News of Thursday, 15th May 2025
પ્રદેશ ભાજપના ચેતન રામાણીનો જન્મદિનઃ ૬૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ ખેડૂત નેતા ચેતનભાઇ રામાણીનો આજે જન્મ દિવસ છે તેઓ જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. જનસંઘથી લઇને ભાજપમાં સેવા આપી રહયા છે. ૪પ વર્ષની પક્ષની કે જાહેરજીવનની કારકિર્દીમાં કોઇ દાઘ લાગવા દીધેલ નથી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, નાથ દ્વારા દ્વારકા, મથુરા, હરિદ્વારમાં ટ્રસ્ટી તરીકે તેમજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ બોર્ડીંગમાં મવડી પ્લોટમાં ટ્રસ્ટી તરીકે, બંસીધર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે, સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્યગાદી વડતાલ, અમદાવાદ તેમજ બી.એ.પીએસ., હરિધામ સોખડા, મણીનગર ગાદી, મણીનગર વધવાન તેમજ સ્વામીનારાયણ ગુરૂકુળોની તમામ સમિતિમાં સક્રિય રીતે જોડાયેલ છે. ચેતનભાઇને જન્મદિને તેમના મો. ૯૮રપ૧ ૧૮ર૩૮ ઉપર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
