News of Thursday, 1st May 2025
એ.વી. વાઢેરને પ્રભુની મહેર છે, નિવૃતિમાં લહેર છે...હેપ્પી બર્થડે
નિવૃત અધિક કલેકટરનો ૬૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજ્યના અધિક કલેકટર કક્ષાના નિવૃત અધિકારી એ.વી. વાઢેરનો જન્મ ૧૯૫૯ના વર્ષની તા. ૧ મે ના દિવસે થયેલ. આજે ૬૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. પોરબંદર તેમનું મુળ વતન છે. રાજકોટ-દ્વારકા રેલ લાઇન વિસ્તૃતીકરણ માટે જમીન સંપાદનને લગતી કામગીરી માટે રેવન્યુ ઓફીસર તરીકે સેવા આપી હતી.
મળતા વડા માનવી એ.વી. વાઢેર અગાઉ પોલીસ સબ ઇન્સપેકટર, વડોદરામાં સરદાર સરોવર એજન્સીમાં મદદનીશ કમિશનર, રાજકોટમાં નાયબ સ્ટેમપ ડયુટી કલેકટર, વ્યારામાં પ્રાંત અધિકારી, જુનાગઢ પંચાયત તાલીમ કેન્દ્રના નિયામક, અમરેલી નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, યુવા સાંસ્કૃતિક વિભાગમાં ઓ.એસ.ડી. નાગરિક પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રોના વિભાગીય વ્યવસ્થાપક વગેરે સ્થાનો પર રહી ચુક્યા છે.
મો.૯૪૨૭૧ ૧૫૦૦૨ રાજકોટ. (૨૫.૪)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
