તા. ૧૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૫ શનિવાર
અમેરિકામાં સાડા ચાર કલાકના સજ્જડ પ્રતિબંધ બાદ રાષ્ટ્રવ્યાપી ફ્લાઈટ ગ્રાઉન્ડ સ્ટોપ ઉઠાવી લેવાયો : સાધનોમાં ખામી સર્જાતા ૧૫,૦૫૯ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ અને ૬,૦૩૬ રદ કરવી પડી : એરપોર્ટસ પર અફરાતફરી મચી ગઇ : અમેરિકી એરપોર્ટ્સ પર કોમ્યુનિકેશન્સ આઉટેજ અને સાધનોમાં ખામીને કારણે હજારો મુસાફરો અટવાયા : એર ઇન્ડિયાની યુએસ આવતી-જતી સેવાઓ પર પણ અસર : શિકાગો અને એટલાન્ટા એરપોર્ટ પર સૌથી વધુ કેન્સલેશન (ન્યૂઝફર્સ્ટ)8:36 AM IST
ભારતમાં ગંભીર બીમારીઓ અને મોત પાછળ હવાનું ‘પ્રદૂષણ' જવાબદાર... : હવા પ્રદૂષણની સ્વાસ્થ્ય પર અસર ફક્ત શ્વસન રોગો સુધી સિમિત નથીઃ હૃદય રોગ, ડાયાબિટીસ, ગર્ભાવસ્થા સાથે જોડાયેલી જટિલતાઓ, બાળકોના વિકાસમાં અડચણો, ટયૂમર, રક્ત સંબંધિત વિકારો, માનસિક અને ન્યૂરોકોગ્નિટિવ ડિસઓર્ડર જેવી અનેક સમસ્યાઓનું કારણ 10:02 AM IST
પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને બોમ્બથી ઉડાવવાની વારંવાર ધમકીઓ : દિલ્હીથી મુંબઈ, ઇન્દોર અને અમદાવાદ સુધી ખળભળાટ, ખાલિસ્તાનના નામે ઇ-મેઇલનો મારો : ઇન્દોરમાં આવતીકાલના કાર્યક્રમ પહેલાં હાઈ એલર્ટ : ગુજરાત હાઈકોર્ટ, મુખ્યમંત્રી કાર્યાલય અને અમિતાભ બચ્ચનનો બંગલો પણ નિશાન ઉપર; વિદેશી આઈપી એડ્રેસની તપાસ : એક મહિનામાં અનેક શહેરોમાં ધમકીઓથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ : પોલીસ તપાસમાં હજી સુધી વિસ્ફોટકો મળ્યા નથી, દિલજીતે આવતીકાલનો ઇન્દોર કાર્યક્રમ યોજાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો9:36 AM IST
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનો મોટો નિર્ણય : રિયાધ અને દમ્મામની ફ્લાઈટ્સ ૩૦ નવેમ્બર સુધી જ્યારે જેદ્દાહની ફ્લાઈટ્સ ૨૧ નવેમ્બર સુધી સ્થગિત : ઈન્ડિગોએ જેદ્દાહ-મદીનાની સેવાઓ ૨૧ નવેમ્બર અને અકાસા એરે રિયાધ-જેદ્દાહની ફ્લાઈટ્સ ૩૦ નવેમ્બર સુધી રદ કરી : ૧૦ નવેમ્બર કે તે પહેલાં બુકિંગ કરાવનાર મુસાફરોને નિઃશુલ્ક રિશેડ્યુલિંગ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ 9:12 PM IST
આઈઆઈટી દિલ્હી દ્વારા જેઈઈ એડવાન્સ્ડ ૨૦૨૭ની તારીખ જાહેર : આગામી ૨૩ મેના રોજ યોજાશે પરીક્ષા : ઇતિહાસમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને સ્ક્રીન પર મળશે કેલ્ક્યુલેટરની સુવિધા : પરીક્ષામાં ૧૦ થી ૧૨ ડિજિટવાળા ઓન-સ્ક્રીન બેઝિક નોન-સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે : માત્ર વર્ષ ૨૦૨૬ કે ૨૦૨૭માં ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ જ અરજી કરવા માટે પાત્ર બનશે10:02 PM IST
