ભારતમાં 1GB ડેટાની કિંમત ૧ કપ ચા કરતા પણ ઓછી : વડાપ્રધાને ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસ-૨૦૨૫નું ઉદઘાટન કર્યુ : ભારત કયારેક 2G માટે ઝજુમતું હતું આજે બધા જિલ્લાઓમાં 5G કનેકટીવીટી : ૨ લાખ ગ્રામ પંચાયતોમાં પહોંચ્યુ-કેબલ ઈન્ટરનેટઃ ઝડપથી બદલાઈ રહી છે ટેકનોલોજીઃ ઈવેન્ટમાં ૧૫૦ દેશોના પ્રતિનિધિ તથા ૪૦૦ કંપનીઓ સામેલ3:01 PM IST
સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં ઇડીનાં સામૂહિક દરોડા : કેરળ - તામિલનાડુમાં કુલ ૧૭ જેટલા સ્થળોએ કાર્યવાહી : લકઝરી કારની દાણચોરી - ગેરકાનુની વિદેશી હુંડીયામણની હેરાફેરીનાં મુદ્દે દરોડા પૃથ્વીરાજ - દુલકેર સલમાન - અમિત - નિર્માતા એન્ટો જોસેફ - લિસ્ટિન સ્ટીફન - ઐશ્વર્યા લક્ષ્મી સહિતના મોટા નામો : ન્યુઝ ફર્સ્ટ10:54 AM IST
રશિયા સેના માટે યુધ્ધે ચડેલા મોરબીના સાહિલ માજોઠીનું યુક્રેનમાં આત્મસમર્પણ : ‘‘લડવું નહોતું એટલે બંદુક હેઠે મુકીને શરણે થયો'': સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ : યુક્રેનિયન સેનાના દાવા મુજબ, સાહિલ વિદ્યાર્થી વિઝા પર રશિયા અભ્યાસ કરવા ગયો હતોઃ જાહેર કરાયેલા વીડિયોમાં સાહિલ રશિયન ભાષામાં વાત કરતો જોવા મળે છેઃ રશિયામાં ડ્રગ્સ સંબંધિત આરોપોમાં તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવેલ : સજાથી બચવા રશિયન સેનામાં જોડાવાનો વિકલ્પ સ્વીકારી લીધેલ10:54 AM IST
ડિજિટલ એરેસ્ટ મામલે CBIના ગુજરાત સહીત દેશવ્યાપી દરોડા: ઓપરેશન ચક્ર અંતર્ગત 40 સ્થળોએ દરોડાનો દોર : તપાસમાં 15,000 IP એડ્રેસ અને કંબોડિયા કનેશન પણ સામે આવ્યું: પૈસાની ઝડપી લેવડ દેવડ માટે ઉપયોગમાં લેવાતા ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ડિવાઇસ, KYC ડોલ્યુમેન્ટ્સ, સિમકાર્ડ્સ અને વ્હોટ્સએપ કોમ્યુનિકેશન આર્કાઇવ્ઝ રિકવર 12:45 AM IST
ખૂબ જ મહત્વના સમાચારો સપાટાબંધ વાંચી જાવ10:06 PM IST
દિવાળી પહેલા વાતાવરણ ખુશનુમા: કમોસમી વરસાદનો આખરે અંત! દિલ્હી-NCR અને મુંબઈમાં હવે સૂર્ય ચમકશે, ગરમીમાં વધારો થશે: જાણો આગામી 24 કલાકની આગાહી : છેલ્લા 24 કલાક: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરી પંજાબ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો9:47 PM IST
ભારતનો ગૌરવવંતો ઇતિહાસ: રવીન્દ્રનાથ ટાગોરથી અભિજીત બેનર્જી સુધી, જાણો અત્યાર સુધી કયા ભારતીયોએ જીત્યો છે નોબેલ પુરસ્કાર! : વિજેતાને સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના વસિયતનામામાંથી 1 મિલિયન યુએસ ડૉલર (અંદાજે ₹8.87 કરોડ) ની રકમ મળે છે: પુરસ્કાર સમારોહ દર વર્ષે 10 ડિસેમ્બરે, આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિના દિવસે 9:04 PM IST
બિહાર ચૂંટણી પહેલા RJDમાં ટિકિટને લઈ વિખવાદ: રાબડી દેવીના નિવાસસ્થાન બહાર મસૌરીના કાર્યકરોનો ભારે હંગામો, લાલુ યાદવે કર્યો રોષનો સામનો! : કાર્યકરોએ મસૌરીના વર્તમાન ધારાસભ્ય રેખા દેવીની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલાકો સુધી હંગામો ચાલુ રાખ્યો હતો: RJD તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું9:03 PM IST
ઇલેક્ટ્રિક ટ્રક બેટરીથી પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ! નીતિન ગડકરીએ દેશના પ્રથમ બેટરી સ્વેપિંગ સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન: લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે: ખેડૂત હવે 'અન્નદાતા'ની સાથે 'ઉર્જાદાતા' પણ બનશે : "પેટ્રોલ અને ડીઝલની આયાત પર હાલમાં ₹25 લાખ કરોડનો ખર્ચ થાય છે. હવે, જ્યારે મોટા ટ્રક બેટરી પર ચાલશે, ત્યારે તે પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડે અને ઓછા ખર્ચે માલનું પરિવહન પણ કરી શકશે."8:59 PM IST
ટાટા ગ્રૂપના આંતરિક વિવાદમાં કેન્દ્ર સરકારે કર્યો હસ્તક્ષેપ: નોએલ ટાટા-ચંદ્રશેખરન ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા; સરકારે કહ્યું, 'વિવાદ ઝડપથી ઉકેલો': ટાટા ટ્રસ્ટ બોર્ડ આગામી 10 ઓક્ટોબરના રોજ ફરી મળશે : અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે ટાટા ગ્રૂપના વરિષ્ઠ નેતૃત્વને સ્પષ્ટ વિનંતી કરી છે કે આંતરિક વિવાદને ઝડપથી ઉકેલવામાં આવે જેથી કંપનીના કામકાજ અને પ્રતિષ્ઠાને કોઈ અસર ન થાય.8:57 PM IST
