News of Friday, 9th May 2025
યુવા એડવોકેટ અને રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હરેશ લાવડીયાનો જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ અને રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હરેશ લાવડીયાનો આજે જન્મદિવસ છે મુળ વતન મોટાદડવા ગામ અને રાજકોટ શહેરમાં રેવન્યુ ક્ષેત્રમા઼ વકીલાતની પ્રેકિટસ કરતા હરેશભાઇએ વકીલાતની શરૂઆત રાજકોટના ખ્યાતનામ એડવોકેટ તથા શ્રી કેતનભાઇ મંડ સાથે કરેલ તેઓ રાજકોટ ડિસ્ટીકટ કો-ઓપરેટીવ બેન્ક તથા રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં પેનલ એડવોકેટ તરીકે જોડાયેલા છે.
રાષ્ટ્રવાદી વિચારધારાના રંગે રંગાયેલા યુવા મોરચામાં રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે બે ટર્મ થી જવાબદારી નિભાવે છે. અગાઉ જસદણ તાલુકાના યુવા ભાજપ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સુપેરે નિભાવી ચૂકયા છે. સામાજિક સંગઠન આહિર સ્ટુડન્ટ વેલફેર ગૃપ, આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગૃપ, આહીર લીગલ ફોરમ જેવાસંગઠનો સાથે પણ જોડાયેલા છે. મો. નં. ૭૮૭૮૫૫૧૪૫૬
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