માઈક્રોસોફ્ટના 15 કલાકના વૈશ્વિક આઉટેજ પર આવ્યું મોટું અપડેટ: રિકવરીની પ્રક્રિયા તેજ, પરંતુ સેવાઓ સંપૂર્ણ પૂર્વવત થવામાં હજુ પણ પડકારો : આઉટલુક, ટીમ્સ અને કોપાયલોટ જેવી સેવાઓ ધીમે ધીમે પાટા પર ચઢી રહી છે, છતાં ઈમેલ પ્રોસેસિંગમાં સમસ્યાઓ યથાવત : માઈક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ લામાન્નાએ ગ્રાહકોની માફી માંગી અને સાયબર હુમલાની વાયરલ અફવાઓને સત્તાવાર રીતે ફગાવી દીધી9:54 PM IST
બિટકોઈન ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે ગગડતા ક્રિપ્ટો માર્કેટમાં ખળભળાટ : માઈનિંગ અને ટ્રેડિંગ કંપનીઓના શેરોમાં જોરદાર કડાકો બોલાયો : હટ ૮ ના શેરમાં ૬ ટકા અને રાયટ પ્લેટફોર્મ્સ તથા મારા હોલ્ડિંગ્સમાં ૩.૯ ટકાનો ઘટાડો : રોબિનહુડ, સ્ટ્રેટેજી અને કોઈનબેસના શેરો પણ તૂટતા રોકાણકારોમાં ચિંતાનો માહોલ12:10 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારામ ભક્તિની શક્તિ અને માનવસેવાનો સંકલ્પ એટલે સંત જલારામ બાપા : સંત શિરોમણી શ્રી જલારામ બાપાની સોમવારે ૨૨૭મી જન્મજયંતિ : ભક્તિ, શ્રદ્ધા અને માનવસેવાનો મહાપર્વ : વીરપુરમાં જન્મજયંતિનો વિશેષ મહિમા : ભગવાન શ્રીરામની અખંડ ભક્તિ, વીરબાઈ માતાનું સમર્પણ અને ભૂખ્યાને ભોજન કરાવવાના સંકલ્પથી જલારામ બાપાએ સમાજને બતાવ્યો માનવતાનો સાચો માર્ગ : જલારામ બાપાનું જીવનચરિત્ર : બાળપણથી મહાન સંત બનવા સુધીની દિવ્ય યાત્રા લગ્નજીવન : વીરબાઈ માતાનું અદ્વિતીય સમર્પણ ગુરુ ભોજલરામ બાપાનું માર્ગદર્શન અને રામમંત્રની દીક્ષા સદાવ્રતની સ્થાપના : જીવનનો સૌથી મોટો સેવાયજ્ઞ વીરબાઈ માતાની કસોટી : ત્યાગ અને સમર્પણની અમર ગાથા જલારામ બાપાના જીવનનો મુખ્ય સંદેશ : ભક્તિ સાથે સેવા જીવનના અંતિમ વર્ષો : રામભક્તિ અને સેવામય જીવન અંતિમ સંદેશ : જ્યાં સેવા છે ત્યાં જ સાચી ભક્તિ છે!11:08 AM IST
વાવ-થરાદ પોલીસનો ઐતિહાસિક સપાટો : આઈજી શ્રીમતી પરીક્ષિતા રાઠોડ અને એસપી ચિંતન તેરૈયાના માર્ગદર્શનમાં ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૮૮ કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : પંજાબના ડ્રાઈવર જગતારસિંહ શેખાવતની ધરપકડ : ડીવાયએસપી એસ.એમ. વારોતારિયા અને પીઆઈ એ.જી. રબારીની ટીમે પંજાબ પાસિંગના ટ્રેલરમાંથી ૯૦,૪૪૪ દારૂની બોટલો સહિત કુલ ૩.૨૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો : કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર ખલાસીની પણ અટકાયત કરાઈ10:58 AM IST
સમાજના યુવાનો રાજકારણનો મોહ છોડીને શિક્ષણ પર ધ્યાન આપે: ધાનેરામાં રબારી સમાજના સ્નેહ મિલનમાં ધારાસભ્ય માવજી દેસાઈની સલાહ : તેમણે સમાજના આર્થિક વિકાસ, વ્યસન મુક્તિ અને શિક્ષણ, સંસ્કાર, વેપાર-ધંધા પર ભાર મૂક્યો:કાર્યક્રમમાં રબારી સમાજના આર્થિક વિકાસ, વ્યસન મુક્તિ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા12:23 AM IST