કેલિફોર્નિયામાં દિવાળીને 'રાજ્ય રજા' જાહેર કરવાની તૈયારી: ગવર્નર ન્યૂસમની મહોરની રાહ, ભારતીય ડાયસ્પોરામાં ઉત્સાહનો માહોલ! : કેલિફોર્નિયામાં મોટી દક્ષિણ એશિયાઈ વસ્તી હોવાને કારણે, આ પગલું સાંસ્કૃતિક વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપશે. ગવર્નર હસ્તાક્ષર કરશે, તો તે દિવાળી (20 ઑક્ટોબર) થી અમલમાં8:58 PM IST
અમૃતસર એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ટીન કેન અને શેમ્પૂ બોટલોમાં છુપાવેલો ₹2.5 કરોડનો ગાંજો જપ્ત, બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોની ધરપકડ! : દાણચોરીની ચાલાક રીત: અધિકારીઓને શંકા છે કે આ બંને દાણચોરો એક સંગઠિત દાણચોરીના વર્તુળ (Organised Smuggling Circle) નો ભાગ હોઈ શકે છે8:56 PM IST
'વાપરવામાં સરળ અને સહાયક ટેકનોલોજી સાથે' ની પ્રોડક્ટ્સ અને સેવાઓ ડિઝાઇન કરો: RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો ફિનટેક કંપનીઓને સ્પષ્ટ સંદેશ, 'છેતરપિંડીને કાબૂમાં રાખો!' : UPI એ ચુકવણી ક્ષેત્રમાં જે કર્યું છે, તે જ ક્રાંતિ ULI ધિરાણકર્તાઓને વૈકલ્પિક ધિરાણ મોડેલ બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવીને ધિરાણ ક્ષેત્રમાં લાવશે8:55 PM IST
ઉદયપુરની દીકરીએ ગૌરવ વધાર્યું: શૌર્ય જૈનની બહેરીન એશિયન યુથ ગેમ્સ માટે ભારતની ઊંટ સવારી (Camel Riding) ટીમના કોચ તરીકે નિમણૂક! : શૌર્ય જૈન પોતે એક કુશળ ઘોડેસવાર છે. અગાઉ રાષ્ટ્રીય સ્તરે બે વખત જુનિયર અને બે વખત સિનિયર ટેન્ટ પેગિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, તેણે ઊંટ સવારીની ખાસ તાલીમ પણ મેળવી છે.9:00 PM IST
સાવધાન! જો તમે પરમાણુ પરીક્ષણ કર્યું તો મર્યા સમજો : રશિયાએ અમેરિકાને ઘેરીને સીધી ધમકી આપી : પરમાણુ પરીક્ષણ કરવા તરફ પગલાં લેશે તો તેના પરિણામો ભોગવવા પડશે : રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે જણાવ્યું હતું કે જો કોઈ દેશ પરમાણુ પરીક્ષણ કરવાનો ખોટો અને અસ્થિર નિર્ણય લેશે, તો અમે યોગ્ય જવાબ આપીશું8:43 PM IST
ભોજપુરી સ્ટાર પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે કર્યો 'બોમ્બ બ્લાસ્ટ': 'જો તમે પત્ની તરીકે સ્વીકારો તો ચૂંટણી નહીં લડું; ટિકિટનો દાવો પવનજીનું જુઠ્ઠાણું!' : 'તેઓ 15 વર્ષથી ઉચ્ચ સ્તરીય પ્રચારક છે, પરંતુ તે તે પાર્ટીમાંથી પોતાને માટે ટિકિટ મેળવી શક્યા નથી, તો આજે તે મારા માટે ટિકિટ કેવી રીતે મેળવી શકે? આ પણ પવનજીનું જૂઠ છે' 8:47 PM IST
ડોલરમાં ૫૨ વર્ષમાં સૌથી મોટો કડાકો : ૨૦૨૬ સુધીમાં તે વધુ ૧૦%નો ઘટાડો થશે : ડોલર ઇન્ડેક્સ હાલમાં ૯૮.૫૭ પર : યુએસ અર્થતંત્રમાં આંશિક સુધારો હોવા છતાં, ડોલરની નબળાઈ લાંબા સમય સુધી રહેશે : યુએસ ડોલરના ૫૨ વર્ષમાં સૌથી મોટા ઘટાડાએ વૈશ્વિક ચલણ બજારમાં આંચકા : કેટલાક નિષ્ણાતો તેને "નબળાઈની નવી લહેર" ગણાવી 8:41 PM IST
ઓલા ખરીદો અને આખી જિંદગી પસ્તાવો કરો! : એક ગ્રાહકે શોરૂમ મેનેજરને થપ્પડ મારી, અને લોકોએ કહ્યું, "અમારા તરફથી પણ એક થપ્પડ મારો " : ઓલા ઇલેક્ટ્રિક હવે ટેકનોલોજીની ગતિ ધીમી સેવાથી પાછળ રહી ગયું : લોકોમાં આક્રોશ ફાટ્યો : પરિણામે, ક્યારેક કોઈ ગ્રાહક ઓલા શોરૂમની સામે રિક્ષા પર ઓલા સ્કૂટર બેસાડે છે અને પોતાની વેદના વ્યક્ત કરતું ગીત ગાય છે8:39 PM IST
લિવ-ઇન રિલેશનશિપ ગંભીર અને ચિંતાજનક :સમાજ માટે ખતરા સમાન : આનંદીબેન પટેલે વિધાર્થીઓને આપી સલાહ : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના ચાન્સેલર આનંદીબેન પટેલે સાતમા દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતાં તેમણે યુવાનોમાં ડ્રગ્સ વ્યસન અને લિવ-ઇન રિલેશનશિપના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી8:04 PM IST
