News of Saturday, 26th April 2025
ભાવ અને પ્રભાવથી ભરપુર વિજય પટેલનો કાલે જન્મદિન
એડવોકેટ અને પુર્વ સાંસદ માટે યાદગાર દિવસ

રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટના નામાંકિત એડવોકેટ અને જાહેર જીવનમાં માનભર્યુ સ્થાન ધરાવતા જનસેવક શ્રી વિજય હરિચંદ્રભાઇ પટેલ જન્મદિવસની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્મ તા.ર૭ એપ્રિલ ૧૯૬૦ના દિવસે થયેલ. કાલે ૬૫ માં વર્ષના પંથે પ્રયાણ કરશે.
મુળ ધોળકાના વતની શ્રી વિજય પટેલ બાળપણથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છે. તેમના પિતાજી શ્રી હરિચંદ્રભાઇ પટેલ સ્વાતંત્ર્ય સેનાની અને વિધાનસભાના અધ્યક્ષ હતા. પિતાજીનું જનસેવાનું કાર્ય તેમણે ગૌરવભેર આગળ વધાર્યુ છે. તેઓ ગાંધીનગરના ભાજપના સંસદસભ્ય, દસક્રોઇના ધારાસભ્ય, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન ૦૭૯-ર૬૮પર૮૦૮ , મો. ૯૮૨૪૦ ૨૬૭૯૧. (અમદાવાદ)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
