News of Friday, 9th May 2025
ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનના એડમીન કિરીટભાઈ કેસરીયાનો જન્મદિવસ

રાજકોટઃ રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયાનો આજે ૭૨મો જન્મદિવસ છે. તેઓ ૨૭ વર્ષથી ખાસ કરી લોહાણા જ્ઞાતિનો વિકટ પ્રશ્ન બની ગયેલ દિકરા દિકરીનાં વેવિશાળના મુદે કાર્યરત છે. વોટસએપ દ્વારા ૭૦ ગ્રુપની શરૂઆત કરી દિકરા-દિકરીઓની માહિતી ઘર બેઠા પરસ્પર મળી રહે તે માટે બાયોડેટાની આપલે કરી નવતર પ્રયાસ કર્યો છે. તેઓ ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનમાં એડમીન તરીકે સેવા આપી રહ્યાં છે.
ઉપરાંત અનેક મેરેજ બ્યુરોમાં પોતાની સેવા આપી રહ્યા છે. લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમિટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહિતની જ્ઞાતિ સંસ્થાઓમાં સક્રિય છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે. વિજય બેંકમાં અધિકારી પદે રહી નિવૃત થઈ હાલમાં નાગરિક બેંકની યાજ્ઞિક રોડ શાખામાં વિકાસ કમિટીમાં પણ મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. (મો.૭૯૮૪૫ ૦૭૭૭૦) (વ્હોટસએપ મો.૯૮૨૪૨ ૨૪૨૭૦).(
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