સપ્ટેમ્બરમાં ગોલ્ડે બધા રેકોર્ડ તોડ્યા : રોકાણકારોમાં સોનાનો ક્રેઝ સાતમા આસમાને: એશિયા આશ્ચર્યચકિત : સપ્ટેમ્બરમાં ભારતીય ગોલ્ડ ETF માં કુલ રોકાણ $902 મિલિયન (આશરે રૂ. 7,600 કરોડ) થયું:ઓગસ્ટમાં $232 મિલિયનથી આમાં 285% નો વધારો :યુએસ, યુકે, સ્વીત્ઝર્લેન્ડ બાદ ભારત 'ગોલ્ડ ETF' રોકાણમાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે 7:00 PM IST
મુંબઈ હુમલા વખતે કોંગ્રેસ કોના આદેશથી ઝૂકી? PM મોદીનો મોટો પ્રહાર: 'ચિદમ્બરમે કબૂલ્યું, કઈ વિદેશી શક્તિએ સેનાને રોકી?': મુંબઈને ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ : રાષ્ટ્રીય હિત કરતાં રાજકારણને પ્રાથમિકતા આપવામાં આવી હતી: જો તે સમયે મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ હોત, તો આતંકવાદીઓને તે જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો હોત6:10 PM IST
શિયાળુ પ્રવાસનનો ડબલ ધમાકો: સ્પાઇસજેટ દ્વારા ઉદયપુર અને પોર્ટ બ્લેર માટે નવી દૈનિક ફ્લાઇટ્સની જાહેરાત!: ટિકિટનું બુકિંગ સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર શરૂ : ‘શિયાળો નજીક આવતાની સાથે, અમે પ્રવાસીઓને નવી સીધી અને નોન-સ્ટોપ ફ્લાઇટ્સ સાથે ભારતના બે સૌથી સુંદર સ્થળોની સરળ ઍક્સેસ પ્રદાન કરવામાં ખુશ છીએ’6:08 PM IST
પાકિસ્તાનના 'ખડકાળ' સંબંધો: તાલિબાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાતથી ઈસ્લામાબાદમાં ફફડાટ! સંરક્ષણ મંત્રીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું: 'એક મિત્ર હવે છોડી ગયો છે' : ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અકબરે મુત્તાકીની નવી દિલ્હી મુલાકાતને મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાવી, વિશ્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત તરફ વળી રહ્યું છે6:09 PM IST
આત્મનિર્ભરતા તરફ મોટું પગલું: 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના' હેઠળ ₹10,907 કરોડની 5 લાખથી વધુ લોન મંજૂર!: જનસમર્થ પોર્ટલ દ્વારા સરળતા : લોન યોજનામાં સુધારા: વધુ લોકો સુધી પહોંચ: આ યોજના દેશના નાગરિકોને છત પર સૌર ઊર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવા માટે સરળ અને સસ્તી નાણાકીય સહાય પૂરી પાડી રહી છે6:01 PM IST
આધુનિક યુગનો નવો 'ચરખો': સેમિકન્ડક્ટર્સ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક બનશે: જ્યોતિરાદિત્ય સિંધિયા: પીએમ મોદીના નેતૃત્વમાં '4D સિસ્ટમ' ક્રાંતિ : સિંધિયાએ નિષ્કર્ષ આપ્યો કે ભારત ફક્ત ટેકનોલોજી અપનાવી રહ્યું નથી, પરંતુ નવીનતા, સસ્તી સેવાઓ અને સમાવેશકતા દ્વારા વૈશ્વિક ડિજિટલ પરિવર્તનનું કરી રહ્યું છે નેતૃત્વ5:59 PM IST
'સામાજિક ન્યાયના પ્રતીક' રામવિલાસ પાસવાનને પુણ્યતિથિ પર PM મોદીની હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ! પાસવાનના પુત્ર અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વ્યક્ત કરી કૃતજ્ઞતા: અન્ય નેતાઓએ પણ આપી શ્રદ્ધાંજલિ : ‘તેમની પુણ્યતિથિ પર મારી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ. તેમણે હંમેશા સમાજના વંચિત અને શોષિત સમુદાયોના કલ્યાણ માટે કામ કર્યું. રાજકારણ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે’5:58 PM IST
ડોડામાં પહાડી વિસ્તારમાં આફત: ભારે વરસાદથી ભૂસ્ખલન, ભદરવાહ-સિંથન ટોપમાં મોસમની પહેલી હિમવર્ષા!: કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં બરફની ચાદર : ડોડામાં ભૂસ્ખલન: 1નું મોત, 2 ઘાયલ: ભારે વરસાદને કારણે જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવા તેમજ લપસણા થવાની ઘટનાઓ વધી 6:02 PM IST
CJI ગવઈ પર વિવાદાસ્પદ ટિપ્પણી: યુટ્યુબર અજિત ભારતીની નોઈડા પોલીસે 3 કલાક સુધી કરી પૂછપરછ! 'જૂતા'ના વીડિયોથી મચ્યો હોબાળો : બિહારના બેગુસરાયના અજિત ભારતી ફ્રીલાન્સ પત્રકાર, લેખક અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ સર્જક: રાજકીય, સામાજિક અને ન્યાયિક મુદ્દાઓ પર વ્યંગાત્મક અને રોસ્ટ વીડિયોઝ માટે જાણીતા 5:50 PM IST
