<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

વિરેન્‍દ્રભાઇ સંઘવીનો કાલે જન્‍મ દિવસ

રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયનાં ટ્રસ્‍ટી

 

 

રાજકોટ  : રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયનાં ટ્રસ્‍ટી તથા જીવદયા કાર્યકર  વિરેન્‍દ્રભાઈ સંઘવીનો કાલે તા. ૧૧  નાં જન્‍મદિવસ છે.  તેઓ આરૂણી હોસ્‍પીટલમાં રેડીયો થેરાપીસ્‍ટ તરીકે ફરજ બજાવે છે.  આ અગાઉ અલગ અલગ કેન્‍સર હોસ્‍પીટલમાં રેડીયેશન ટ્રીટમેન્‍ટ નો ર૯ વર્ષનો અનુભવ ધરાવે છે. જૈન એલર્ટ ગ્રુપ ઈન્‍ડીયા ભારતભરમાં સ્‍થાપક સભ્‍ય તરીકે છે જવાબદારી વહન કરી રહયા છે પ્રકળતિપ્રેમી હોઈ નેચર કલબ  તથા ટ્રેકીંગ કેમ્‍પ ના આયોજનો કરતા રહે છે.

 રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં રંગે રંગાઈને બાલ્‍યકાળથી સ્‍વયંસેવક તથા અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કોલેજકાળમાં પ્રાંત કારોબારી સભ્‍ય સુધીની જવાબદારી પણ નિભાવેલ છે. 

બીજેપી વોર્ડ નંબર ૨ ના સક્રિય કાર્યકર્તા છે. મહારાજ સાહેબ તથા મહાસતીજીઓની વૈયાવચ્‍ચમાં અગ્રેસર રહે છે.  તેઓ જીવદયાગ્રુપ, શ્રી જનસેવા ટ્રસ્‍ટ, પાંજરાપોળ, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત રર વ્‍હાલુડીનાં વિવાહ, વડીલ વંદના સેવા કાર્યક્રમ, જીવન સાથી પસંદગી અવસર વગેરેમાં જોડાયેલા સેવા આપેલ છે.

 અબોલ જીવોને બચાવવાની કામગીરી, જીવ છોડાવવાની કામગીરી તેમને ખૂબ જ ગમતું કાર્ય છે.  આ શુભદીને તેમનાં મીત્રવર્તુળ તથા સમાજનાં અગ્રણીઓ તરફથી વિરેન્‍દ્રભાઈ સંઘવીનાં મોબાઈલ નંબર ઉપર (મો. ૯૪૦૯૦૧૮પ૭૦) પર શુભેચ્‍છા મળી  રહી છે. (પ-ર૬)

(1:17 PM IST)