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : કલેક્ટર દ્વારા એકીસાથે ૧૧૨ નાયબ મામલતદારોની બદલીના ધરમૂળથી ઓર્ડર કરાયા : અનેક મોટા માથા બદલાયા : રાજકોટ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની સહીથી જાહેર કરાયેલા વહીવટી આદેશોથી મહેસૂલ અને ચૂંટણી શાખામાં વ્યાપક ઉથલપાથલ : જાહેર નોકરીના હિત અને વહીવટી સરળતા ખાતર ૧૧૨ કર્મચારીઓને નવી જગ્યાઓ પર સોંપાઈ જવાબદારીઓ9:23 AM IST
રૈયામાં ફીઝાએ ભડકા કરાવ્યાઃ પાડોશીના ૮ વાહનો સળગાવ્યા : દિવાળીની રાતે હોળીઃ મુક્તિધામ સામે ખોડિયારનગરમાં બનાવઃ બાળકો ફટાકડા ફોડતાં હોઇ તેના વાલીઓ સાથે બોલાચાલી બાદ વાત વણસી રાતે બોલાચાલી ઝઘડો થતાં રણજીતભાઇ પરમાર અને પરિવારજનો મોરબી જવા નીકળ્યાઃ રસ્તામાં મોબાઇલમાં ઘરના સીસીટીવી કેમેરા જોતાં બે વખત બે શખ્સો ટુવ્હીલર પર આવી કાચની બોટલોથી ઘરની બારીઓ ફોડી જતાં અને બાદમાં વાહનો સળગાવી જતાં દેખાયાઃ રણજીતભાઇ પરત ઘરે પહોંચ્યા ત્યારે પડોશણ ફીઝાએ કહ્યું-મેં જ તમારા ઘરમાં નુકસાન કરાવડાવી ગાડીઓ સળગાવી છે!: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો આગ-તોડફોડથી થાર, એન્ડેવર, જીપ ટૂકડો, આર-૧૫ બાઇક, પલ્સર બાઇક, બે એક્ટીવા અને બૂલેટમાં ૨૪.૯૫ લાખ, કેમેરામાં ૫ હજારનું અને ઘરમાં ૧.૫૦ લાખ મળી કુલ ૨૬.૫૦ લાખની નુકસાની11:58 AM IST
એચઆર મેનેજર રોહિન જોટંગીયા કામ જ નહોતા કરતાં એવા કર્મચારીઓના નામે પગાર જમા કરાવી ૧૭.૨૪ લાખ ખાઇ ગયો : હડમતાળાની રાજ ઇનોટેક કંપનીમાં અઢી વર્ષથી નોકરી કરતાં મવડીના શખ્સે ગોલમાલ આચરી : રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવ વાટીકામાં રહેતાં કંપની સંચાલક સંજયભાઇ ધુલીયાની ફરિયાદ પરથી કોટડાસાંગાણી પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી11:09 AM IST
બિરસા મુંડાઃ જય જોહારઃ અબુવા ઢીશોમ અબુવા રાજ9:59 AM IST
રાજકોટ પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરફાર : ટ્રાફિક વ્યવસ્થાને વધુ વેગ આપવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક સાથે ૪૮ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ : જુઓ સંપૂર્ણ સૂચિ : ટ્રાફિક શાખામાં ૨૭ નવા કર્મચારીઓની નિમણૂક સાથે ડીસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ તથા કર્મચારીઓની અરસપરસ ફેરબદલી : તાલીમાર્થી મહિલા લોકરક્ષકોની વરણી બાદ છૂટા કરવાની કરાઈ ખાસ વ્યવસ્થા10:51 PM IST
રાજકોટ પોલીસમાં મોટાપાયે ફેરબદલ: A.S.I થી લઇને કોન્સ્ટેબલ કક્ષાના 48 કર્મચારીઓની બદલી : રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા 4 અલગ-અલગ હુકમો બહાર પાડી 48 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ: 27 કર્મચારીઓને ટ્રાફિક શાખામાં મુકાયા: 5 રાઈટર હેડ અને 4 કર્મચારીઓની મુખ્ય મથક ખાતે બદલી જ્યારે 8 એટેચ કર્મચારીઓને મૂળ મહેકમમાં પરત મોકલાયા 10:06 PM IST
