<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

સંઘર્ષશીલ નેતા, સ્‍પષ્ટ વકતા, અ.ભા.વિદ્યાર્થી પરિષદના પ્રદેશના પૂર્વ મહામંત્રી વિબોધ દોશીનો જન્‍મદિવસ

રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી, પૂર્વ સેનેટર, રાજકોટ નાગરિક બેન્‍કના પૂર્વ મેનેજર વિબોધ દોશીનો તા. ૧૨ મે ને સોમવારે જન્‍મ દિવસ છે. વિદ્યાર્થી અવસ્‍થાથી સંઘર્ષશીલ નેતા રહેલા  વિબોધ ભાઈની હાઇસ્‍કૂલના અભ્‍યાસ દરમિયાન થયેલ એક આંદોલનમાં ધડપકડ થયેલ અને બાળ અદાલતમાં રજૂ કરેલા હતા. વાંકાનેર, રાજકોટ અને ત્‍યારબાદ અમદાવાદ રહીને તેઓના નેતળત્‍વમાં સેકડો વિદ્યાર્થી તેમજ યુવા આંદોલનો થયેલા છે.  આજે તેમના ૬૨ મો જન્‍મદિવસ છે. રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના તેઓ  બાલ્‍યાવસ્‍થાથી ૫૦ વર્ષ જૂના સ્‍વયં સેવક છે. વ્‍યક્‍તિ પૂજા દ્વારા કોઈ હોદ્દો કે પદ મેળવવાને બદલે સંપૂર્ણપણે સત્‍ય અને વિચારધારાને વરેલું વ્‍યક્‍તિત્‍વ એટલે શ્રી વિબોધ દોશી. સત્‍ય માટે ગમે તેવા રાષ્‍ટ્રીય નેતાને મોઢામોઢ સ્‍પષ્ટવકતા તરીકે પોતાનો મુદ્દો દલીલો સાથે રજૂ કરવો અને કારકિર્દીની કોઈ પરવા ન કરવી તે એમની આગવી ખાસિયત છે.

રાજકોટ નાગરિક બેન્‍કની કરોડો રૂપિયાના ગંભીર બાબતો માટે પોતાની મેનેજર તરીકેની નોકરીને દાવ પર લગાડી દીધેલ  નાગરિક બેન્‍કને પોતાની માં સમજીને  સંસ્‍થાના હિત માટે તેઓશ્રી બેન્‍કના સતાધિશો સામે મેદાને પડ્‍યા હતા. જેના પરિણામ સ્‍વરૂપ કોઈ ડિપાર્ટમેન્‍ટલ ઇન્‍ક્‍વાયરી કે ચાર્જશીટ આપ્‍યા વગર ટર્મિનેટ કરાયા હતા. આની સામે છેક સુપ્રીમકોર્ટ માંથી સ્‍ટે મેળવીને બેન્‍કમાં ચાર મહિનાથી વધુ પુનઃ નોકરી કરેલ. ત્‍યારબાદ વય મર્યાદાને કારણે તેઓ નિવળત થયા  હતા.

શ્રી વિબોધ ભાઈના સંસારી માતુશ્રી લલિતાબહેન  નવિનચંદ્ર દોશીએ જૈન સંપ્રદાય પ્રમાણે સંથારો-અનશન લીધેલ જે એકાદ સપ્તાહ ચાલેલ. શ્રી રાજેશ મુનિના આશીર્વાદથી લીધેલ સંથરાના અંતે તેઓશ્રીએ જૈન દીક્ષા પણ લીધેલ અને લક્ષીતાજી મહાસતી તરીકે પોતાના ૮૭ માં જન્‍મ દિવસે જ નશ્વરદેહનો દેહ ત્‍યાગ કરેલ.

શ્રી વિબોધ દોશીને જન્‍મદિવસ નિમિતે સંઘ પરિવાર, નાગરિક બેન્‍ક પરિવાર, તેમજ મિત્રો તથા શુભેછ્‍કો વિગેરે તરફથી તેમના મોબઇલ નંબર ૯૪૨૮૨ ૦૬૦૬૦ પર શુભકામનાઓ મળી રહેલ છે

(10:36 AM IST)