News of Friday, 9th May 2025
જનકલ્યાણ ટ્રસ્ટ ચેરમેન ઉમેશ મહેતાનો કાલે ૬૭ મો જન્મદિવસ

રાજકોટઃ આકાશવાણી નિવૃત્ત (આસિંસ્ટટ એન્જિનિયર) અને જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો આવતી કાલે તા. ૧૦ ૬૭ મો જન્મદિવસ છે. ૧૮ વર્ષથી ભૂજમાં આશાપુરા માતાજીએ ચાલીને જતા યાત્રિકો માટે પદયાત્રી કેમ્પનું ભુજમાં આયોજન કરેલ છે. તેઓએ અત્યાર સુધીમાં ૩૦ વખત રકતદાન કરેલ છે તેમજ ૪ર રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. નાથળીયા ઉનેવાળા બ્રહ્મસમાજ ટ્રસ્ટમાં રર વર્ષથી માનદ મંત્રી તરીકે સેવા આપે છે. જેમાં છેલ્લા ૩૮ ચક્ષુદાન તથા ૭ દેહદાન કરાવેલ છે. શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં સ્લીપર વિતરણ, ઠંડી છાસ તથા પાણીનું વિતરણ સંસ્થા દ્વારા વિગેરે સેવા કાર્યો કરે છે
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