ક્યાંક ‘દિપ' ઝળહળ્યા, ક્યાંક ‘જીવનદિપ' ઓલવાયાઃ ૧૬ના મૃત્યુ : રાજકોટ શહેરમાં દિવાળી-નૂતનવર્ષ-ભાઇબીજની રજાઓમાં એક તરફ તહેવારોની ખુશી હતી, બીજી તરફ અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા જાગનાથ પ્લોટ, રૈયાધાર, ગોકુલધામ ક્વાર્ટર, જંગલેશ્વર, કોઠારીયા સોલવન્ટ, ૧૫૦ રીંગ રોડ ઓસ્કાર સ્કાય, ગંજીવાડા, વિવેકાનંદનગર, કુવાડવા રોડ ચામુંડા સોસાયટી, કોઠારીયા સોમનાથ સોસાયટી, ગોવિંદબાગ બ્રાહ્મણીયાપરા, ભીમરાવનગર, સોમનાથ સોસાયટી, રૈયાધારના પરિવારોની તહેવારની ખુશી શોક-ગમગીનીમાં પલ્ટાઇ ગઇ ૩૪ વર્ષના ટૂર ટ્રાવેલ્સ સંચાલક મોહિતભાઇ ચોૈહાણનું બેસતા વર્ર્ષે જ હૃદય બેસી ગયું: ભાઇબીજે શીવાભાઇ આરએન્ડબી ઓફિસમાં ઢળી પડયાઃ હૃદય બંધ પડતાં અને બેભાન હાલતમાં ૩ વર્ષની નૈત્રીથી માંડી ૮૬ વર્ષના વૃધ્ધાએ લીધા અંતિમશ્વાસ રાજકોટમાં તહેવારમાં કાળચક્ર ફર્યુ12:02 PM IST
ચોટીલામાં આસ્થાનો અવિરત પ્રવાહ, વાહનોનો મહાકાફલો અને વ્યવસ્થાની કસોટી : પાંચ દિવસમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીએ ચોટીલા યાત્રાધામની વધતી લોકપ્રિયતાની સાક્ષી પૂરી!: હાઇવે થી ડુંગર સુધી માનવમહેરામણ, પાર્કિંગ વ્યવસ્થા ટૂંકી પડતાં સુવિધા વધારવાની જરૂરઃ નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા પડકારરૂપ બનીઃ ૨૦૦ જેટલા પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રાધામ ધમધમ્યું11:31 AM IST
જામનગરમાં જાહેરમાં કાટી છાપ જુગાર રમતા ૭ ઝડપાયા 12:17 PM IST
દિવાળીના વેકેશન બાદ લાભ પાંચમના શુભ દિવસે જામનગર માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું : પ્રથમ દિવસે 10 હજાર ગુણી મગફળી અને 2,500 ગાસડી કપાસની આવક : જુઓ વિડીયો : યાર્ડમાં ખરીદ-વેચાણ વિભાગ આજથી પુનઃ શરૂ થતાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો : જણસીની આવક વધવાની સાથે બજારમાં સારી ચહલપહલ જોવા મળશે તેવી12:01 PM IST
ગોંડલ પાસે પુલ પરથી રિક્ષા ખાબકતા ૬ને ઇજા11:32 AM IST
બ્રિટિશ અભિનેત્રી લિસા મેક્સવેલના પરિવાર પર આભાસી આઘાત: ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દીકરીના અચાનક નિધનથી શોકનું મોજું ફરી વળ્યું : બ્રિટિશ ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અને 'લૂઝ વુમેન' ફેમ લિસા મેક્સવેલના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે ન્યૂ યોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તેમની વ્હાલી દીકરીનું રહસ્યમય અને અચાનક અવસાન થયું છે.11:03 PM IST
ન્યુઝીલેન્ડ સામે ચોથી વનડેમાં ભારતનો ૨૪૪ રનથી કારમો પરાજય: ૩૩૪ રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયા માત્ર ૮૯ રનમાં ઓલઆઉટ : મેટ હેનરીની ઘાતક બોલિંગ સામે ભારતીય ટોપ ઓર્ડર ધરાશાયી : પહેલી જ ઓવરમાં રોહિત, વિરાટ અને શ્રેયસને કર્યા આઉટ : કેપ્ટન ઐયરે પિચના બદલાવ અને હેનરીની બોલિંગને ગણાવ્યું હારનું મુખ્ય કારણ5:52 PM IST