93મો વાયુસેના દિવસ: 'માનદ કેપ્ટન' તેંડુલકર અને ગંભીરે 'ઓપરેશન સિંદૂર'ના વીરોને સલામ કરી! ક્રિકેટ જગતે આકાશના રક્ષકોને પાઠવી શુભેચ્છાઓ : સચિન તેંડુલકર: IAFનો ભાગ બનવું ગૌરવની વાત: હિંડન એર બેઝ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં 'ઓપરેશન સિંદૂર' માં બહાદુરી દાખવનાર વીર સૈનિકોનું કરવામાં આવ્યું સન્માન5:57 PM IST
યુએઇના શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્લના જન્મદિવસે દુબઇમાં ‘અકિલા' છવાયું : રમેશભાઇ શુક્લએ યુએઇ ખાતે તેમનો ૮૭ મો જન્મદિવસ ઉજવ્યો. જેમાં તેમના ધર્મપત્નિ તરુબેન મિત્રો, સંબંધીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. કેક કટીંગ કર્યા બાદ રમેશભાઇએ ‘અકિલા' માં તેમના વિશે પ્રસિધ્ધ થયેલ લેખની પ્રિન્ટ ફોટા સાથે ઉપસ્થિત મહેમાનોને દર્શાવી તેમના માટે સૌથી મોટા ગર્વની વાત છે તેમ જણાવી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.4:11 PM IST
વિજયભાઇ રૂપાણીએ આદરેલા સેવાકાર્યો પ્રેરકઃ હોસબોલેજી : પુજિત રૂપાણીના જન્મદિને સંસ્થા દ્વારા ફનવર્લ્ડમાં બાળ સંગમ કાર્યક્રમ : પુજિત આગળ સ્વ. શબ્દ લગાવો નથી, વિજયભાઇ આગળ પણ સ્વ. ન લાગવોઃ પુરૂષોતમ રૂપાલાઃ ભાજપ સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહયાઃ પછાત વર્ગના બાળકોને ફન વર્લ્ડમાં મોજ કરાવીઃ અંજલીબેન રૂપાણી ભાવૂક થયા3:33 PM IST
સેવાયજ્ઞની સરાહના3:33 PM IST
વિજયભાઇના સેવાકાર્યો મહેકયા અને હૈયા છલકયા 3:32 PM IST
બાળકો સાથે મોજ 3:31 PM IST
ગુજરાતથી રૂસ...ડ્રગ્સ કેસમાં ૭ વર્ષની જેલ...યુક્રેનમાં સરન્ડર : યુધ્ધમાં ફસાયેલા મોરબીના મોહમ્મદ હુસૈનની કથની : જેલ સજાથી બચવા રૂસી સેના સાથે જોડાયો : કર્યો કરાર : પછી ૩ દિ'માં સરન્ડર : ૨૨ વર્ષીય હુસેન ભણવા રશિયા ગયો હતો : ડ્રગ્સમાં ફસાતા આર્મીમાં ગયો : ૧૬ દિ'ની ટ્રેનિંગ બાદ યુધ્ધ મોરચે મોકલાયો : ડર - થકાનને કારણે કર્યુ સરન્ડર3:36 PM IST
' બંધારણ પર હુમલો” અને “દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ” : જૂતા ફેંકવાની ઘટના પર CJI ગવઈની માતાએ આપી પ્રતિક્રિયા : માતા કમલ ગવઈએ કહ્યું કે આવી ઘટનાઓ બંધ થવી જોઈએ, નહીં તો આવનારી પેઢીઓ ક્યારેય માફ નહીં કરે:આ હુમલાને “ઝેરી વિચારધારા”થી પ્રેરિત ગણાવ્યો અને કહ્યું કે જે કોઈ પણ બંધારણની વિરુદ્ધ જશે તેને તેના પરિણામો ભોગવવા પડશે.1:09 PM IST
સામાજિક પ્રશ્નો, આધ્યાત્મ અને મનોરંજનનો સમન્વય ઍટલે ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’ : ‘લાલો' - અલગ જ તાસીરની ફિલ્મ : ૧૦ ઓક્ટોબરથી સિનેમાઘરોમાં :શ્રદ્ધા, મિત્રતા અને જીવનમૂલ્યોને સ્પર્શતી આ ફિલ્મ દર્શકો માટે યાદગાર બની રહેશે : ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે દરેકે પોતાની અંદર લાલાને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ : આખી ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, ભાલકા, સોમનાથ, બિલખા અને માધવપુરમાં થયું છે : આ ફિલ્મનું ‘દ્વારિકાનો નાથ' ગીત હાલ ધૂમ મચાવી રહ્યું છે : કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજુમદારના ગીતો સહિત સાત ગીતો, સ્મિત જયનું સંગીત : ફિલ્મની વાર્તા માનવીય લાગણીઓ, ભક્તિ, સંબંધો અને જીવનમાં શ્રીકૃષ્ણના સહયોગને ઝલકાવે છે : સંપૂર્ણ ગુજરાતીપણા અને કાઠિયાવાડી લહેકાને લઇને આવતી ફિલ્મમાં લાલો થિયેટરમાં તમને મળવા આવી રહ્યો છે તો આપણે પણ જરૂર લાલાને મળવા જવું જ જોઇએ! ફિલ્મના પિક્ચરાઈઝેશનની વાત કરીએ તો લોકો આ ફિલ્મને જૂનાગઢના શુભમ ગજ્જરની નજરેથી આ ફિલ્મ જોશે. શુભમ અને તેમની ટીમ મીત પટેલ, ઉદય ગજ્જર અને દેવાંગ મહેતા દ્વારા સુંદર રીતે દૃશ્યો કંડારવામાં આવ્યા છે. બોલીવૂડના જાણીતા ગાયક દિવ્યકુમારે આમા કૃષ્ણ થીમ સોંગ ગાયુ છે. 1:05 PM IST
