કરજે": પિતાની ખાસ સલાહ માનીને અદા શર્મા હવે મરાઠી સિનેમામાં ધમાકો કરવા તૈયાર : બોલિવૂડ અને સાઉથ બાદ ફિલ્મ 'ગજરા' થી મરાઠીમાં ડેબ્યૂ કરશે 'ધ કેરળ સ્ટોરી' ફેમ અભિનેત્રી : અદાએ કહ્યું- "હું મારી જાતને કોઈ એક ઉદ્યોગ પૂરતી મર્યાદિત ન રાખતા અખિલ ભારતીય કલાકાર તરીકે જોઉં છું."5:28 PM IST
જુનાગઢના વડાલના મનિષ જોષીનો જન્મદિવસ10:56 AM IST





























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