લિયોનેલ સ્કેલોનીએ આર્જેન્ટિનાના મુખ્ય કોચ તરીકેનો કરાર ૨૦૩૦ ફિફા વર્લ્ડ કપ સુધી લંબાવ્યો : મેસ્સીની વિદાય બાદ નવી પેઢીને તૈયાર કરવા પર રહેશે ધ્યાન : વિશ્વવિજેતા કોચના માર્ગદર્શન હેઠળ આર્જેન્ટિના ફૂટબોલ ટીમે હાંસલ કર્યા છે ઐતિહાસિક સફળતાના શિખરો : ત્રણ વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરનાર બનશે પ્રથમ મેનેજર5:54 PM IST
ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ કેપ્ટન હરમનપ્રીત કૌરે જયપુરમાં પોતાના મીણના પૂતળાનું કર્યું અનાવરણ : વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બનવાનું ગૌરવ : નાહરગઢ કિલ્લાના મ્યુઝિયમમાં કાયમી ધોરણે સ્થાપિત થશે પ્રતિમા : 2025ના ઐતિહાસિક ODI વર્લ્ડ કપ વિજય અને મોગાથી ટીમ ઈન્ડિયા સુધીની પ્રેરણાદાયી સફરને કરાઈ અમર5:53 PM IST
વિશ્વ સિનેમામાં 'રામાયણ'નો ઐતિહાસિક ડંકો: 'અવતાર 2' અને 'એવેન્જર્સ: એન્ડગેમ'ને પછાડી 57,000 સ્ક્રીન્સ સાથે બની વિશ્વની સૌથી મોટી રિલીઝ : 8 દિવસમાં ₹1033 કરોડની કમાણી : 100થી વધુ દેશો અને 40થી વધુ ભાષાઓમાં રિલીઝ થઈને ભારતીય ફિલ્મે રચ્યો નવો વિશ્વ રેકોર્ડ : બોક્સ ઓફિસ પર સતત સાત દિવસ ₹100 કરોડથી વધુનો બિઝનેસ કર્યા બાદ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં 11મા સ્થાને પહોંચી9:55 PM IST
રામાયણ ફિલ્મમાં જટાયુની પાંખો કાપ્યા બાદ રાવણ દ્વારા તેનો નખ પોતાની પાસે રાખવાના રહસ્ય પાછળ રહેલી સિનેમેટિક અને પૌરાણિક કથાનો ખુલાસો : મહાકાવ્યના આ મનમોહક દ્રશ્યમાં રાવણના અહંકાર અને પક્ષીરાજ જટાયુના અદમ્ય સાહસનું અદ્ભુત પ્રતીકાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે, જેણે દર્શકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.7:22 PM IST
દિલજીત દોસાંઝના અમદાવાદ કોન્સર્ટ પર વિવાદ: ચાર ગીતો પર પ્રતિબંધની માંગ: બીજી તરફ ઇન્દોરમાં કોન્સર્ટ પહેલા બોમ્બની ધમકી : અમદાવાદમાં બાળ સુરક્ષા અધિકારીએ દારૂ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા પોલીસને પત્ર લખ્યો : ઇન્દોરમાં બેંકો અને મેયર સચિવાલયને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા સઘન કરાઈ5:25 PM IST
સુપરસ્ટાર રજનીકાંતની આગામી બહુચર્ચિત ફિલ્મ 'જેલર 2'માં દમદાર એક્શન દ્રશ્યો આપતી અભિનેત્રી અપેક્ષા પોરવાલે શેર કર્યા ખાસ અનુભવો : કટાના અને માર્શલ આર્ટ્સની કઠિન તાલીમથી લઈને દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ સુપરસ્ટાર સાથે કામ કરવાના પોતાના અવિસ્મરણીય અનુભવ અને સામાજિક પહેલ વિશે કરી ખુલીને વાત.8:09 PM IST























































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