૬૭,૦૦૦ મૃત્યુ : ચારમાંથી એક વ્યક્તિ ભુખમરાનો શિકાર : ૮૨% વિસ્થાપિત : બે વર્ષના યુદ્ધ પછી ગાઝા કેવી હાલતમાં છે ? ઇઝરાયલની બદલાની કાર્યવાહીએ બધા ધોરણોને તોડી નાખ્યા, ગાઝાને પૃથ્વી પરના નર્કમાં ધકેલી દીધો :ગાઝામાં આશરે ૧૯૩,૦૦૦ ઇમારતો નાશ પામી છે અથવા નુકસાન થયું છે : ગાઝાના કેટલાક ભાગોમાં દુષ્કાળની પુષ્ટિ થયા પછી, ૩૬ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૭૭ લોકો ભૂખમરા અને કુપોષણથી મૃત્યુ પામ્યા છે11:48 AM IST
ઢગલા બંધ સમાચાર: ઝડપભેર વાંચી જાવ10:22 AM IST
૩૬ દિવસમાં ૧૯ લોકોના મોત : ૪૮૪ કોલ્ડ્રિફ સિરપ ગાયબ : શું અન્ય બાળકોએ પીધી : અનેક સવાલો થયા ઉભા : આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લા હજુ સુધી છિંદવાડાની મુલાકાતે આવ્યા નથી : તમિલનાડુની કંપનીએ જબલપુરના એક ડીલર સાથે સોદો કર્યો હતો જેથી ખાતરી કરી શકાય કે બધી કોલ્ડ્રિફ સિરપ ફક્ત એક જ ડીલર સુધી પહોંચે : વહીવટીતંત્ર પાસે ૪૮૪ કોલ્ડ્રિફ સિરપનો કોઈ હિસાબ નથી 9:17 PM IST
યુવાનો બેચેન છે: 'EMI ની દુનિયા' અને 'પેપર લીક'ના ચક્કરમાં, દેશ નવીનતામાં પાછળ રહી જશે! - પૂર્વ NCERT ડાયરેક્ટરનો સણસણતો સવાલ : યુવાનોની આકાંક્ષાઓ પૂરી કરવી એ માત્ર તેમની વ્યક્તિગત જવાબદારી નથી, પરંતુ દેશની પ્રાથમિકતા છે. સરકાર અને વિપક્ષ આ ગંભીર મુદ્દાને ચૂંટણીલક્ષી રાજકારણથી ઉપર ઉઠીને સંબોધે 9:56 PM IST
વૈશ્વિક ચિંતાનો વિષય! 10 કરોડથી વધુ લોકો ઈ-સિગારેટના વ્યસની, WHO નો ધડાકો: ઈ-સિગારેટ પીતા બાળકોની સંખ્યા પુખ્ત વયનાઓ કરતાં 9 ગણી વધારે! : મહિલાઓમાં તમાકુનો ઉપયોગ 2010 માં 11% થી ઘટીને 2024 માં 6.6% થયો છે, જે એક હકારાત્મક સંકેત છે. જોકે, પુરુષોમાં ઘટાડો ધીમો છે (2010 માં 41.4% થી 2024 માં 32.5%)10:03 PM IST
'કેરીની જેમ નારંગી કેવી રીતે ખાવી?'; ફડણવીસે અક્ષય કુમારને જણાવી 'નાગપુરિયા સ્ટાઇલ', 'નાયક' ફિલ્મને કારણે થયેલી મુશ્કેલીનો પણ કર્યો ખુલાસો! : "હું તમને એક નવી રીત કહીશ. નારંગીને છોલ્યા વગર, તેને બે ભાગમાં વહેંચો. તેના પર મીઠું છાંટવું અને પછી તેને કેરીની જેમ ચૂસવી. આનાથી સ્વાદ બમણો થઈ જાય છે..!”10:07 PM IST
મા વૈષ્ણો દેવીના ભક્તો માટે મહા-ખુશખબર! 3 દિવસના વિરામ બાદ આ તારીખે સવારે 6 વાગ્યાથી યાત્રા ફરી શરૂ થશે: શ્રાઇન બોર્ડે કરી સત્તાવાર જાહેરાત! : શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે યાત્રા સંબંધિત માહિતી માટે હંમેશા બોર્ડના સત્તાવાર માધ્યમો દ્વારા જ અપડેટ્સ મેળવે. લાંબા સમયના વિરામ બાદ યાત્રા શરૂ થતાં ભક્તોમાં ખુશીની લહેર 10:08 PM IST
યુક્રેને હાઈમાર્સ રોકેટ વડે રશિયાના બેલ્ગોરોડમાં ઊર્જા સુવિધાઓને ફરી નિશાન બનાવી: મોટા વિસ્તારમાં અંધારપટ, વ્યાપક નુકસાનના અહેવાલ: ઠેર ઠેર યુદ્ધના ધોરણે જનરેટર લગાડવાનું શરૂ : લાખો–હજારો લોકોને વીજળી વિના રહેવું પડ્યું: આ હુમલાઓ રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો બદલો લેવા માટે થઈ રહ્યા છે11:15 PM IST
બિગ બોસ કન્નડ હાઉસ સીલ : સ્પર્ધકોને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે : આદેશ બાદ, હોસ્ટ કિચ્ચા સુદીપ અને સ્પર્ધકોને શોમાંથી બહાર કાઢવામાં આવશે : કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પર્યાવરણીય ઉલ્લંઘનને કારણે બિદાદીમાં બિગ બોસ કન્નડ રિયાલિટી શોના સ્ટુડિયો પરિસરને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો11:26 PM IST
CBI ની સર્જિકલ સ્ટ્રાઈક: ઇન્ટરપોલ ઓપરેશન હૈચી-VI માં 8 મુખ્ય આરોપીઓની ધરપકડ, કરોડો રૂપિયાના છેતરપિંડીનો પર્દાફાશ : આ ઓપરેશનમાં સાત ચોક્કસ પ્રકારના સાયબર ગુનાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા : જેમાં વોઇસ ફિશિંગ, લવ/રોમાન્સ કૌભાંડો, ઓનલાઈન સેક્સટોર્શન, રોકાણ છેતરપિંડી, ગેરકાયદેસર ઓનલાઈન જુગાર સંબંધિત મની લોન્ડરિંગ, બિઝનેસ ઈમેલ સમાધાન અને ઈ-કોમર્સ છેતરપિંડીનો સમાવેશ થાય છે11:27 PM IST
ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલા સાથેના રાજદ્વારી પ્રયાસો અચાનક થંભાવી દીધા, ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ કાર્ટેલ મુદ્દે વેનેઝુએલા વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની સંભાવના વધી: માદુરોની ધરપકડ માટે અમેરિકાએ ૫૦ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરેલ છે : યુએસએનો હેતુ માદુરોને સત્તા પરથી દૂર કરવાનો છે, કારણ કે તેમનો દાવો છે કે માદુરોની સરકાર અમેરિકા વિરુદ્ધ કાર્યરત ડ્રગ કાર્ટેલ્સને સક્રિયપણે સમર્થન આપી રહી છે11:52 PM IST
