<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ધારાસભાના નાયબ મુખ્‍ય દંડક રમણભાઇ સોલંકીનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક શ્રી રમણભાઇ સોલંકીનો જન્‍મ તા. ર૮ એપ્રિલ ૧૯૭૧ના દિવસે થયેલ. આજે સેવાભાવી જીવનના પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી રમણભાઇ સોલંકીએ ધારાસભાની ર૦રરની ચુંટણીમાં આણંદ જીલ્લાના બોરસદ મતક્ષેત્રમાં ઐતિહાસિક જીત મેળવી છે. તેઓ ભાજપના જિલ્લા મંત્રી, ઉપપ્રમુખ, પ્રદેશના મંત્રી વગેરે સ્‍થાનો પર કામગીરી કરી ચુકયા છે. સંગઠન ક્ષેત્રના બહોળા અનુભવી આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે.

મો. ૯૯૯૮૮ ૪૬૪૦ર બોરસદ.

(5:01 PM IST)