News of Saturday, 3rd May 2025
સોમનાથ મંદિર સુરક્ષા અને ગીર સોમનાથ હેડ ક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક સી. સી. ખટાણાનો કાલે જન્મદિવસ

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા.૩: ગીર-સોમનાથ હેડ ક્વાર્ટર અને સોમનાથ મંદિર સુરક્ષાના યશસ્વી નાયબ પોલીસ અધિક્ષક સી. સી. ખટાણા નો ૪ મે જન્મદિવસ તારીખ ૪-૫-૧૯૭૪ ના રોજ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામે જન્મેલા તેઓ એમ. એ. બી. એડ એલ. એલ. બીનો તેજસ્વી અભ્યાસ કરી ૨૦૦૪ થી ગુજરાત પોલીસમાં જોડાયા.
પોલીસમાં યશસ્વી કામગીરી સાથે બળતી મેળવી અને પોલીસ તંત્રે તેઓને ૩૧૧ જેટલા સન્માન જનક ઇનામો અને ઇનામ રૂપે રૂપિયા ૧,૩૪,૨૭૬ રકમ રોકડ એનાયત કરેલ છે.
તેઓએ મહેસાણા,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, દ્વારકા, પોરબંદર અને ગીર-સોમનાથમાં અલગ અલગ જગ્યાઓએ સફળ અને તંત્રને ગૌરવ રૂપ કામગીરી બજાવેલ છે. (મો. નં. ૮૯૮૦૦૪૬૦૯૨).
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