યુક્રેનના યુદ્ધ મોરચેથી ગુજરાત માટે ચિંતાજનક સમાચાર: રશિયન સેના સાથે રહીને યુક્રેન સામે લડી રહેલો મોરબીનો ૨૨ વર્ષીય યુવાન માજોટી સાહિલ મોહમ્મદ હુસૈન પકડાયો: લડવું નહોતું એટલે બંદૂક હેઠે મૂકી શરણે થયો : યુક્રેનિયન સેનાના દાવા મુજબ, સાહિલ વિદ્યાર્થી વિઝા પર રશિયા અભ્યાસ કરવા ગયો હતો: જાહેર કરાયેલા વીડિયોમાં સાહિલ રશિયન ભાષામાં વાત કરતો જોવા મળે છે: રશિયામાં ડ્રગ્સ સંબંધિત આરોપોમાં તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવેલ: સજાથી બચવા રશિયન સેનામાં જોડાવાનો વિકલ્પ સ્વીકારી લીધેલ12:11 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાવિશ્વકર્માની મુલાકાત12:14 PM IST
એકલા રખડતા બાળકોનું માતા પિતા સાથે મિલન એટલે ઓપરેશન સ્માઇલ : પોલીસનું નામ પડતા એક ડરામણી અને અણગમતી છબી ઉપસે છે, પણ આ સત્ય નહિ અર્ધ સત્ય છે, એવું આ વાંચી લાગ્યા વગર નહિ રહે : ૫ વર્ષમાં ૩૫૫૩ બાળકોનું માતા પિતા સાથે મિલન..ગત માસે ૧૩ થી ૨૭ સુધીમાં ૧૫૮ બાળકોને પરિવાર સાથે મિલન કરાવ્યું ત્યારે ઇશ્વરે સારા કાર્યમાં નિમિત્ત બનાવ્યાનો આત્મ સંતોષ થયો...CID ના એડિશનલ ડીજીપી અજય ચોધરીએ હર્ષના આંસુ સાથે અકિલા સમક્ષ પોલીસનું અલગ સ્વરૂપ વર્ણવ્યું : વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં જેના ચીત્રો ગુજરાતની આન,બાન શાન વધારી રહ્યા છે તેવા આ સિનિયર IPS કહે છેકે નવા CID વડા અને ગળહમંત્રી પણ આવા કાર્યમાં રુચિ ધરાવે છે, અમારી ટીમનો ઉત્સાહ બેવડાઈ ગયો છે2:23 PM IST
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જન વિશ્વાસ – સેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ થવા અવસરે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો બીજો દિવસ : વિશાળ યુવાશક્તિ – ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ આપણી સૌથી મોટી મૂડી છે અને વડાપ્રધાનશ્રીએ આ મૂડીને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે દેશની તાકાત બનાવવાનો નિર્ધાર કર્યો છે: ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ સંપન્ન : 658 ભરતી મેળાઓ દ્વારા ખાનગી ક્ષેત્રમાં રોજગાર મેળવનારા 55 હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્રો – 25 હજારથી વધુ યુવાઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત થયા : ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન મળે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે એમ.ઓ.યુ. થયા : પોતાની સ્કિલ, વિલ અને ઝિલથી પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતી યુવાશક્તિને સ્કિલ ડેવલપમેન્ટ માટેનો નવો રાહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દર્શાવ્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત3:42 PM IST
આણંદ ખાતે વિરાટ હિન્દુ ધર્મસભા યોજાશે2:47 PM IST
એકાદ બે સપ્તાહમાં જ ભાજપ પ્રદેશ માળખામાં મોટા ફેરફાર થશે તે નક્કી : ગુજરાત ભાજપના સુકાનીની નિયુક્તિ બાદ હવે સંગઠનના માળખામાં ફેરફાર કરવાની દિશામાં કવાયત શરૂ થઇ છે : પાલિકાની ચૂંટણી જીતવી એ નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનું લક્ષ્ય રહ્યુ છે તે જોતાં સંગઠનને વ્યૂહાતમક રીતે સજ્જ કરવાની દિશામાં તૈયારીઓ કરાઈ છે3:27 PM IST
વડતાલધામમાં ૨૦૦ વર્ષ પૂર્વેની પરંપરા મુજબ શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો : શિક્ષાપત્રીલેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા આચાર્ય મહારાજે દેવોને અર્પણ કરી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદસ્થાપન આમંત્રણ પત્રિકાનું પૂજન તથા લેખન કરાવ્યું: વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, બાલકળષ્ણ સ્વામી (મેમનગર), ધર્મવલ્લભસ્વામી (સુરત ગુરૂકુળ) વિવેકસાગર સ્વામી (સાળંગપુર કોઠારી), હરીકેશવસ્વામી (ધોલેરા), જુનાગઢ પ્રદેશ વતી રાધારમણસ્વામી (રાજકોટ) ગઢપુર પ્રદેશવતી હરિઓમસ્વામી (વડતાલ લ.દેવપાઠશાળા) સહિતના ઉપસ્થિત1:28 PM IST
રીઢા મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામાએ સાગ્રીત સાથે મળી કાર ચોરીઃ વેંચે એ પહેલા પકડાયો : મંદિરોમાં ચોરીઓ કરવાની આદત ધરાવતો ભુરી લૂંટ, મારામારી સહિત ૩૪ ગુનાઓમાં સામેલ : માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમની કાર્યવાહીઃ હેડકોન્સ. અજયભાઇ વિકમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટીની બાતમી2:28 PM IST
ઉત્તરક્રિયામાં ગયેલા બે ભાઇઓ, નાની પર નામચીન સાવન ઉર્ફ લાલી અને તેના મામા અકનનો હુમલો : જામનગર રોડ વાલ્મિકીવાડીમાં કરસનભાઇ ટાઉનશીપ આવાસ ક્વાર્ટરમાં બનાવ : પરસાણાનગરના મિલન જેઠવાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યોઃ મિલનના નાના ભાઇના પત્નિ નાસ્તો લઇને આવતાં હતાં ત્યારે તેની સાથે અકન ઘાવરીએ ગેરવર્તન કર્યુ હોઇ તેને અને તેના ભાણેજ લાલીને સમજાવતાં જતાં રહ્યાઃ બાદ છરી-ધોકા સાથે આવી તૂટી પડયા2:27 PM IST
એસટી બસ પોર્ટના ગેઇટ પાસે સિક્યુરીટી સાથે વાત કરી રહેલા વૃધ્ધ માટે બસ ‘કાળ' બની : વાડી માટે આંબામાં છાંટવાની દવાનું પાર્સલ લેવા મિત્ર સાથે ગયા હતાં અમેરિકાથી થોડા મહિના પહેલા જ રાજકોટ સ્થાયી થયેલા ૬૫ વર્ષના દિનેશભાઇ મારવણીયા મોટા મવામાં પત્નિ સાથે રહેતાં હતાં: નાના ભાઇ સુરેશભાઇની ફરિયાદ પરથી બસ ચાલક સામે ગુનો નોંધાયો :મિત્ર કમલેશભાઇએ કહ્યું-હું ઇનાવો ચાલુ રાખીને ઉભો હતો, દિનેશભાઇ દવાનું પાર્સલ ક્યાં આવે? તે પુછવા ગયા અને બસની ઠોકરે ચડી ગયા12:51 PM IST
ભાજપ રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ડર્યુઃ વાહીયાત નિવેદનોથી માનસિકતા છતીઃ વશરામભાઇ સાગઠીયા : બિહારમાં ભાજપના પ્રવકતા દ્વારા જાહેરમાં રાહુલને છાતીમાં ગોળી મારવાની વાતથી દેશભરમાં હોબાળોઃ રાજકોટમાં પણ વિરોધ કોંગી કોર્પોરેટરો તથા આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને રજુઆતઃ સુરક્ષા વધારવા- ફરિયાદ નોંધવા માંગ4:02 PM IST
આંબેડકરનગરમાં ધર્મેશ ઉર્ફ રાધેએ મહિલાને કામે રાખી દારૂની ભઠ્ઠી ચાલુ કરી'તીઃ ૨.૫૪ લાખનો મુદ્દામાલ કબ્જે : અગાઉ ૧૨ ગુનામાં સામેલ રાધે પાસામાં પણ જઇ આવ્યો છે દારૂ ઉતારી રહેલી સીતા કટારાની અટકાયતઃ રાધેની શોધખોળઃ માલવીયાનગરના અજયભાઇ વિકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવીની બાતમીથી પીએસઆઇ એમ. જે. ધાધલની ટીમની કાર્યવાહી4:14 PM IST
બાળકોને ક્રિકેટ નહિ રમવા દે તો સોસાયટીમાં રહેવા નહિ દઇએ...વૃધ્ધને બેટથી માર મારવાનો પ્રયાસઃ ખૂનની ધમકી : ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક સિધ્ધી વિનાયક પાર્કમાં બનાવ : અવાર-નવાર છોકરા દડા ઘરમાં આવવા દઇ નુકસાની કરતાં હોઇ સિનીયર સિટીઝન પ્રવિણભાઇ નાગ્રેચાએ ફરિયાદ કરતાં બાળકોના વાલીઓ અમરજીત માન, સિધ્ધાર્થ રાણા મારવા દોડયાઃ અમરજીતના પત્નિએ ધમકી દઇ કહ્યું-તું બહાર નીકળીશ તો જીવતો નહિ રહેવા દઉં: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો2:24 PM IST
રિક્ષામાં બેસાડી ઉલ્ટીનું નાટક કરી ૧૫ દિ'માં ૩૬ મુસાફરોના ખિસ્સા કાપ્યાઃ પ્રકાશ ઝડપાયો, સુત્રધાર ધનજીની શોધખોળ : ક્રાઇમ બ્રાંચે હુડકો ચોકડીના અને હાલ શક્તિનગરમાં રહેતાં શખ્સને દબોચ્યોઃ પરપ્રાંતિય અથવા વૃધ્ધોને રિક્ષામાં બેસાડી ઉબકાનું નાટક કરી રોકડ સેરવી લઇ મુસાફરને ઉતારી મુકતાં: અન્ય સાગ્રીતોના નામ ખુલ્યા : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની રાહબરીમાં પીએસઆઇ પરમારની ટીમની કામગીરીઃ રણજીતસિંહ, વિજયરાજસિંહ અને સંજયભાઇની બાતમી3:30 PM IST
રાષ્ટ્રીય સુરક્ષા, સાગર સુરક્ષા અંગેની રણનીતિની તાકીદની સમીક્ષા થઇ : દબાણો દૂર થયા બાદ, ફરી દબાણ ન થાય તે માટેની જવાબદારી સુપ્રત કરતા રેન્જ આઇજી અશોક કુમાર યાદવ : રેઢા ટાપુઓ અંગે સરપ્રાઇઝ ચેકીંગ, દરિયા કાંઠે રહેતા લોકોને વિશેષ તાલીમ આપી દેશ હિતમાં પોલીસ સાથે જોડવાના પ્રયાસો કેટલા સફળ રહ્યા ? એસપી જયરાજસિંહ વાળા વિગેરે સાથે બેઠકોનો ધમધમાટ 3:32 PM IST
તેરા તુજ કો અર્પણ: કચ્છમાં મુન્દ્રા પોલીસે ૨૧ લોકોને ૪ લાખની ની કિંમન ના ૨૧ મોબાઈલ પરત અપાવ્યા : મુન્દ્રા ઉદ્યોગિક શહેર છે અને અહીં અન્ય રાજ્યો ના લોકો રોજી રોટી માટે આવ્યા છે ત્યારે મુન્દ્રા પોલીસ ની ટીમએ છેલ્લા ત્રણ મહિના માં કુલ ૪ લાખ ૨ હજારના ૨૧ મોબાઈલ સંબંધિત માલિક ને અર્પણ કર્યા : પીઆઈ રાકેશ ઠુંમ્મર9:23 AM IST
અમરેલીનાં લીલીયા ખાસ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા સ્થાનિક પ્રશ્નોને લઈને ભારે વિરોધ : ભાજપ,કોંગ્રેસ,આમઆદમી પાર્ટીના કાર્યકરો શહેરોજનોની સમસ્યા મુદ્દે એક થઈ લડ્યા પાછલા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર, નલ સે જલ યોજના અને આરોગ્ય કર્મચારીઓની કામચોરી સહિતના પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત : પોલીસ પ્રોટેકશન તળે ગ્રામસભા યોજવા સત્તાધીશોને ફરજ પડી1:21 PM IST
વિસાવદરના માજી ધારાસભ્ય ધીરૂભાઈ ફૂલભાઈ રિબડીયાનુ અવસાન : ગુરૂવારે બપોરે ૩ વાગ્યે અંતિમયાત્રા : સુધરાઈ પ્રમુખના કાર્યકાળ દરમિયાન રિબડીયાએ સતાધારથી વિસાવદર સુધી પાઈપલાઈન દ્વારા નળ વાટે પાણી પહોંચાડયુ હતું જે સુવિધા આજેય યાદગાર છે : જાહેર જીવનના સરળ, નિખાલસ, પારદર્શક અને ખુમારીભર્યા ઝીંદાદીલ વ્યક્તિત્વનો અસ્ત : સાચા લોકસેવકની વિદાય11:12 PM IST
ચડ્ડી બનિયાનધારી ગબી ગેંગના ૭ દિવસ ના રિમાન્ડ: કચ્છ ઉપરાંત અમદાવાદ, સાણંદ, ખેડામાં ઘરફોડ ચોરીના ૨૬ ગુના : કચ્છમાં ૧૦ ગુના, માસ્ટર માઇન્ડ સાળો બનેવી ગોપાલ ઉર્ફે ગબી અને બાબુ બંનેને ઝડપવાના બાકી : સરકારી કે ખાનગી બસોમાં બેસીને પહેલા સામખિયાળી જેવા સેન્ટરમાં ઊતરતા ત્યાંથી ગેંગના સભ્યો જુદી-જુદી દિશાઓમાં નીકળી જતા 1:34 PM IST
જામનગરમાં શ્રાવણી મેળો પત્યા બાદ વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ બાદ વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદન પત્ર આપ્યું : તપાસ સમિતિ દ્વારા મોટા મગરમચ્છોને છોડી નાના નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો : અધિકારીઓની મીલીભગતથી મહાનગરપાલિકાને આર્થિક નુકશાન થયું1:31 PM IST
વૃક્ષો વાવવા અને ઉછેરવા એ દરેક નાગરિકની જવાબદારી છે : ડો વિરમભાઇ ગોઢાણીયા : ભૌતિક લાલસાની દોડમાં પર્યાવરણની અવગણના કરી છે ત્યારે ‘વૃક્ષો વાવો અને વવડાવો': દરેક પરિવારનો એક સભ્ય વૃક્ષ વાવે તો પર્યાવરણની અવગણના અટકે : વી.ડી. બાલા પોરબંદરની ગોઢાણિયા ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે રાજકોટની નવરંગ નેચર ક્લબ દ્વારા રાહદરે ફૂલછોડ વિતરણ આયોજન સંપન્નઃ મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટ્યા3:37 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
ICC મહિલા વર્લ્ડ કપ 9મી મેચ: બેથ મૂનીની 'માસ્ટરક્લાસ' સદી: 76/7 ની ભયાનક સ્થિતિમાંથી ઓસ્ટ્રેલિયાને 221/9 સુધી પહોંચાડ્યું! પાકિસ્તાન સામે જીત માટે 222 રનનો પડકાર : હવે, પાકિસ્તાનને જીતવા માટે 50 ઓવરમાં 222 રન બનાવવાનો મુશ્કેલ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. વિકેટમાં ટર્ન છે અને ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન બોલરો તેનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર 8:54 PM IST
બિદાઈ ફેમ મુસ્લિમ અભિનેત્રી સારા ખાને કર્યા કોર્ટ મેરેજ! બની રામાયણના 'લક્ષ્મણ'ના પુત્રની પત્ની; 19 વર્ષે થયેલા પહેલા લગ્નની રાત સેટ પર ઉજવી હતી : 'કુબુલ હૈ' થી 'સાત ફેરે' સુધીની અનોખી પ્રેમકથા: સારાએ સોશિયલ મીડિયા પર તેમના કોર્ટ મેરેજના દસ્તાવેજો શેર કરીને આ ખુશીની જાહેરાત કરી, અને સાથે જ 5 ડિસેમ્બરે ભવ્ય લગ્ન કરવાની પણ કરી ઘોષણા6:03 PM IST































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































































